ફરવાના શોખીનો માટે થોડા બજેટ યાત્રા કરવાના ઉપાયો હું લાવ્યો છું:
1. ફેયર એલર્ટ સેટ કરી રાખો:
સ્કાઇસ્કેનર અને કાયાક જેવી વેબસાઈટ પાર ફેયર એલર્ટ સેટ કરી રાખો અને ભાવ ઘટતા જ નીકળી પાડો.
2. અઠવાડિયાની શરૂઆતમાં ટિકિટ બુક કરો અંતમાં નહિ:
અલગ અલગ ટ્રાવેલ પોર્ટલ પર અલગ અલગ સમયે ડીલ આવતી હોય છે એનો ઉપયોગ કરીને લગભગ દોઢ મહિના પહેલા ટિકિટ બુક કરી લો જેમકે મેક માય ટ્રીપ પર મંગળવારે ડીલ આવે છે.
3. સ્ટીપ ઓવરનો ફાયદો લો:
ફ્લાઈટ સ્ટોપ ઓવરની જગ્યાએ વધારે પૈસા આપ્યા વગર ફરવાનો મોકો લો.
4. વેબ ચેક ઈન
વેબ ચેક ઈન કરવાથી તમારે ત્રણ ચાર કલાક વહેલા પણ નહીં જવું પડે અને ભાગદોડ પણ નહીં થાય.
5. 24 કલાકનો નિયમ
ઘણી વેબ સાઈટ 24 કલાક પહેલા નિઃશુલ્ક ટિકિટ રદ કરવા દે છે , આ નિયમનો ફાયદો ઉઠાવો.
6. ખાસ દિવસો પર કરો હોટેલ બુકીંગ
અલગ અલગ વેબસાઈટ અને ટ્રીપ એડવાઈઝર વગેરેનો ઉપયોગ કરીને ડિસ્કાઉન્ટ ડેઝ પર બુકીંગ કરો.
7. જન્મદિવસ, વર્ષગાંઠ કે પછી હનીમૂન પર અપગ્રેડ માટે પૂછો
આ ખાસ દિવસોએ ઘણી હોટેલ મફતમાં એડિશનલ સેવાપ આપતી હોય છે એનો લાભ લો.
8. સાંજની ફ્લાઈટ બુક કરવાનો પ્રયત્ન કરો
સવારે ચેક આઉટ કરીને સમાન ક્લોક રૂમમાં મૂકીને આખો દિવસ ફરો અને પછી સાંજે ફ્લાઈટમાં પાછા ફરો.
9. ઓફ સીઝનમાં જાઓ
તમે ઓફ સીઝનમાં શાંતિથી ફરી શખ્સો, ભીડ ઓછી હશે અને વસ્તુઓ સસ્તી.
10. યાતાયાતના સાર્વજનિક સાધનોનો ઉપયોગ કરો
ટેક્સી કરતા બસ, ટ્રામ અથવા ટ્રેનનો ઉપયોગ કરો.
11. ફ્લાઈટ બુકીંગ અલગ જગ્યાનું કરો
મુખ્ય જગ્યા કરતા થોડું નજીકના સ્થળે ફ્લાઈટ લો અને ત્યાંથી વાહનમાર્ગે પહોંચો.
12. ઉંમર પ્રમાણે ડિસ્કાઉન્ટ મેળવો
વિદ્યાર્થી અને સિનિયર સીટીઝન ડિસ્કાઉન્ટ માંગતા શરમાઓ નહીં.
13. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે રાખો
આંતરરાષ્ટ્રીય યાત્રામાં હંમેશા કાર્ડ સાથે રાખો.
14. ફ્લાઈટમાં વિકલ્પ જુઓ
ઈન ફ્લાઈટ ભોજન, નો ટિકિટ કેન્સલેશન ચાર્જીસ વગેરે વિકલ્પો જુઓ.
15. ફરવાનો આનંદ લો
જ્યાં જાઓ તે જગ્યાનો પૂર્ણ આનંદ લો.
16. ઇમેઇલ માં સાચવો જરૂરી વિગતો
મુસાફરીની દરેક બુકીંગ અને અન્ય વિગતો ઇમેઇલમાં જાળવી રાખો
17. ઓફલાઈન ગુગલ મેપ
ગુગલ મેપના ઓફલાઈન મેપ ફિચરનો ઉપયોગ કરીને તમે તમારા ફોનની બેટરી પણ બચાવી શકો ચો.
18. ATM નો ઉપયોગ
સ્થાનીય જગ્યા માટે ATM નો ઉપયોગ કરો.
19. પ્રાઇવેટ બ્રાઉઝીંગ
બુકીંગ વખતે ctrl shift N દબાવીને પ્રાઇવેટ બ્રાઉઝીંગ કરો જેથી તમને ઘણો ફાયદો થશે.
20. પૈસા બચાવવા માટે ગ્રુપમાં મુસાફરી કરો
સમૂહમાં યાત્રા કરવાથી ઘણી બચત થઇ શકે છે માટે બને એટલું ગ્રુપ ટ્રાવેલિંગ કરો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ