તમે પ્રકૃતિ પ્રેમી છો અને શાંત વાતાવરણમાં સારો સમય પસાર કરવા માંગો છો, તો તમે આ ટ્રી હાઉસમાં રહી શકો છો.
આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોની વાસ્તવિક શાંતિ ક્યાંક ખોવાઈ રહી છે. આવી સ્થિતિમાં, જો તમારે ખરેખર મનની શાંતિ પ્રાપ્ત કરવી હોય, તો તમારે પ્રકૃતિની નજીક થોડો સમય પસાર કરવો જોઈએ. તમને સમગ્ર ભારતમાં ઘણા સુંદર સ્થળો જોવા મળશે. પરંતુ જો તમે આ વખતે કંઇક અલગ અનુભવ કરવા માંગતા હોવ તો ટ્રી હાઉસમાં રહેવાનું પ્લાન કરો. આપણે બધાએ નાનપણમાં ટીવી પર કે વાર્તાઓમાં ટ્રી હાઉસ જોયા કે સાંભળ્યા કે વાંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ ટ્રી હાઉસમાં રહેવાની ઈચ્છા હોય છે. જો કે, મોટા થયા પછી, તમે તમારી ઇચ્છાને ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકો છો. વાસ્તવમાં, ભારતના વિવિધ પ્રદેશોમાં કેટલાક અદ્ભુત ટ્રી હાઉસ છે, જે તમને પ્રકૃતિનો અલગ જ નજારો આપે છે. આ ટ્રી હાઉસની આસપાસની હરિયાળી ત્યા રહેવાના અનુભવને વધુ અદ્ભુત બનાવે છે. તો ચાલો જાણીએ ભારતના કેટલાક શ્રેષ્ઠ ટ્રી હાઉસ વિશે-
હિમાલયન વિલેજ
હિમાચલ પ્રદેશની પાર્વતી વેલીમાં કસોલ નજીક કૈલાશ નગરમાં સ્થિત હિમાલયન વિલેજ દેવદારના વૃક્ષોની વચ્ચે આવેલું છે. તે એક પાલખનું ટ્રી હાઉસ છે અને તેમાં લાકડાના બાંધકામોને ભાંડાર કહેવામાં આવે છે. તે જમીનથી 50-60 ફૂટ ઊંચું છે અને તે જેટલું સુંદર છે તેટલી જ તમને શાંતિ આપે છે. એટલું જ નહીં, અહીં તમને જે હોસ્પિટાલિટી મળશે તે તમારા આ અનુભવને સુંદર અને વૈભવી બનાવશે.
ધ વ્યાથિરી રિસોર્ટ - વાયનાડ
કેરળના વાયનાડ જિલ્લામાં લીલાછમ પહાડો વચ્ચે સ્થિત, વ્યથિરી રિસોર્ટમાં પાંચ ટ્રી હાઉસ છે, જે જંગલની મધ્યમાં બાંધવામાં આવ્યા છે. આ ટ્રી હાઉસની વિશેષતા એ છે કે તેઓ સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને લોકલ આદિવાસી લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે. રિસોર્ટમાં આયુર્વેદિક સ્પા, સ્વિમિંગ પૂલ, ગેમ્સ રૂમ અને હેલ્થ ક્લબ છે. જેના કારણે તમને આ ટ્રી હાઉસમાં પ્રકૃતિની પ્રશંસા કરવાની સાથે અન્ય ઘણી પ્રવૃત્તિઓનો આનંદ માણવાનો પણ મોકો મળશે.
વાન્યા ટ્રી હાઉસ - થેક્કડી
મુન્નારના કુમીલી હ્વીમાં એક જ ઝાડ પર બનેલું વાન્યા ટ્રી હાઉસ પશ્ચિમ ઘાટના લીલાછમ ગાઢ જંગલોનો અદ્ભુત નજારો આપે છે અને તમને શહેરની ધમાલથી દૂર લઈ જાય છે. આ પ્રાકૃતિક સ્થળ 10 એકરમાં ફેલાયેલા વૃક્ષોની વચ્ચે ફેલાયેલું છે અને પેરિયાર વાઇલ્ડલાઇફ પાર્કની બાજુમાં સ્થિત છે.
વાઇલ્ડ કેનોપી નેચર રિઝર્વ - મુદુમલાઈ
ભારતના અદ્ભુત ટ્રી હાઉસમાં મુદુમલાઈ ખાતે વાઈલ્ડ કેનોપી નેચર રિઝર્વનું ટ્રી હાઉસ છે. તે નીલગીરીના કુંજપાનાઈમાં આવેલું છે. ભારતમાં રહેવા માટે આ સૌથી અસાધારણ જગ્યાઓમાંથી એક છે અને તમને અહીં લક્ઝરીનો ખરેખર અર્થ શું થાય છે તે જાણવા મળશે. રોમાંસ, પ્રકૃતિ પ્રેમીઓ અને શાંતિ શોધનારાઓ માટે આ એક ઉત્તમ સ્થળ છે.
ટ્રેનક્વિલ રિસોર્ટ
ટ્રેનક્વિલ રિસોર્ટ પણ કેરળમાં આવેલું છે. આ ટ્રી હાઉસ રિસોર્ટ કોફી એસ્ટેટ અને વેનીલા એસ્ટેટ વચ્ચે આવેલું છે. જો તમે પ્રકૃતિ અને ટ્રી હાઉસ પ્રેમી હો તો મુલાકાત લેવા અને રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. આ રિસોર્ટ તેના ઉત્કૃષ્ટ વાતાવરણ સાથે વૃક્ષારોપણ માટે પણ જાણીતું છે. તમે અહીં વહેલી સવારે ટ્રેકિંગનો આનંદ લઈ શકો છો, ફરવા જઈ શકો છો અથવા માત્ર શાંતીથી બેસી કુદરતની મજા માણી શકો છો. રોમેન્ટિક કપલ્સ તથા પ્રકૃતિ, ટ્રી હાઉસ અને શાંતિમાં વેકેશન ગાળવા માંગતા લોકો માટે આ એક ઉત્તમ સ્થળ છે. આ રિસોર્ટ એક લક્ઝરી રિસોર્ટ છે અને તેથી જો તમે અહીં રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પ્રી-બુકીંગ કરાવી લેજો હો.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.
Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.