કોરોનાના કારણે અત્યાર સુધી ઘણાં દેશોએ પોતાની બોર્ડર્સને ટૂરિસ્ટ માટે સીલ કરી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી માલદીવ અને દુબઇની વેકેશન પિક્ચર્સ સતત સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. કોરોના વેક્સિનેશન પછી ઘણાં દેશોએ પોતાની બોર્ડર ટૂરિસ્ટ માટે ખોલી નાંખી છે. ટ્રાવેલ હેલ્થ ગાઇડલાઇનની સાથે ભારતીય ટૂરિસ્ટના સ્વાગત માટે પણ ઘણાં દેશો તૈયાર થઇ ગયા છે.
યુએઇ-દુબઇના શાનદાર દ્રશ્યથી લઇને માનવ નિર્મિત ટાપુ સમૂહમાં શાહી રહેણી-કરણીનો આનંદ ઉઠાવવા તમે યુએઇ (યૂનાઇટેડ આરબ અમીરાત) જઇ શકો છો. તમારે ફક્ત ફ્લાઇટ લેવાના 48 કલાક પહેલા કોવિડ-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. યુએઇ જતા પહેલા ઇચ્છો તો ઇંટરનેશનલ કવરેજ સાથે પોતાનો મેડિકલ ઇંશ્યોરેંસ પણ કરાવી શકો છો.
માલદીવ
સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુએંસર્સ આજકાલ માલદીવના વ્હાઇટ બીચીઝ, ચમકદાર પાણી અને વાદળી આકાશની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ખુબ શેર કરી રહ્યા છે. આ તસવીરો જોયા બાદ જો તમે પણ માલદીવ જવા અંગે વિચારી રહ્યા છો તો તમારે અરાઇવલથી 96 કલાક પહેલા કોવિડ-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. માલદીવ પહોંચ્યા પછી તમારુ મેડિકલ સ્ક્રીનિંગ થઇ શકે છે કે હેલ્થ સાથે જોડાયેલા કેટલાક સવાલ તમને પૂછવામાં આવી શકે છે.
નેપાળ
ઊંચા પહાડોથી લઇને બૌદ્ધ મંદિરોની વાસ્તુકળાને એક્સપ્લોર કરવા માટે તમે નેપાળ જઇ શકો છો. દેશમાં હજુ પણ ઘણાં પ્રકારના પ્રતિબંધો છે પરંતુ તમે તેના શિખરોનો નજારો નજીકથી જોઇ શકો છો. નેપાળ જતા ભારતીયોએ 72 કલાક પહેલાનો કોવિડ 19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ઉપરાંત SARS-CoV2 GeneXpert કે ન્યૂક્લિએક એસિડ એમ્પ્લીફિકેશન ટેસ્ટ (NAAT)ની જરુર પડશે.
અમેરિકા
ન્યૂયોર્કની ચહલ-પહલથી લઇને હૉલીવુડના સમુદ્રીકિનારા અને ગલિયોનો ખ્યાલ તમારા મનમાં ઘણીવાર આવ્યો હશે. હવે ટૂરિસ્ટ વીઝા પર તમે સરળતાથી અમેરિકાની યાત્રા કરી શકો છો. અહીં જવા માટે 72 કલાક પહેલાનો કોવિડ-19 પીસીઆર ટેસ્ટ પોતાની પાસે રાખો અને ટ્રાવેલ ઑથોરિટીઝને વેલિડ નેગેટિવ પીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ જરુર બતાવો. દેશમાં અલગ-અલગ શહેરોમાં જવા માટે તમારે સ્પેશ્યલ હેલ્થ ફોર્મ પણ ભરવું પડશે.
રશિયા
હરવા-ફરવાના શોખીન લોકોને રશિયા ઘણું પસંદ આવે છે. જો તમે પણ રશિયામાં સેન્ટ પીટ્સબર્ગની ગલીઓ કે મૉસ્કોના ઐતિહાસિક પર્યટનનો લ્હાવો જરુર માણી શકો છો. બેગ પેક કરી લો. પરંતુ પોતાની સાથે અરાઇવલથી 72 કલાક પહેલાનો રિપોર્ટ માન્ય નહીં ગણાય.
શ્રીલંકા
લીલીછમ જગ્યા, ઐતિહાસિક સ્મારક અને સુંદર કિનારાના કારણે શ્રીલંકાને આદર્શ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાં ગણવામાં આવે છે. જો તમે શ્રીલંકા જવા માંગો છો તો અરાઇવલના સમયે નેગેટિવ કોવિડ-19 પીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ જરુર બતાવવું પડશે. આ ટેસ્ટ રિપોર્ટ 72 કલાકથી વધુ જુનો ન હોવો જોઇએ. આ ઉપરાંત, નૉન વેક્સીનેટ લોકોએ 14 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે.
થાઇલેન્ડ
થાઇલેન્ડ 1 નવેમ્બરથી યાત્રીઓ માટે ખુલી ગયું છે. અહીં બેંગકૉકના શાનદાર બજારોથી લઇને કોહ તાઓ જેવા ટાપુના સુંદર કિનારા તમને અહીંથી જવા નહીં દે. થાઇલેન્ડ આવો તો ક્વૉરન્ટાઇન થવાની જરુર નથી, પરંતુ 72 કલાક પહેલાનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ અને રૉયલ થાઇ એમ્બેસી દ્ધારા ઇશ્યૂ સર્ટિફિકેટ ઓફ એન્ટ્રીની જરુર પડશે.
કેન્યા
માસાઇ મારા રિઝર્વમાં સફારીથી લઇને સુંદર કિનારા અને મોતીની જેમ ચમકતા પાણીનો આકર્ષક નજારો જોઇને તમે કેન્યા પણ જઇ શકો છો. કેન્યા ગયા બાદ તમારે 96 કલાક પહેલા કોવિડ 19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ કરાવવો પડશે અને એક હેલ્થ સર્વિલાંસ ફોર્મ ભરવું પડશે.
દક્ષિણ આફ્રીકા
દક્ષિણ આફ્રિકાના વાઇલ્ડ લાઇફ પાર્ક અને સંસ્કૃતિનું આકર્ષણ આ ખંડને શ્રેષ્ઠ વેકેશન ડેસ્ટિનેશન બનાવે છે. અહીં જવા માટે તમારે 72 કલાકથી પહેલાનો કોવિડ-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો પડશે. સાથે જ તમારે હેલ્થ સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબો પણ આપવા પડી શકે છે.
યૂક્રેન
યૂક્રેનની રાજધાની કીવના સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલથી લઇને કે પછી લવીવમાં પહાડના શિખર પર બનેલા મહેલ સુધી યુક્રેનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જો તમે યૂક્રેનની પરીઓની વાર્તાવાળા નગરો અને રસ્તાઓની યાત્રા કરવા માંગો છો તો તમારી પાસે એક ઇન્શ્યોરન્સ પૉલિસી જરુર હોવી જોઇએ. આ ઇન્શ્યોરન્સ યુક્રેનની કોઇ વીમા કંપની કે પછી યૂક્રેન સ્થિત કોઇ વિદેશી વીમા કંપનીની હોવી જોઇએ.