Ganesh Chaturthi 2023: આ છે ભગવાન ગણેશનું ચમત્કારી મંદિર જ્યાં વધી રહ્યો છે મૂર્તિનો આકાર!

Tripoto
Photo of Ganesh Chaturthi 2023: આ છે ભગવાન ગણેશનું ચમત્કારી મંદિર જ્યાં વધી રહ્યો છે મૂર્તિનો આકાર! by Paurav Joshi

આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થશે અને 28 સપ્ટેમ્બરે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ ગણેશ ચતુર્થીએ (ગણેશ ચતુર્થી 2023) તમે એવા મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરી શકો છો જ્યાં ગણપતિની મૂર્તિનું કદ સતત વધી રહ્યું છે. આ ચમત્કારિક ગણેશ મંદિર દક્ષિણ ભારતમાં છે અને દેશના ખૂણે-ખૂણેથી ભક્તો અહીં આવે છે. દરેક વ્યક્તિને મંદિરની અંદર જવાની પરવાનગી નથી પરંતુ અંદર પડેલા કવચોની સંખ્યા જોઈને ચમત્કારનો અંદાજ લગાવી શકાય છે.આવો જાણીએ દક્ષિણ ભારતમાં સ્થિત આ ચમત્કારી ગણેશ મંદિર વિશે.

આ ગણેશ મંદિરનું નામ શું છે?

Photo of Ganesh Chaturthi 2023: આ છે ભગવાન ગણેશનું ચમત્કારી મંદિર જ્યાં વધી રહ્યો છે મૂર્તિનો આકાર! by Paurav Joshi

આ ચમત્કારિક ગણેશ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં છે. મંદિરનું નામ કનિપકમ મંદિર છે. આ મંદિરને પાણીના દેવનું મંદિર પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે અહીં ધીમે ધીમે ગણપતિની મૂર્તિનું કદ વધી રહ્યું છે. ભગવાન ગણેશના દર્શન કરવા અને પૂજા કરવા માટે દેશ-વિદેશના ભક્તો આ મંદિરમાં આવે છે. આ એક મંદિર છે જેની વચ્ચે એક નદી વહે છે અને અહીં ભગવાન ગણેશની ખૂબ જ વિશાળ અને અનોખી મૂર્તિ છે જે પોતાની મેળે વધતી જ રહે છે. કહેવાય છે કે અહીં આવનાર ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન ગણેશ ભક્તના પાપોને દૂર કરી દે છે.

11મી સદીનું છે આ ગણેશ મંદિર

Photo of Ganesh Chaturthi 2023: આ છે ભગવાન ગણેશનું ચમત્કારી મંદિર જ્યાં વધી રહ્યો છે મૂર્તિનો આકાર! by Paurav Joshi

આ ગણેશ મંદિર ઘણું જૂનું છે. આ મંદિર બાહુદા નદીની મધ્યમાં બનેલું છે. આ મંદિરનું પાણી પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પાણીથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે. આ મંદિર 11મી સદીમાં રાજા કુલોઠુંગા ચોલ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 1336માં વિજયનગર વંશના રાજાએ મંદિરને મોટું બનાવવાનું કામ કર્યું. અહીં ગણેશ ચતુર્થીથી બ્રહ્મોત્સવ શરૂ થાય છે. આ મંદિરમાં આ તહેવાર 20 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન અહીં રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રા સવારે એક વાર અને સાંજે એકવાર એમ દિવસમાં બેવાર કાઢવામાં આવે છે. એક એવી લોકવાર્તા છે કે ઘણા સમય પહેલા અહીં ત્રણ ભાઈઓ રહેતા હતા. જેમાં એક અંધ, બીજો મૂંગો અને ત્રીજો બહેરો હતો. ત્રણેય તેમની ખેતી માટે કૂવો ખોદી રહ્યા હતા ત્યારે તેમને એક પથ્થર દેખાયો. કૂવો ઊંડો ખોદવા માટે પથ્થર હટાવતા જ ત્યાંથી લોહીની ધારા વહેવા લાગી. જેના કારણે કૂવો ભરાઈ ગયો હતો. કહેવાય છે કે ત્યારે જ ગણેશજીની સ્વયંભૂ મૂર્તિ ત્યાં પ્રગટ થઈ હતી. જેના દર્શનથી ત્રણ ભાઈઓ સાજા થયા. ત્યારબાદ અહીં મંદિરનું નિર્માણ થયું. આ મંદિર તિરુપતિ બસ સ્ટેશનથી માત્ર 72 કિમી દૂર છે. તિરુપતિ રેલ્વે સ્ટેશન આ મંદિરની નજીક છે અને તે મંદિરથી માત્ર 70 કિમી દૂર છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ તિરુપતિ એરપોર્ટ છે, જ્યાંથી મંદિરનું અંતર લગભગ 86 કિમી છે.

દરરોજ મૂર્તિનું કદ વધતું જાય છે

Photo of Ganesh Chaturthi 2023: આ છે ભગવાન ગણેશનું ચમત્કારી મંદિર જ્યાં વધી રહ્યો છે મૂર્તિનો આકાર! by Paurav Joshi

અહીં જનારા ભક્તોનું કહેવું છે કે સાચા દિલથી ભક્તો કનિપકમ ગણેશ મંદિરમાં જે માંગે છે તે ચોક્કસપણે મળે છે. ઘણી સ્ત્રીઓએ અહીં આવીને ધન્યતા અનુભવે છે જ્યારે ઘણી અપરિણીત છોકરીઓને તેમની પસંદગીના વર પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત આ મંદિરની સૌથી મોટી અને અનોખી વિશેષતા એ છે કે અહીં હાજર વિનાયકની મૂર્તિનું કદ દરરોજ વધતું જાય છે. તમને આ વાત અજીબ લાગતી હશે પણ આ સત્ય છે. તેનો પુરાવો તેમનું પેટ અને ઘૂંટણ છે, જેનું કદ દરરોજ વધતું જાય છે. એવું કહેવાય છે કે વિનાયકના ભક્ત શ્રી લક્ષ્મમ્માએ તેમને એક બખ્તર ભેટમાં આપ્યું હતું, પરંતુ મૂર્તિના કદમાં વધારો થવાને કારણે તે મૂર્તિ પર ફિટ નથી થતું.

ભક્તોની પણ થાય છે પરીક્ષા

Photo of Ganesh Chaturthi 2023: આ છે ભગવાન ગણેશનું ચમત્કારી મંદિર જ્યાં વધી રહ્યો છે મૂર્તિનો આકાર! by Paurav Joshi

આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ભગવાન ગણેશની મૂર્તિનું કદ તો વધતું જાય છે. સાથે સાથે આ મંદિરની મધ્યમાં આવેલી નદી પણ ખૂબ જ ખાસ છે. આ મંદિરમાં પ્રવેશવા માટે પણ લોકોએ પરીક્ષા આપવી પડે છે. પરંતુ ભગવાનના દરબારમાં પહોંચતા પહેલા ભક્તોએ નદીમાં ડૂબકી લગાવવી પડે છે. એવું કહેવાય છે કે લોકો આ પ્રતિમાની પાસેના કૂવા તરફ મોં રાખીને વિનાયકની શપથ લઈને પરસ્પરની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. સ્થાનિક લોકો માટે અહીં લીધેલા શપથ કોઈપણ કાયદા કે ન્યાય કરતા મોટા છે. આ જ કારણ છે કે કનિપકમ સિદ્ધિ વિનાયક મંદિરની લોકપ્રિયતા દૂર દૂર સુધી ફેલાયેલી છે.

નદીની પણ એક છે વાર્તા

Photo of Ganesh Chaturthi 2023: આ છે ભગવાન ગણેશનું ચમત્કારી મંદિર જ્યાં વધી રહ્યો છે મૂર્તિનો આકાર! by Paurav Joshi

વિનાયકને પોતાના ખોળામાં સમેટનારી નદીની પણ એક અનોખી વાર્તા છે. કહેવાય છે કે સંખા અને લિખિતા નામના બે ભાઈઓ હતા. બંને ભાઈઓ એક દિવસ કનિપક્કમ જોવા ગયા. મુસાફરી લાંબી હતી તેથી બંને ભાઈઓ થાકી ગયા અને રસ્તામાં લિખિતાને ભૂખ લાગી. રસ્તામાં તેણે એક આંબાના ઝાડને જોયું અને તે આંબા તોડવા આતુર હતો. તેના ભાઈ સંખાએ તેને આમ કરવાની મનાઈ કરી હતી પરંતુ તેણે તેનું ન સાંભળ્યું. ગુસ્સે થઈને, સંખાએ લિખિતા વિશે સ્થાનિક પંચાયતમાં ફરિયાદ કરી, જ્યાં સજા તરીકે તેના બંને હાથ કાપી નાખવામાં આવ્યા. એવું કહેવાય છે કે લિખિતાએ પાછળથી કનિપક્કમ પાસેની આ નદીમાં પોતાના હાથ નાખ્યા, ત્યારબાદ તેના હાથ ફરી જોડાયા. આ ઘટના પછી જ નદીનું નામ બહુદા પડ્યું. આ નદીનું મહત્વ એ છે કે કનિપક્કમ મંદિરને બહુદા નદીના નામથી પણ ઓળખવામાં આવે છે.

Photo of Ganesh Chaturthi 2023: આ છે ભગવાન ગણેશનું ચમત્કારી મંદિર જ્યાં વધી રહ્યો છે મૂર્તિનો આકાર! by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads