જો તમે એવી કોઇ જગ્યાએ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો જ્યાં તમે પૂરી ઝીંદગી હસતા-રમતા વિતાવી શકો, તો તમારા માટે સારા સમાચાર છે. UKની ઑનલાઇન મોર્ગેજ એડવાઇઝરના નવા સ્ટડીમાં ભારતના શહેરો સાથે જોડાયેલી ઘણી રોચક જાણકારીઓ સામે આવી છે. આ સ્ટડી ઘર ખરીદવાના હિસાબે આખી દુનિયામાં સૌથી મોજીલાં શહેરો પર કરવામાં આવી છે. તેમાં ઘર ખરીદવા માટે દુનિયાના 20 સૌથી સુખી શહેરોમાંથી ભારતના પાંચ શહેર પસંદ કરવામાં આવ્યા છે. તેમાં પહેલા નંબર પર ચંદીગઢ છે.
લિસ્ટમાં ચંદિગઢ પહેલા નંબરે છે
સ્ટડીમાં આખી દુનિયામાં ઘર ખરીદવાના હિસાબે મુંબઇને સૌથી ઓછુ સુખી શહેર માનવામાં આવ્યું છે. જ્યારે સૂરતને આ લિસ્ટમાં પાંચમો નંબર મળ્યો છે. અભ્યાસમાં ઘર ખરીદવા માટે દુનિયાનું સૌથી મોજીલું શહેર સ્પેનનું બાર્સિલોના માનવામાં આવ્યું છે. બીજા નંબરે ઇટાલીનું ફ્લોરેંસ અને ત્રીજા નંબરે દક્ષિણ કોરિયાનું ઉલ્સાન શહેર છે. ખુશહાલ શહેરોના આ લિસ્ટ હજારો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને જગ્યાના હિસાબે લોકોના ચહેરાની ખુશીઓનું વિશ્લેષણ કર્યા બાદ બનાવવામાં આવી છે.
મુંબઇનો હેપ્પીનેસ સ્કોર સૌથી ઓછો છે
સ્ટડીમાં બાર્સિલોનામાં ઘર ખરીદવાનો એવરેજ હેપ્પીનેસ સ્કોર 100માંથી 95.4 મળ્યો છે. જે હોમ બાયર્સના વૈશ્વિક હેપ્પીનેસ સ્કોરથી 15.6 % વધુ હતો. ઘર ખરીદવા માટે ભારતનું સૌથી સુખી શહેર ચંદીગઢ છે. જેને વૈશ્વિક યાદીમાં પાંચમો નંબર મળ્યો છે. ભારતના બાકીના 20 શહેરોમાં જયપુર દસમાં સ્થાને, ચેન્નઇ 13મા સ્થાને અને ઇન્દોર અને લખનઉ અનુક્રમે 17 અને 20મા સ્થાને છે.
આખી દુનિયામાં બાર્સિલોના પહેલા નંબરે
સ્ટડી અનુસાર ઘર ખરીદવા માટે મુંબઇ દુનિયાનું સૌથી ઓછુ ખુશહાલ શહેર છે. મુંબઇ માટે એવરેજ હેપ્પીનેસ સ્કોર 100માંથી 68.4 હતો. આ હોમ બાયર્સ માટે વૈશ્વિક હેપ્પીનેસ સ્કોરથી 17.1% ઓછો હતો. અમેરિકાનું એટલાન્ટા અને ઓસ્ટ્રેલિયાનું સિડની ઘર ખરીદવા માટે દુનિયાના સૌથી ખુશહાલ શહેરોની યાદીમાં ત્રીજા નંબરે છે. આ રીતે માપવામાં આવ્યો હેપ્પીનેસ સ્કોર
આ સ્ટડી ઓગસ્ટ 2021માં દૂનિયાભરના હજારો જિયો ટેગિંગ ઇન્સ્ટાગ્રામ પોસ્ટના આધારે કરવામાં આવ્યો છે. આ પોસ્ટમાં ટેગ હજારો ચહેરા દ્ધારા એ શોધવામાં આવ્યું કે એક સામાન્ય ઇન્સ્ટાગ્રામ યૂઝરની તુલનામાં હાલમાં જ ઘર ખરીદનારાઓનું હેપ્પીનેસ લેવલ કેટલું છે. આ સ્ટડી માટે તસવીરોના બે સેટ બનાવાયા હતા. એક જેને હેશટેગ #સેલ્ફી સાથે પોસ્ટ કરવામાં આવ્યું હતું અને બીજા જેને #newhomeowner જેવા હેશટેગ સાથે પોસ્ટ કરવામાં આવ્યું હતું. પોસ્ટમાં ટેગ આ ચહેરાને Microsoft Azure ફેશિયલ રિકગ્નિશન ટૂલ દ્ધારા સ્કેન કરીને સ્કોરની શોધ કરવામાં આવી.