જીવનમાં એકવાર સાપુતારા તો તમે જરૂર ગયા જ હશો. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે ત્યારે ગરમીથી બચવા લોકો મોટી સંખ્યામાં સાપુતારા હિલ સ્ટેશને જાય છે. સાપુતારામાં રહેવા માટે આમ તો અનેક હોટલો અને રિસોર્ટ્સ છે. પરંતુ આજે આપણે એક એવા રિસોર્ટની વાત કરવાના છીએ જે સાસુ-વહુ ભેગા મળીને ચલાવે છે. શું છે તેમની સ્ટોરી...આવો જાણીએ.
સ્ટાર હોલીડે હોમ, હિલ રિસોર્ટ
સ્ટાર હોલીડે હોમ એક 30 રૂમનો 2 સ્ટાર રિસોર્ટ છે. આ હોલીડે હોમ બસ સ્ટેન્ડની નજીક છે. અને એક નવી પ્રોપર્ટી છે. અહીંથી માર્કેટ પણ નજીક છે. જેમાં તમને 6 બેડનો ફેમિલી શ્યૂટ, 4 બેડનો ફેમિલી રૂમ, 2 બેડનો કપલ રૂમ, પ્યોર વેજ રેસ્ટોરન્ટ, ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સની સુવિધા મળે છે. આ ઉપરાંત, હોટલમાં હોટ રનિંગ વોટર, એસી, ટીવી, વાઇફાઇ, સીસી ટીવી, પાર્કિંગ, ઓનલાઇન ફોન બુકિંગ પણ કરી શકાય છે. એટેચ ગેલેરીમાંથી સાપુતારાની ગ્રીનરી જોઇ શકાય છે.
સાસુ-વહુ ચલાવે છે રિસોર્ટ
સ્ટાર હોલીડ હોમને બે મહિલાઓ મળીને ચલાવે છે. અને તેમના પતિદેવો તેમને આ કામમાં હેલ્પ કરે છે. આ મહિલાઓના નામ છે માધુરી દેશપાંડે અને તેમની વહુ સાયરી દેશપાંડે. બન્ને મહિલા હોવાથી ટુરિસ્ટને તેમના પર ભરોસો બેસે છે. ખાસ કરીને મહિલા ટૂરિસ્ટને. સાપુતારામાં ગ્રુપમાં ફરવા આવતી મહિલાઓ આ રિસોર્ટમાં રોકાવાનું પસંદ કરે છે. કારણ કે જ્યારે મહિલા દ્વારા કોઇ હોટલ ચલાવાતી હોય ત્યારે સિક્યોરિટી બાબતે કોઇ ચિંતા કરવા જેવું રહેતું નથી.
2010માં આ હોલીડ હોમ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ હોટલ ફક્ત 8 રૂમની હતી અને આજે આ હોટલ 30 રૂમની બની ગઇ છે. માધુરી દેશપાંડે સરકારી સ્કૂલમાં એક ટીચર તરીકે કામ કરતા હતા. મૂળ તેઓ મહારાષ્ટ્રના નાસિકના વતની છે. તેમના પતિ મહેન્દ્ર દેશપાંડેને ફરવાનો શોખ અને સાપુતારા નાસિકથી નજીક હોવાથી તેઓ અવારનવાર અહીં ફરવા માટે આવતા. તેમને સાપુતારા એટલું ગમી ગયું કે તેમણે અહીં નાનકડી હોટલ શરૂ કરી. નોકરી ચાલુ હોવાના કારણે શરૂઆતમાં માધુરીબેન ફક્ત શનિ-રવિમાં હોટલ પર આવીને બેસતા. તેમજ વેકેશનનો સમય હોય ત્યારે ફુલ ટાઇમ હોટલ સંભાળતા. પરંતુ હવે તેઓ રિટાયર છે અને ફુલ ટાઇમ હોટલનો કારભાર સંભાળે છે.
માધુરીબેનના વહુ સાયરી દેશપાંડે કહે છે કે આ એક ફેમિલી હોટલ છે. સાસુ-વહુ હોટલ પર જ રહે છે અને ગેસ્ટ પર પર્સનલી ધ્યાન આપીને ટ્રીટ કરવામાં આવે છે. માધુરીબેનના પતિ મહેન્દ્રભાઇ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા. ફરવાનો શોખ હોવાથી નાસિક આવતા અને અહીં તેમણે હોટલ શરૂ કરી. તેઓને ફરવાનો શોખ હોવાથી હોટલમાં કસ્ટમરને શું જોઇએ છે તે વાતથી તેઓ સંપૂર્ણ રીતે વાકેફ છે. તે પ્રમાણે જ તેઓએ હોટલમાં જરુરી ફેરફાર કર્યા છે.
ફુડમાં શું મળશે?
સ્ટાર હોલીડે હોમમાં બ્રેકફાસ્ટમાં પૌંઆ, ઉપમા, પનીર પકોડા, કાંદા ભજીયા, બ્રેડ બટર, સેન્ડવીચ, મસાલા મેગી, પરાઠા, પુરીભાજી વગેરે મળે છે. બ્રેક ફાસ્ટનો ટાઇમ સવારે 8 થી 11 વાગ્યા સુધીનો છે. જ્યારે લંચનો સમય બપોરે 12 થી 3 વાગ્યા સુધીનો છે. રાતે ડીનરનો સમય 7 થી 10 વાગ્યા સુધીનો છે.
કેવી રીતે કરશો બુકિંગ
સ્ટાર હોલીડે હોમમાં એકોમોડેશન માટે મોબાઇલ નંબર 9850981210, 9850981400 અથવા તેમની વેબસાઇટ https://www.starholidayhome.com/ પર સંપર્ક કરી શકો છો.
સાપુતારામાં રોકાવા માટે આ રિસોર્ટ્સ પણ છે બેસ્ટ
ટ્રિબોન્સ રિસોર્ટ
ટ્રિબોન્સ રિસોર્ટ સાપુતારાથી 8 કિલોમીટર દૂર ચિરાપાડા ગામમાં આવેલો છે. અમદાવાદથી જાઓ તો સાપુતારા પહેલા આ રિસોર્ટ આવી જાય છે. એટલે કે તમે રિસોર્ટમાં રોકાઇને આગળ સાપુતારા હિલ પર ફરવા જઇ શકો છો.
રિસોર્ટમાં ડિલક્સ રૂમ, ફેમિલી રૂમ, શ્યૂટ રૂમ અને ફેમિલી હોલની સુવિધા છે. જેમાં ડબલ બેડ, ફોર બેડ, 8 બેડ એમ અલગ અલગ રૂમ પ્રમાણે વ્યવસ્થા છે. દરેક રૂમમાં તમને ટીવી, એસી, સોફા કે ચેર, રૂમ સર્વિસ, હાઉસકિપિંગ, એટેચ બાથરૂમ, લોન્ડ્રી સર્વિસ મળશે. બાથરૂમમાં ગરમ અને ઠંડા પાણીની સુવિધા છે. રૂમમાં કોફી ટેબલ, કપડા મૂકવા માટે રેકની વ્યવસ્થા છે. આ ઉપરાંત રૂમની બાલ્કનીમાંથી ચા કે કોફીની ચૂસ્કી માણતા માણતા તમે ગાર્ડન, સ્વિમિંગપુલ અને પર્વતો એટલે કે માઉન્ટેનને જોઇ શકો છો.
રિસોર્ટમાં સુવિધાઓ
રિસોર્ટમાં તમે કેરમ, ચેસ, ઇનડોર ફુટ બોલ જેવી ઇનડોર ગેમ્સ રમી શકો છો તો આઉટડોર ગેમ્સમાં જુદી જુદી રોપ એક્ટિવિટીઝ જેવી કે બ્રિજ ક્રોસિંગ, રોપ ક્રોસિંગ વગેરે જેવી એક્ટિવિટીઝ થાય છે. આ ઉપરાંત એડવેન્ચરના શોખીનો માટે ઝિપ લાઇન પણ છે.
રિસોર્ટમાં અલગ અલગ સેલ્ફી પોઇન્ટ છે. રાતે ડીજેના તાલે ઝૂમવાની મજા આવશે. આ ઉપરાંત સ્વિમિંગ પુલમાં તમે ઇચ્છો તેટલીવાર એન્જોય કરી શકો છો. તો સ્વિમિંગ પુલની પાસે જ રેઇન ડાન્સની વ્યવસ્થા છે. જે તમને બીજા કોઇ રિસોર્ટમાં જોવા નહીં મળે. આ રિસોર્ટનો સ્ટાફ એકદમ મિલનસાર છે. સ્ટાફમાં આસપાસના ગામડાના જ લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. તમને રિસોર્ટમાં બિલકુલ અગવડ ન પડે તેનું ધ્યાન અહીંનો સ્ટાફ રાખે છે.
રિસોર્ટ તરફથી તમને ટ્રેકિંગ પર લઇ જવામાં આવે છે. નજીકમાં તળાવ જોવા પણ તમને લઇ જવાશે. આ ઉપરાંત રિસોર્ટમાં ડાંગી નૃત્યનું આયોજન પણ કરવામાં આવે છે. એટલે તમને આદિવાસી સંસ્કૃતિથી પરીચિત થવાનો લાભ પણ મળે છે. રિસોર્ટમાં 20 જેટલો સ્ટાફ છે જેમાં આસપાસના ગામના આદિવાસીઓનો સમાવેશ થાય છે. એટલે તેમને રોજગારી પણ મળી રહી છે. રિસોર્ટના માલિકો પૈકીના એક અને અહીંનું કામકાજ સંભાળતા અશ્વિન હિરપરા સુરતના એક શિક્ષક છે અને તેમના કહેવા પ્રમાણે આદિવાસીઓને રોજગારી આપવા એટલે કે તેમને કાયમી કામ મળી રહે એ હેતુથી તેમણે આ રિસોર્ટને ગ્રામ્ય વિસ્તારમાં ઉભો કર્યો છે.
રિસોર્ટમાં જમવાની કવોલિટી A-1
રિસોર્ટના રેસ્ટોરન્ટમાં તમને દરરોજ અલગ-અલગ પ્રકારનું લંચ, ડીનર અને બ્રેક ફાસ્ટ કરાવવામાં આવે છે. અહીંનું જમવાનું એટલું સ્વાદિષ્ટ છે કે લોકો ખાસ જમવા માટે આ રિસોર્ટમાં રોકાવા માટે આવે છે. હું પણ અહીં જમ્યો છું અને મારો અનુભવ છે કે અહીંની ફૂડ ક્વોલિટી બેસ્ટ છે. હું ફેમિલી સાથે જમવા ગયો ત્યારે અમે લંચમાં સલાડ, રોટલી, પૂરી, અથાણું, કાંદા ભજીયા સાથે ચટણી, આલુ પુરી, કેરીનો રસ, પનીરનું શાક, કઠોળ, જીરા રાઇસ, દાલ ફ્રાય, છાશની મોજ માણી હતી. અહીં પંજાબી, ચાઇનીઝ, પીઝા પણ તમને અનકૂળતા અનુસાર મળે છે.
કેટલો ચાર્જ અને કેવી રીતે કરશો બુકિંગ
ટ્રિબોન્સ રિસોર્ટમાં વ્યક્તિ દીઠ ચાર્જ 2500 રૂપિયા છે જેમાં બ્રેક ફાસ્ટ, લંચ, હાઇ-ટી અને ડીનરનો સમાવેશ થાય છે. જો તમારે આ રિસોર્ટમાં રોકાવું હોય અને રૂમ ચાર્જિંસ અને સુવિધા વિશે વધારે જાણવું હોય તો મોબાઇલ નંબર- +91 9076 263 641, +91 9076 263 643 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.
વનવાસો રિસોર્ટ
આમ તો સાપુતારામાં ઘણાં રિસોર્ટ આવેલા છે પરંતુ આ રિસોર્ટમાં કુલ 15 વાંસથી બનેલા રૂમ છે. જેમાં કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે રિસોર્ટમાં કુદરતી ઠંડક જોવા મળે છે. જો કે દરેક રૂમમાં એસીની સુવિધા આપવામાં આવી છે. વનવાસોમાં કપલ કોટેજ, ફેમિલી કોટેજ, સ્વિસ ટેન્ટ, ડોર્મિટરી ટેન્ટ અને કેમ્પિંગ ટેન્ટ છે. જેમાં તમે રહી શકો છો. દરેક રૂમમાં એટેચ વોશરૂમ, ડસ્ટબિન, સુંદર ઇન્ટિરિયર, રૂમ અનુસાર ડબલ કે ફોર બેડની સુવિધા છે. ડ્રેસિંગ ટેબલ પણ રૂમમાં છે એટલે ફિમેલને તૈયાર થવા માટે આઇનો પણ મળી રહેશે. આ રિસોર્ટનો સ્ટાફ એકદમ મિલનસાર છે. સ્ટાફમાં આસપાસના ગામડાના જ લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. તમને રિસોર્ટમાં બિલકુલ અગવડ ન પડે તેનું ધ્યાન અહીંનો સ્ટાફ રાખે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો