કેરળના પર્વતોમાં વસેલું એક નાનકડું નગર, જ્યાંની સુંદરતા તમને નિરાશ નહીં કરે

Tripoto
Photo of કેરળના પર્વતોમાં વસેલું એક નાનકડું નગર, જ્યાંની સુંદરતા તમને નિરાશ નહીં કરે 1/2 by Paurav Joshi

રાનીપુરમ, જે અગાઉ 'મદથુમાલા' તરીકે ઓળખાતું હતું. આ શહેર પશ્ચિમ ઘાટના કાસરગોડ ક્ષેત્રમાં સમુદ્રની સપાટીથી 2460 ફૂટ ઉપર આવેલું છે. ચારે બાજુથી ટેકરીઓથી ઘેરાયેલા આ હિલ સ્ટેશનને સ્થાનિક લોકો પ્રેમથી "મેડોઝની રાણી" અને "કેરળની ઉટી" તરીકે બોલાવે છે. રાનીપુરમની સફર દરેકને ખૂબ જ ખાસ અને યાદગાર અનુભવનું વચન આપે છે.

શુ કરવુ?

રાનીપુરમ એક શાંત અને સુંદર સ્થળ છે. ભલે તમને અહીં જોવા માટે ખૂબ જ ફેમસ જગ્યા ન મળે, પરંતુ તમને રાનીપુરમની અપાર સુંદરતા જરુર પસંદ પડશે.

1. ટ્રેકિંગ

મોટાભાગે લોકોનું માનવું હોય છે કે જો તમારી પાસે અનુભવ ન હોય તો તમારે ટ્રેક પર જવાનું ટાળવું જોઈએ. આ બાબતો લાંબા અંતરના ટ્રેક માટે સાચી પણ લાગે છે. પરંતુ રાનીપુરમમાં તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. રાનીપુરમમાં ટ્રેકિંગ કરવા માટે તમારે નિષ્ણાત બનવાની જરૂર નથી. જો તમને એક કે બે ટૂંકા ટ્રેક કરવાનો અનુભવ હોય તો તમે સરળતાથી રાનીપુરમમાં ટ્રેકિંગનો આનંદ માણી શકો છો. તમામ પ્રકારના ટ્રેકિંગ કરવા માટે રાનીપુરમ શ્રેષ્ઠ સ્થળ છે અને તમે અહીં ખુબ એન્જોય કરશો.

2. વન્યજીવ અભયારણ્ય

રાનીપુરમમાં વન્યજીવ અભયારણ્ય પણ છે. જો તમને જીવજંતુઓ સાથે લગાવ છે તો તમે ચોક્કસપણે આ વન્યજીવ અભયારણ્યની મુલાકાત લઈ શકો છો. રાનીપુરમ વન્યજીવ અભયારણ્યમાં, તમને કેરળના સૌથી વિશેષ જંગલી પ્રાણીઓ જોવાની તક મળશે. પ્રકૃતિને ચાહતા લોકો માટે આ અભયારણ્ય ઉત્તમ સ્થળ છે.

3. તાલકાવેરી

રાનીપુરમનું તાલકાવેરી મંદિર કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. આ મંદિર ટેકરીની નીચે આવેલું છે જ્યાંથી કાવેરી નદી શરૂ થાય છે. તાલકાવેરી મંદિર રાનીપુરમના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. જો તમને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ છે, તો આ મંદિર તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.

4. બેકલ ફોર્ટ

બેકલ ફોર્ટ કેરળના સૌથી મોટા કિલ્લાઓમાંનો એક છે. આ કિલ્લાની સૌથી સારી વાત એ છે કે આ કિલ્લો જોવામાં જેટલો આકર્ષક છે, તેની જાળવણી પણ એટલી જ સારી રીતે કરવામાં આવે છે. આ કિલ્લાનું નિર્માણ લેટેરાઈટના મોટા પાયાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. આ કિલ્લો દરિયાઈ સપાટીથી 130 ફૂટ ઊંચો છે અને 35 કિલોમીટરના અંતર માટે બનાવવામાં આવ્યો છે. બેકલ કિલ્લો રાનીપુરમથી લગભગ 48 કિલોમીટર દૂર છે.

ક્યારે જશો

તમે વર્ષના કોઈપણ મહિનામાં રાનીપુરમની મુલાકાત લઈ શકો છો. પરંતુ નોંધનીય વાત એ છે કે કેરળમાં ભારે વરસાદ પડે છે, જેના કારણે તમને ફરવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી અમારી સલાહ છે કે તમારે ઉનાળા કે ઠંડીની ઋતુમાં રાનીપુરમની મુલાકાત લેવાનું આયોજન કરવું જોઈએ.

કેવી રીતે પહોંચશો?

Photo of કેરળના પર્વતોમાં વસેલું એક નાનકડું નગર, જ્યાંની સુંદરતા તમને નિરાશ નહીં કરે 2/2 by Paurav Joshi

રાનીપુરમ એક ખૂબ જ સુંદર સ્થળ છે અને દરેક પ્રવાસીએ અહીં આવવું જોઇએ. રાનીપુરમ પહોંચવા માટે તમે ફ્લાઇટ, ટ્રેન અથવા બસ દ્વારા તમારી મુસાફરી શરૂ કરી શકો છો. પરંતુ અંતે તમારે ટેક્સીનો સહારો લેવો પડશે.

ફ્લાઇટ દ્વારા: જો તમે ફ્લાઇટ દ્વારા રાનીપુરમ આવવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ મેંગલોર છે. મેંગ્લોર એરપોર્ટથી રાનીપુરમ પહોંચવા માટે તમારી પાસે બે રસ્તા છે. પહેલો રસ્તો એ છે કે તમે કાસરગોડ સુધી બસમાં જઇ શકો છો અને પછી ટેક્સી દ્વારા રાનીપુરમ આવી શકો છો અને બીજો રસ્તો એ છે કે તમે એરપોર્ટથી ડાયરેક્ટ ટેક્સી કરીને રાનીપુરમ પહોંચી શકો છો. મેંગ્લોર એરપોર્ટથી રાનીપુરમનું અંતર લગભગ 125 કિલોમીટર છે. રૂટ સારો હોવાથી આ રૂટને કવર કરવામાં તમને 2 કલાકથી વધુ સમય લાગશે નહીં.

ટ્રેન દ્વારા: ટ્રેન દ્વારા રાનીપુરમ પહોંચવા માટે, તમારે કન્હાંગડ સ્ટેશન માટે ટિકિટ બુક કરવી પડશે. સ્ટેશનથી તમે રાનીપુરમ માટે કેબ અથવા ટેક્સી લઈ શકો છો જે તમને બે કલાકમાં રાનીપુરમ લઈ જશે.

બસ દ્વારા: દક્ષિણ ભારતમાં રોડ ટ્રિપની મજા જ કંઇક અલગ છે. જો તમારે રાનીપુરમ આવવું હોય તો તમે બસ દ્વારા કાસરગોડ જઈ શકો છો. તમને કાસરગોડથી રાનીપુરમ સુધી સરળતાથી ટેક્સી મળી જશે, તેથી તમને વધારે તકલીફ નહીં પડે.

આ બાબતો ધ્યાનમાં રાખો:

1. રાનીપુરમ જતા પહેલાના થોડાક દિવસો સુધી હવામાન પર નજર રાખો.

2. કારણ કે દક્ષિણ ભારતમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે, તેથી તે મુજબ તમારું પેકિંગ કરો.

3. જળોથી બચવા માટે કેટલીક જરૂરી દવાઓ તમારી સાથે રાખો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads