શ્રીનગર, આ ખૂબ જ સુંદર શહેરને કોઈ પરિચયની જરૂર નથી. તે તેના સુંદર દલ સરોવર, બોટહાઉસ, મેપલ ગ્રોવ્સ અને દૂરતી દ્રશ્યમાન થતા શક્તિશાળી હિમાલયના અદભૂત નજારા માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. અને જ્યારે તમે આમાં કાશ્મીરી મહેમાનગતિ અને આતિથ્યનો ઉમેરો કરો છો, ત્યારે આ શહેરમાં વિતાવેલો તમારો સમય વધુ સુંદર બની જાય છે.
મોસમ ગમે તે હોય, શ્રીનગરમાં હંમેશા કંઈક ને કંઇક કરવા અને ફરવા માટે સ્પેશ્યલ રહેતુ જ હોય છે, જેથી તમે આખા વર્ષ દરમિયાન તમારી રજાઓ પસાર કરવા માટે અહીં આવી શકો છે. વસંતઋતુમાં શાલીમાર બાગની મુલાકાત લો, જો તમે તમારા શહેરની ગરમીથી બચવા માંગતા હોવ તો પણ તમે અહીં આવી શકો છો, પાનખરમાં તમે નારંગી મેપલના કકરા પાંદડા જોઈને આનંદ અનુભવશો, અને જો તમે શિયાળામાં આવો છો, તો તમને જોવા મળશે આખા બરફથી ઢંકાયેલા મેદાનો અને વૃક્ષો જે તમને સ્વર્ગ જેવો અનુભવ કરાવશે.
શ્રીનગર
પરંતુ હું તમને કહું કે ઉત્તરાખંડના પૌડી ગઢવાલ ક્ષેત્રમાં બીજું એક શ્રીનગર છે તો? માત્ર 560 મીટરની ઉંચાઈ પર આવેલું આ શહેર સુંદર અલકનંદા નદીના ડાબી તરફના કિનારે આવેલું છે. શ્રીનગર ઉત્તરાખંડથી લગભગ 100 કિ.મી.ના અંતરે આવેલું છે અને મેદાની વિસ્તારોનું સૌથી છેલ્લું શહેર છે, ત્યાર પછી પર્વતો શરૂ થાય છે! એ ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક છે કે ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં સૌથી મોટું શહેર હજુ પણ જોઇએ તેટલું એક્સપ્લોર થયું નથી અને મોટાભાગના પ્રવાસીઓ અને મુલાકાતીઓની નજરથી દૂર છે.
તેને ગઢવાલના એજ્યુકેશન હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ઓછી ઉંચાઈને કારણે, તે તેના વિસ્તારમાં સૌથી ગરમ શહેર છે અને આ તેને ખીણમાં એક મહત્વપૂર્ણ શહેર અને બજાર બનાવે છે. આ શહેર મોટાભાગે તેના સમૃદ્ધ ઐતિહાસિક મહત્વ અને તેના વિવિધ મંદિરો માટે જાણીતું છે. પરંતુ આ સિવાય પણ અહીં ઘણુંબધું છે.
અહીં કેવી રીતે પહોંચવું?
શ્રીનગરના સૌથી નજીકના રેલ્વે સ્ટેશનો કોટદ્વાર અને ઋષિકેશ છે, પરંતુ બંને નાના સ્ટેશનો છે અને મોટાભાગની મોટી ટ્રેનો અહીં રોકાતી નથી. શ્રીનગરનું સૌથી નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન હરિદ્વાર છે, જે શહેરથી લગભગ 130 કિમી દૂર છે.
શ્રીનગર જતી લોકલ બસો હરિદ્વાર કે ઋષિકેશ બંને જગ્યાએથી સરળતાથી ઉપલબ્ધ છે. દિલ્હીથી શ્રીનગર માટે કોઈ સીધી બસ નથી તેથી તમારે આ બેમાંથી કોઈ એક શહેરમાં તમારી બસ બદલવી પડશે.
શ્રીનગરનું સૌથી નજીકનું એરપોર્ટ દેહરાદૂનમાં જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે, જે શહેરથી લગભગ 150 કિમી દૂર છે.
શ્રીનગરમાં શું કરશો?
ધારા દેવી મંદિર
શ્રીનગરથી લગભગ 19 કિ.મી. દૂર આવેલું આ મંદિર આ વિસ્તારના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે. આ મંદિર શ્રીનગર-બદ્રીનાથ હાઈવે પર કાલિયા સોર સુધી આવેલું છે. ધારી દેવીની મૂર્તિ ખુલ્લા આકાશ નીચે મુકવામાં આવી છે અને ધ્યાન રાખો કે મૂર્તિના ફોટા લેવા પર પ્રતિબંધ છે. ગઢવાલના લોકો માટે આસ્થાનું કેન્દ્ર, આ મંદિર અલકનંદા નદીની મધ્યમાં આવેલું છે.
વૈકુંઠ ચતુર્દશીનો મેળો
આ ગઢવાલ પ્રદેશનો સૌથી લોકપ્રિય તહેવાર છે. આ વાર્ષિક મેળો ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં દિવાળીના 14મા દિવસે આવે છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત, આ મેળો હવે સાંસ્કૃતિક ઉત્સવ તરીકે પણ લોકપ્રિય બની રહ્યો છે, જેમાં 4-5 દિવસમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ગઢવાલના લોકો માટે આ તહેવારનું ઘણું મહત્વ છે અને આ દિવસોમાં આખું શહેર રોશનીથી ઝગમગી ઉઠે છે.
ગોલા બજાર
ગઢવાલ ઉત્તરાખંડના સૌથી મોટા બજારોમાંનું એક આ બજાર ખીણના લોકો માટે એક મહત્વપૂર્ણ વ્યાપારી સ્થળ છે. અલગ-અલગ રેસ્ટોરન્ટથી લઇને તમને અહીં પરંપરાગત ગઢવાલી કપડાં, ફળો અને શાકભાજી વેચતી ઘણી દુકાનો જોવા મળશે. મારા પર વિશ્વાસ કરો, તમને જે જોઈએ છે, તે તમને અહીં મળશે.
કેશોરાય મઠ મંદિર
આ ભગવાન વિષ્ણુ અને દેવી સરસ્વતીનું એક પ્રાચીન મંદિર છે જેનું નિર્માણ ઇસ.1682માં કેશોરાય નામના વ્યક્તિએ કરાવ્યું હતું. આ મંદિર તેના સ્થાપત્ય અને સુંદરતા માટે જાણીતું છે. પથ્થરોમાંથી કોતરવામાં આવેલા મોટા પથ્થરોથી આ મંદિર ખૂબ જ સુંદર લાગે છે.
બાબા ગોરખનાથ ગુફાઓ
પર્વતના ઢોળાવ પર એક વિશાળ ખડક છે જ્યાં ગુરુ ગોરખનાથે ધ્યાન કર્યું હતું અને તેમના શિષ્યોની મુલાકાત કરી હોવાનું માનવામાં આવે છે. ગુફાનો પ્રવેશદ્વાર ખૂબ જ સાંકડો છે અને તમારે લગભગ તેમાંથી પસાર થવું પડશે. આ ગુફાને સંપૂર્ણપણે પોતાની હાલત પર છોડી દેવામાં આવી છે અને તેની જાળવણી કરવામાં નથી આવી રહી, પરંતુ તે પ્રવાસીઓની ભીડથી દૂર હોવાને કારણે એક અદ્ભુત સ્થળ છે.
શ્રી યંત્ર તપુ
આ શહેરની એક નાની જગ્યા છે જ્યાંથી આ શહેરનું નામ પડ્યું. અલકનંદા નદીની મધ્યમાં એક નાનો વિસ્તાર, જે એક પ્રકારનો ટાપુ જેવો દેખાય છે. એવુ માનવામાં આવે છે કે આ જગ્યામાં દિવ્ય ઉર્જા છે અને તે શ્રીનગર શહેર માટે એક મહત્વપૂર્ણ મંદિર છે. પોતાના પૌરાણિક અને દૈવીય મહત્વ ઉપરાંત, આ સ્થાન નદીના સ્વચ્છ વાદળી પાણીથી ઘેરાયેલું અને સૂર્યનો તડકો ખાવા માટે એક ઉત્તમ સ્થળ છે!
ચૌરાસ
શ્રીનગરની બહાર સ્થિત, આ સ્થળ એવા પ્રકૃતિ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ છે જેઓ થોડી શાંતિ અને એકાંત શોધે છે. આ વિસ્તારનું મુખ્ય આકર્ષણ અલકનંદા નદીને અડીને આવેલો વિશાળ વિસ્તાર છે, જ્યાં તમે આરામ કરી શકો છો, યોગ અને ધ્યાન કરી શકો છો. અહીં કયાકિંગ અને બોટિંગ જેવી ઘણી ચીજો કરી શકાય છે, સાથે જ તમે અહીંથી ઘણી નાની નાની હાઇક્સ પર જઇ શકો છો જેનાથી તમે પ્રકૃતિની વધુ નજીક પહોંચી શકશો.
પર્વતનું શિખર
જેવું કે નામ પરથી જ ખબર પડે છે આ એક પહાડીની ટોચ પર એક સ્થળ છે, જ્યાંથી તમે શ્રીનગર શહેર તેમજ સમગ્ર ખીણ અને નદીના અદભૂત દૃશ્યો જોઇ શકો છો. અહીં પહોંચવા માટે તમારે નજીકના રસ્તા પરથી એક નાનકડા ટ્રેક દ્વારા ઉપર જવું પડશે, પરંતુ મારો વિશ્વાસ કરો જ્યારે તમે ઉપરથી આગળનો નજારો જોશો ત્યારે તમે બધો થાક ભૂલી જશો. જો તમે ઈચ્છો, તો તમે તે જ દિવસે શ્રીનગર પાછા પણ આવી શકો છો, પરંતુ જો તમે અદભૂત સૂર્યાસ્ત અને સૂર્યોદયના સાક્ષી બનવા માંગતા હોવ, તો તમારે તમારી અંદરના એડવેન્ચરરને જગાડવા પડશે અને પર્વતની ટોચ પર જ કેમ્પ લગાવવો પડશે.
આ શ્રીનગર છે અને અહીં નીચલા અને ઉપલા હિમાલયથી ઘેરાયેલી અલકનંદા નદીના સફેદ રેતાળ કાંઠા છે જે આને પરફેક્ટ ગેટવે બનાવે છે. આ ઉપરાંત, શહેર અને આસપાસના ઘણાં પ્રસિદ્ધ મંદિરોની સાથે તમે ધાર્મિક પૂજાની સાથે રોમાંચને જોડી શકો છો અને શ્રીનગરની પોતાની યાત્રાનો એક યાદગાર અનુભવ બનાવી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો