હા, તમે સાચું જ વાચ્યું છે કે આપણા અમદાવાદમાં જ હવે તમે ઉત્તર ભારતની બરફીલી ઠંડીનો અનુભવ કરી શકો છો. અમદાવાદમાં આવેલા અમદાવાદ વન મોલમાં સ્નો પાર્કની શરૂઆત કરવામાં આવી છે અને આ સ્નો પાર્કની અંદર તમે બરફથી ચારેય બાજુ ઘેરાઇ જશો અને તમને લાગશે કે જાણે તમે ભારતના બરફીલા પ્રદેશની જ સેર કરી રહ્યા છો.
આ સ્નો પાર્કને અમદાવાદ વન મોલના ચોથા માળ પર બનાવવામાં આવ્યો છે જેની ટિકિટ 600 રૂપિયા રાખવામાં આવી છે. અહીં તમને વાતારણને અનુકૂળ કપડા પણ આપવામાં આવશે. આ સિવાય અહીં અનેક વિવિધ પ્રકારની રાઈડ્સનો પણ આનંદ માણવા મળશે.
આ સ્નો પાર્કમાં એકવાર તો પરિવાર અથવા મિત્રો સાથે જવું જ જોઇએ. આ સિવાય તમારે ઉનાળાની ગરમીમાં જો રાહત મેળવવા માટે જેક ઉત્તર ભારતના અમુક બરફીલા પ્રદેશોમાં ન જવું હોય તો આ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. મારા મતે તો આને એમ કહીં શકાય કે ''કોવિડ લાવ્યો બરફને તમારા આંગણે''. આ સિવાય અંદર તમને ઠંડી ઉડાવવા માટે ગરમ ચા અને ચોકલેટ શેક પણ આપવામાં આવશે કે જેનો આનંદ પણ તમે -10 ડિગ્રીમાં માણી શકો છો.
હવે સતત એક કલાક અહીં આનંદ માણ્યા પછી સ્વભાવિક છે કે તમે થાકી જવાના અને થાક સાથે ભૂખ તો આવશે જ ને, તો તેના માટે પણ મોલમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્નો પાર્કની નીચે જ એટલે કે ત્રીજા માળ પર એક પ્રકારે ફૂડ વિભાગ બનાવવામાં આવ્યો છે, અહીં તમે વિવિધ પ્રકારની અનેક વાનગીઓનો સ્વાદ માણી શકો છો. ત્યારબાદ મોલમાં આવેલી વિવિધ દુકાનમાં જઇને ખરીદી પણ કરી શકો છો.
નજીકમાં અન્ય આકર્ષણ
આ મોલની એકદમ નજીકમાં જ વસ્ત્રાપુર લેક અને વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્ક આવેલા છે. અહીં તમે લેકની શાંતિ અને એમ્યુઝમેન્ટમાં આનંદ કરી રહેલા બાળકોને નિહાળી શકો છો અને તમારા બાળકોને પણ અહીં રમવાની તક મળી શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ