દુનિયા તો દરેક વ્યક્તિ ફરવા માંગે છે પરંતુ સારી તકની રાહ જોતા રહે છે. જો તમે પણ બાઇક ચલાવવાના શોખીન તો થોડીક પ્રેરણા આ બે છોકરીઓ પાસેથી લઇ શકો છો. અમૃતા કાશીનાથ અને શુભ્રા આચાર્ય આ બે છોકરીઓને બાઇક પર કન્યાકુમારીથી લેહની સફર ફક્ત 129 કલાકમાં પૂર્ણ કરી છે. ભારતના દક્ષિણી છેડાથી શરુ કરીને ઉત્તરી છેડા પર સમાપ્ત થઇને આ બન્નેએ લિમ્કા બુકમાં પોતાનું નામ રજિસ્ટર કર્યું છે. ભારતના દક્ષિણી છેડાથી ઉત્તરી છેડા સુધી બાઇક પર પહોંચવામાં કોઇ મહિલા દ્ધારા બનાવેલો આ અનોખો રેકોર્ડ છે.
અમૃતાનો પ્લાન પહેલા ફક્ત ફરવા જવાનો હતો. પરંતુ પછીથી તેમણે પોતાને એટલો મોટો પડકાર આપ્યો કે રેકોર્ડ જ નોંધાવી દીધો. ભારતમાં મહિલાઓ દ્ધારા આ પ્રકારનો રેકોર્ડ એક મોટી વાત છે.
સાત વર્ષથી દોસ્ત એવી આ બન્ને છોકરીઓ ઘણીવાર સાથે સફર પર નીકળી છે. તેમણે આ મોટા પ્રવાસ અંગે ટ્રેનિંગ પણ લીધી હતી. બન્ને સાથે ભૂટાન, નેપાળ અને શ્રીલંકામાં પણ બાઇકિંગ કરી ચુકી છે.
પ્રવાસમાં કેટલો થયો ખર્ચ
સૌથી મોટી વાત એ છે કે આ પ્રવાસમાં આ બન્ને છોકરીઓએ એક રાતી પાઇ પણ ખર્ચી નથી. એક ખાનગી કંપનીએ આખા પ્રવાસનો ખર્ચ ઉપાડ્યો હતો અને ફાયદો ત્રણેયને થયો. કંપની અને કન્યાઓને.
કયા પડકારો રહ્યા સૌથી મુશ્કેલ
આટલી લાંબી અને કઠીન મુસાફરીમાં ઊંઘ સૌથી મોટો પડકાર હોય છે. એક આખો દિવસ બાઇક ચલાવો, રાતે પોતાની ઊંઘ પૂરી કરો અને બીજા દિવસે વહેલી સવારે ફરી પ્રવાસમાં નીકળી પડો. પાંચ કલાકની ઊંઘ પૂર્ણ કરવી પોતાનામાં સૌથી મોટો પડકાર હોય છે.
લદ્દાખમાં જ્યાં બરફના તોફાન અને વરસાદનો અંદેશો હંમેશા રહેતો હોય છે રાત પસાર કરવી દિલ દુઃખાવનારુ હતું.
ઊંઘ અને તોફાન બાદ પડકાર ખાવાનો પણ હતો. જો તમે બરોબર ખાવાનું નહીં ખાઓ તો તબીયત ખરાબ, તબીયત ખરાબ તો બધુ જ બરબાદ. પરંતુ આ બે છોકરીઓએ આ પડકારોનો સામનો કર્યો અને તેની પર જીત મેળવીને આ અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
રુઢિવાદિતા એટલે કે સ્ટીરિયોટાઇપ સાથે જંગ
સૌથી મોટો પડકાર હતો રુઢિચુસ્ત વિચારસરણીને તોડવી. બન્ને બાઇકર્સ જણાવે છે કે પહેલા તેઓ પણ કોઇ પુરુષની સાથે જ ફરવાનું પસંદ કરતી હતી કારણ કે પોતાની સુરક્ષાનો વિચાર તો દરેકને થતો જ હોય છે. પરંતુ ત્યાર બાદ બન્ને છોકરીઓએ પ્રવાસ આગળ વધાર્યો. રુઢિવાદીઓને પડકાર ફેંકવો કઠીન છે પરંતુ ત્યાર બાદ જે શાંતિ મળે છે તેનો પણ કોઇ જવાબ નથી.
પ્રવાસમાં શું શું શીખવા મળ્યું
બન્ને બાઇકર્સ માટે પ્રવાસ અદ્ભુત હતો. તેમનું માનવું છે કે જ્યારે તમે પ્રવાસ કરો છો તો મગજ ખુલે છે. એક દેશને તમે ઘણી સારી રીતે ઓળખી શકો છો અને ઉંડાઇ સુધી જોઇ શકો છો. જે આજ સુધી નથી વિચાર્યું તે વિચારી શકો છો.
બીજી છોકરીઓ માટે શું છે સંદેશ
ભારતનું ચક્કર લગાવી ચુકેલી આ જાંબાજ બાઇકર્સની સલાહ છે કે કોઇ પુરુષ સાથીના ભરોસે ના રહો. એકલા નીકળો. ભારત એક સુરક્ષિત જગ્યા છે. બાકી બધુ તમારી માનસિકતા પર નિર્ભર કરે છે કે તમે દુનિયાને કેવી દ્રષ્ટિથી જુઓ છો.