વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે

Tripoto

શહેરનું જીવન આપણા અસ્તિત્વને સતત ભાગતું રાખે છે. આપણે આપણા દિવસને છેલ્લી ઘડી સુધી પ્લાન કર્યા કરીએ છીએ. આ ઉનાળામાં થોડો આરામદાયક પ્રવાસ પ્લાન કરો અને પહોંચી જાઓ તીર્થન વેલી...

Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal

તીર્થન વેલી:

તીર્થન વેલી એ નાના ગામડાઓથી બનેલું એક એક્દમ શાંત સ્થળ છે. અહીં હજુ પણ ગ્રામ-જીવન ધબકે છે. સ્ત્રીઓને આખા પર્વતો પર સાંકડી ટ્રેક પર પોતાના કરતા મોટા પેકમાં ઘાસ અને લાકડાને ખેંચતી જોઈ શકાય છે.

દરેક પ્રદેશમાં તેમના દેવતાને સમર્પિત મંદિરો સાથે ધર્મ એ દૈનિક જીવનનો એક મોટો ભાગ છે. દર થોડા દિવસે, અન્ય સ્થળોએ ભગવાનની મુલાકાત લેતા સરઘસો જોઈ શકાય છે. તે એક એકદમ અલૌકિક અનુભવ છે - લોકો ભગવાનને તેમના ખભા પર લઈ જાય છે, અને ડ્રમ બીટ્સ અન્ય સાધનો સાથે વેલીમાંથી ગુંજતા હોય છે.

સાંજના સમયે, ઘરની સ્ત્રીઓ બારે માસ જાણે શિયાળાની તૈયારી કરી રહી હોય તેમ સતત ઊનમાંથી કઈકને કઈક ગૂંથતી જોવા મળે છે.

દરેક હિમાચલી પ્રદેશની જેમ, અહીં પણ સિદ્દુ એ સુપરહિટ ડિશ છે - મસાલાવાળા અખરોટથી માંડીને બટાકા સુધીના વિવિધ ફિલિંગથી ભરપૂર એક પ્રકારનું બાફેલું ડમ્પલિંગ. તેઓ પરંપરાગત રીતે ગરમ ઘી અને તીખી ચટણી સાથે પીરસવામાં આવે છે. તમને તે કોઈ પણ રેસ્ટોરાંના મેનુમાં મળશે.

તીર્થન વેલી હજુ પ્રવાસન ક્ષેત્રે ધીમે ધીમે પ્રસિદ્ધિ મેળવી રહી છે એટલે અહીં બહુ ચુનંદી હોટેલ્સ આવેલી છે. જોકે આ વેલીને ખરા અર્થમાં માણવી હોય તો અહીંના હોમસ્ટે અજમાવવા જોઈએ.

Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal

The Forest Edge – એક અદ્ભુત હોમસ્ટે:

The Forest Edge ખાતે આપનું સ્વાગત છે, એક એવો હોમસ્ટે જે પહાડો વચ્ચે નિરાંતનો સમય વિતાવવા આદર્શ સ્થળ છે. હિમાચલ પ્રદેશના ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કથી નજીવા અંતરે આવેલો આ હોમસ્ટે તમને હિમાલયની ગોદમાં રહેવાનો આજીવન યાદગાર અનુભવ આપશે.

રૂમ:

Asterix, Transmogrifier, Spinner’s end (Harry Potter), Catnap, Rabbit Hole, Milou’s den, અને Bag End. ફોરેસ્ટ એજમાં ઉપરોક્ત નામના છ રૂમ છે જે પૈકી પાંચ ડબલ ઓક્યુપન્સી રૂમ અને એક ફેમિલી રૂમ. દરેક રૂમની આગવી વિશેષતા છે અને અલગ અલગ ભાડું છે.

Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal

The Forest Edgeમાં રૂમની વિશેષતાઓ:

- Asterix રૂમને બાદ કરતાં અન્ય તમામ રૂમની બહાર ખુલ્લી જગ્યાઓ મળે છે જ્યાં તમે બેસીને પહાડોના ખોળે તમારો નિરાંતનો સમય પસાર કરી શકો છો.

- બધા રૂમ હિમાચલી એથોસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. દરેક રૂમની કોઈને કોઈ થીમ છે અને તે થીમ અનુસાર રૂમમાં વિવિધ ચિત્રો લગાવવામાં આવ્યા છે.

(અમે CatNap નામના રૂમમાં રોકાયા હતા તેથી ત્યાં બિલાડીના જુદા-જુદા ખૂબ ક્રિએટિવ ચિત્રો હતા)

Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal

- માટીનું પ્લાસ્ટર સુનિશ્ચિત કરે છે કે ઓરડાનું તાપમાન સમશીતોષ્ણ રહે.

- કોટેજની આસપાસ ફળોના ઝાડ છે. જો તમે નસીબદાર છો, તો તમને એક અથવા બે સ્ટ્રોબેરી, નાશપતીનો સમૂહ અથવા સફરજન મળી શકે છે.

- શિયાળા દરમિયાન, રૂમને દેશી/ પરંપરાગત હીટરથી હૂંફાળો રાખવામાં આવે છે. તે માટે 475 રૂ ચૂકવીને લાકડાની એક બાસ્કેટ લઈ શકાય છે જે લાકડા બુખારીમાં સળગાવવાથી રૂમ ગરમ રહે છે. જો બહાર બેસવું તમને આકર્ષે છે, તો એડિશનલ કોસ્ટ આપીને બોનફાયર અવશ્ય કરવું!

Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal

- પુસ્તકો પ્રેમ કરો છો? અહીં એ પણ ઉપલબ્ધ છે. અહીં બનેલી લાઇબ્રેરીમાં વિવિધ પ્રકારના પુસ્તકો છે. મોટા ભાગના દિવસોમાં, તમને ત્યાં સ્થાનિક બાળકો બેસીને વાંચતા કે ચિત્રકામ કરતા જોવા મળશે.

- અહીં માત્ર એક જ અવાજ છે નદીનું વહેતું પાણી, પક્ષીઓનો કિલકિલાટ અને બરફના ઠંડા પાણીને કારણે બાળકોનો પ્રસંગોપાત, આનંદદાયક ચીસો.

પાલતુ મિત્રો – ગુલાબ, જામુન, લડ્ડુ અને શેરૂ:

The Forest Edgeમાં સ્ટાફની સાથોસાથ ચાર પાલતુ કુતરાઓ પણ છે જેમના નામ ગુલાબ, જામુન, લડ્ડુ અને શેરુ છે. એવું કહી શકાય કે આ ચારેય આ હોમસ્ટેની જાન છે. Instagram પર The Forest Edgeની પ્રોફાઇલ જોઈને તેને બૂક કરનારા લોકોમાં મોટા ભાગના લોકો માટે આ ચાર કુતરાઓ બહુ મોટું આકર્ષણ છે. આમ તો આ ચાર પોતપોતાની મસ્તીમાં વ્યસ્ત હોય છે પણ ક્યારેક તમારા રૂમની બહાર આ નિર્દોષ જીવો ગમે ત્યારે લટાર મારવા આવી શકે છે.

જો તમે પહાડોની સાથે કુતરા પ્રેમી પણ છો તો તમારા માટે આ જગ્યા સ્વર્ગથી કમ નહિ હોય.

Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal
Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal
Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal

ઢાબા બ્લેક શીપ

અહીં કાફે કમ રેસ્ટોરાંને પણ આવું અનોખું નામ આપવામાં આવ્યું છે. જેટલું યુનિક આ કાફેનું નામ છે એટલી જ યુનિક રીતે આ કાફે સજાવવામાં આવ્યું છે. માત્ર આ કાફેને નિરાંતે જોવામાં જ તમારો કેટલોય સમય પસાર થઈ જશે.

જો તમે અહીં કઈ પણ ખાવા ઇચ્છતા હોવ તો તેમના મેન્યૂમાંથી વસ્તુઓ પસંદ કરીને અગાઉથી ઓર્ડર આપવાનો રહે છે કેમકે તેઓ આપણો ઓર્ડર મળ્યા બાદ તાજું જ ભોજન બનાવે છે.

Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal
Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal

The Forest Edgeમાં રોકાણ દરમિયાન આ એક્ટિવિટીઝ કરો:

માછીમારી

તીર્થન વેલી ટ્રાઉટ માછીમારી માટે પ્રખ્યાત છે. તેથી જો ફ્લાયફિશિંગમાં તમને રસ હોય, તો આ તમારા માટેનું સ્થાન છે! તમારે તેમાં અનુભવી બનવાની જરૂર નથી, તમારે ફક્ત ઉત્સાહ, ધૈર્ય અને સારી રીતે, નદીમાં માછલીની જરૂર છે! નાજુક ઇકોસિસ્ટમનો એક ભાગ હોવાને કારણે, અમે પકડવા અને છોડવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. માછીમારીમાં વ્યસ્ત રહો પરંતુ નદીમાં પુષ્કળ છે તેની ખાતરી કરવા માટે, તેને પાછી છોડી દો!

ટ્રેક્સ અને હાઇક

વેલી તમામ પ્રકારના પ્રવાસીઓ માટે ટ્રેકની સુવિધા આપે છે. ખૂબસૂરત ધોધ સુધીના 40 મિનિટના ટ્રેકથી લઈને નેશનલ પાર્કમાં થોડા દિવસો સુધી - તમારી પસંદગીના ટ્રેક અજમાવો. તમે જલોરી પાસ સુધી વાહન ચલાવી શકો છો અને રઘુપુર કિલ્લા અને સર્યોલસર તળાવ સુધી ટ્રેક કરી શકો છો. રઘુપુર કિલ્લો પ્રદેશ ધૌલાધર પર્વતમાળાઓ સુધીના પર્વતોનો 360 ડિગ્રી નજારો આપે છે. સરોવરનો પ્રવાસ તેની સાથે અનંત શાંતિનો અહેસાસ કરાવે છે, જે નજીકના મંદિરમાં ઘંટના અવાજથી આદ્યાત્મિક અનુભવ કરાવે છે.

Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal

ગામડાની ચાલ

લગભગ 15 મિનિટ ચાલવાથી તમને પરંપરાગત હિમાચલી ગામમાં પહોંચી જશો. અહીં આહ્લાદક કુદરતી દૃશ્યનો આનંદ માણો, સ્થાનિક લોકો સાથે વાત કરો, સ્થાનિક આર્કિટેક્ચરનું અવલોકન કરો અને બાળકો સાથે કોઈ રમત રમો!

બર્ડ વોચિંગ અને GHNP

પ્રારંભિક રાઇઝર વૃક્ષો પર રંગબેરંગી હુમલો કરે છે તીર્થનના પક્ષીઓ. લાંબી પૂંછડી મેગ્પીઝ, ફ્લાયકેચર્સ, ડ્રોંગો, ગ્રીન બેક્ડ ટીટ્સ – આ સૂચિ ઘણી લાંબી છે. થોડો ટ્રેક કરો અને તમે પર્વતોમાં તદ્દન ઓફબીટ, નૈસર્ગિક એવા સૌથી ભવ્ય ધોધની મુલાકાત લો છો. થોડી વધુ હાઇક કરો અને ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક – GHNP (યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ) તમારું સ્વાગત કરે છે. વિકલ્પો વેલીની જેમ જ અમર્યાદિત છે. તેથી તે દૂરબીનમાં પેક કરો, વહેલા ઉઠો અને આનંદ માણો. જો નસીબદાર હશો તો, તમે એક અથવા બે ઉડતી ખિસકોલી પણ જોવા મળી શકે છે!

Photo of વિવિધ થીમના છ રૂમ, ચાર પાલતુ સાથી: હિમાચલના આ હોમસ્ટેમાં રોકાણ તમને કાયમ યાદ રહેશે by Jhelum Kaushal

જો તમે આધુનિક સુવિધાઓ શોધી રહ્યા હોવ તો તીર્થન વેલીમાં ઑફર કરવા માટે બહુ ઓછું છે, પરંતુ જો પર્વતીય હવામાં શ્વાસ લેવો, મૌન સાંભળવું, ટ્રેકિંગ કરવું, હાઇકિંગ કરવું અથવા આસપાસ ફરવું એ વેકેશનનો તમારો વિચાર છે તો આ જ શ્રેષ્ઠ જગ્યા છે.

For Booking: The Forest Edge | 070113 66645

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads