દક્ષિણ ભારતને ઘણી વસ્તુઓ માટે પસંદ કરવામા આવે છે - પછી તે સમૃદ્ધ દ્રવિડ ઇતિહાસ હોય, સુંદર દરિયાકિનારા હોય કે તેની સ્વાદિષ્ટ વાનગીઓ હોય! પરંતુ એક વસ્તુ જે દક્ષિણ ભારત સાથે ક્યારેય જોડાયેલી નથી તે બરફ છે. જ્યારે આપણે સ્નો ફૉલ વિશે વિચારીએ છીએ ત્યારે હંમેશા ગુલમર્ગ, નૈનીતાલ અને મનાલી જ યાદ આવે છે. પરંતુ દક્ષિણ ભારત પણ કાંઈ હંમેશા ગરમ અને ભેજવાળું નથી હોતુ! લમ્બાસીંગી આંધ્રપ્રદેશનું એક નાનકડુ ગામ છે, જ્યાં તમે સ્નો ફૉલ જોઈ શકો છો (જો તમે નસીબદાર હોવ તો!).
આંધ્રપ્રદેશનું કાશ્મીર
વિચિત્ર ઘાટીઓ અને ઠંડા તાપમાન સાથે, લમ્બાસીંગી દક્ષિણ ભારતમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં બરફવર્ષા થાય છે. દરિયાની સપાટીથી 1000 મીટરની ઊંચાઈ પર સ્થિત, વિશાખાપટ્ટનમના ચિંતપલ્લી શહેરમાં ધુમ્મસથી ઢંકાયેલ આ હિલ સ્ટેશનને 'આંધ્ર પ્રદેશના કાશ્મીર' તરીકે પણ ઓળખવામાં આવે છે. લમ્બાસીંગીનું બીજું નામ કોર્રા બયાલુ છે, જેનો અર્થ થાય છે કે "જો કોઈ રાત્રે ખુલ્લામાં રહેશે, તો સવાર સુધીમાં તે લાકડાની જેમ ઠંડા થઈ જશે!"
સમગ્ર વર્ષ દરમિયાન આ નાનકડું ગામ એક સુંદર સફેદ ઝાકળથી ઢંકાયેલું હોય છે જે પવનો સાથે ફરે છે, પરંતુ શિયાળામાં (નવેમ્બરથી જાન્યુઆરી), લમ્બાસીંગીનું તાપમાન શુન્ય ડિગ્રી સે. થી પણ નીચે રહે છે જેમા સ્નો ફૉલ પણ થાય છે.
બરફવર્ષા જોવા માટે દક્ષિણ ભારતમાં એકમાત્ર સ્થળ હોવા ઉપરાંત, લમ્બાસીંગી એક અલગ આદિવાસી સમુદાયનું ઘર છે જે મરી અને કોફીના વાવેતર પર કામ કરે છે. વિશાળ વિસ્તારમા ફેલાયેલા આ બગીચાઓનો નજારો અદભૂત છે.
લમ્બાસિંગીમા કરવાલાયક વસ્તુઓ:
1. કોઠાપલ્લી ધોધની મુલાકાત લો
કોઠાપલ્લી ધોધ પર તમને ખ્યાલ આવશે કે બહુ ઓછા સ્થળો છે જે પ્રકૃતિની સુંદરતા અને શક્તિને નાટકીય રીતે ઝરણાના રુપમા પ્રસ્તુત કરે છે! લમ્બાસીંગીથી 27 કિમી દૂર, કોઠાપલ્લી ધોધ ખડકોની શ્રુંખલા પરથી વહી તળાવમાં પડે છે. તે લોકલ અને આગંતુકો માટે પણ લોકપ્રિય પિકનિક સ્થળ છે.
2. લમ્બાસીંગીમાં નાઇટ કેમ્પનો અનુભવ
બોનફાયરની આસપાસ બેસવુ અને આકાશની નીચે સૂવા કરતાં મોટો બીજો કોઈ આનંદ નથી! લમ્બાસીંગી પાસે નાઇટ કેમ્પ માટે પરફેક્ટ વાતાવરણ છે. પરંતુ તે વધુ સારું રહેશે જો તમે તમારા ટેંટ અને ઉપકરણો લઈને જાવ કારણ કે આ ગામડુ છે.
3. થજંગી જળાશયની મુલાકાત લો
લમ્બાસીંગીથી માત્ર 6 કિમી દૂર સ્થિત, તમે લાંબાસીંગીથી વિશાખાપટ્ટનમ પાછા ફરતી વખતે થજંગી જળાશય પર રોકાઈ શકો છો. બેકગ્રાઉન્ડમાં ટેકરીઓ અને વહેતા પાણી વાળુ જળાશય, ફોટોગ્રાફરો માટે સુંદર સેટઅપ પૂરું પાડે છે.
આ દરમિયાન, આંધ્રપ્રદેશ પ્રવાસન વિકાસ નિગમ (APTDC), એક પ્રવાસન કેન્દ્ર તરીકે ગંતવ્યને પ્રોત્સાહન આપવા માટે લાંબાસીંગી ખાતે રાજ્ય સંચાલિત રિસોર્ટ ખોલવાની યોજના બનાવી રહ્યું છે.
"પ્રારંભિક પ્રોજેક્ટ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે અને લગભગ 5 કરોડ રૂપિયા હશે. એપીટીડીસીના સ્પેશિયલ ઓફિસર અને જનરલ મેનેજર જી ભીમ શંકર રાવે ધ હિન્દુને કહ્યું. “પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે તેમા તમામ જરૂરી પરવાનગીઓ સુરક્ષિત કરવામાં આવી છે."
લમ્બાસીંગી કેવી રીતે પહોંચવું:
લાંબાસીંગીનું સૌથી નજીકનું એરપોર્ટ વિશાખાપટ્ટનમ એરપોર્ટ છે, જે લાંબાસીંગીથી 107 કિમી દૂર છે. વિશાખાપટ્ટનમથી સરકારી અને ખાનગી બસો છે તેમાથી કોઈપણ તમે લાંબાસીંગી પહોંચવા માટે પસંદ કરી શકો છો.
લામ્બાસીંગીની ટ્રીપ કરવાનો શ્રેષ્ઠ સમય:
નવેમ્બરથી જાન્યુઆરી સામાન્ય રીતે લાંબાસીંગીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. લગભગ છ વર્ષ પહેલા, 15 જાન્યુઆરી, 2012 ના રોજ, લાંબાસીંગીમા બરફવર્ષા થઈ હતી. તાપમાન દર વર્ષે 0 ° C થી નીચે આવતું નથી, પરંતુ જ્યારે તે થાય છે, ત્યારે લામ્બાસીંગી સફેદ બરફના આવરણથી ઢંકાય જાય છે!