એક એવું અનોખુ વર્ચુઅલ મ્યૂઝિયમ, જ્યાં માત્ર 25 રૂપિયામાં દેખાય છે નવા જમાનાનું બનારસ

Tripoto
Photo of એક એવું અનોખુ વર્ચુઅલ મ્યૂઝિયમ, જ્યાં માત્ર 25 રૂપિયામાં દેખાય છે નવા જમાનાનું બનારસ by Paurav Joshi

વારાણસી હિન્દુ ધર્મના સાત પવિત્ર સ્થળોમાંનું એક છે. વારાણસી એ સ્થાન છે જ્યાં લોકો પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ શકે છે અને મૃત્યુ પછી પરમાત્મા સાથે એકાકાર થઈ શકે છે. રામાયણ, વેદ અને પુરાણોમાં પણ વારાણસીનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં સાંજ ગંગા ઘાટ પર પસાર થાય છે, તો સવારની શરૂઆત ગરમાગરમ જલેબીની સુગંધથી થાય છે.આ માત્ર એક શહેર નથી પરંતુ કાશી વિશ્વનાથજીનું ઘર પણ છે, આ શહેરના જેટલા રંગો છે તેટલા નામ છે. તેને કાશી કહો, બનારસ કે પછી કહો વારાણસી. તેના દરેક નામમાં સુંદરતા પ્રતિબિંબિત થાય છે. અને ભગવાન બુદ્ધની પણ પહેલાનો ઇતિહાસ દેખાય છે.

દર વર્ષે લાખો પ્રવાસીઓ બનારસની મુલાકાત લે છે. જો તમે પણ ખરેખર રખડયા વગર વારાણસીની ગલીઓમાં ફરવા માંગતા હોવ અને અહીંના ઘાટોની અનુભૂતિ કરવા માંગો છો, સાથે જ અહીંની સંસ્કૃતિ અને સભ્યતાને નજીકથી જાણવા માગો છો અને એ જાણવા માંગો કે બનારસી પાનને બનારસ આટલો ખાસ શું કામ બનાવે છે તો આજે અમે તમને બનારસ ફરવાની એક નવી રીત બતાવીશું એ પણ માત્ર 25 રૂપિયામાં.

વારાણસીનું વર્ચ્યુઅલ મ્યુઝિયમ

બનારસનું આ 3D વર્ચ્યુઅલ મ્યુઝિયમ માન મહેલ ઘાટ પર સ્થિત છે. આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન 19 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 11 કરોડના ખર્ચે બનેલા આ મ્યુઝિયમના આઠ ભાગો છે. મ્યુઝિયમનો દરેક ભાગ કાશીના ધર્મ, કલા અને સંસ્કૃતિનો અદ્ભુત અનુભવ કરાવે છે. વક્ર ટેલિવિઝન સ્ક્રીન, પ્રોજેક્ટર, ટચ સ્ક્રીન અને અન્ય તકનીકોની મદદથી, પ્રવાસીઓને શહેરનો અનુભવ કરાવવામાં આવે છે. 3D તકનીકનો ઉપયોગ કરીને, મ્યુઝિયમ પ્રખ્યાત કાશી ઘાટ, શાસ્ત્રીય સંગીત અને વારસાનું 3D દૃશ્ય રજૂ કરે છે. આ મ્યુઝિયમમાં આઠ હોલ છે અને દરેક હોલમાં બનારસની અલગ-અલગ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

વર્ચ્યુઅલ મ્યુઝિયમમાં શું ખાસ છે?

વર્ચ્યુઅલ મ્યુઝિયમમાં કુલ આઠ હોલ છે, જેમાં દરેક હોલમાં બનારસને અલગ-અલગ રીતે દર્શાવવામાં આવ્યું છે.

હોલ નંબર 1: હોલ નંબર 1 માં, તમને કાશીનું સૌપ્રથમ નિર્માણ કેવી રીતે થયું તેનો પરિચય જોવા મળશે. આ સાથે, તમને હોલ નંબર એકમાં ભીંતચિત્ર અને શિવ પૂજા પણ જોવા મળશે.

હોલ નંબર 2: હોલ નંબર 2 માં તમને બનારસની સુંદર શેરીઓ જોવા મળશે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે બનારસની સાંકડી શેરીઓ માત્ર યુપીમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. આ હોલમાં, તમને એક નજરમાં આખા બનારસના પ્રવાસ પર લઈ જવામાં આવશે.

હોલ નંબર 3: હોલ નંબર 3 માં, તમને બનારસ સાહિત્ય, સંગીત, નૃત્ય, પત્રકારત્વ અને વારાણસીને નજીકથી જાણવાની તક મળશે. આ સાથે, તમને કાશીની કારીગરીનો નમૂનો પણ જોવા મળશે.

હોલ નંબર 4: હોલ નંબર 4માં, તમને બનારસમાં ગંગાના પ્રવાસ પર લઈ જવામાં આવશે.

હોલ નંબર 5 અને 6: હોલ નંબર 5 અને 6 માં, તમે બનારસના બસિયા, અગ્નિહોત્ર, આયુર્વેદ અને કાશીનામા જોઈ શકશો.

હોલ નંબર 7: હોલ નંબર 7 માં, તમને મુક્તિધામના દર્શન માટે લઈ જવામાં આવશે. જે અંતર્ગત તમને મણિકર્ણિકા ઘાટ પણ જોવા મળશે.

હોલ નંબર 8: હોલ નંબર 8 માં તમને સંગીતમય દિવાલ અને રામલીલા જોવા મળશે.

શોના ટાઇમિંગ અને કિંમત

આ ડિજિટલ સિટી ટૂર ભારતના પ્રાચીન શહેર વારાણસી માટેના તમામ પ્રખ્યાત પ્રવાસી આકર્ષણોને આવરી લેશે. આવી એક ટુર લગભગ 90 મિનિટ સુધી ચાલે છે અને એક સમયે 15-20 લોકો શો જોઈ શકે છે. શો જોવા માટે તમારે 25 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ 300 રૂપિયા ચૂકવવા પડશે. મ્યુઝિયમની મુલાકાત લેવા માટે કોઈ ઓનલાઈન બુકિંગ નથી. તમને 3D ચશ્મા આપવામાં આવશે. ડિજિટલ ટૂર શરૂ કરતા પહેલા, એક ટૂંકી ફિલ્મ બતાવવામાં આવે છે જેમાં બનારસ વિશે કહેવામાં આવશે. મ્યુઝિયમ અઠવાડિયાના તમામ દિવસોમાં સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

વર્ચ્યુઅલ મ્યુઝિયમ સરનામું: મનમંદિર ઘાટ, ગાદોલિયા , વારાણસી , ઉત્તર પ્રદેશ 221001

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads