ભારતના સૌથી ઉત્તર-પૂર્વ છેડે સ્થિત અરુણાચલ તેની વિશેષતાઓને કારણે પ્રવાસીઓમાં ખૂબ જ જાણીતું છે. હિમાલયના સુંદર દ્રશ્યો ભરેલો આ પ્રદેશ સૌથી પહેલા ઉગતા સૂર્યને વંદન કરે છે. ભૂટાન, તિબેટ અને મ્યાનમારની સરહદોને સ્પર્શતા, અરુણાચલમાં ફરનારા માટે ઘણા રત્નો છુપાયેલા છે. અહીં આવતા પ્રવાસીઓ અહીંની લોકપ્રિય સ્થળોએ જઇને તેમની રજાઓ પસાર કરે છે અને પાછા આવી જાય છે. હું હંમેશા એવી જગ્યાઓ શોધી રહ્યો હોવ છું જ્યાં આવનારા લોકોની સંખ્યા ઓછી હોય અને જ્યાં શાંતિ અને હળવાશ હોય!
હિડન પેરેડાઇઝ
હોટેલ તવાંગ
સ્તૂપની ડિઝાઈનમાં બનેલું આ યુદ્ધ સ્મારક 1962માં ચીન સામે લડતા મૃત્યુ પામેલા શહીદોને સમર્પિત છે. પ્રકૃતિની ગોદમાં સ્થિત આ યુદ્ધ સ્મારકને નામગ્યાલ ચોરટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે આ સ્મારક પર લગભગ 2420 શહીદોના નામ લખેલા જોઈ શકો છો.
ક્યારે અને કેવી રીતે પહોંચશો
તવાંગ ફરવા માટે ચોમાસું શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સમયે તાપમાન પણ ઠીક ઠીક ગણાય છે અને તમે વધુને વધુ સ્થળોની મુલાકાત લઈ શકો છો. જો કે તમે માર્ચથી ઑક્ટોબર વચ્ચે ગમે ત્યારે તમારી ટ્રિપ પ્લાન કરી શકો છો.
તવાંગ
અરુણાચલ પ્રદેશનું તવાંગ પર્યટન માટે પ્રસિદ્ધ સ્થળોની વચ્ચે શાંતિથી કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે! આ વિશે વધુ માહિતી આપતા પહેલા જણાવી દઈએ કે તવાંગને ટૂરિસ્ટ 'હિડન પેરેડાઇઝ' પણ કહે છે. રાજ્યના ઉત્તર-પશ્ચિમમાં તિબેટ અને ભૂટાનની સરહદે આવેલ તવાંગને કુદરતે મન મુકીને બનાવ્યું છે. પર્વતીય શિખરો, ચમકતા સરોવરો અને હિમાલયની સુંદરતાથી ઘેરાયેલા તવાંગના લોકો હજુ પણ ખૂબ જ મૌલિક જીવન જીવે છે. અહીંના લોકો ખેતી અને પશુપાલનમાં આજે પણ એટલા જ વ્યસ્ત છે જેટલા તેમના પૂર્વજો રહ્યા હશે. અહીંના લોકો વાંસ અને લાકડામાંથી બનેલા પથ્થરના મકાનોમાં રહે છે. તેમને નજીકથી જોવા ઘણા પ્રવાસીઓ માટે રોમાંચક વસ્તુ ગણાય છે.
તવાંગના બૌદ્ધ મઠો પણ વિશ્વભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. તમને જણાવી દઈએ કે અહીંનો તવાંગ મઠ એશિયાનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. સ્વાભાવિક રીતે, બૌદ્ધ ધર્મ સિવાય, ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ સ્થાન મહત્વપૂર્ણ બની જાય છે. ધ્યાન રાખો કે 17મી સદીમાં મેરાક લામા લોદ્રે ગ્યાત્સોએ દરિયાની સપાટીથી 10,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત ટેકરી પર આ મઠ બનાવ્યો હતો. દૂરથી આ મઠ એક કિલ્લા જેવો દેખાય છે જે વિશાળ છે. એવું કહેવાય છે કે લગભગ 700 બૌદ્ધ સાધુઓ અહીં એકસાથે રહી શકે છે.
પ્રકૃતિ પ્રેમીઓ નજીકમાં આવેલી ઘણી નાની નદીઓથી આકર્ષાય છે, તો તવાંગ-ચુ ખીણની સુંદરતા આશ્રમમાંથી બેજોડ દેખાય છે. રસપ્રદ વાત એ છે કે આ વિશાળ મઠનું પ્રવેશદ્વાર ઝૂંપડી જેવું લાગે છે. પરંતુ એકવાર તમે પ્રવેશ કરો, આશ્ચર્યની કોઈ સીમા નથી રહેતી. મઠના પ્રવેશદ્વારને કાકાલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આશ્રમને પાણી પુરવઠો પૂરો પાડતો પ્રવાહ પણ જોવાલાયક છે, જે આશ્રમની નજીક આવેલો છે.
સેલા અને બોમડિલા પાસ
તવાંગની મુલાકાત લેતા લોકોએ આ બે પાસની મુલાકાત લેવી જ જોઇએ. આ ઊંચાઈવાળા પાસ અત્યંત દુર્ગમ છે અને આખા વર્ષ દરમિયાન મુલાકાત લઈ શકાતા નથી. શિયાળા દરમિયાન તળાવો થીજી જાય છે. જો કે, વધુને વધુ પ્રવાસીઓ અહીં આવવા ઈચ્છે છે. તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ આસપાસની સુંદરતા તમને શાંતિ આપે છે.
માધુરી દીક્ષિત તળાવ
નવાઇ લાગીને? જો તમે તવાંગની સફર પર છો, તો તમારે સાંગેસર તળાવની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તવાંગથી 20 કિ.મી. દૂર આવેલા આ તળાવને માધુરી દીક્ષિત તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તળાવ કુદરતી સૌંદર્યથી ભરેલું છે જ્યાં માધુરી દીક્ષિતની એક ફિલ્મનું ગીત શૂટ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક છટા માટે જાણીતું આ તળાવ ત્યારથી માધુરી તળાવ તરીકે પ્રખ્યાત બન્યું છે.
નુરાનાંગ નદી અને ધોધ
નુરાનાંગની એક રસપ્રદ વાત એ છે કે તેનું નામ સ્થાનિક મહિલા 'નૂરા'ના નામ પરથી રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન આ મહિલાએ સેનાની ઘણી મદદ કરી હતી. તમે આ સ્થાનને હાઇડ્રોઇલેક્ટ્રિક સ્ટેશનથી જોઇ શકો છો. નદી અને ધોધ જોયા પછી, તમે વ્યૂહાત્મક મહત્વના સ્થળ જસવંત ગઢની પણ મુલાકાત લઈ શકો છો. અહીં ચીની સેનાએ તેની યાદોને જાળવી રાખી છે.
તવાંગ પહોંચવા માટે અન્ય ઉત્તર-પૂર્વ સ્થળોની જેમ ગુવાહાટી થઈને જવું પડે છે. તો આવો જાણીએ કે આપણે આ યાત્રા માટે ક્યાંથી શું લઇ શકીએ.
હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ ગુવાહાટી છે, જે તવાંગથી 480 કિમી દૂર છે. અહીંથી તમે તવાંગ જવા માટે બસ અથવા ટેક્સી લઈ શકો છો.
રેલ માર્ગે: ગુવાહાટી એ તવાંગનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. ગુવાહાટી દેશના તમામ મોટા શહેરો સાથે રેલ્વે દ્વારા સારી રીતે જોડાયેલું છે. તવાંગ જવા માટે તમે અહીંથી ટેક્સી અથવા બસ લઈ શકો છો.
સડક માર્ગે: તવાંગ ગુવાહાટી, તેઝપુર જેવા શહેરો સાથે રોડ દ્વારા સારી રીતે જોડાયેલું છે. આસામના ઘણા શહેરોથી તવાંગ જવા માટે બસો ઉપલબ્ધ છે. તમે તવાંગ માટે ખાનગી ટેક્સી પણ લઈ શકો છો.
તો પછી રાહ શેની જુઓ છો? પાર્ટનર કે ફેમિલી સાથે જવું હોય કે એકલા સોલો ટ્રીપ પર જવાનું હોય, તવાંગ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો