કોરોના કાળમાં આજકાલ લોકો એવું વિચારે છે કે હોટલમાં રહેવું સુરક્ષિત છે કે નહીં. નવા વેરિએન્ટે લોકોને ભ્રમમાં નાંખી દીધા છે ત્યારે આવું વિચારવું યોગ્ય પણ છે. પરંતુ આજે હું તમને સુરક્ષિત યાત્રા કરવાની એક સુંદર રીત બતાવી રહ્યો છું અને તે છે કારવાં યાત્રા. વિદેશોમાં જોવા મળતો આ ટ્રેન્ડ હવે ભારતમાં આવી ગયો છે. કારવા એટલે એક જાતનો કાફલો જેમાં મુસાફરી કરવાનો એક ફાયદો એ છે કે તમને એવું નહીં લાગે કે તમે ઘરની બહાર નીકળ્યા છો. સ્વદેશ, કારવાં જેવી ફિલ્મોમાં પણ તમે આ જોયું હશે. તમારી આખી ફેમિલી મસ્તીની સાથે આરામ કરતા કરતા ટ્રાવેલ કરી શકે છે. તો આવો જાણીએ કેટલાક બજેટ ફ્રેન્ડલી કારવાં વિશે.
વેકશન ઑન વ્હીલ્સ
વેકેશન વ્હીલ્સને 2016માં લોન્ચ કરવામાં આવી હતી. જેના દ્ધારા તમે ઉત્તર, મધ્ય અને પશ્ચિમી ભારતમાં 30 જેટલી જગ્યાઓ પર ફરી શકો છો. વેકેશન વ્હીલ્સને તમે મુંબઇ, નાગપુર, પુના, ભોપાલ અને ઇન્દોરથી રેન્ટ પર સરળતાથી લઇ શકો છો. તેમની પાસે બે વાનની સુવિધા પણ છે. નાની વાનમાં 4 લોકો ક્ષમતા છે અને તેનું ભાડું 2500 રુપિયા જ્યારે મોટી વાનમાં 9 લોકોની ક્ષમતા સાથે એક રાતનું ભાડું 25000 રુપિયા છે. આ વાનમાં વોશરુમની સુવિધા પણ હોય છે અને તમને ઘર જેવું જ લાગશે.
કેમ્પર ટ્રેલ્સ
કેમ્પર ટ્રેલ્સ કારવાંમાં 5 લોક સરળતાથી યાત્રા કરી શકે છે. તેમાં તમને કિચનની બધી સુવિધાઓ આપવામાં આવી છે, જ્યાં તમે સમય કાઢીને પૂરા આનંદની સાથે ખાવાનું તૈયાર કરી શકે છે જેવુ તમે કિચનમાં કરો છો. આમાં તમને એક નાનકડુ ફ્રિઝ, ટીવી અને ઘણીબધી સુવિધાઓ આપવામાં આવી છે. સાથે એક ટોઇલેટ પણ છે. આ સર્વિસને 2018માં ચંદ્રકાંત રામોજી દ્ધારા શરુ કરવામાં આવી હતી. આ કારવામાં તમને વીકેન્ડ પર 5 લોકો માટે લો છો તો પ્રતિ દિનનું ભાડું 8000 રુપિયા છે, તો વીકેન્ડ પર 5 લોકો માટે પ્રતિદિન 10,000 ભાડું છે.
ટ્રિપી વ્હીલ્સ, બેંગાલુરુ
ટ્રિપી વ્હીલ્સ તમારા માટે ઘણાં પોકેટ ફ્રેન્ડલી કારવાં છે, જેને તમે બેંગાલુરુ પાસેથી રેન્ટ પર લઇ શકો છો. તેનું બજેટ પણ વધારે નથી. આ કારવામાં તમને કિચનથી લઇને ઘરનો બધો આવશ્યક સામાન મળી જશે. ટ્રિપી વ્હીલ્સનું એક રાતનું ભાડું માત્ર 3000 રુપિયા છે. જો કે આમાં બાથરુમની સુવિધા નથી. જો તમે આ કારવાંનો વિકલ્પ પસંદ કરો છો તો તમે કુંડાપુરા, હમ્પી, હિરેકોલે સરોવર, દુબારે વન શિવિર, બીઆર હિલ્સ, તાલા કાવેરી, સકરેબયાલુ, ભદ્રા અભયારણ્ય, દાંડેલી અને યાના જેવા સ્થાનો પર ફરી શકો છો. એવુ અનુમાન લગાવ્યું છે કે આવનારા સમયમાં પણ તેની લોકપ્રિયતા વધવા પર તમે આ કારવાંને ગોવા અને આંધ્ર પ્રદેશને સુંદર જગ્યાઓ પર પણ લઇ જઇ શકશે. દોસ્તોની સાથે ફરવા માટે આ ઘણો જ સસ્તો કારવાં માનવામાં આવશે.
કેમ્પરવેન કેમ્પ્સ, બેંગાલુરુ
કેમ્પરવેન કારવાં કર્ણાટક ટૂરિઝમ તરફથી ટ્રાવેલરને ઓફર કરવામાં આવે છે, જે ભારતનો પહેલો એવો કારવાં છે જેમાં તમારે બધી જરુરી ચીજોની ફેસિલિટી આપવામાં આવે છે. તમે આ કારવાંને સમુદ્રો, ઐતિહાસિક જગ્યાઓ, અભયારણ્ય અને જ્યાં ઇચ્છો ત્યાંથી તેને લઇ જઇ શકાય છે. આ તમારા માટે ઘણી સારી વાત છે કે તમે આ વેનને પોતાની એ પસંદગીની જગ્યાઓ પર લઇ જઇ શકો છો. જ્યાં કદાચ નિર્મલ વાન નથી જઇ શકતી. તમે કેમ્પરવાન કેમ્પ્સથી બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, ગોકર્ણ, સમુદ્ર કિનારો, કાબિની વન, હમ્પી અને ભીમેશ્વરી વગેરે જેવી સુંદર જગ્યા ફરી શકો છો. જો હવે હું આ વાનની કિંમતની વાત કરું તો આ બે લોકો માટે 25000થી 74000 સુધીનું ભાડું વસૂલ કરે છે અને આ ભાડું પણ તમારી ફરવાની જગ્યા પર નિર્ભર કરે છે. આ વાનમાં રસોડુ, ફ્રિઝ, માઇક્રોવેવ, ટીવી અને એક મ્યુઝિક સિસ્ટમ પણ આપવામાં આવે છે. આ વાન 8 લોકો એકસાથે ફરાવી શકે છે. ફેમિલી ટ્રિપ માટે આ વાન ઘણી શાનદાર સફર નક્કી કરી, તમારી યાત્રાઓને એન્જોય કરાવવામાં ઘણી સક્ષમ છે.
ગ્રીન ડૉટ એક્સપીડિશન
જો તમે ટ્રાવેલિંગના શોખીન છો અને ફરવાનું ગમે છે તો તમે ઓફબીટ લોકેશનના ટ્રાવેલનો આનંદ ઉઠાવવા માંગો છો તો તમારા માટે આ કારવાં એકદમ બેસ્ટ છે. તમે આ કારવાંને કેમ્પિંગ સાઇટ, દરિયો, રણ કે નદી કિનારે લઇ જઇ શકો છો અને પોતાની ટ્રિપને એન્જોય કરી શકો છો. ગ્રીન ડોટ એક્સપીડિશન કારવાંનું ભાડુ એક વ્યક્તિનું પ્રતિ રાત 7000 રુપિયાથી 10000 રુપિયા સુધી છે. તેમાં તમને ખાવાથી લઇને બધી સુવિધાઓ આપવામાં આવશે સાથે જ તેમાં એ બધી જરુરી સામાન છે, જે કેમ્પિંગ માટે જરુરી હોય છે. આ રીતે જો તમારે કેમ્પિંગ માટે જવાનું હોય તો તમારે અલગથી કોઇ સામાન નહીં લઇ જવો પડે. આ વાનમાં તમારે કેમ્પિંગ માટે જરુરીયાતની બધી ચીજો મળી જશે.