ભારતમાં શ્રેષ્ઠ સ્પા રિસોર્ટ્સ તમને તમારી રોજિંદી ચિંતાઓમાંથી વિરામ આપીને એક અલગ તાજગીનો અનુભવ કરાવે છે. આ સ્પા રિસોર્ટ્સ દેશના સૌથી પ્રસિદ્ધ સ્થળોએ આવેલા છે અને આ રિસોર્ટ્સ તમારી દોડધામભરી જિંદગીની થોડી ક્ષણો રોકીને તમને હળવાશનો અનુભવ કરાવશે. તમે તમારી રજાઓ તો આ સ્થળોએ વિતાવશો જ પરંતુ ત્યાંના સ્પા રિસોર્ટ્સ અને થેરાપી તમારી બધી ચિંતાઓ દૂર કરી દેશે.
તમે ભારતના પ્રખ્યાત સુંદર શહેરોમાં આ 9 શ્રેષ્ઠ સ્પા રિસોર્ટનો આનંદ માણી શકો છો.
1. અનંતા સ્પા એન્ડ રિસોર્ટ્સ, પુષ્કર
પુષ્કરનો અનંતા સ્પા રિસોર્ટ્સ અરવલ્લીના પહાડો પાસે બનેલો છે જ્યાં તમને બાલી જેવા કોટેજ જોવા મળશે. જ્યાં આ સ્પા બનાવવામાં આવ્યો છે તેનું નામ મુદ્રા છે. અનંતા સ્પા એન્ડ રિસોર્ટ્સ તેની સુપ્રસિદ્ધ ભારતીય ટચ થેરાપી માટે પ્રખ્યાત છે જે શરીર અને મનના તમામ દુઃખાવાઓ અને તકલીફોને શાંત કરીને શાંતિનો અનુભવ કરાવે છે. સમગ્ર ભારતમાં આની ગણતરી શ્રેષ્ઠ સ્પા રિસોર્ટ તરીકે કરવામાં આવે છે, એકવાર તમે મુદ્રાની મુલાકાત લો, તમે ત્યાંનો અનુભવ ક્યારેય ભૂલી શકશો નહીં.
રિસોર્ટનું સરનામું: ગામ લીલા સેવરી, પુષ્કરથી 4 કિમી, અજમેર પુષ્કર રોડ, પુષ્કર
2. ધ ઝુરી કુમારકોમ કેરળ રિસોર્ટ એન્ડ સ્પા
ઝુરી કુમારકોમ ભારતના સૌથી લાંબા વેમ્બનાડ તળાવના કિનારે આવેલું છે. આ સ્થળની આકર્ષક સુંદરતા તેને મનની શાંતિ મેળવવા માટે એક સંપૂર્ણ સ્થળ બનાવે છે. આ હોટેલનો માયા સ્પા તમને તેના આયુર્વેદિક મસાજથી નવજીવન આપશે. આ સ્પા કેરળ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. પછી ભલે તે સ્વીડિશ સ્પા હોય કે ઇન્ડોનેશિયન સ્પા, ઝુરી વચન આપે છે કે અહીં થોડો સમય વિતાવ્યા પછી, તમારું શરીર, મન અને આત્મા લયબદ્ધ રીતે કામ કરવાનું શરૂ કરશે.
રિસોર્ટનું સરનામું: V 235 A1 થી A54, કરોટ્ટુકયલ કુમારકોમ, કોટ્ટયમ
3. બાણાસુર હિલ રિસોર્ટ, વાયનાડ
એશિયાનું એકમાત્ર અર્થ રિસોર્ટ જે કુદરતની વચ્ચે આવેલું છે, તે પોતાનામાં બેજોડ છે. 3500 ફૂટની ઉંચાઈ પર બનેલું આ બાણાસુર હિલ રિસોર્ટ 35 એકર હરિયાળીથી ઘેરાયેલું છે. બાણાસુર મયુર સ્પામાં સુંદરતાને નિખારવાની થેેરેપી આપવામાં આપે છે જે તમારા શરીરને આરામ આપે છે અને તમારી ત્વચાને લાંબા સમય સુધી સુંદર બનાવે છે. જે રૂમમાં સ્પા કરવામાં આવે છે ત્યાં તમે કોઈ પણ અવરોધ વિના દૂર દૂરથી પ્રકૃતિની સુંદરતાનો આનંદ ઉઠાવી શકો છો અને તમારી પ્રાઈવસીમાં કોઈ કમી નહીં આવે. બાણાસુરનું સુંદર વાતાવરણ તેને ભારતના શ્રેષ્ઠ સ્પા રિસોર્ટની યાદીમાં લાવે છે.
રિસોર્ટનું સરનામું: વેલામુંડા, વાયનાડ, કેરળ
4. અમાનવાના સ્પા રિસોર્ટ, કુર્ગ
જો તમે તમારા વેકેશન દરમિયાન કુદરતની નજીક રહેવા માંગતા હો, તો તમારે કાવેરીના કિનારે અમાનવાના સ્પા રિસોર્ટની મુલાકાત લેવી જ જોઇએ. તમને આ રિસોર્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ મળશે અને અહીંનો સ્પા તેના ખાનગી બંગલા, બાર્બેક્યુ, નેચર વોક અને તેની ઉત્તમ સ્પા ટ્રીટમેન્ટ માટે પ્રખ્યાત છે. જો તમે આ બધી સવલતોનો આનંદ માણવા માંગતા હોવ તો અમાનવાના સ્પાની યાદીમાંથી સ્પા પસંદ કરો અને અમાનવાનાના આલીશાન રૂમ, અદભૂત વાતાવરણ અને પ્રશિક્ષિત સ્ટાફ સાથે સ્પા ટ્રીટમેન્ટમાં સામેલ થાઓ.
રિસોર્ટનું સરનામું: નં-21, બોલ્લુર ગામ, ગુડ્ડેહોસુર, કુશલનગર, કૂર્ગ
5. હિમાલયમાં આનંદા
ઉત્તરાખંડ
આ એવોર્ડ વિજેતા આનંદા રિસોર્ટ એક સ્પા છે જ્યાં તમને પ્રકૃતિ અને લક્ઝરી વચ્ચે સંપૂર્ણ સંતુલન જોવા મળશે. ભારતના શ્રેષ્ઠ સ્પા રિસોર્ટ્સમાંનું એક, આનંદા તેહરી મહારાજાના પેલેસ એસ્ટેટમાં 100 એકરમાં ફેલાયેલું છે. આનંદા સાલના જંગલોથી ઘેરાયેલું છે જ્યાંથી ગંગા નદીની ખીણ નજરે પડે છે. આ સ્પામાં ડિટોક્સ, ફિટનેસ, સ્ટ્રેસ દૂર કરવાની થેરાપી, વજન ઘટાડવાની રીતો અને કાયાકલ્પ કરવા જેવી થેરાપીનો સમાવેશ થાય છે.
સ્પાનું સરનામું: ધ પેલેસ એસ્ટેટ, નરેન્દ્ર નગર તેહરી-ગઢવાલ, નરેન્દ્ર નગર, ઉત્તરાખંડ 249175
6. ધ ટેરેસ, ગઢવાલ
એક સુંદર સ્પા રિસોર્ટમાંથી બરફથી ઢંકાયેલ હિમાલયના પર્વતોનો નજારો જોવા મળે તો તેના કરતાં વધુ સારું શું હોઈ શકે. ટેરેસ એક બુટિક સ્પા રિસોર્ટ છે જ્યાં તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આજુબાજુનું પ્રાકૃતિક વાતાવરણ તેને અહીં ઓફર કરવામાં આવતી ઘણી ઉપચાર પદ્ધતિઓ માટે એક પરફેક્ટ જગ્યા બનાવે છે. પરંપરાગત ઉપચારની સાથે અહીંની હાઇડ્રોથેરાપી પણ ખૂબ પ્રખ્યાત છે. જો તમે અહીં જાઓ તો ચોકલેટ સિન અને વાઇન વિન્ટેજ થેરાપીનો આનંદ લો.
સ્પાનું સરનામું: ચંબા મસૂરી હાઇવે, ડિસ્ટ્રિક્ટ ટિહરી ગઢવાલ, કનતલ, ઉત્તરાખંડ
7. મધુબન રિસોર્ટ એન્ડ સ્પા
ગુજરાત
મધુબન એ 5 સ્ટાર ડીલક્સ રિસોર્ટ છે અને ફેમિલી હોલિડે માટે એક ઉત્તમ સ્થળ છે. શહેરની ધમાલથી દૂર આ રિસોર્ટ વડોદરા અને અમદાવાદની નજીક છે. રિજુ મધુબનનો એક નેચરોપેથી સ્પા છે જે ત્વચાની સંભાળ અને શરીરની સારવાર માટે જાણીતો છે. અહીંની થેરાપી એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમે તમારી અંદર એક નવીનતા અનુભવો અને અહીંના નિષ્ણાતો વિશ્વના શ્રેષ્ઠ એક્સપર્ટ્સમાંના એક છે.
રિસોર્ટનું સરનામું: આણંદ- સોજીત્રા રોડ, વલ્લભ વિદ્યાનગર, આણંદ, ગુજરાત 3881120
8. ધ ખૈબર હિમાલયન રિસોર્ટ એન્ડ સ્પા
જમ્મુ અને કાશ્મીર
શ્રીનગર એરપોર્ટથી 65 કિ.મી. દૂર આવેલા આ સ્પામાંથી તમે પીર પંજાલ પર્વત અને અફ્રાવતનું શિખર જોઈ શકો છો. તમે ખૈબર રિસોર્ટમાં બરફથી ઢંકાયેલ ઢોળાવ પર સ્કીઇંગ કરવા પણ જઈ શકો છો, પરંતુ અંતિમ અનુભવ ખૈબર સ્પાના એલ-ઓસ્સિટેન ખાતે વેલનેસ ટ્રીટમેન્ટ્સ હશે. અહીંની થેરાપી તમને બધી ચિંતાઓથી મુક્ત કરાવશે અને તમને નવીનતાનો અહેસાસ કરાવશે. અહીં આવતી વખતે તમારે એરોમાથેરાપી મસાજ અને સુંદર ઓઇલ ટ્રિટમેન્ટની સારવાર જરુર અજમાવવી જોઈએ.
રિસોર્ટનું સરનામું: હોટેલ ખૈબર રોડ, ફોરેસ્ટ બ્લોક, જમ્મુ અને કાશ્મીર, 193403
9. ઓબેરોય વન્યવિલાસ
રાજસ્થાન
રણથંભોર ટાઈગર રિઝર્વની અંદર બનેલ ઓબેરોય વન્યવિલાસ 20 એકર ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. સ્વાદિષ્ટ ભોજન, આરામદાયક ટેન્ટ અને સુંદર દૃશ્યો સાથે, આ વિલા તમને જાદુઈ સ્પા ટ્રીટમેન્ટ પણ આપે છે. ઓબેરોય સ્પા ઐતિહાસિક રાજસ્થાની હવેલી જેવું લાગે છે, જેની બાજુમાં જ એક સુંદર આંગણું છે જ્યાં સૂર્યના કિરણો આવે છે. ઓબેરોય સ્પાની વિશેષતા છે ત્યાંની આયુર્વેદિક સિગ્નેચર ઓબેરોય સ્પા ટ્રીટમેન્ટ
રિસોર્ટ સરનામું: સવાઈ માધોપુર, રણથંભોર, રાજસ્થાન- 322001
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો