મનાલી-લેહ રુટના 6 હોમસ્ટે તમને પ્રકૃતિની વધુ નજીક લઇ જશે

Tripoto
Photo of મનાલી-લેહ રુટના 6 હોમસ્ટે તમને પ્રકૃતિની વધુ નજીક લઇ જશે 1/7 by Paurav Joshi

થકાવટ ભરેલા ડ્રાઇવ પછી જો તમને કોઇ આરામદાયક ઠેકાણું મળી જાય તો તે અનુભવ કેટલો શાનદાર હોઇ શકે. મનાલીથી લેહ જતા રસ્તામાં એવા તમામ હોમસ્ટે છે જે તમારી આ પરેશાની દૂર કરી દેશે. તમે વધુ વિચાર્યા વગર આમાંથી કોઇ હોમસ્ટેમાં રુમ બુક કરીને આરામથી રિલેક્સ થઇ શકો છો.

રોહતાંગ વિલા હોમસ્ટે, મનાલી

Photo of મનાલી-લેહ રુટના 6 હોમસ્ટે તમને પ્રકૃતિની વધુ નજીક લઇ જશે 2/7 by Paurav Joshi
ક્રેડિટઃ મેક માય ટ્રિપ

જો તમે મનાલીમાં કોઇ સસ્તુ અને આરામદાયક ઠેકાણું શોધી રહ્યા છો તો રોહતાંગ વિલા હોમસ્ટે તમારા માટે સુંદર જગ્યા હોઇ શકે છે. આ હોમસ્ટે શનાગમાં આવેલું છે. સારી વાત એ છે કે આ હોમસ્ટે મનાલીના કેટલાક ટોપ પર્યટન સ્થળોની ઘણી નજીક છે જેનાથી તમને હરવા-ફરવામાં કોઇ મુશ્કેલી નહીં પડે.

હનુમાન મંદિર, જોગિણી ફૉલ્સ, હિડિંબા દેવી મંદિર જેવી બધી જાણીતી જગ્યાઓ રોહતાંગ વિલા હોમસ્ટેથી ઘણી જ નજીક છે. હોમસ્ટેથી પહાડોના દ્રશ્યો જોઇ શકાય છે અને આસપાસની હરીયાળી પણ જોવાલાયક છે. બધા રુમ સ્વચ્છ છે અને તેમાં સારી ક્વૉલિટીનું ફર્નીચર રાખવામાં આવ્યું છે.

2. હિમાલય હોમસ્ટે, જિસ્પા

Photo of મનાલી-લેહ રુટના 6 હોમસ્ટે તમને પ્રકૃતિની વધુ નજીક લઇ જશે 3/7 by Paurav Joshi
ક્રેડિટઃ ફેસબુક

હિમાલયન હોમસ્ટે જિસ્પાના મુખ્ય ચોકથી માત્ર 1.8 કિ.મી.ના અંતરે છે. જો તમે જિસ્પામાં રહેવાની કોઇ બજેટ જગ્યાની શોધમાં છો તો હિમાલયન હોમસ્ટે તમારુ ઠેકાણું બની શકે છે. કારણ કે મોટાભાગના જિસ્પામાં માત્ર એક રાત રોકાવાનું જ પસંદ કરે છે એટલા માટે અહીં ઓછા હોમસ્ટે છે. હિમાલયન હોમસ્ટે બાઇકથી લેહ તરફ જતા રખડુઓને વધારે પસંદ આવે છે. કારણ કે આ હોમસ્ટે ભીડભાડવાળા વિસ્તારથી દૂર છે. અહીંના રુમમાં તમને જરુરીયાતની બધી જ ચીજો મળી જશે. રુમની સામે પહાડોનું મનોરમ દ્રશ્ય જોવા મળશે જે તમારી ટ્રિપને સુંદર બનાવી દેશે.

3. વુડ વિલા હોમસ્ટે, સિસ્સૂ

Photo of મનાલી-લેહ રુટના 6 હોમસ્ટે તમને પ્રકૃતિની વધુ નજીક લઇ જશે 4/7 by Paurav Joshi
ક્રેડિટઃ ઇંફોટેલ

મનાલી-લેહ હાઇવે પર બનેલુ આ હોમસ્ટે થકાવટ ભર્યા ડ્રાઇવ પછી રોકાઇને આરામ કરવા માટે પરફેક્ટ જગ્યા છે. કારણ કે આ હોમસ્ટે હાઇવે પર બનેલુ છે એટલા માટે તેને શોધવામાં વધારે સમય નહીં બગડે. વુડ વિલા હોમસ્ટેના બધા રુમ ઘણી જ સુંદર રીતે બનાવાયા છે. લગભગ બધા રુમમાંથી પહાડોના આકર્ષક દ્રશ્યો જોઇ શકાય છે. હોમસ્ટેના માલિક અને આખો સ્ટાફ પણ પોતાના બધા મહેમાનોનું સારુ ધ્યાન રાખે છે. હોમસ્ટેની બહાર એક નાનકડો બગીચો પણ છે જ્યાં તમે બેસીને ચા પણ પી શકો છો કે પ્રકૃતિના અહેસાસને અનુભવી શકો છો. જો તમે શિયાળામાં અહીં આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ત્યારે આ જગ્યાની સુંદરતા જોવાલાયક હોય છે. દૂર સુધી ફેલાયેલી બરફની ચાદર પૂરા વિસ્તારને સુંદર બનાવી દે છે.

4. સાંગે હોમસ્ટે, સિસ્સૂ

Photo of મનાલી-લેહ રુટના 6 હોમસ્ટે તમને પ્રકૃતિની વધુ નજીક લઇ જશે 5/7 by Paurav Joshi
ક્રેડિટઃ સાંગે હોમસ્ટે

સાંગે હોમસ્ટેના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. પછી વાત હોય રુમની કે રુમમાંથી જોવા મળતા સુંદર દ્રશ્યોની, આ હોમસ્ટેમાં તમને એ બધી ચીજો જોવા મળે છે જેની વેકેશનમાં જરુરીયાત હોય છે. હોમસ્ટેના આરામદાયક રુમ્સ તમને તરત રિલેક્સ કરી દેશે. હોમસ્ટેનો સ્ટાફ તમારી મહેમાનગતિમાં કોઇ કસર બાકી નહીં રાખે. સારી વાત એ છે કે હોમસ્ટેની આસપાસ પ્રકૃતિનો પણ ખુબ સાથ મળશે. સાંગે હોમસ્ટેનું લોકેશન એવું છે કે અહીં સિસ્સૂના કેટલાક સુંદર દ્રશ્ય જોઇ શકાય છે. આ હોમસ્ટેની આ બધી સુંદરતા આ જગ્યાને પર્યટન માટે ખાસ બનાવે છે.

5. દ્રિલબૂ રી હોમસ્ટે, કેલોંગ

દ્રિલબૂ રી હોમસ્ટે કેલોંગમાં રોકાવા માટે સૌથી યોગ્ય જગ્યાઓમાંની એક છે. દ્રિલબૂ રી હોમસ્ટેનું લોકેશન અને અહીંથી જોવા મળતા સુંદર દ્રશ્યો દરેક રખડુની પહેલી પસંદ બનાવે છે. આ હોમસ્ટેના બધા રુમમાં મહેમાનોના આરામને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. હોમસ્ટેનો સ્ટાફ પણ મહેમાનોની સરભરા કરવામાં કોઇ કસર બાકી રાખતો નથી. સારી વાત એ છે કે આ હોમસ્ટેમાં તમને ક્યારેય ભીડભાડ જોવા નહીં મળે. હોમસ્ટેમાં સીમિત રુમ છે જેના કારણે અહીં આવનારા દરેક વ્યક્તિને પોતાના માટે ઘણો સમય મળી રહે છે. હોમસ્ટેમાં ખાવાપીવાની પણ વ્યવસ્થા છે. તમે ઇચ્છો તો તમારુ પોતાનું ખાવાનું બનાવી શકો છો કે પછી હોમસ્ટેનો સ્વાદિષ્ટ સ્થાનિક સ્વાદ પણ ચાખી શકો છો. પ્રકૃતિનો સાથ અને પહાડોના આકર્ષક નજારાથી સજ્જ આ હોમસ્ટેમાં વિતાવેલી દરેક પળ ખરેખર તમારા માટે ખાસ હશે.

6. સાઇપ્રસ હોમસ્ટે, લાલિંગ

મનાલીથી લેહ તરફ જતા રસ્તામાં આવતા બધા હોમસ્ટેમાં સાઇપ્રસ હોમસ્ટેનું નામ પણ સામે છે. આ હોમસ્ટે પોતાનામાં ખાસ છે. આવુ એટલા માટે કારણ કે હોમસ્ટેમાં તમારી પાસે રુમમાં રહેવાની સુવિધા તો છે જ સાથે સાથે જો તમે કેમ્પિંગ કરવા માંગો છો તો તે પણ કરી શકો છો. હોમસ્ટેના બધા રુમમાં મહેમાનોના આરામ માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. જો તમે કેમ્પિંગ કરવા માંગો છો તો તમે રાતના સમયે બોનફાયરની મજા લઇ શકો છો. સવારે ઉઠીને તાજા થઇને તમે પાસે વહેતી નદી પર પણ જઇ શકો છો. પહાડોની સુંદરતા સુંદર સનરાઇઝ એન્જોય કરવા માટે તમે આ હોમસ્ટેમાં આવી શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads