તમે વિવિધ ભારતીનો વિશેષ કાર્યક્રમ ગીતમાલા સાંભળી રહ્યા છો. આગામી ગીત છે ' વો કોન થી ' ફિલ્મનું 'લગ જા ગલે' જે રાજા મહેંદી અલી ખાને લખેલ છે અને અવાજ લતા મંગેશકરનો છે. આ ગીતની ફરમાઈશ ઝુમરી તલૈયાના રાજુ, પિંકી, ચંપક અને જેઠાએ કરી છે. ચાલો સાંભળીએ...
૫૦-૬૦ નો યુગ રેડિયોનો યુગ હતો. લોકો ઓલ ઇન્ડિયા રેડિયોને પત્રોના રૂપમાં પોતાની ફરમાઈશ મોકલતા હતા, જેમાં મોટો ભાગ ઝારખંડના ઝુમરી તલૈયાનો હતો. ઓલ ઇન્ડિયા રેડિયો પર આ જગ્યાના લોકો તરફથી એટલી બધી ફરમાઈશ આવી છે કે ઓલ ઇન્ડિયા રેડિયોએ બોલીને તેને આખા ભારતમાં પ્રખ્યાત કરી દીધું છે.
ઝુમરી તલૈયાના પ્રસિદ્ધ થવાની આખી કહાની, વિસ્તારથી!
૫૦ નો યુગ હતો. લોકોના ઘરમાં ટીવી તો બિલકુલ ન હતા. વીજળી પણ ન હતી, ટીવીની વાત તો છોડીએ. મનોરંજન કરવાનો એકમાત્ર વિકલ્પ રેડિયો હતો. ક્યારેક ફિલ્મ આવે તો તે જોવાની. ઝુમરી તલૈયાના લોકો રેડિયોને ખુબ જ પસંદ કરતા હતા.
પોતાના ઘર, ગામથી લોકો રેડિયોને પોતાની ફરમાઈશ મોકલતા હતા. ઝુમરી તલૈયાના રામેશ્વર પ્રસાદ બરનવાલ પહેલા વ્યક્તિ હતા જેમણે આ શરુ કર્યું હતું.
ત્યારથી બરનવાલ સાહેબ લગભગ રોજ ફરમાઈશ મોકલતા હતા, તેથી તેમનું નામ દર વખતે લેવામાં આવતું. તેનાથી ઝુમરી તલૈયાના બીજા લોકોને પણ પ્રેણના મળી. ગંગા પ્રસાદ મગધીય અને નંદ લાલ સિન્હા બીજા સાથી મળ્યા કે જેઓએ પોસ્ટ કાર્ડ પર ફરમાઈશ લખવાનું શરુ કર્યું.
જયારે આ ત્રણેયનું નામ ગીતમાલામાં ખુબ લેવામાં આવતું ત્યારે દુનિયાભરના સંગીત પ્રેમીઓને તેનો ચસ્કો લાગ્યો. હવે લોકો જુદી જુદી જગ્યાએથી પોતાની ફરમાઈશ લખીને મોકલવા લાગ્યા. ગીતમાલાની સાથે ઝુમરી તલૈયા પણ ફેમસ થતું ગયું.
એક એવો સમય પણ આવ્યો કે જયારે એક નવી જાતના પોસ્ટ કાર્ડ આવવા લાગ્યા જેમાં તમે સહેલાઈથી તમારું નામ અને ફરમાઈશ લખી શકતા. લોકો પોસ્ટમૅનને પોતાનું નામ સાંભળવા માટે વધારે પૈસા પણ આપતા હતા જેથી બીજા લોકોના પોસ્ટકાર્ડ ન પહોંચે.
પછી આવતી ફિલ્મોના ગીતોમાં પણ તેને જગ્યા મળી. મસલન હસીના માન જાયેગીનું ગીત ' મેં ઝુમરી તલૈયા જાઉંગી સૈયા તેરે કારણ'. જગ્ગા જાસૂસ નું ગીત , ' મેરા ગાવ ઝુમરી તલૈયા હૈ'.
આ તો ઝુમરી તલૈયાના ફેમસ થવાની કહાની હતી. પણ ઝારખંડની આ જગ્યાએ ફરવું પણ તેને ફેમસ કરી દેશે.
ઝુમરી તલૈયા વિશે
ઝુમરી તલૈયા ઝારખંડના કોડરમામાં છે.ઝારખંડ પોતાના ખનીજ માટે ખુબ જ પ્રસિદ્ધ છે. લીલા જંગલોથી ઘેરાયેલ આ જિલ્લામાં ધ્વજાધારી પહાડો પણ છે જે ભગવાન શિવને સમર્પિત છે અને દર મહાશિવરાત્રિએ અહી પૂજા થાય છે. બરસોતી નદીની નજીક વસેલ આ જિલ્લામાં ચંચલ ધામ નામની એક જગ્યા છે જ્યાં અહીની પ્રસિદ્ધ માઁ ચંચલાની દેવીની પૂજા થાય છે.
ફરવાની પ્રસિદ્ધ જગ્યાઓ
૧. તલૈયા ડેમ
૧૨૦૦ ફૂટ લાંબા અને ૯૯ ફૂટ ઉંચા આ ડેમ પરથી તમને ઝારખંડના જંગલોની સુંદરતા અને સાફ આકાશ બંને જોવા મળે છે. પરંતુ તેનું નિર્માણ દર્શન માટે નહિ પણ પૂર રોકવા માટે કરેલ હતું. પણ આપણા માટે તો એ ટુરિસ્ટ સ્પોટ છે.
બરકર નદી પર બનેલ ઝારખંડનું આ પહેલું હાઈડ્રો-ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ડેમ છે. તેને ૧૯૫૩માં લોકોના ફરવા માટે શરુ કરેલ હતું, ત્યારથી તે લોકોની પસંદગીનું ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે.
૨. માઁ ચંચલા દેવી મંદિર
અહીના લોકોની આસ્થા માઁ ચંચલા દેવીના નામ પર આ મંદિર બનેલ છે. માઁ ચંચલા દેવીને દુર્ગાજીનું જ રૂપ માનવામાં આવે છે. અહી તેમની એક ગુફા પણ છે. મંગળવાર અને શનિવારે અહી ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે.
ચંચલા માઁ નું આ પ્રસિદ્ધ મંદિર સમુદ્ર તટથી ૪૦૦ ફૂટ ઉપર બનેલ છે. અને અહી પહોંચવા માટે તમારે જિલ્લાથી ગિરિડીહ-કોડરમા હાઇવે પર ૩૩ કી.મી. લાંબો રસ્તો કાપવો પડશે. આ મંદિરમાં માઁને મિશ્રી અને ભાતનો ભોગ લગાવવામાં આવે છે અને અમુક સમયે મોટી સંખ્યામાં લગ્નની વિધિઓ પણ અહી થાય છે. કહેવાય છે કે જે અહીના નિયમોનું પાલન નથી કરતા તેમને ઝેરીલા જીવ જરૂર કરડે છે.
૩. ઘોડસીમર ધામ
કોડરમાથી ૪૦ કી.મી. દૂર આ ધામ સ્થિત છે. જો કોઈને પુરાતત્વની વસ્તુઓમાં રસ છે તો આ તેમના માટે આસ્વર્ગની ટિકિટ છે. ઘોડસીમર ઘાટકીમસરની અંદર છે જે દેવઘર ધામની બાજુમાં આવેલું છે.પુરાતત્વ વિભાગ માટે અને તેને જોડાયેલી વસ્તુઓ માટે લોકોનું જૂથ તમને હંમેશા અહી જોવા મળશે.
૪. કોડરમા રિઝર્વ ફોરેસ્ટ
કોડરમા રિઝર્વ ફોરેસ્ટ ઝુમરી તલૈયાથી વધારે દૂર નથી. તે રાંચી એરપોર્ટ અને કોડરમા રેલવે સ્ટેશન ની બિલકુલ વચ્ચે સ્થિત છે. દામોદર નદી અને દામોદર ઘાટી અહીની જોવા લાયક જગ્યા છે.
જો તમે અહી ફરવા માટે આવો છો તો કોડરમા રિઝર્વ ફોરેસ્ટની સાથે ચૂરચૂર આઇલેન્ડ જોવાનું ન ભૂલવું. આ જગ્યા જોવા, ફરવા , મોજ મસ્તી કરવા , રસોઈ બનાવવા , સાંજનો આનંદ લેવા માટે પરફેક્ટ છે.
૫. પેટ્રો જળપ્રપાત
પેટ્રો જળપ્રપાત ઝારખંડના પસંદ કરેલ પ્રસિદ્ધ જલપ્રપાતોમાંથી એક છે. અહી પહોંચવા માટે તમારે એક ઘનઘોર જંગલમાંથી પસાર થવું પડે છે પછી તમે અહી પહોંચી શકો છો.
અહી પહોંચવું એક જોખમભર્યું કામ છે પણ છતાં અહી આવવાવાળા લોકોની સંખ્યા ક્યારેય ઓછી નથી થતી. સપ્ટેમ્બરમાં કે પછી ચોમાસામાં અહી આવવાનો લાભ લઇ શકાય છે.
ઝુમરી તલૈયા કેવી રીતે પહોંચવું?
રેલ માર્ગ દ્વારા: કોડરમા રેલવે સ્ટેશન સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અહી પર તમે દિલ્લી, કોલકાત્તા. મુંબઈ જેવા મોટા શહેરોથી સીધા પહોંચી શકો છો.
વાહન માર્ગ દ્વારા: ઝારખંડની મોટી જગ્યાઓ સાથે ઝુમરી તલૈયા સારી રીતે જોડાયેલ છે. રાંચી, ધનબાદ , ગિરિડીહ જેવી જગ્યાઓથી તમે અહી આવવા સહેલાઈથી બસ લઇ શકો છો.
હવાઈ માર્ગ દ્વારા: રાંચીનું એરપોર્ટ સૌથી નજીકનું (૧૬૨ કી.મી.) એરપોર્ટ છે. ત્યાંથી તમને બસ અથવા કેબ સહેલાઈથી મળી જશે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ