ભીડભાડથી દૂર સમુદ્રની લહેરોના શાનદાર નજારા સાથે શાંતી અને આરામદાયક પળોનો કરો અનુભવ
થાઈલેન્ડનું નામ પડે એટલે લોકોને બૅંગકોક, પતાયા કે ફુકેત ચિયાંગમાઈ જેવા ટુરિસ્ટથી ભરપુર સ્થળોના નામ યાદ આવે...પરંતુ થાઈલેન્ડ માત્ર આ પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસથી પણ વધારે અનોખો અનુભવ તમને ઓફર કરે છે. એ છે તેના ખૂબસૂરત દરિયાકિનારાની સુંદરતા ધરાવતા 1430 જેટલા દ્વીપોનો સમૂહ. થાઈલેન્ડમાં એવા શાનદાર સમુદ્રતટો છે કે જે ઓછા એક્સ્પ્લોર થતા હોય છે. કારણ કે મોટા ભાગના ટુરિસ્ટ મુખ્ય શહેરોની મુલાકાત લેતા હોય છે. જાણીએ થાઈલેન્ડના એવા સુંદર. શાંત દરિયાકિનારા ધરાવતા દ્વીપો વિશે જે આપની યાત્રાને બનાવશે સ્પેશિયલ.
થાઈલેન્ડના બેસ્ટ આઈલેન્ડ
ક્રિસ્ટલ ક્લીયર બ્લ્યુ પાણી, લાંબા રેતાળ પટ , ચમકતી સોનેરી કે સફેદ મુલાયમ રેતી અને સામે દેખાતો સનરાઈઝ કે સનસેટનો નજારો...આનાથી વધારે એક્સલન્ટ એક્સ્પિરિયન્સ બીજો કયો હોઈ શકે..તો ચાલો ફરીએ આ દ્વીપોના દેશમાં અને જાણીએ આપના માટે થાઈલેન્ડના બેસ્ટ આઈસલેન્ડ વિશે.
કોહ સમુઈ
થાઈલેન્ડના દ્વીપોમાં સેકન્ડ લાર્જેસ્ટ આઈલેન્ડ છે કોહ સમુઈ..જે તમામ પ્રવાસીઓ માટે એક રોમાંચક અનુભવ પ્રદાન કરે છે...અહીં ટુરિસ્ટ્સને એ તમામ એન્ટરટેઈનમેન્ટ મળે છે જે તેમની સફરને આનંદદાયક બનાવે છે. ચાહે હરિયાળીથી છવાયેલા જંગલો હોય કે પછી, રેતાળ સમુદ્રકિનારો, વાદળી રંગનું પારદર્શક પાણી કે પછી એડવેન્ચરસ એક્ટિવિટીઝ અને નાઈટલાઈફનું આકર્ષણ. સમગ્ર વર્ષ દરમ્યાન ટુરિસ્ટની પસંદ બનતો હોય છે કોહ સમુઈ આઈલેન્ડ..જો કે મોટાભાગે ડિસેમ્બરથી મે મહિનાની વચ્ચે આ આઈલેન્ડની મુલાકાત લેવાનું સુચન કરવામાં આવે છે.
ધ એલિફન્ટ આઈલેન્ડ
કોહ ચાંગ આઈલેન્ડ અથવા તો મોટાભાગે એલિફન્ટ આઈલેન્ડ તરીકે પ્રખ્યાત એવા આ દ્વીપની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે આ આઈલેન્ડની ખૂબસૂરતી જાણે બાંહો ફેલાવીને ઉભી છે. સફેદ રેતીથી સુંદર દેખાતા સમુદ્રતટ, સ્નોર્કલિંગ કે ડાઈવિંગ જેવી રોમાંચકારી એડવેન્ચર એક્ટિવિટીઝ, નયનરમ્ય પહાડીઓ, હાઈકર્સના પસંદીદા જંગલોથી ભરચક એવી અદભુત જગ્યા છે એલિફન્ટ આઈલેન્ડ...અહીં સહેલાણીઓ પ્રાણીઓના જીવનથી પણ રુબરુ થઈ શકે છે...જ્યાં અતિસુંદર પંખીઓ, હરણા અને મહત્વપુર્ણ રીતે થાઈલેન્ડની શાન ગણાતા હાથીઓને નજીકથી જોવાનો અનુભવ લઈ શકાય છે. બજેટમાં ફિટ બેસતું હોવાને કારણે આ આઈલેન્ડ હનિમૂન ટ્રિપ કે ફેમિલી હોલિડેઝ પર આવતા ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ધ ટર્ટલ આઈલેન્ડ
થાઈલેન્ડમાં મોટાભાગે તમામ બીચ પર એડવેન્ચર લવર્સને થ્રીલિંગ અનુભવ કરાવતી એક્ટિવિટીઝ મળી રહે છે. ત્યારે ટર્ટલ આઈલેન્ડ પોપ્યુલર છે તેના અફોર્ડેબલ એડવેન્ચર અનુભવો માટે. સ્કૂબા ડાઈવિંગ, સ્વિમિંગ, સ્નોર્કલિંગ, હાઈકિંગ, રોક ક્લાઈમ્બિંગ અને આવી તો કંઈ કેટલીયે મજેદાર એક્ટિવિટીઝ સહેલાણીઓની મોજ ડબલ કરી દે. તો થાઈ ફુડ પણ ફુડલવર્સની પસંદ બને છે. જો કે ટર્ટલ આઈલેન્ડ પર ભીડ થોડી વધુ જોવા મળે છે પરંતુ ટુરિસ્ટ માટે એક બેસ્ટ ઓપ્શન બની રહે છે ટર્ટલ આઈલેન્ડ..
કોહ સિમિલન
જો તમે સ્કૂબાડાઈવિંગના દીવાના છો તો કોહ સિમિલન આઈલેન્ડ તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહે છે. અહીંનો બ્લ્યૂવોટર દરિયો અને તેની અંદરની દરિયાઈ દુનિયાની જીવસૃષ્ટિ સહેલાણીઓને એક અનોખો એક્સ્પિરિયન્સ કરાવે છે. પાણીની અંદરની દુનિયા જોવા માટે આ આઈલેન્ડની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ તો અહીં સ્નોર્કલિંગનો પણ ઓપ્શન મળે છે.
કોહ લિપે
થાઈલેન્ડના દક્ષિણમાં મલેશિયાના લંગકાવીથી બહુ વધારે દૂર નહીં એવા કોહ લીપેની સુંદરતા સ્વર્ગ સમાન જોવા મળતી હોય છે. અહીના ફિરોઝા પાણી અને સફેદ રેતીવાળા બીચીઝ અહીંની ખાસિયત છે. આ દ્વીપ નાનકડો છે પરંતુ વોટર સ્પોર્ટ્સ માટે એક સારો વિકલ્પ બની રહે છે. અહીંના સનરાઈઝ, સનસેટના નજારા આ દ્વીપની રંગત ઓર વધારે છે. કોહ લીપે મરીન પાર્કમાં તમે મરીન લાઈફ એક્સ્પ્લોર કરી શકો છો તો કોહ લિપે ફેમિલીની સાથે માણવા જેવી જગ્યા છે. મોજ-મજા અને જલસા કરનારી પબ્લિક માટે પણ કોહ લિપે ગ્રેટ પ્લેસ છે. અહીની વોકિંગ સ્ટ્રીટ ખરીદી માટે ઘણી વસ્તુઓ ઓફર કરે છે.
કોહ કુટ
થાઈલેન્ડના ખાડી તટ પર કોહ ચાંગ જેવા પોપ્યુલર દ્વીપની નજીક આવેલો કોહ કુટ પ્રવાસીઓની નજરમાં વધારે નથી આવતો અને હજી અહીં ડેવલપમેન્ટ એટલા પ્રમાણાં નથી જોવા મળતું પંરતુ..શાંતિ અને સુકુનવાળો સમય વિતાવવા ઈચ્છતા પ્રવાસીઓ માટે આ જગ્યા બેસ્ટ છે. વનરાજી અને નાના મોટા રિસોર્ટ્સ અહીં જોવા મળતા હોય છે તો સમુદ્રની ખૂબસૂરતીની મજા માણવા ઈચ્છતા મુસાફરો આ ડેસ્ટિનેશન પર પસંદગી ઉતારી શકે. અહીં ડાઈવિંગ ,સ્નોર્કલિંગ જેવી એક્ટિવિટીઝ કરી શકાય.
કોહ ફેન્ગન
થાઈલેન્ડના ખાડી વિસ્તારમાં આવેલા સુરતથાનીનો કોહ ફેન્ગન સમુદ્ર કિનારે હાડ રિન બીચ પર મૂન પાર્ટી માટે જાણીતો છે. થાઈલેન્ડનો પાંચમો લાર્જેસ્ટ આઈલેન્ડ છે કોહ ફેન્ગન. અહીં બીચબાર, મહદંશે સોલો ટ્રાવેલર્સ માટે આઈડિયલ એવો આ આઈલેન્ડ નાળિયેરીના ઝાડ અને ઘણા સુંદર અને શાંદ દરિયાકિનારા ધરાવે છે જ્યાં દિવસ પસાર કરવો એ રિલેક્સ ફીલ કરાવતો અનુભવ છે. આઈલેન્ડ પર ઘનઘોર , ઘટાદાર જંગલ છે અને પ્રકૃતિપ્રેમીઓ સાથે જ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. જ્યાં પ્રવાસીઓ હાઈકિંગ, એલિફન્ટ રાઈડિંગ, ફિશિંગ જેવી એક્ટિવિટીઝ કરી શકે છે. સ્નોર્કલિંગ, કાયાકિંગ, સ્પીડબોટની સફર, પેડલ બોર્ડિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકાય છે.
કોહ હે
કોહ હે તરીકે ઓળખાતો કોરલ આઈલેન્ડ પર ફુકેતથી વીકેન્ડ ગેટઅવે માટે જઈ શકાય .કોહ હે પર બે મેઈન બીચ આવેલા છે જે છે લોંગ બીચ અને બનાના બીચ. બનાના બીચ પર સ્નોર્કલિંગ જેવી એક્ટિવીટીઝ માણી શકાય તો લોંગ બીચ પર કોરલ રીફની ખૂબસૂરતી, રિલેક્સિંગ મસાજ, મરીનલાઈફ, સ્કુબાડાઈવિંગ જેવા મેમરેબલ એક્સપિરિયન્સ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
કોહ સમેત
થાઈલેન્ડનો એક બીજો પોપ્યુલર આઈલેન્ડ એટલે કોહ સમેત કે જેનું નામ આ સ્થળ પર ઉગતા સમેત ટ્રીઝ પરથી રાખવામાં આવ્યું છે. નાનકડો આઈલેન્ડ છે જ્યાં ઘણી બધી ફન એક્ટિવિટીઝ અને નાઈટલાઈફ એક બહેતરીન અનુભવ કરાવે છે. એકાંત અને શાંતિ માણવા ઈચ્છતા પ્રવાસીઓ માટે આ દ્વીપ બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થાય છે. અહીંના ફિરોઝા પાણી , રેતાળ દરિયાકિનારા , વોટરસ્પોર્ટ્સ, મસાજ આ દ્વીપની યાત્રાને ખાસ બનાવે છે.
કોહ લાંતા
ફી ફી આઈલેન્ડ કે પછી કોહ સમુઈ જેવા આઈલેન્ડથી તદ્દન અલગ..કેટલાક નાનકડા દ્વીપોથી બનેલો આઈલેન્ડ એટલે કોહ લાંતા. થાઈલેન્ડની મુલાકાતે આવનારા મોટાભાગના પ્રવાસીઓ ભીડ અને ગિરદીવાળા આઈલેન્ડ પર પસંદગી ઢોળતા હોય છે...પરંતુ કોહલાંતા એવો આઈલેન્ડ છે જ્યાં ભીડ ઓછી જોવા મળે છે. મનને નિરાંતનો અનુભવ કરાવે તેવો શાંત, આરામદાયક સમુદ્ર તટ જે મોટાભાગે ખાલી રહેતો હોય છે. શ્વેત રેતાળ બીચ, ફન બાર, રહેવા માટે તમામ રેન્જની હોટેલ્સ કોહલાંતાને એક બેટર ડેસ્ટિનેશન બનાવે છે. અહીં તમે આરામની પળો માણવા ઉપરાંત કોહ રોક ખાતે સ્નોર્કલિંગ કરી શકો, કાયાકિંગ કરતા મેન્ગ્રોવ જંગલો વચ્ચે ઘુમી શકો, એમરાલ્ડ કેવ કે જે આઈલેન્ડનો સીક્રેટ સુંદર હિસ્સો છે તેની મુલાકાત લઈ શકો. મુ કો લાન્તા નેશનલ પાર્કની સફર કરી શકો અને વોટરફોલની મજા માણી શકો. સાથે જ લાન્તા પેઈન્ટબોલ ખાતે પેઈન્ટબોલ રમવાની અને ઈન્ડોર રોક ક્લાઈમ્બિંગ કરવાની મોજ પણ લઈ શકો.
દ્વીપોની આ દુનિયા બસ આટલામાં જ નથી સમેટાઈ જતી...અહીં પ્રકૃતિએ વેરેલી ખૂબસૂરતીની ભરમાર છે...નાનકડા નાનકડા દ્વીપો પોતાનામાં એક ખાસ અને ખૂબસૂરત અનુભવ પ્રદાન કરે છે. તો થાઈલેન્ડની મુલાકાત લેતા હો ત્યારે ન માત્ર પાર્ટીઝ કે નાઈટલાઈફ પરંતુ આ દ્વીપોની મુલાકાત લઈ પોતાના તન-મનના આરામની પસંદગી પણ જરુરથી કરજો.
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી ઘુમીશું કોઈ નવા ડેસ્ટિનેશન પર અને ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો