ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન

Tripoto

દેશ અને દુનિયામાં છેલ્લા એક દાયકાથી લોકોમાં પ્રવાસ કરવાનું પ્રમાણ પુષ્કળ વધી રહ્યું છે ત્યારે પ્રવાસન ઉદ્યોગોમાં તમામ શક્ય સુવિધાઓનો પણ વિકાસ થયો છે. ફ્લાઇટ, ટ્રેન, બસ, ટેક્સી તો હતી જ, હવે સેલ્ફ ડ્રાઈવ કાર પણ મળે છે. વિવિધ રેસ્ટોરાં તો હતી જ, હવે પ્રવાસ દરમિયાન સાથે રાખવા રેડી ટૂ ઈટ ફૂડ પેકેટ્સ પણ મળે છે. ઉતારા માટે હવે ‘હોમ સ્ટે’ના કન્સેપ્ટ સાથે સ્થાનિકોના ઘરમાં, તેમની સાથે પણ રોકાઈ શકાય છે. હોટેલ્સ તો હતી જ, હવે હોસ્ટેલ પણ છે!

યેસ, તમે બરાબર વાંચ્યું: હોટેલ નહિ, હોસ્ટેલ.

Photo of ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન by Jhelum Kaushal

પ્રવાસન ક્ષેત્રે હોસ્ટેલ શું છે?

વિવિધ જગ્યાઓએ નિયમિત પ્રવાસ કરીને શક્ય હોય તેટલી વધુ જગ્યાઓ એક્સપ્લોર કરવા ઇચ્છતા લોકોની સંખ્યા ખૂબ વધારે હોય છે. પરંતુ પૈસા વગર પ્રવાસ કરવો એ અશક્ય નથી, પણ અઘરું તો છે જ. સ્વાભાવિક છે કે આજકાલ 1200-1500 રૂથી ઓછી કોઈ જ હોટેલ નથી હોતી તેથી દરેકને મોંઘી કે સસ્તી હોટેલ્સમાં રોકાવું ન પોસાય. વળી, આજકાલ સોલો ટ્રાવેલિંગનું ચલણ પણ પુષ્કળ વધી ગયું હોવાથી એકલા ટ્રાવેલ કરેલી વ્યક્તિને પોતાની પાયાની સગવડ સાચવવા કોઈ ફેન્સી હોટેલની જરૂર હોતી નથી. આવા લોકો માટે ‘શેરિંગ સ્ટે’ (એક જ રૂમમાં જુદા જુદા બે, ત્રણ કે તેથી વધુ લોકોનું રોકાણ) ના વિકલ્પ તરીકે પ્રવાસ ક્ષેત્રે ‘હોસ્ટેલ’નો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો છે.

રસપ્રદ છે ને? તો ચાલો, ભારતની એવી હોસ્ટેલ ચેઇનની યાદી ચકાસીએ જ્યાં તમે 500 રૂ કરતાં ઓછી કિંમતમાં રોકાઈ શકો છો.

1. Zostel

ભારતભરમાં કુલ 30 કરતાં પણ વધુ સ્થળોએ હોસ્ટેલ સાથે આ દેશની સૌથી જાણીતી હોસ્ટેલ ચેઇન છે. અહીં અલગ અલગ જગ્યાએ અનેકવિધ વિવિધતાઓ પણ જોવા મળે છે. વળી, તમે Zostel Passport ખરીદી શકો છો જેમાં તમને તમામ Zostel હોસ્ટેલમાં રોકાવા માટે ઘણું સારું ડિસ્કાઉન્ટ પણ મળી રહે છે.

બૂકિંગ માટે અહીં ક્લિક કરો.

Photo of ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન by Jhelum Kaushal

2. The Hostel Crowd

યુવાનોના સૌથી મનપસંદ સ્થળ એવા ગોવા ખાતે ત્રણ જુદી જુદી જગ્યાઓએ 3 જુદી જુદી થીમ સાથે બનાવવામાં આવેલી અદભૂત હોસ્ટેલ છે આ The Hostel Crowd. અમે તમને ખાતરીપૂર્વક કહી શકીએ કે આ ત્રણ પૈકી કોઈ પણ હોસ્ટેલમાં રોકાણ એ તમારો એક યાદગાર અનુભવ બની રહેશે.

બૂકિંગ માટે અહીં ક્લિક કરો.

Photo of ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન by Jhelum Kaushal

3. International Youth Hostels (YHAI)

હોસ્ટેલની દુનિયામાં સસ્તો, સારો, ખૂબ જ જૂનો અને કદાચ સૌથી વિશ્વાસપાત્ર વિકલ્પ છે યુથ હોસ્ટેલ. પ્રવાસનો શોખ ધરાવનાર એવું કોઈ નહિ હોય જેમણે આનું નામ ન સાંભળ્યું હોય. વળી, યુથ હોસ્ટેલ દ્વારા ઉતારાની સાથેસાથે ટ્રીપનું પણ આયોજન કરી આપે છે.

બૂકિંગ માટે અહીં ક્લિક કરો.

Photo of ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન by Jhelum Kaushal

4. Vedanta Wake Up

જો તમે દક્ષિણ ભારતનો પ્રવાસ કરી રહ્યા છો તો તમિલ નાડુ અને કેરળના સંખ્યાબંધ ફરવાના સ્થળોએ આ ખૂબ જ અનોખી હોસ્ટેલ આવેલી છે. કુદરતના સાનિધ્યમાં આટલા વાજબી ભાવે રોકાવા મળે તે તક ચૂકવી ન જોઈએ, ખરું ને?

બૂકિંગ માટે અહીં ક્લિક કરો.

Photo of ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન by Jhelum Kaushal

5. GoStops

સોલો બજેટ ટ્રાવેલિંગ કરીને ટ્રેકિંગ માટે પહાડો પર, કે સફારી કરવા જંગલમાં ફરતા બેકપેકર્સમાં આ એક ઘણી જાણીતી હોસ્ટેલ છે. અહીંનું રોકાણ વાજબી તો છે જ, સાથે આ એક આકર્ષક ઉતારો પણ સાબિત થાય છે.

બૂકિંગ માટે અહીં ક્લિક કરો.

Photo of ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન by Jhelum Kaushal

6. Moustache

સોલો ટ્રીપ કરતાં પ્રવાસીઓ માટે વધુ એક આદર્શ ઉતારો. આ હોસ્ટેલ જયપુર, પુષ્કર, વારાણસી વગેરે સહિત ભારતભરમાં 12 જગ્યાઓએ આવેલી છે. અહીં માત્ર બહેનો માટે તેમજ ભાઈઓ-બહેનો બંનેના સાથે રહેવા માટે ખૂબ જ સુંદર ડોરમેટરી છે.

બૂકિંગ માટે અહીં ક્લિક કરો.

Photo of ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન by Jhelum Kaushal

7. The Hosteller

ઉત્તર ભારતની આ એક નામાંકિત હોસ્ટેલ છે જે જયપુર, દિલ્હી, મનાલી, કસોલ, પુષ્કર વગેરે જગ્યાઓએ આવેલી છે. તેમના દ્વારા હિમાલયની પર્વતમાળામાં થતાં વિવિધ ટ્રેકનું આયોજન પણ પ્રવાસીઓમાં ઘણું જ લોકપ્રિય છે.

બૂકિંગ માટે અહીં ક્લિક કરો.

Photo of ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન by Jhelum Kaushal

8. Backpacker Panda

ભારતમાં 50 કરતાં વધુ જગ્યાઓ અને ઉપરાંત ભારત બહાર શ્રીલંકા, નેપાળ, ઈન્ડોનેશિયા વગેરે જેવા દેશોમાં આવેલી આ હોસ્ટેલ પ્રવાસીઓમાં બહુ જ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. પ્રવાસી યુવતીઓ માટે અહીં તદ્દન સુરક્ષિત વાતાવરણ છે. વળી, આ હોસ્ટેલ એટલી આકર્ષક છે કે ક્રિએટિવ લોકોનું મન મોહી લેશે.

બૂકિંગ માટે અહીં ક્લિક કરો.

Photo of ચૂકવો 500 રૂ કરતાં ઓછું ભાડું: આ છે ભારતની ટોપ 8 હોસ્ટેલ ચેઇન by Jhelum Kaushal

Source: Whatshot

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads