Day 1
જ્યારે પણ આપણે ક્યાંક ફરવા માટે નીકળીએ છીએ તો આપણા માટે સૌથી મોટું ટેન્શન હોય છે રહેવાના ખર્ચનું. આ ખર્ચો એટલો થઇ જાય છે કે કોઇ બીજી ચીજ માટે કંઇ બચતુ જ નથી. જો તમે પણ ફક્ત પોતાના બજેટમાં યાત્રા કરી રહ્યા છો તો ચાલો આજે અમે આપને જણાવીએ એવી બજેટ જગ્યાઓ વિશે જ્યાં તમે બિલકુલ ફ્રીમાં રહી શકો છો. તો આવો જાણીએ.
ગોવિદ ઘાટ ગુરુદ્ધારા, ઉત્તરાખંડ
જો તમે હેમકુંડ સાહેબ ફરવા જઇ રહ્યા છો કે પછી ફુલોની ઘાટીમાં ટ્રેકિંગ કરી રહ્યા છો તો ગોવિંદ ઘાટ એ જગ્યા છે જ્યાં ગાડીઓ નથી ચાલતી અને મોટાભાગે આને તીર્થયાત્રીઓ અને ટ્રેકર્સ દ્ધારા આની યાત્રા કરવામાં આવે છે. ગુરુદ્ધારા યાત્રીઓને મફતમાં રહેવાની અનુમતિ આપે છે. અલકનંદા નદીના તટ પર સ્થિત હોવાના કારણે ગુરુદ્ધારાના દ્રશ્ય અદભુત છે. યાત્રી બીજા દિવસે સવારે પોતાના ડેસ્ટિનેશન પર જતા પહેલા રાત્રે અહીં રોકાવાનું પસંદ કરે છે. ગુરુદ્ધારા મફત ભોજન (લંગર)ની સુવિધા પણ આપે છે.
ગુરુદ્ધારા ભાઇ મોહકમ સિંહજી, દ્ધારકા, ગુજરાત
ગુરુદ્ધારા તીર્થયાત્રીઓ અને અન્ય ગેસ્ટને મફતમાં રહેવા અને ખાવા માટે લંગર સેવા ચલાવે છે. પરિસર ઘણું જ સ્વચ્છ છે એટલે જો તમે ગુજરાતમાં દ્ધારકાની આસપાસ યાત્રા કરી રહ્યા છો તો ગુરુદ્ધારામાં એક રાત પસાર કરવા માટે આ એક પરફેક્ટ જગ્યા છે.
ગીતા ભવન, ઋષિકેશ
ઋષિકેશનો આ આશ્રમ અહીં રોકાવાની ઇચ્છા રાખનારા માટે મફતમાં રહેવા અને અહીં રહેનારા માટે ખાવાની વ્યવસ્થા કરે છે. ગંગા નદીના કિનારે સ્થિત આ સુવિધામાં પ્રવાસીઓ અને તીર્થ યાત્રીઓ માટે લગભગ 1,000 રુમ છે.
આનંદાશ્રમ, કેરળ
જો તમે કેરળમાં છો અને આરામ કે પછી ફ્રેશ થવા માંગો છો તો તમે કેટલીક વૉલિન્ટિરિયિંગ એક્ટિવિટીમાં સામેલ થઇ શકે છે અને કેટલાક દિવસો માટે ફ્રીમાં રહી શકો છો. યાત્રા કરતા પહેલા આશ્રમની તપાસ કરી લો. કારણ કે આ આશ્રમ ઘણો ફેમસ પણ છે જેના કારણે પર્યટક અહીં આવતા રહે છે.
મણિકરણ સાહિબ ગુરુદ્ધારા, હિમાચલ પ્રદેશ
જો તમે કસોલ અને હિમાચલ પ્રદેશની અન્ય જગ્યાઓની યાત્રા કરી રહ્યા છો અને થોડા સમય માટે રોકાઇ જવા માંગો છો તો તમે મણિકરણને પસંદ કરી શકો છો. અહીંનું ગુરુદ્ધારા પ્રવાસીઓને ફ્રીમાં રહેવા માટે, પાર્કિંગ અને ખાવાનું પ્રદાન કરે છે. ગુરુદ્ધારામાં તમે કામ પણ કરી શકો છો જેવું કે લંગર પરોસના, કે જે તમે કરવા માંગો છો, તેને પસંદ કરી શકો છો.
ગુરુદ્ધારા સાહિબ, ચૈલ
ચૈલ હિમાચલ પ્રદેશનું સૌથી લોકપ્રિય પ્રવાસી સ્થળમાંનું એક છે. અહીંના ગુરુદ્ધારા સાહિબની જાળવણી રાજ્ય સરકાર દ્ધારા કરવામાં આવે છે અને ગેસ્ટને મફત આવાસ અને ભોજન આપવામાં આવે છે. અહીં તમે હોસ્ટેલમાં રહી શકો છો.