શહેરોના વિકાસની સાથે-સાથે પ્રદુષણની સમસ્યા પણ વધી રહી છે. વિશ્વના એર ક્વોલિટી ઇન્ડેક્સ પર નજર રાખનારી સંસ્થા આઇક્યૂ એરે (IQ Air) જે આંકડા પ્રકાશિત કર્યા છે, તે અનુસાર દેશની રાજધાની દિલ્હી દુનિયાના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં છે. ભારતના ઘણાં શહેર પ્રદુષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેની અસર ત્યાં રહેનારા લોકો પર પડી રહી છે.
શહેરની ખરાબ ગુણવત્તાવાળી હવામાં શ્વાસ લેવાથી લોકોને અનેક પ્રકારની મુશ્કેલી આવી રહી છે. આવામાં જ્યારે વાત રજાઓમાં બહાર ફરવા જવાની આવે તો લોકો એવી જગ્યાઓની પસંદગી કરી રહ્યા છે જ્યાંની હવા શુદ્ધ હોય. અમે તમને ભારતની એવી પાંચ જગ્યાઓ અંગે જણાવી રહ્યા છીએ જ્યાંની હવા સૌથી શુદ્ધ છે. તમે આ શહેરોમાં શિયાળા કે ઉનાળાની રજાઓ પસાર કરી શકો છો.
1.આઇઝોલ (મિઝોરમ)-
આઇઝોલ મિઝોરમનું સૌથી મોટું અને સુંદર રાજધાની શહેર છે, જે સમુદ્રની સપાટીએથી 1132 મીટરની ઊંચાઇ પર પહાડો પર વસ્યું છે. તે ભારતના સૌથી શુદ્ધ હવાવાળા શહેરોમાંનું એક છે. અહીં તમે ઓછા ખર્ચે સુંદર જગ્યાઓ ફરવાનો આનંદ ઉઠાવી શકો છો. આઇઝોલના પર્વતીય આકર્ષણને જોતા તેને હાઇલેન્ડર્સનું ઘર પણ કહેવામાં આવે છે. અહીંની કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આદિવાસી અને પોતાના હસ્તશિલ્પ માટે પ્રસિદ્ધ છે. પ્રવાસીઓ માટે આ એક શાનદાર જગ્યા છે.
તમે તમારા મિત્રો અને પરિવારની સાથે અહીં તમારી રજાઓના યાદગાર પળ વિતાવી શકો છો. આઇઝોલ તેના હસ્તશિલ્પ માટે પણ પ્રસિદ્ધ છે.
આઇઝોલ ફરવાનો સૌથી સારો સમય ગરમીની સીઝન છે. જ્યારે અહીં તાપમાન 20 થી 30 ડિગ્રી વચ્ચે રહેતું હોય છે. મે થી સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડે છે. અહીં શિયાળામાં મોટાભાગે ધુમ્મસ રહે છે.
આઇઝોલમાં ફરવાની કેટલીક જગ્યાઓ છે જેવી કે, ખાવંગલાંગ વન્યજીવ અભયારણ્ય, વાનત્વાંગ વોટરફૉલ્સ, તામડીલ સરોવર, બુર્રા બજાર, મિઝોરમ સ્ટેટ મ્યૂઝિયમ, ડર્ટલાંગ પહાડો, રેઇક હેરિટેજ ગામ, સોલોમન મંદિર, કેવી સ્વર્ગ.
મિઝોરમનું ચમ્ફાઇ લગભગ 1678 મીટરની ઊંચાઇ પર વસ્યું છે. ચમ્ફાઇમાં તમે રાજ્યના સૌથી મોટા સમતળ મેદાનને જોઇ શકો છો. આ ઉપરાંત, આ પહાડી સ્થાન તમને મ્યાનમારની શાનદાર પહાડોના અદ્ભુત દ્રશ્યો જોવાની તક પ્રદાન કરે છે.
તમે અહીંના સુંદર બગીચાઓની મુલાકાત પણ કરી શકો છો. આ રાજ્યનું સૌથી વધુ ફળોનું ઉત્પાદન કરનારુ ક્ષેત્ર છે, જેને મિઝોરમની ફળોની ટોકરી પણ કહેવામાં આવે છે.
2.કોઇમ્બતૂર (તમિલનાડુ)-
કોઇમ્બતૂર ભારતના તામિલનાડુ રાજ્યનું ઘણું જ સુંદર શહેર છે, જેને કોવઇ અને કોયમુથુરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર નોય્યાલ નદીના કિનારે આવેલું છે અને પશ્ચિમી ઘાટથી ઘેરાયેલું છે. આને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવે છે. કોઇમ્બતૂર વિકાસના મામલે ઘણી ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. સાથે જ તમિલનાડુનું બીજુ સૌથી મોટુ શહેર પણ છે. અહીં દર્શનીય સ્થળોના કારણે હંમેશા લોકોની સૌથી વધુ ભીડ જોવામાં આવે છે.
પશ્ચિમી ઘાટ પર લગભગ 500 ફૂટની ઊંચાઇ પર સ્થિત, મરુધમલાઇ મંદિર એક પહાડીની ઉપર સ્થિત છે. જ્યાંથી તમે પર્વતોના સુંદર નજારા જોઇ શકો છો. મંદિરની સુંદરતા ફક્ત આટલે સુધી સિમિત નથી, મંદિરની દ્રવિડ વાસ્તુકળા પણ જોવાલાયક છે. ભગવાન મુરુગન કે કાર્તિકેય મંદિરના મુખ્ય દેવતા છે. આ મંદિરની વધુ એક વિશેષતા એ છે કે તેમાં ઔષધીય જડી-બુટ્ટીઓ ઉગાડવામાં આવે છે જેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે.
આ ઉપરાંત, તમે કોઇમ્બતૂરમાં આદિયોગી શિવ સ્ટેચ્યુ, વૈદેહી ફૉલ્સ, કોવઇ કોંડટ્ટામ, પેરુર પાટેશ્વરર મંદિર, સિરુવાની ઝરણું વગેરે જોવાનો આનંદ ઉઠાવી શકો છો.
3.અમરાવતી (મહારાષ્ટ્ર)-
અમરાવતીનો શાબ્દિક અર્થ છે અમરોનું નિવાસ અને આ મહારાષ્ટ્રના ઉત્તરમાં આવેલું છે. એક ધાર્મિક સ્થાન હોવાના કારણે શહેર પોતાના તીર્થ સ્થળો અને વારસાઇ ભવનો માટે પ્રખ્યાત છે. આપને જણાવી દઇએ કે આ રાજ્યનું સાતમું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. તેમાં વ્યાપક ઔદ્યોગિક આધારભૂત સંરચના છે. નાગપુર અમરાવતીથી લગભગ 156 કિલોમીટર દૂર છે. આને શિક્ષણ સુવિધા અને સાંસ્કૃતિક વિરાસતના કારણે વિદર્ભની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે. અમરાવતીમાં તમે હરિકેન પૉઇન્ટ, ભીમ કુંડ, અમ્બોદેવી મંદિર, છત્રી તળાવ, વડાલી તળાવ, સતીધામ મંદિર જેવી સુંદર જગ્યાઓ જોઇ શકો છો. આ બધા આકર્ષણ ઘણાં સુંદર છે અને દરેક નિશ્ચિત રીતે તેનો આનંદ લેવા માંગશે.
4. દાવણગેરે (કર્ણાટક)-
દાવણગેરે દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકનું એક મહત્વપૂર્ણ શહેર છે. જે તેના પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે. કપાસનું મોટુ કેન્દ્ર રહી ચૂક્યું છે. આ શહેર ક્યારેક કર્ણાટકનું માન્ચેસ્ટર કહેવાતું હતું. હવે આ એક વાણિજ્યિક કેન્દ્ર શિક્ષણ સંસ્થાન અને એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના એક મોટા હબ તરીકે વિકસી રહ્યું છે. દાવણગેરે 1997માં એક અલગ જિલ્લો બન્યો. આ ભારતની સૌથી શુદ્ધ હવા ધરાવતી જગ્યાઓમાંની એક છે. અહીં તમે કુંડુવાડા કેરે, ઇશ્વર મંદિર, બાથી ગુડ્ડા, બેતુર, બાગલી જેવા પર્યટન સ્થળોનો આનંદ ઉઠાવી શકો છો.
5.વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)-
વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશનું એક જાણીતું શહેર છે જે તેના શાંત સમુદ્રી કિનારાના કારણે બીચ લવર્સ અને પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. આ શહેર તેના શાનદાર આકર્ષણો, જેવા કે ઇન્દિરા ગાંધી ઝુલોજિકલ પાર્ક, કટિકી ઝરણાં, બોરા ગુફાઓ, આઇએનએસ કૂરુસૂરા સબમરીન મ્યૂઝિયમ, કૈલાસગિરી, ઋષિકોંડા બીચ, અકાકૂ ખીણ, વરાહ લક્ષ્મી નરસિંહા મંદિર માટે પ્રસિદ્ધ છે. આ એક પોર્ટ સિટી પણ છે. જેને વિઝાગના નામે પણ ઓળખવામાં આવે છે.
વિશાખાપટ્ટનમને આ નામ, શોર્યના દેવતા વિશાખા પરથી મળ્યું છે. આ શહેર પશ્ચિમી ઘાટના સુંદર પહાડોની વચ્ચે છે, જેના પૂર્વમાં બંગાળ છે. આ શહેરને ભાગ્યનું શહેર અને પૂર્વી સમુદ્રી કિનારાનું ગોવા પણ કહેવામાં આવે છે.
આના ઇતિહાસ પર નજર કરીએ તો લગભગ 2000 વર્ષ પહેલા વિઝાગ શહેર પર રાજા વિશાખા વર્માનું રાજ્ય હતું. આ શહેરનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ મળે છે. ઇસ. 260 પહેલા આ શહેર કલિંગ રાજ્ય અંતર્ગત આવતું હતું. ત્યાર બાદ વેંગી અને પલ્લવ રાજાઓએ રાજ્ય કર્યું. પંદરમી અને સોળમી શતાબ્દીમાં મુગલો અને હૈદરાબાદના નિજામ દ્ધારા આની પર શાસન કરવામાં આવ્યું. 18મી સદીમાં ફ્રેન્ચ અને ત્યારબાદ 1804થી અંગ્રેજોનું શાસન