પહેલા લોકો ફરવાની જગ્યાએ પહોંચીને ઑટો કે ટેક્સીમાં ફરતા હતા. જેમાં ઘણીવાર મજા પણ આવતી હતી તો ક્યારેક બોરિંગ પણ રહેતુ હતું. હવે ટ્રિપને એક્સાઇટમેન્ટ અને એડવેન્ચરને બનાવવા માટે કાર અને બાઇકને રેન્ટ પર આપવાની નવી સુવિધા શરુ થઇ ગઇ છે. જેમાં તમે ડેસ્ટિનેશન પર પહોંચીને પોતાના કમ્ફર્ટના હિસાબે ગાડી લઇને જાતે ડ્રાઇવ કરીને આસપાસના સુંદર નજારાને જોઇ શકો છો. પરંતુ આના માટે ફક્ત ડ્રાઇવિંગના ગુણ જાણવાનું પૂરતુ નથી. કોઇ પણ પ્રકારની પરેશાની અને છેતરપિંડીથી બચવા માટે રેન્ટ પર ગાડી લેતી વખતે થોડોક સમય કેટલીક વાતો પર ધ્યાન આપવું જરુરી છે. તો આવો જાણીએ એવી કઇ વાતો છે જેની પર ધ્યાન આપવાની જરૂર છે.
યોગ્ય કાર/ બાઇક રેન્ટલ કંપની પસંદ કરો
અલગ-અલગ જગ્યાઓ પર અલગ-અલગ કંપનીઓ કાર અને બાઇક રેન્ટ પર આપે છે તો કઇ સારી છે અને કઇ ખરાબ, તે અંગે જાણવું ઘણું મુશ્કેલ નથી. આમ તો મોટાભાગની દુકાનો પર તેના પ્રામાણિત હોવા અંગે ડિટેલ્સ આપવામાં આવે છે અને જો નથી આપવામાં આવતી તો તે અંગે ડિટેલ્સમાં સ્પષ્ટ રીતે માહિતી માંગો. જેનાથી કોઇ પણ પ્રકારની છેતરપિંડીથી બચી શકાશે.
કાર રેન્ટ અંગે જાણી લો
વ્હીકલ રેન્ટલ કંપનીઓ ચાર પ્રકારના બેઝિક રેન્ટ પર કાર ઉપલબ્ધ કરાવે છે. ડેઇલી રેન્ટ માઇલેજ ચાર્જની સાથે, ડેઇલી રેન્ટ અનલિમિટેડ માઇલેજની સાથે, ડેઇલી રેન્ટ ફ્રી માઇલ્સની સાથે અને રેન્ટ ફ્રી માઇલેજની સાથે અનલિમિટેડ દિવસ માટે. આ સંપૂર્ણ રીતે તમે રેન્ટ પર કઇ ગાડી લો છો તેની પર આધાર રાખે છે. આમ તો મોટાભાગની કંપનીઓ ડિલક્સ, ઇકોનૉમી ગાડીઓ જ રેન્ટ પર આપે છે. વીકેન્ડ પર તેની કિંમતો ક્યારેક ક્યારેક વધી જાય છે. તો આ અંગે સારી રીતે શોધ-ખોળ કરી લો.
કાર રેન્ટલ ઇન્શ્યોરન્સ
જો કાર કે બાઇકમાં કોઇ પણ પ્રકારની કોઇ ગરબડ થાય છે તો તેના કેટલા ટકા તમારે ચુકવવા પડશે તે અંગે તપાસ જરૂર કરી લો. જેથી કંપનીઓ પરસ્પર તમારી પાસેથી વધુ પૈસા ન વસૂલી શકે. જો કે સારૂ એ રહેશે કે તમે કંપનીની સાથે કરેલા એગ્રીમેન્ટ્સમાં આ બધી ડિટેલ્સને ચેક કરો ફક્ત બોલવા પર વિશ્વાસ ન રાખો.
કાર રેન્ટલ કન્ફર્મેશન
રેન્ટ પર લેવામાં આવતી ગાડીનું કન્ફર્મેશન જરુર લો. જો તમે ઓનલાઇન ફોન પર બુકિંગ કરાવી રહ્યા છો તો આ જરુરી છે. સાથે તેમને એ પણ જણાવી દો કે તમારે કાર એરપોર્ટથી જોઇએ છે કે હોટલ પહોંચ્યા પછી. જો તમારી ફ્લાઇટ કે ટ્રેન લેટ છે તો પરિવારજનોની સાથે-સાથે રેન્ટલ કંપનીને પણ જરુર જણાવી દો જેથી તે તમારૂ બુકિંગ કેન્સલ ન કરો અને એક્સ્ટ્રા ચાર્જ પણ લગાવે.
રેન્ટલ કાર પિકિંગ ટિપ્સ
રેન્ટલવાળી ગાડી પિક કરવા દરમિયાન એકવાર સારી રીતે નિયમો તેમજ શરતો વાંચી લો ત્યાર બાદ જ એગ્રીમેન્ટ પર સાઇન કરો. કેટલું એડવાન્સ પેમેન્ટ કરવાનું છે, પછીથી આ બધી સારી ડિટેલ ડોક્યુમેન્ટેડ હશે તો તમે કોઇ પણ પ્રકારની મુસીબતમાં નહીં પડો. કારમાં બેઠા પછી તેની કન્ડિશન એકવાર પહેલા ચેક કરી લો. સીટ, બેલ્ટ, લાઇટ્સ, એસી અને બીજી પણ ચીજો કમ્ફર્ટેબલ છે કે નહીં.
રેન્ટ કાર રિટર્ન પ્રોસેસ
આમ તો રેન્ટલ કંપનીઓ 24 કલાકની સાથે 1 કલાક વધારે આપે છે. કાર પાછી આપવા માટે કોઇ પણ ચાર્જ વગર. પરંતુ જો તમને રિટર્ન કરવામાં હજુ સમય લાગવાનો છે તો તરત તેમને ફોન કરી દો જેથી તે ચાર્જ અને અન્ય બુકિંગ તે હિસાબે મેનેજ કરી લે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
Local Owner પાસેથી બાઇક રેન્ટ કેવી રીતે કરો?
જો તમે કોઇ ટૂરિસ્ટ પ્લેસ પર જાઓ છો તો એવામાં ઘણી જગ્યાઓ પર ઑનલાઇન બાઇક રેન્ટલ સર્વિસ નથી હોતી. તેવામાં તમારે લોકલ ઓનર પાસેથી બાઇક રેન્ટ કરવું પડશે અને ઓનલાઇન જોઇને મનાલી, લેહ, શિમલા, દેહરાદૂન, નૈનીતાલ જેવા શહેરોમાં લોકલ બાઇક રેન્ટલ સર્વિસ મળી જશે જ્યાંથી તમે ડેઇલી પૈસા ચૂકવીને બાઇક લઇ શકશો.
અહીં તમે કલાકના આધારે નહીં પરંતુ દિવસના હિસાબે રેન્ટ પર બાઇક મેળવી શકો છો. 500 રૂપિયા અને 1000 રૂપિયા સુધી ઘણી બાઇક રેન્ટ પર મળી જાય છે.
ગૂગલ પર bike rent near me સર્ચ કરો.
હવે તમને લોકલ બાઇક રેન્ટલ સર્વિસિઝનું લિસ્ટ મળી જશે.
તેમાં જુઓ કોનું રેટિંગ અને રિવ્યુ સારો છે.
તમે મેપના માધ્યમથી તેના સ્ટોર સુધી જાઓ અને ડૉક્યુમેન્ટ અને ચાર્જ આપીને બાઇક રેન્ટ પર લો.