![Photo of ₹5000થી પણ ઓછા રૂપિયામાં ઠાઠથી રહો, ભારતની આ જગ્યાઓ પર મળશે લક્ઝરી! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1649647553_1557992564_1551185956_beach_cover.jpeg)
ફક્ત તમારુ બેંક બેલેન્સ ઓછું છે એટલે જ ઠાઠથી ન રહી શકાય એવું કોણે કિધું. ભલે તમે કેટલાક દિવસો સુધી રોયલ્ટીની જેમ રહેવા માંગતા હોવ કે એક પ્રાઇવેટ ટાપુ પર રજાઓ ગાળવી હોય, ભારતમાં એવા ઘણાં લકઝરી અનુભવ છે જેનો અનુભવ કરવા તમારે તમારા ખિસ્સા ખાલી કરવા નહીં પડે.
તો છેવટે ક્યાં મળશે આવો અનુભવ? જો તમારે બીજો સવાલ આ છે તો જરાક નીચેના લિસ્ટ પર નજર નાંખો, તમને તમારા બધા જવાબ મળી જશે.
1. રાજસ્થાનના એક મહેલમાં રહો
![Photo of ₹5000થી પણ ઓછા રૂપિયામાં ઠાઠથી રહો, ભારતની આ જગ્યાઓ પર મળશે લક્ઝરી! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1649647583_1557992654_1551183717_screenshot_2019_02_26_at_5_51_36_pm.png)
![Photo of ₹5000થી પણ ઓછા રૂપિયામાં ઠાઠથી રહો, ભારતની આ જગ્યાઓ પર મળશે લક્ઝરી! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1649647622_1557992654_1551183976_moustache.jpg)
રાજસ્થાનમાં ઘણી હેરિટેજ હવેલીઓ અને મહેલ છે જેને સુંદર હોટલોમાં ફેરવી નાંખવામાં આવી છે. જો કે તેમાંની ઘણી તો વધારે કિંમત વસૂલે છે પરંતુ કેટલીક એવી પણ હોટલ છે જ્યાં તમે બજેટમાં રાજાશાહી ઠાઠનો આનંદ ઉઠાવી શકો છો. હકીકતમાં એવી ઘણી હૉસ્ટેલ પણ છે જે કિલ્લા અને હવેલીઓની અંદર જ બનાવાઇ છે. તો તમારી આવનારી રાજસ્થાન યાત્રામાં આ જગ્યાએ રહેવાનું બિલકુલ ન ભૂલતાં.
- તિજારા ફોર્ટ પેલેસ, અલવર: ₹4,800 પ્રતિ રાત
- મુસ્ટેશ, જેસલમેર: ₹1,000 પ્રતિ રાત
2. ઠાઠમાઠથી કરો કેમ્પિંગ
![Photo of ₹5000થી પણ ઓછા રૂપિયામાં ઠાઠથી રહો, ભારતની આ જગ્યાઓ પર મળશે લક્ઝરી! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1649647672_1557992669_1551185211_grass.jpg)
![Photo of ₹5000થી પણ ઓછા રૂપિયામાં ઠાઠથી રહો, ભારતની આ જગ્યાઓ પર મળશે લક્ઝરી! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1649647672_1557992669_1551185361_screenshot_2019_02_26_at_6_19_05_pm.png)
"ગ્લેમ્પિંગ" ફક્ત ગ્લેમરસ કેમ્પિંગનો અર્થ છે લકઝરીથી સજ્જ કેમ્પમાં રોકાણ. ફરવાની આ રીત ઘણી ઝડપથી ભારતીય યાત્રીઓમાં લોકપ્રિય થઇ રહી છે. છેવટે ઘણાં ઓછા લોકો હશે જે 5 સ્ટાર લકઝરીથી ઘેરાયેલી પ્રકૃતિની વચ્ચે, તારાની નીચે એક રાત વિતાવવાના આવા અનુભવને ના કહી શકે. ભારતમાં કેટલીક જગ્યાઓ છે જ્યાં તમે ગ્લેપિંગની મજા લઇ શકો છો.
1. ગ્રાસ રૂટ્સ, વાયનાડ, કૉફીના બગીચામાં ગ્લેમ્પિંગ: ₹3900 પ્રતિ રાત
2. શંગરી લા કેમ્પ, હિમિત, નુબ્રા, હિમાલયમાં ગ્લેમ્પિંગ: ₹3000 પ્રતિ રાત
3. સમુદ્રની લહેરો પર યૉટ પાર્ટી
![Photo of ₹5000થી પણ ઓછા રૂપિયામાં ઠાઠથી રહો, ભારતની આ જગ્યાઓ પર મળશે લક્ઝરી! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1649647751_1557992682_1551185469_yachttt.jpg)
ક્લબોલ અને બારમાં પાર્ટી કરવાનું તો થોડુંક જુનું થઇ ગયું છે. હવે સમુદ્રની અંદર હાલકડોલક થતી લકઝરી બોટ એટલે કે યૉટ પર પાર્ટી કરવાનો સમય આવી ગયો છે. ગોવા અને મુંબઇના યૉટ ઑપરેટર હવે ₹6,000 પ્રતિ કલાકના વ્યાજબી દરે પેકેજ આપી રહ્યાં છે. જો તમે ગ્રુપમાં જઇ રહ્યા છો તો કિંમત વધુ ઘટી જશે. પરંતુ યાદ રાખો કે ઓપરેટર્સ પ્રતિ કલાકના હિસાબે ચાર્જ કરે છે.
- યૉટ ટૂર મુંબઇ: 6 લોકો માટે ₹8,000 પ્રતિ કલાક (₹1,333 પ્રતિ વ્યક્તિ)
- બોટ ગોવા: 10 લોકો માટે ₹6,000 પ્રતિ કલાક (₹600 પ્રતિ વ્યક્તિ)
4. એક દિવસ માટે પોતાના નામે કરો પ્રાઇવેટ આઇલેન્ડ
![Photo of ₹5000થી પણ ઓછા રૂપિયામાં ઠાઠથી રહો, ભારતની આ જગ્યાઓ પર મળશે લક્ઝરી! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1649647776_1557992706_1551185614_island.png)
તમે અનુભવી યાત્રી હોવ કે શિખાઉ. પ્રાઇવેટ આઇલેન્ડ પર રજાઓ પસાર કરવી દરેકના બકેટ લિસ્ટમાં જરૂર હોય છે. પરંતુ જો ખિસ્સું જરા તંગ હોય કે તમારુ સપનું પૂર્ણ ન થઇ શક્યું હોય તો કર્ણાટકની ટિકિટ બુક કરાવી લો કારણ કે તમારી આ ઇચ્છા ઘણી ઓછી કિંમતે પૂરી થઇ જશે. નદી કિનારે વસેલો સુવર્ણ સંગમ ટાપુ, જ્યાં ફક્ત એક જ રિસોર્ટ છે અને તમે આ આખા રિસોર્ટને પોતાના માટે બુક કરી શકો છો.
- સુવર્ણા સંગમ, કર્ણાટકઃ ₹5,995 પ્રતિ રાતથી શરૂ
જો તમે પણ કોઇ આવા અનુભવ અંગે જાણો છો તો આ યાદીનો હિસ્સો બનો. નીચે કોમેન્ટ્સમાં લખીને જણાવો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો