આજકાલ લોકો ફેમિલીની સાથે ફરવા જવાનું ઓછુ પસંદ કરે છે. તો શું વારેઘડીએ પરિવારની સાથે ફરવા જવું જોઇએ? મને લાગે છે કે આ એક સુંદર અનુભવ હશે. તો જો તમે પણ આ પ્લાન બનાવવા માંગો છો તો અમારી પાસે રજાઓ પસાર કરવાની સૌથી સારી જગ્યાઓનું લિસ્ટ તૈયાર છે. ચાલો શરૂઆત કરીએ.
1. ઓલી
ઔલી, ઉત્તરાખંડનું એક હિલ સ્ટેશન છે, જે વિન્ટર સ્પોર્ટ્સ, લીલાછમ જંગલો, શાંત વાતાવરણ અને શાંત હિમાલયના શિખરોના અદ્ભૂત દ્રશ્યો માટે જાણીતું છે. આ એ જગ્યા છે જ્યાં હળવાશ અને ઠંડી હવાઓની વચ્ચે પોતાના વ્હાલા પરિવારજનો સાથે વિતાવી શકો છો.
ઓલીમાં શું જોશો
1. ઓલીથી જોશીમઠ સુધી કેબલ કારની સવારીનો આનંદ લો
2. નંદાદેવી, ત્રિશુલ અને બીજા જાણીતા હિમાલયી પર્વતોના નજારાનો લુફ્ત ઉઠાવવા માટે ગુરસો બુગ્યાલ સુધી જાઓ.
3. જે લોકો ટ્રેકિંગને પ્રેમ કરે છે અને આને એક અલગ લેવલ પર લઇ જવા માંગે છે તો ક્વાણી બુગ્યાલના રસ્તે નીકળી પડો.
4. ઓલીથી લગભગ 2 કિ.મી.ના અંતરે બનેલી આર્ટિફિશિયલ લેક પણ એક ઉત્તમ પિકનિક સ્પૉટ છે.
ઓલી કેવી રીતે પહોંચશો
ઓલી રોડ અને કેબલ કાર દ્વારા જોશીમઠ સાથે જોડાયેલું છે, જે હરિદ્વારથી 290 કિ.મી. દૂર છે. હરિદ્વારમાં રેલવે સ્ટેશન દેશના મોટાભાગના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે.
ઓલીમાં ક્યાં રોકાશો
કુબેર ઇન, ઓલી નચર રિસોર્ટ, ધ સ્લીપિંગ બ્યૂટી હોટલ વગેરે સારા વિકલ્પ છે.
2. મુન્નાર
મુન્નાર સમુદ્રની સપાટીએથી લગભગ 1,530 મીટર ઉપર સ્થિત પહાડ પર વસેલું કેરળનું એક હિલ સ્ટેશન છે. પશ્ચિમી ઘાટમાં વસેલું મુન્નાર 2,695 મીટર ઊંચી અનાઇમુડી શિખર પર છે, જે દક્ષિણ ભારતમાં સૌથી ઊંચી જગ્યા છે.
મુન્નારમાં જોવાલાયક જગ્યાઓ
1. એરાવિકુલમ નેશનલ પાર્કમાં જંગલ સફારી
2. મટ્ટુપેટ્ટી ડેમમાં બોટિંગ
3. અનાઇમુડી શિખરનું ચઢાણ
4. સીઢીદાર ચા અને મસાલાના બગીચા અને ઘણાં ઝરણા
મુન્નાર
મુન્નાર કેવી રીતે પહોંચશો
આમ તો મુન્નાર કેરળ, કર્ણાટક અને તમિલનાડુની આસપાસના મુખ્ય શહેરોની સાથે રોડ નેટવર્કથી જોડાયેલું છે પરંતુ અલુવામાં નજીકનું રેલવે સ્ટેશન અને કોચીમાં એરપોર્ટ છે જે 110 કિ.મી. દૂર છે. અહીં ટેક્સી કે બસમાં મુન્નાર જઇ શકાય છે.
મુન્નારમાં ક્યાં રોકાશો
ટ્રીબો ટ્રેન્ડ લે સેલેસ્ટિયમ, વેસ્ટવુડ રિવરસાઇડ, ગ્રાન્ડ પ્લાઝા સારી હોટલ છે.
3. ગંગટોક
ગંગટોક સિક્કિમની રાજધાની છે. અહીં તમને મનોરમ દ્રશ્યો, સરોવરો, રાષ્ટ્રી ઉદ્યાનો અને કેટલાક ઐતિહાસિક બૌદ્ધ મઠો જોવા મળશે.
ગંગટોકમાં શું જોશો
1. ત્સોમો તળાવ
2. નાથુ લા પાસ
3. બાબા હરભજન સિંહ મેમોરિયલ ટેમ્પલ
4. નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ તિબેટોલોજી
5. હનુમાન ટોક
ગેંટોક
ગંગટોક કેવી રીતે પહોંચવું
જ્યારથી પાક્યોંગ એરપોર્ટ કાર્યરત થયું છે, ત્યારથી ગંગટોકની મુસાફરી વધુ સરળ અને ઝડપી બની ગઈ છે. નવું જલપાઈગુડી રેલ્વે સ્ટેશન હજુ પણ ગંગટોકની સૌથી નજીકની મુખ્ય રેલ લિંક તરીકે ચાલુ છે. ગંગટોક પહોંચવાનો સૌથી સામાન્ય રસ્તો બાગડોગરા એરપોર્ટ અથવા NJP રેલ્વે સ્ટેશનથી ટેક્સી લેવાનો છે.
ગંગટોકમાં ક્યાં રોકાશો
CHAS નારાયણી કોન્ટિનેન્ટલ, હોટલ સોયાંગ UVA, પાવરિંગ ગેસ્ટ હાઉસ થોડીક સારી હોટલોમાંની એક છે.
4. ઉદેપુર
ગુજરાતીઓ માટે ઉદેપુર કોઇ નવી વાત નથી. 'સરોવરનું શહેર'ના નામથી મશહૂર, ઉદેપુર કેટલાક કુત્રિમ તળાવો, ભવ્ય મહેલો, ઐતિહાસિક કિલ્લા અને શાનદાર હોટલોનું ઘર છે. સૌથી સારી વાત એ છે કે શહેર પોતાના તળાવોના કારણે રાજસ્થાનના અન્ય શહેરો જેટલું ગરમ નથી.
ઉદેપુરમાં શું જોશો?
1. સિટી પેલેસના લેકસાઇડ પરિસરની મુલાકાત
2. પિચોલા તળાવ પર બોટ રાઈડ લો અને તમારા ટાપુ પર બનેલા મહેલોની મુલાકાત લો
3. જગમંદિર, 17મી સદીનો મહેલ હવે એક હોટલ છે
4. સહેલિયોં કી બારી, એક ઐતિહાસિક ઉદ્યાન અને સંગ્રહાલય
ઉદેપુર
ઉદેપુર કેવી રીતે પહોંચવું
ઉદેપુર શહેરથી માત્ર 22 કિ.મી. દૂર એરપોર્ટ અને શહેરમાં જ એક રેલ્વે સ્ટેશન છે. ઉદેપુર પણ લગભગ તમામ નજીકના શહેરો સાથે રસ્તાઓ દ્વારા સારી રીતે જોડાયેલું છે. તેથી, ઉદેપુર પહોંચવું ખૂબ જ સરળ છે.
ઉદેપુરમાં ક્યાં રહેવું
1 BR બુટિક, બોનજોર પેરેડાઇઝ રિસોર્ટ, પચમ ગ્રૂપનો આરામ પેલેસ રહેવા માટેના કેટલાક સરસ સ્થળો છે.
5. કાશ્મીર
સૌથી સારી જગ્યા મેં છેવટ માટે બચાવીને રાખી હતી. હવામાન બદલાયું નથી કે કાશ્મીર ટૂર પેકેજ પળવારમાં વેચાઇ જાય છે. કાશ્મીર માત્ર તમને આકરી ગરમીથી જ નથી બચાવતું પરંતુ તમને અને તમારા પરિવારને 'પૃથ્વી પરના સ્વર્ગ'નો આનંદ માણવાની તક પણ આપે છે.
કાશ્મીરમાં શું છે જોવાલાયક
1. દલ લેક પર શિકારા રાઈડનો આનંદ લો
2. ઇન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડનમાં ફરવા જાઓ
3. ગુલમર્ગમાં ગોંડોલા રાઈડ
4. સોનમાર્ગ ખાતે પ્રકૃતિના દર્શનમાં ખોવાઈ જાઓ.
દલ સરોવર
કાશ્મીર કેવી રીતે પહોંચવું
જે લોકો હવાઈ મુસાફરી કરવા ઈચ્છે છે તેમના માટે શ્રીનગર એરપોર્ટ શ્રેષ્ઠ વિકલ્પ છે. નજીકનું રેલ્વે સ્ટેશન જમ્મુ તાવી જંક્શન, કાશ્મીરથી લગભગ 198 કિ.મી. દૂર છે. શ્રીનગર રસ્તાઓ દ્વારા ભારતના બધા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. તમે ક્યાં તો સરકારી બસોમાં મુસાફરી કરી શકો છો અથવા ટેક્સી ભાડે કરી શકો છો.
કાશ્મીરમાં ક્યાં રહેવું
ફોર્ચ્યુન રિસોર્ટ હેવન, વ્હાઇટ હાઉસ ગ્રુપ ઓફ હાઉસબોટ્સ, લેમન ટ્રી હોટેલને વિકલ્પ તરીકે રાખી શકાય છે.