ટ્રેનના એ ખરાબ કિસ્સા, જે મગજમાંથી બહાર ન નીકળી શક્યા, સાંભળો Tripoto લેખકોની કહાની

Tripoto

વિશ્વનું ચોથુ સૌથી મોટુ રેલવે નેટવર્ક ભારતીય રેલવેનું છે. એક દિવસ માટે જો ટ્રેન અટકી જાય તો અડધુ ભારત પોતાની જગ્યા પર થંભી જાય.

ભારતનો ટ્રેન સાથે એ જ સંબંધ છે જે બાળપણમાં રમવા સાથે હોય છે, પરંતુ ત્યારબાદ પણ અમારા Tripoto લેખકોના ટ્રેનોને લઇને કંઇક અલગ જ વિચાર છે જેને તમે પણ સરળતાથી નકારી નહીં શકો. આ છે Tripoto લેખકોના ટ્રેન યાત્રાના સૌથી ખરાબ અનુભવ. વાંચો, શું કહે છે તેઓ પોતાની કહાની.

1. મારી સીટ મારી બચી જ નહીં

ક્રેડિટઃ શ્રેષ્ટી વર્મા

Photo of ટ્રેનના એ ખરાબ કિસ્સા, જે મગજમાંથી બહાર ન નીકળી શક્યા, સાંભળો Tripoto લેખકોની કહાની by Paurav Joshi

એક વખત દિલ્હીથી દહેરાદૂન જવા મેં શતાબ્દી ટ્રેન બુક કરી. નસીબ સારુ હતું કે મને બારી વાળી સીટ મળી. પરંતુ મારુ આ સારુ નસીબ ટ્રેનમાં બેસતા જ ખરાબ થઇ ગયું. મારી બાજુમાં સામાન્યથી વધારે જાડા અંકલની સીટ હતી. તે અંકલ આખા રસ્તે મને ઘુરતા રહ્યાં અને મારી અડધી સીટ પર તો જાણે કે તેમનો જ કબજો થઇ ગયો. આ તો પડ્યા પર પાટા સમાન હતું. આ ટ્રેન પહોંચી પણ 5 કલાક મોડેથી. પરસેવાવાળા આ અંકલ અને બારી વાળી સીટની વચ્ચે મારી આ 12 કલાકની મુસાફરી જે રીતે વીતી છે તેમાંથી તો ભગવાન જ બચાવે- શ્રેષ્ટિ વર્મા

2. મારી સીટ મને મળી જ નહીં

ક્રેડિટઃ કંજ સૌરવ

Photo of ટ્રેનના એ ખરાબ કિસ્સા, જે મગજમાંથી બહાર ન નીકળી શક્યા, સાંભળો Tripoto લેખકોની કહાની by Paurav Joshi

એક કૉલેજ ફેસ્ટમાં ભાગ લઇને અમે 40 દોસ્ત કાનપુરથી દિલ્હી આવી રહ્યાં હતા. બધા મિત્રોની ટિકિટ બુક હતી. પરંતુ જેવા અમે ટ્રેનમાં પહોંચ્યા તો ત્યાં મળ્યા સેંકડો લોકો, જે દિલ્હીમાં અન્ના હજારેના ધરણામાં સામેલ થવા જઇ રહ્યા હતા અને અમારી સીટ પર બેસી ગયા હતા. તેમાંથી કોઇની પણ પાસે ટિકિટ નહોતી. તે ન તો અમારી સીટ પરથી ઉઠ્યા, ન તો અમને બેસવા દીધા. જ્યારે અમે તેમને તેમની સીટ પરથી હટવા કહ્યું તો તે અમને હક, વિશેષાધિકાર જેવી ચીજો પર પ્રવચન આપવા લાગ્યા પરંતુ સીટ પરથી ન સરક્યા. અમારે બધા મિત્રોએ ટ્રેનમાં ઉભા ઉભા આવવું પડ્યું- કંજ સૌરવ

3. ઉડતો મળ

આ કહાની મારા એક દોસ્તની છે પરંતુ છતાં પણ હું કહેવા ઇચ્છીશ. મારી એક દોસ્ત પોતાની મમ્મીની સાથે કોલકાતાથી મુંબઇ આવી જઇ રહી હતી. આંટીને ઠંડી લાગી રહી હતી. તો તેમણે ધાબળો (બ્લેન્કેટ) લીધો અને જેવો તેમણે ધાબળો ખોલ્યો, તેમાંથી ઉડીને મળ સીધો જમીન પર પડ્યો. ટીટીએ આવીને તેમણે તેમને સૌથી સ્વચ્છ બાથરૂમ આપ્યો જેમાં આંટીએ ન્હાવું પડ્યું. આગળની મુસાફરીમાં પણ આંટીની તબિયત ખરાબ જ રહી. આ ઘટના અંગે જ્યારે પણ વિચારું છું તો થથરી જાઉંછું- અદિતિ દહિયા

4. ટ્રેનવાળો ચોર પૉલિસનો ખેલ

ફેબ્રઆરી 2015માં દિલ્હીથી મુંબઇ રાજધાનીમાં સફર કરી રહ્યો હતો. હું મારા કોચમાં બેઠો હતો કે એક આધેડ ઉંમરનો છોકરો મારી બેગ લઇને ટ્રેનથી ભાગવા લાગ્યો. આ તો ચોર હતો અને ગમેતેમ કરીને મેં તેનો કોલર પકડી લીધો. પછી સાથે બેઠેલા લોકોએ તેને બરોબર મેથી પાક ચખાડ્યો. પરંતુ કહાની તો આના પછી શરૂ થાય છે.

ક્રેડિટઃ પ્રતિક ધામ

Photo of ટ્રેનના એ ખરાબ કિસ્સા, જે મગજમાંથી બહાર ન નીકળી શક્યા, સાંભળો Tripoto લેખકોની કહાની by Paurav Joshi

હું મુંબઇ સેન્ટ્રલ સ્ટેશને તેને પૉલિસના હવાલે કરવા જઇ રહ્યો હતો, તે પહેલા નાર્કોટિક્સ વિભાગના પૉલિસે મને જ પકડી લીધો અને મારી બેગને તપાસવા લાગ્યા. તેમને શંકા હતી કે મારી પાસે ડ્રગ્સ છે. 10 મિનિટ બાદ પૉલિસે મને છોડ્યો. પરંતુ ત્યાં સુધીમાં તો ચોર ભાગી ચૂક્યો હતો- પ્રતીક ધામ

5. ટૉયલેટની દુર્ગંધથી ભરેલી એ મુસાફરી

નસીબથી મને ગેટની સૌથી નજીકની સીટ મળી. ગેટની નજીકની આ સીટ ટૉયલેટની પાસે ખુલે છે. લોકો એટલા બેપરવાહ હતા કે ટૉયલેટનો ગેટ ખુલ્લો રાખતા હતા. તેની દુર્ગંધથી મારુ મગજ ખરાબ થઇ ગયું હતું. રાતની એ મુસાફરીમાં મારે વાંરવાર ટોયલેટ જઇને દરવાજો બંધ કરવો પડી રહ્યો હતો. જેમાંથી કોઇ હમણાં જ બહાર આવ્યું હતું. મારી ટ્રિપની શરૂઆત આટલી ખરાબ હશે મેં કદી વિચાર્યું પણ નહોતું- મહિમા અગ્રવાલ

આ તો ફક્ત કેટલાક નાના કિસ્સા છે જે અમારા Tripoto લેખકોની સાથે થયા, તમારી સાથે પણ આવી સેંકડો કહાનીઓ બની હશે. જો તમારી પાસે કંઇક છે તો અમને કોમેન્ટ બૉક્સમાં જરૂર જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads