સત્તાલ, ભારતના ઉત્તરાખંડ રાજ્યનુ મુખ્ય પર્યટન સ્થળ છે કે જે તાજા પાણીના સાત તળાવોના સમુહ તરિકે પ્રસિદ્ધ છે. એ તો તમે નામ પરથી જ સમજી ગયા હશો કે સત્તાલ નામ આ સાત તળાવોના સમુહના લીધે જ પડ્યુ છે. સત્તાલ ઉત્તરાખંડના બેસ્ટ પર્યટક સ્થળોમાનુ એક છે. અને આજકાલ તો આ સ્થળ પર્યટકોમા આકર્ષણનુ કેંદ્ર બની ગયુ છે. અહિ તમે કેટલાય પ્રવાસી પક્ષીઓના ઝુંડ એક સાથે જોઈ શકો છો અને પ્રાકૃતિક દ્રશ્યોનો આનંદ માણી શકો છો. સત્તાલ બર્ડ અને નેચર લવર્સ માટે સ્વર્ગ સમાન છે. અહીંની સુંદરતાની તો મારે શુ વાત કરવી? આ સ્થળ કુમાઉ ક્ષેત્રમા સમુદ્ર સપાટીથી 1370 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અહિ તમે સાત પરસ્પર જોડાયેલા તળાવની મુલાકાત લઈ શકો છો. તમને ચારેય બાજુ હરિયાળી જ હરિયાળી અને ઑક સાથેનુ સુંદર વાતાવરણ જોવા મળશે. પ્રકૃતિનો આ અદ્ભુત ઊપહાર સત્તાલ, કેટલીય પ્રજાતિઓના પક્ષીઓનુ ઘર પણ છે. એ કહેવુ પણ ખોટુ નથી કે સત્તાલ ફોટોગ્રાફર માટે પણ ઉત્તમ સ્થળ છે. તો ચલો ઉત્તરાખંડના સત્તાલ વિશે વિસ્તારથી વાત કરીયે.
સત્તાલમા ફરવાલાયક સુંદર પર્યટન સ્થળો
સત્તાલ ઉત્તરાખંડનુ પ્રમુખ પર્યટન સ્થળ છે. અગર તમે અહિ ફરવા આવો છો તો નીચે જણાવેલ સ્થળો પર યાત્રા કરી શકો છો. આ સ્થળ અહિના સુંદર પર્યટન આકર્ષણનુ કેંન્દ્ર છે.
સેવન લેક
સત્તાલનો અર્થ થાય છે સાત તળાવનો સમુહ. અહિ તમે પરસ્પર જોડાયેલ રામ તાલ, લક્ષ્મણ તાલ, સીતા તાલ, નલ દમયંતી તાલ, પન્ના તાલ, પૂર્ણ તાલ, અને સુખ તાલનો આનંદ લઈ શકો છો. સત્તાલ લેક સમુદ્ર સપાટીથી 1288 મીટરની ઊંચાઈ પર સ્થિત છે જેની લમ્બાઈ 19 મીટર, પહોળાઈ 315 મીટર અને ઊંડાઈ 150 મીટર છે. સત્તાલ લેકની આસપાસ પ્રાકૃતિક સુંદરતા અને હર્યુ ભર્યુ વાતાવરણ પર્યટકોને આકર્ષિત કરે છે. સત્તાલ લેક ઉત્તરાખંડનુ એક એવુ પર્યટન સ્થળ છે જ્યા બારેમાસ વાતાવરણ સારુ હોય છે. જો કે ઊનાળામા અહિ મોટી સંખ્યામા પર્યટકો આવે છે.
ભીમતાલ
ભીમતાલ નૈનીતાલના પ્રસિદ્ધ પર્યટક સ્થળોમાનુ એક છે. લગભગ 22 કિમી દુર આવેલુ ભીમતાલ તેના સુંદર તળાવ અને દ્વિપ માટે જાણીતુ છે. ભીમતાલ સમુદ્ર સપાટીથી 1370 મીટર ઊંચાઈ પર સ્થિત છે. આ તળાવના કિનારે જ બનેલા ભીમેશ્વર મંદિર વિશે એવુ કહેવાય છે કે તે પાંચ પાંડવોમાના એક ભીમે બનાવેલુ છે. નૈનીતાલથી ટેક્સી કે કેબ બુક કરાવી તમે સરળતાથી આ જગ્યા પર પહોંચી શકો છો.
સુભાષ ધારા
સુભાષ ધારા પ્રાકૃતિક ઝરણુ છે કે જે ભીમતાલની પાસે ઓકના ગાઢ જંગલોમા વહે છે. આ ઝરણુ મોટી સંખ્યામા પર્યટકોને આકર્ષિત કરે છે. આ ઝરણાના એકદમ સાફ પાણીના ફોટા ક્લિક કરવા ઘણા સહેલાણીઓ અહિ આવે છે. અને આસપાસના લોકો અહિ પિકનિક મનાવવા આવે છે.
બટરફ્લાય મ્યુઝિયમ
આ મ્યુઝિયમ સત્તાલના મુખ્ય આકર્ષણોમાનુ એક છે. અગર તમે સત્તાલની મુસાફરી કરવા જઈ રહ્યા છો તો બટરફ્લાય ફાર્મ કે મ્યુઝિયમને અવશ્ય તમારા લિસ્ટમા શામેલ કરો. બટરફ્લાય મ્યુઝિયમ એસ્ટેટ ઝોનમા સ્થિત એક એવી જગ્યા છે જે તમને હમેશા પ્રકૃતિની નજીક અનુભવ કરાવશે. અહિ લગભગ કિટકોની 110 પ્રજાતિઓ અને પતંગિયાની 2500 થી પણ વધારે પ્રજાતિઓનો આવાસ છે. આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહિ આવવા વાળો દરેક વ્યક્તિ આ સ્થળની ખુબસુરતી જોઈ પાગલ થઈ જાય છે.
ઐતિહાસિક સ્થળ મેથોડિસ્ટ આશ્રમ
મેથોડિસ્ટ આશ્રમ એક એવુ સ્થળ છે કે જે શહેરના ઐતિહાસિક મહત્વને પ્રદર્શિત કરે છે. આ આશ્રમ મહાત્મા ગાંધીના એક મિત્ર સ્ટેનલી જોંસ દ્વારા 1930મા બનાવવામા આવ્યો હતો. આશ્રમના પરિસરમા સેંટ જૉન્સ ચર્ચ સ્થિત છે જે એકાંત અને શાંતિનો અનુભવ કરાવે છે. તો જ્યારે પણ સત્તાલ આવો ત્યારે આ સ્થળ પર જવાનુ ચુકશો નહિ.
સત્તાલની મુસાફરી વખતે રોમાંચક પ્રવૃત્તિઓ
જો તમે ફિશિંગની મજા માણવા માગતા હો તો સત્તાલ લેક તમારા માટે પર્ફેક્ટ સ્થળ છે. અહિ પર્યટકો માટે ફિશિંગનો સામાન રેંટ પર પણ મળે છે. અહિના પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે ફિશિંગ કરવાનો રોમાંચ જ અલગ છે. સતાલ લેક પર તમે બોટીંગની મજા પણ માણી શકો છો. પહાડોથી ઘેરાયેલા સુંદર તળાવમા શાંત વાતાવરણની વચ્ચે બોટીંગ કરવાની મજા જ અલગ છે. આ સિવાય તમે અહિ ટ્રેકિંગ અને સાયકલિંગની પણ મજા લઈ શકો છો. બર્ડ લવર્સ માટે સત્તાલ લેક ખાસ જગ્યા છે. અહિ તમને ઘણા આકર્ષક પક્ષીઓ જેવા કે બારબેટ્સ, હિમાલયી કિંગફિશર, બેબીબ્લર્સ, હિમાલયન ગ્રિફન, ડૉલર બર્ડ વગેરે જોવા મળે છે.
સત્તાલ ફરવાનો સૌથી શ્રેષ્ઠ સમય
ઊનાળા દરમિયાન સત્તાલની મુસાફરી ઘણી સુખદ હોય છે. કેમ કે આ સમય દરમિયાન આખા દેશમા ગરમી હોય છે ત્યારે સત્તાલનુ વાતાવરણ ઠંડુ અને મસ્ત હોય છે. માર્ચ-જૂન અને સપ્ટેમ્બર-ડિસેમ્બર મહિનાઓ દરમિયાન સત્તાલની મુસાફરી કરવી બેસ્ટ છે. શિયાળા દરમિયાન અહિ કકડાવતી ઠંડી પડે છે. પરંતુ ત્યારે ત્યાનુ દ્રશ્ય ખુબ જ સુંદર હોય છે. ચોમાસા દરમિયાન અહિ મુસાફરી કરવી થોડી અઘરી પડે છે.
સત્તાલ ઉત્તરાખંડ કેવી રીતે પહોંચવુ?
તમે અહિ ડાઈરેક્ટ બાય પ્લેન કે ટ્રેન નહિ પહોંચી શકો. અહિથી નજીકનુ એરપોર્ટ 50 કિમી દુર પંતનગરમા છે જે દિલ્હી ઈંદિરા ગાંધી એરપોર્ટથી જોડાયેલુ છે. સત્તાલથી નજીકનુ રેલ્કે સ્ટેશન લગભગ 28 કિમી દુર કાઠગોદામમા છે. સત્તાલ લેક, બાય રોડ ખુબ સારી રીતે કેટલાય મુખ્ય શહેરો દ્વારા જોડાયેલ છે. નૈનીતાલ, દહેરાદુન, હરિદ્વાર અને ઋષિકેશથી સત્તાલ લેક જવા માટે બસ ઉપ્લ્બ્ધ છે. આ સિવાય તમે મસુરી, રુદ્રપ્રયાગ, કૌસાની, રાનીખેત, અને ઉત્તરકાશીથી પણ બસ દ્વારા જઈ શકો છો. દિલ્હીથી સત્તાલ લેક માટે સતત બસ ચાલે છે. ટુંક્મા તમને અહિ પહોંચવામા કોઈ તકલીફ નહિ પડે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.