રાતે પહાડ પર તાપણું કરીને બેસવું, માટીના વાસણમાં મેગી બનાવીને ખાવી વગેરે ખરેખર કેટલું સારુ લાગે નહીં! હિમાલયમાં એવા ઘણાં રિસોર્ટ છે જ્યાં તમે ખુબ સારી મસ્તી કરી શકો છો. બસ મારી સાથે ચાલતા રહો!
મનાલી
ધ હિમાલયન
પર્વતોમાં વિવાહિત કપલ હનીમૂન માટે હિમાલયના આ વૈભવી રિસોર્ટને પોતાનું ઘર બનાવી શકે છે.
ક્યાં છે- હડિંબા રોડ, મનાલી, હિમાચલ પ્રદેશ.
કિંમત- ₹8,000 થી શરૂ થાય છે.
સુવિધાઓ- ધ હિમાલયનના આ રિસોર્ટમાં તમે કેમ્પિંગ, જીપ સફારી, માઉન્ટેન બાઈકિંગ, પેરાગ્લાઈડિંગ, સ્કીઈંગ, ટ્રેકિંગ, માઉન્ટેન ક્લાઈમ્બિંગ અને રાફ્ટિંગ જેવી રમતો રમી શકો છો. પૂલ સાઇડ બાર, ટેનિસ કોર્ટ, સ્પા, વેલનેસ કલ્ચર છે.
જોવાલાયક સ્થળો- નજીકમાં હિડિંબા મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ગરમ ઝરણા માટે પ્રખ્યાત વશિષ્ઠ ગામની પણ મુલાકાત લો. જુની મનાલી પણ થોડે દૂર છે. તમને ત્યાં ખાવા માટે સારા વિકલ્પો મળશે. જો તમે થોડા સાહસિક વ્યક્તિ છો તો રોહતાંગ પાસ પણ દૂર નથી.
અટાલી ગંગા
મિત્રોનું ગ્રુપ હોય કે ફેમિલી ગ્રુપ, પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશનની શોધમાં છો તો અટાલી ગંગા રિસોર્ટ હંમેશા તમારી સેવામાં હાજર છે.
ક્યાં છે - અટાલી ડોગી, ઋષિકેશ બદ્રીનાથ રોડ, ટિહરી ગઢવાલ, તપોવન, ઋષિકેશ ઉત્તરાખંડ.
કિંમત- ₹16,000 થી શરૂ થાય છે.
સુવિધાઓ- અટાલી ગંગા તમને યોગ અને કસરતના વર્ગો, રાફ્ટિંગ, કાયાકિંગ, ટ્રેકિંગ, પર્વતારોહણ, માઉન્ટેન બાઇકિંગ વગેરે ઓફર કરે છે. આ સાથે કાર અને બાઇક પણ ભાડે મળશે. તમે તમામ પ્રકારની રમતોનો આનંદ માણી શકો છો અને સ્પા સાથે વેલનેસ કલ્ચરને ભૂલશો નહીં.
જોવાલાયક સ્થળો - જો તમે ઋષિકેશમાં છો, તો સ્પોર્ટ્સથી તમારુ મોં ન ફેરવશો. હોટેલ તમારા માટે રાફ્ટિંગ, બંજી જમ્પિંગની પણ વ્યવસ્થા કરે છે. રામ ઝુલાથી બીટલ્સ આશ્રમ સુધી જઇ શકાય છે. અહીંથી સાયકલ ચલાવીને નરેન્દ્ર નગર પણ જઈ શકાય છે.
રોકબાઇ મેનોર
પર્વત પર વસેલું એક નગર. અહીં તમને જોવા મળશે એક સુંદર ઘર. પ્રેમીઓ માટે, પરિણીત યુગલો માટે યોગ્ય સ્થળ.
ક્યાં છે- રાજમંડી, લેન્ડોર કેન્ટ, દેહરાદૂન, મસૂરી, ઉત્તરાખંડ.
કિંમત- ₹10,000 થી શરૂ થાય છે.
સુવિધાઓ- પર્વતો પર ચડવું, ટ્રેકિંગ કરવું, પર્વતો પર ડ્રાઇવિંગ જેવી ઘણી ખાસ વસ્તુઓ છે. તમને ભાડેથી વાહનો પણ મળે છે. સ્પોર્ટ્સ સેન્ટર, સ્પા, વેલનેસ ક્લબ પણ છે.
જોવાલાયક સ્થળો- આ રિસોર્ટ હિમાલયની એ પહાડી પર સ્થિત છે, જેના પર હજુ સુધી દુનિયાનું ધ્યાન નથી ગયું. પરી ટિબ્બા બે કલાકમાં અને લાંબા ચઢાણ માટે નાગ ટિબ્બાની જઇ શકો છો. તમે લોંગ ડ્રાઈવ કરીને સુરકુંડા દેવી મંદિર પણ જઈ શકો છો. જો તમે રસ્કિન બોન્ડના ચાહક છો, તો ઘરની બહાર ફેનગર્લ શ્રેષ્ઠ છે.
ખૈબર હિમાલયન રિસોર્ટ અને સ્પા
જો તમે તમારા મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવ્યો હોય તો આ જગ્યા બેસ્ટ છે.
ક્યાં: ગુલમર્ગ વન્યજીવ અભયારણ્ય, હોટેલ ખૈબર રોડ, ફોરેસ્ટ બ્લોક, જમ્મુ અને કાશ્મીર.
કિંમત- ₹18,000 થી શરૂ થાય છે.
સુવિધાઓ - સ્કીઇંગ, ટ્રેકિંગ, ઘોડેસવારી, ગોલ્ફિંગ માટે યોગ્ય સ્થળ. જો તમે તમારી મનપસંદ ફિલ્મ જોવા માંગો છો, તો અહીં એક ખાનગી થિયેટર પણ છે. તેનું પોતાનું સ્પા, વેલનેસ સેન્ટર અને ઇન્ડોર પૂલ છે. આના કરતાં વધુ સારી રેસ્ટોરન્ટ તમને ભાગ્યેજ મળે. અહીં શિશી લાઉન્જ પણ ઓફર કરવામાં આવે છે.
ફરવા માટેના સ્થળો - કાશ્મીર બરફથી ઢંકાયેલું છે, પછી અહીં સ્નો સ્પોર્ટ્સ ખૂબ જ ફેમસ થઈ જાય છે. જેમ કે સ્કીઇંગ, સ્લેજિંંગ, એટીવી બાઇક રાઇડિંગ. કાશ્મીરથી ગુલમર્ગ 2 કિમી દૂર છે. તો કાશ્મીરના દ્રશ્યો પણ નજીક છે. 200 ડગલા દૂર આવેલા શંકરાચાર્ય મંદિરની પણ મુલાકાત લો. દલ લેક ખાતે શિકારાનો આનંદ લેવાનું ભૂલશો નહીં.
ઓબેરોય સેસિલ
તમારા પરિવાર સાથે આરામની થોડી ક્ષણો વિતાવવા માટે ઓબેરોય સેસિલ એ યોગ્ય સ્થળ છે.
ક્યાં: ચૌરા મેદાન રોડ, શિમલા, હિમાચલ પ્રદેશ.
કિંમત- ₹19,000 થી શરૂ થાય છે.
સુવિધાઓ- જો તમારે ભારતનો વસાહતી (કોલોનિયલ) વારસો જોવો હોય તો અહીં આવો. વેલનેસ સેન્ટર, સ્પોર્ટ્સ સેન્ટર, સ્પા અને ફિટનેસ સેન્ટર સાથે એક રેસ્ટોરન્ટ પણ છે.
ફરવા લાયક સ્થળો- જો તમે શિમલામાં છો, તો નજીકમાં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા સ્થળોને જોવા ચોક્કસ જજો. બ્રિટિશ લોકો ઉનાળાની ઋતુમાં ધ વિકેરેગલ લોજની મુલાકાત લેતા હતા. આ ફક્ત તેમના માટે જ બનાવવામાં આવ્યું હતું. અંગ્રેજો ચાલ્યા ગયા, પરંતુ આ સ્થળ હજુ પણ જોવાલાયક છે. અંગ્રેજો માટે 1877માં બનેલું ગેઈટી થિયેટર આજે પણ સુંદરતાનું ઉદાહરણ છે. આજે પણ અહીં થિયેટર થાય છે. મારિયા બ્રધર્સના એન્ટીકુરિયન બુકસ્ટોરની મુલાકાત જરુર કરો.
ગ્લેનબર્ન ટી એસ્ટેટ
પ્રકૃતિ પ્રેમીઓ માટે અને જેઓ થોડા વધુ પૈસા ચૂકવીને પોતાના માટે વૈભવી અનુભવ મેળવવા માંગે છે.
ક્યાં- સિંગરિતમની પાસે, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ.
કિંમત- ₹36,000 થી શરૂ થાય છે.
સુવિધાઓ - ગ્લેનબર્ન ટી એસ્ટેટ તમારા માટે દાર્જિલિંગ એરપોર્ટથી આવવા અને જવાની વ્યવસ્થા કરે છે. અહીં સુંદર પક્ષીઓ જોવા મળે છે. ખાવાનું અને પર્સનલ ટૂર પણ કરી શકાય છે. નદીની નજીક આવેલ ગ્લેનબર્ન લોગ કેબિન પણ અહીં જોવાલાયક છે.
જોવાલાયક સ્થળો- દાર્જિલિંગના હૃદયમાં આવેલું, ગ્લેનબર્ગ ટી સ્ટેટ મોલ રોડથી માત્ર બે પગલાં દૂર છે. ખાણીપીણી માટે, નજીકમાં બે લોકપ્રિય રેસ્ટોરન્ટ્સ પણ છે, ધ ગ્લેનરી અને ફ્રેન્ક રોસ. બંને જગ્યાનો સ્વાદ ચાખી લો. હેપ્પી વેલી ટી એસ્ટેટ અહીંથી લગભગ 1 કલાકના અંતરે છે અને આ માટે તમને ગ્લેનબર્ગથી જ જવાની સુવિધા મળશે. ઘૂમ મઠની મુલાકાત લેવા માટે હિમાલયન રેલ્વે માર્ગ લો. સગવડતા રહેશે અને પ્રવાસ પણ જોવાલાયક રહેશે.
આનંદા ઇન ધ હિમાલયાસ
પ્રકૃતિ પ્રેમીઓ માટે અને યોગના ખૂબ શોખીન લોકો માટે પણ.
ક્યાં - પેલેસ એસ્ટેટ, નરેન્દ્ર નગર, ટિહરી ગઢવાલ, ઉત્તરાખંડ.
કિંમત - ₹47,000 સુધી.
સુવિધાઓ- આનંદાની આ હોટલમાં તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારની સ્પા ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. વજન ઘટાડવાના ઘણા કાર્યક્રમો પણ થાય છે, આયુર્વેદથી શરીરની સંભાળ અને માનસિક સમસ્યાઓનો ઉકેલ પણ લાવવામાં આવે છે. વેલનેસ કલ્ચર, ઈન્ફિનિટી પૂલ સાથે ફિટનેસ સેન્ટર અને ડાઈનિંગ રિસોર્ટ પણ સુવિધા માટે છે.
જોવાલાયક સ્થળો- નરેન્દ્ર નગર એક સમયે તેહરી કિંગડમનું મુખ્ય શહેર હતું. આજે તે મહેલનું સ્થાન એક સ્પાએ લઇ લીધું છે. કાંજાપુરી દેવી મંદિર ટ્રેકિંગ પર પણ જવું જોઇએ. આ શહેર તેની પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર છે. જો તમે એક્સપ્લોર કરવા માટે બીજું કંઈક શોધી રહ્યા છો, તો ઋષિકેશ નજીકમાં છે, જ્યાં તમારી પાસે સ્કુબા ડાઇવિંગ અને બંજી જમ્પિંગ જેવી વિવિધ પ્રકારની સાહસિક રમતો અજમાવવાની ઉત્તમ તક છે.
વિન્ડફ્લોર હોલ
હનીમૂન પર જનારા અને બીજીવાર હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરનારાઓ માટે એક નાનકડું સ્વર્ગ.
ક્યાં- શિમલા કુફરી હાઇવે, છાબરા, શિમલા.
કિંમત- ₹28,000 થી શરૂ થાય છે.
સુવિધાઓ- વિન્ડફ્લોર હોલની નજીકમાં તમે ટ્રેકિંગ અને પિકનિકનો પ્લાન બનાવી શકો છો. સ્પા, વેલનેસ સેન્ટર, સ્વિમિંગ પૂલ અને આઉટડોર જાકુઝી, ફિટનેસ સેન્ટર અને ફાઇન ડાઇનિંગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
જોવાલાયક સ્થળો- શિમલાની સીમમાં આવેલું મશોબરા થોડું જ દૂર છે. નાની પહાડીઓ અને તેમાં રહેલું પ્રાકૃતિક સૌંદર્ય અહીંની વિશેષતા છે. મશોબરાથી ત્રણ કિમીના અંતરે કેરિગ્નાનો નામની જગ્યા છે, જે એક સમયે ઇટાલિયન ફોટોગ્રાફરનો બંગલો હતો. તેની નિમણૂક રાણી વિક્ટોરિયા દ્વારા કરવામાં આવી હતી.
નેતુક હાઉસ
આ સ્થળ ઇતિહાસ પ્રેમીઓ માટે પણ મુલાકાત લેવા યોગ્ય છે, જેઓ ભારતની ધરોહર જોવા અને સમજવા માંગે છે... અને જેઓ સિક્કિમની શાહી શૈલીનો આનંદ માણવાનું પસંદ કરે છે તેમના માટે પણ.
ક્યાં- તિબેટ રોડ, પૂર્વ સિક્કિમ, ગંગટોક, સિક્કિમ.
કિંમત- ₹5,200 થી શરૂ થાય છે.
સુવિધાઓ - અહીંથી તમને કાર, સાયકલ ભાડે મળશે. ટ્રેકિંગ ગાઈડ પણ સાથે હોયછે. અહીં ફિટનેસ સેન્ટર છે અને ડાઇનિંગ રેસ્ટોરન્ટ પણ છે.
જોવાલાયક સ્થળો- ઉત્તર અને પૂર્વ સિક્કિમના અંતરિયાળ વિસ્તારોમાં ફરવા માટે અહીંનું રોકાણ એ એક સારો વિકલ્પ છે. જો તમારી પાસે વધારે સમય ન હોય તો પણ સુકલાખંગ મઠની મુલાકાત લો. હનુમાન ટોક અને ગણેશ ટોક માત્ર પ્રકૃતિ પ્રેમીઓ માટે બનાવવામાં આવ્યા છે. સોંગમો લેક ગંગટોકથી 3 કલાકના અંતરે આવેલું છે જે ફક્ત રખડુઓ માટે જ છે.
ધ ગ્રાન્ડ ડ્રેગન લદાખ
સામાન્ય પ્રવાસી માટે અને એવા લોકો માટે પણ સારુ છે જેઓ લદ્દાખને નજીકથી જોવા માંગે છે.
ક્યાં- ઓલ્ડ રોડ, શેયનામ, લેહ લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર.
કિંમત- ₹9,500 થી શરૂ થાય છે.
સુવિધાઓ - ધ ગ્રાન્ડ ડ્રેગનથી ઘણાં લોકો સાયકલ ટુર પર જાય છે. આ સાથે જ ટ્રેકિંગ, ઊંટ સવારી, જીપ સફારી, પિકનિક, રાફ્ટિંગ અને નજીકના સ્થળોની ટુરનું પણ આયોજન કરો. જો તમે જાતે મુસાફરી કરવા માંગો છો, તો તમે ભાડા પર કાર મેળવી શકો છો. આ સિવાય અહીં ફિટનેસ સેન્ટર અને ડાઇનિંગ રેસ્ટોરન્ટ પણ છે.
ફરવા માટેના સ્થળો - આ રિસોર્ટ લદ્દાખના હિમાલયના રણમાં સ્થિત છે, તેથી અહીં જોવાલાયક કેટલું બધુ છે તે અનુમાન લગાવવું મુશ્કેલ નહીં હોય. લેહના મુખ્ય બજારમાં ખરીદી માટે ઉત્તમ તક છે. જોરાવર ફોર્ટ અને લેહ પેલેસ પણ હોટલથી દૂર નથી. હોલ ઓફ ફેમની મુલાકાત લઈને તમને દેશભક્તિની પ્રેરણા મળશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો