ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, તેથી તમારી રજાઓ ગાળવા માટે કાશ્મીર કે જેને "પૃથ્વી પરનું સ્વર્ગ" કહેવામાં આવે છે તેનાથી વધુ સારું બીજું શું હોઈ શકે. કાશ્મીરની મુસાફરી કરવી એ દરેક ભારતીય પ્રવાસીનું સ્વપ્ન હોય છે. આ સ્થળ હંમેશાથી દેશી અને વિદેશી પ્રવાસીઓનું પ્રથમ પસંદગી રહી છે. ચારે બાજુ ઉંચા પર્વતો, પાઈન વૃક્ષો, ખળખળ વહેતી નદીઓ અને ઝરણા તો કાશ્મીરમાં છે જ સાથેે સાથે બીજી એક વસ્તુ છે જેનો તમારે તમારા કાશ્મીર પ્રવાસ દરમિયાન અનુભવ કરવો જોઈએ અને તે છે બોટ હાઉસની અંદર રહેવું. હા, શ્રીનગરના દાલ સરોવરની સુંદરતા વિશે તો દરેક જણ જાણે છે, પરંતુ આ તળાવની ઉપર તરતા પાણી પર રહેવું એક અલગ જ રોમાંચ આપે છે. એવું લાગે છે કે જાણે તમે સ્વર્ગની મધ્યમાં આવેલા મહેલમાં હોવ, જ્યાં ચારેય બાજુ કુદરતનું સૌંદર્ય પથરાયેલું છે.આ સૌંદર્યને માણવા માટે આજે અમે તમને શ્રીનગરની કેટલીક હાઉસબોટ વિશે જણાવીશું જ્યાં તમે તમારા કાશ્મીર પ્રવાસ દરમિયાન રહી શકો છો.
1. નાઝ કાશ્મીર હાઉસબોટ
આ એક લાંબી હાઉસબોટ છે જ્યાં તમને તમામ સુવિધાઓ મળશે.સુંદર કોતરણી, પડદા અને ઝુમ્મર જે તેને વધુ સુંદર બનાવે છે. નાઝ કાશ્મીર હાઉસ બોટ એ એક વૈભવી હાઉસ બોટ છે જે દાયકાઓથી તેના મહેમાનોનું સ્વાગત કરે છે. આ હાઉસ બોટના ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓ, તેજસ્વી સોફા અને તેની જટિલ કોતરણી જૂના અને નવાના સંમિશ્રણને પ્રતિબિંબિત કરે છે. આ હાઉસ બોટ પર તમે તેનો આનંદ લઈ શકો છો. આ હાઉસ બોટ પર તમે પરંપરાગત ખોરાક તૈયાર કરવાનું કહી શકો છો કે બહારથી ખોરાક પણ મંગાવી માટે કહી શકો છો.
ક્યાં છે-નિગીન લેક
ટેરિફ-10,396+tax
2.સુકૂન હાઉસબોટ
દાલ લેકમાં આવેલું આ એક ઇકો-ફ્રેન્ડલી હાઉસબોટ છે. તેની આસપાસના મંત્રમુગ્ધ નજારા તમારું મન મોહી લેશે. આ બોટ હાઉસની સૌથી મોટી વિશેષતા એ છે કે તમે તેના વરંડામાં ખુરશીઓ પર બેસીને સૂર્યોદય અને સૂર્યાસ્તનો સુંદર નજારો જોઈ શકો છો. તે તેના મહેમાનોને એક ખાસ પ્રકારનો ક્હાવા અને કેટલીક ખાસ વાનગીઓ પણ પીરસે છે.
ક્યાં - બુલેવાર્ડ રોડ, દાલ સરોવર
ટેરિફ-10,396
3. શુભંકર હાઉસબોટ્સ
શુભંકર હાઉસબોટ્સ, મેસ્કોટ ટ્રાવેલ્સનો એક ભાગ છે. આ હાઉસબોટ 19મી સદીની શરૂઆતમાં શરૂ થયેલી કલાત્મકતાનું પરિણામ છે. આ તમામ લક્ઝુરિયસ હાઉસબોટ એવી રીતે હાથથી બનાવવામાં આવી હતી જે તે સમયની અદ્ભુત કારીગરી દર્શાવે છે જ્યારે ટેક્નોલોજી ન હતી. હાઉસબોટમાં લક્ઝરી હોટેલ જેવી તમામ સુવિધાઓ છે. આકર્ષક રૂમ જેમાં સુંદર કાશ્મીરી કોતરણી એવો અનુભવ આપે છે જાણે કે પાણી પર તરતા કોઇ મહેલમાં ન રહેતા હોઇએ..
ક્યાં છે- નિગીન લેક
ટેરિફ-15,340+ ટેક્સ
4. મુગલ પેલેસ હાઉસબોટ
દાયકાઓથી તેના ગ્રાહકોને સંતુષ્ટ કરતો, મુગલ પેલેસ હાઉસબોટ્સ બિલકુલ તેના નામને અનુરૂપ છે. આ ફ્લોટિંગ પેલેસ ભવ્ય આંતરિક વસ્તુઓથી સજ્જ છે જે તમને તરત જ જૂના યુગમાં લઈ જાય છે. જો તમે શાહી રોકાણનો અનુભવ કરવા માંગતા હો, તો તેમના રૂબી, એમરાલ્ડ, નીલમ અને કોહિનૂર સ્યુટ્સમાંથી એકની પસંદગી કરો. ત્યાં પ્રખ્યાત કબૂતર ખાનાની નિકટતા સાથે. , તમે શિકારાની સવારીથી પર્વતો અને ચિનારના વૃક્ષોનો અદભૂત નજારો પણ જોઇ શકો છો.
ક્યાં - દાલ લેક, નુનકુન રેસ્ટોરન્ટની સામે, રાણી મહેલ પાસે
ટેરિફ-2562+ટેક્સ
5. અકબર હેરિટેજ હાઉસબોટ્સ
બાલ્કનીમાં બેસીને શાલ ઓઢીને તાજી બનાવેલી ચા/કોફીની ચૂસકી લેવાનું અને સુંદર દ્રશ્યો નિહાળવાનું કોને ન ગમે. અકબર હેરિટેજ હાઉસ બોટ તમને તમારી રજાની મજા બમણી કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડે છે. અહીં તમને ઘરમાં બનેલા ખોરાકના સ્વાદ જેવું ભોજન પીરસવામાં આવે છે જેથી કરીને તમે તમારા વેકેશન દરમિયાન તમારા ઘરને મીસ ન કરો. આ હાઉસબોટ તમારા ટ્રાન્સપોર્ટેશનનું ખાસ ધ્યાન રાખે છે, પછી તે શિકારા રાઈડ હોય કે એરપોર્ટ પિક એન્ડ ડ્રોપની સુવિધા હોય. આ હાઉસબોટ જૂથ શ્રીનગરના સૌથી સફળ જૂથોમાંનું એક છે કારણ કે માલિક તેના તમામ ગ્રાહકોની વ્યક્તિગત કાળજી લે છે.
ક્યાં છે - શિકારા ઘાટ નંબર 1, નિગીન તળાવ
ટેરિફ-10,010+ ટેક્સ
6.ન્યૂ જેકલીન હેરિટેજ હાઉસબોટ્સ
આ હાઉસબોટ નિગીન લેક પરની હાઉસબોટના સૌથી ભવ્ય સેટમાંની એક છે. તે લાલ મંડીની નજીક આવેલી છે. અહીંનો સ્ટાફ ખૂબ મૈત્રીપૂર્ણ છે અને તમને ટેક્સી અને શિકારા બુક કરવામાં મદદ કરે છે. અહીંના ઓરડાઓ વિશાળ અને સારી રીતે વેન્ટિલેટેડ છે. આ હાઉસ બોટ તમને સરોવર અને પહાડોનું મનમોહક દૃશ્ય પ્રદાન કરે છે. આખો દિવસ જોવાલાયક સ્થળોની મુલાકાત બાદ જ્યારે તમને થાક લાગે ત્યારે આરામ કરવા માટે આ એક યોગ્ય જગ્યા છે.
ક્યાં છે- નિગીન તળાવ, હઝરતબલ રોડ પાસે
ટેરિફ-8,656+ટેક્સ
7. વેલકમ હેરિટેજ ગોરખા હાઉસબોટ્સ
નિગીન તળાવના શાંત પાણીમાં ડૂબેલી આ હાઉસબોટ્સ ખૂબ જ વૈભવી અને સુંદર લાગે છે. અહીંના દરેક રૂમમાં સુંદર લાકડાનું કામ ઘણું જ આકર્ષક છે. અહીંનો ખોરાક અને સેવા ઉત્તમ છે કારણ કે અહીંનો સ્ટાફ તમારી બધી જરૂરિયાતો પૂરી કરવા માટે હંમેશા હાજર રહે છે. શિયાળા દરમિયાન, તળાવની આજુબાજુ બરફથી ઢંકાયેલા શિખરોને ડેકમાંથી જોવાનું દૃશ્ય અલૌકિક હોય છે. આ ખરેખર બોટ પર તમારું મનપસંદ સ્થળ બની જશે.
ક્યાં છે - નિગીન તળાવ, નિગીન ક્લબની સામે
ટેરિફ-10,010+ ટેક્સ
8. મયુર હાઉસબોટ
આધુનિક સંવેદનાઓ સાથે પરંપરાગત ડિઝાઇનનું મિશ્રણ તમને આ હાઉસબોટ પર જોવા મળશે. તેનો અંદરનો ભાગ ખુબ જ સુંદર છે. તેમની પાસે હાઉસબોટની વિશાળ લાઇનઅપ છે, દરેક હાઉસબોટ રેસ્ટોરન્ટ, વાઇફાઇ અને એલસીડી સેટેલાઇટ સિસ્ટમથી સજ્જ છે. અહીં તમે ભોજન, ફૂલો અને આભૂષણોની સાથે તરતા શિકારા જોઇ શકો છો. શહેરી જીવનની નીરસતાથી દૂર, આ એક શાંતિપૂર્ણ રોકાણ માટેનું યોગ્ય સ્થળ છે.
ક્યાં છે - ઘાટ નંબર 1, નિગીન તળાવ
ટેરિફ-15,300+ ટેક્સ
તો આ વખતના વેકેશનમાં તમે પણ તરતા સ્વર્ગનો અનુભવ કરવા માટે આ હાઉસબોટ્સમાં તમારા વેકેશનને વધુ આનંદદાયક બનાવો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો