આમ તો આખું ભારત સૌંદર્યની ખાણ છે; ક્યાંક ઉંચા પહાડોથી ઘેરાયેલા ગામો તો ક્યાંક દરિયાના મોજાને જોતા શહેરો, અહીં તમામ પ્રકારના નજારો જોવા મળે છે. હું તમને સલાહ આપીશ કે ભારતના દરેક ખૂણાની મુલાકાત લો અને તેને જાણો અને સમજો, જો કે આમ કરવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. તો ચાલો ભારતના સૌથી સુંદર શહેરોની યાદી બનાવીએ જેની તમારે ઓછામાં ઓછી એક વાર મુલાકાત લેવી જ જોઈએ!
ગુલમર્ગ
'પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો તે અહીં જ છે', કાશ્મીર વિશેની આ કહેવત તમે ગુલમર્ગમાં સાચી પડતી જોઈ શકો છો.
ગુલમર્ગ જવાનો શ્રેષ્ઠ સમયઃ ઓક્ટોબરથી ફેબ્રુઆરી
ઉદયપુર
સરોવરોના શહેર તરીકે જાણીતું, આ સ્થાન રાજશાહી ઠાઠમાઠ અને કુદરતી સૌંદર્યનો સંગમ છે. અહીંની મહેમાનગતિ એવી છે કે તમે પણ રાજા-મહારાજા જેવો અનુભવ કરશો.
ઉદયપુરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: જુલાઈથી સપ્ટેમ્બર
ગંગટોક
ઉત્તર પૂર્વ ભારત કેનવાસ પર એક પેઇન્ટિંગ જેવું છે અને આ પેઇન્ટિંગ ગંગટોકમાં જીવંત બને છે. વિશ્વના ત્રીજા સૌથી ઊંચા શિખર કંચનજંગાનો આકર્ષક નજારો અહીંથી જોવા મળે છે.
ગંગટોક જવાનો યોગ્ય સમયઃ ઓક્ટોબરથી ફેબ્રુઆરી
મૈસુર
મૈસૂર પેલેસની સુંદરતા અને ભવ્યતા જોઈને તમારે તમારા હોશ સંભાળવા પડશે. છેવટે, તે મહેલોનું શહેર એમ જ નથી કહેવાતું!
મૈસુરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબરથી માર્ચ
દિલ્હી
મુઘલોના વારસાને આવરી લેતા, દિલ્હીમાં એટલી બધી અનોખી ઐતિહાસિક ઇમારતો છે કે તમે તેમની ગણતરી કરતાં થાકી જશો. લાલ કિલ્લાથી લઈને જામા મસ્જિદ અને કુતુબ મિનાર વિશ્વભરમાં પ્રખ્યાત છે.
દિલ્હી જવાનો શ્રેષ્ઠ સમયઃ નવેમ્બરથી ફેબ્રુઆરી
ચંદીગઢ
ચંદીગઢની શાંતિ, સ્વચ્છ હવા અને રસ્તાઓ, જે 'સિટી બ્યુટીફુલ' એટલે કે સુંદર શહેરના નામથી પ્રખ્યાત છે, તમારુ દિલ પણ ચંદીગઢના પ્રેમમાં પડી જશે.
ચંદીગઢની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમયઃ ઓગસ્ટથી નવેમ્બર
પોંડિચેરી
જો તમે ફ્રાંસ ગયા વિના ફ્રેન્ચ આર્કિટેક્ચરનો આનંદ માણવા માંગતા હો, તો પોંડિચેરીની ટિકિટ બુક કરો. અહીંનો બીચ વિદેશના બીચથી કોઇપણ રીતે ઉતરતો નથી.
પોંડિચેરી જવાનો શ્રેષ્ઠ સમયઃ ઓક્ટોબરથી ફેબ્રુઆરી
શિમલા
જો તમે બરફની ચળકતી ચાદરથી ઢંકાયેલું આ શહેર ન જોયું હોય, તો સમજો કે તમારી પર્યટન અધૂરી રહી ગઈ. માત્ર પહાડો અને મોલ રોડ જ નહીં, અહીં બનેલી બ્રિટિશ ઈમારતો પણ તમારું દિલ જીતી લેશે.
શિમલાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમયઃ માર્ચથી જૂન
મુન્નાર
મુન્નારને દક્ષિણ ભારતનું કાશ્મીર કહેવામાં આવે છે. અહીંના મનમોહક નજારાની એક ઝલક જોઈને તમે આ શહેરને આપેલું નામ બિલકુલ સાચું માની લેશો.
મુન્નાર જવાનો શ્રેષ્ઠ સમયઃ ડિસેમ્બરથી ફેબ્રુઆરી
આંદામાન
ભારતમાં રહીને તમારે માલદીવની મુલાકાત લેવી હોય તો આંદામાન તો છે જ ને? ક્લિયર બ્લૂટ સમુદ્ર, સફેદ રેતીના દરિયાકિનારા અને સાહસ માટે ઘણું બધું છે અહીં. એકવાર તો અહીં જવુંં જ જોઇએ.
આંદામાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમયઃ એપ્રિલથી જૂન
આગ્રા
આખી દુનિયાને પ્રેમનું ઉદાહરણ આપતો તાજમહેલ એ ઈમારત છે જેને વાસ્તવિક જીવનમાં જોવા માટે દરેક વ્યક્તિ આગ્રા આવવા માટે ઉત્સુક હોય છે. અને કેમ ન હોય, કારણકે તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓમાંનો એક છે.
આગ્રા જવાનો શ્રેષ્ઠ સમયઃ ઓગસ્ટથી ઓક્ટોબર
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો