તમે ઘણીવાર સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ વિશે સાંભળ્યું હશે. આજકાલ સ્કુબા ડાઈવિંગ અને સ્નોર્કલિંગમાં લોકોનો રસ વધી રહ્યો છે. એક તરફ લોકો ખાસ કરીને વિદેશમાં જઈને સ્કુબા ડાઈવિંગ કરવાનું પસંદ કરે છે તો બીજી તરફ ભારતમાં પણ આવા સાહસો થવા લાગ્યા છે. જેમને પાણીમાં તરવું ગમે છે અને જેઓ પાણીમાં વિવિધ પ્રકારની માછલીઓ અને અન્ય પ્રજાતિઓ જોવાના શોખીન છે તેઓ સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગમાં શું તફાવત છે? ખરેખર, સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ બંને લોકપ્રિય વોટર સ્પોર્ટ્સ છે. આ બંને રમતો વોટર સ્પોર્ટ્સ છે અને પ્રવાસીઓમાં પણ ઘણી લોકપ્રિય છે. લક્ષદ્વીપ અને ગોવા વગેરે જેવા દરિયા કિનારાઓમાં, આ વોટર સ્પોર્ટ્સ પ્રવાસીઓ માટે રોમાંચ અને આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ બંને એડવેન્ચર્સ રમતો દ્વારા પ્રવાસીઓ પાણીની અંદરની દુનિયાને જુએ છે. આ સાહસિક રમતો દ્વારા પ્રવાસીઓ એ જોઈ શકે છે કે દરિયાના પાણીની નીચે શું છે? સમુદ્રની નીચેની દુનિયા કેવી દેખાય છે? જો કે જો તમે આ બંને રમતોને દૂરથી જોશો અથવા જો તમે તેમના વિશે જાણતા ન હોવ તો, તે તમને એક જેવી જ લાગે છે, પરંતુ આ બંને રમતોમાં તફાવત છે.
શું હોય છે સ્કુબા ડાઇવિંગ?
સ્કુબા ડાઇવિંગ એટલે પાણીની નીચે તરવું, એટલે કે પાણીની અંદર ડાઇવિંગ કરવું. આ કરવા માટે, સ્કુબા ડાઇવર તેની સાથે સિલિન્ડર આકારનું સાધન રાખે છે, જેની મદદથી તે શ્વાસ લઇ શકે છે. આને Self Contained Underwater Breathing Apparatus (Scuba) ના નામથી ઓળખવામાં આવે છે.
આની મદદથી એ પાણીની અંદર શ્વાસ લઇ શકે છે. તેની મદદથી, તે ગમે તેટલા સમય સુધી પાણીની નીચે રહે, તે જીવતો રહી શકે છે. આમાં તમે પાણીની અંદર છેક સપાટી સુધી પણ જઈ શકો છો. પરંતુ સ્નોર્કલિંગ આનાથી સાવ અલગ છે. ડાઇવિંગ માટે ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે છે, પરંતુ સ્નોર્કલિંગમાં આવું નથી હોતું.
શું હોય છે સ્નોર્કલિંગ?
ઘણા લોકો સ્નોર્કલિંગ અને સ્કુબા ડાઈવિંગને એક જ સમજે છે, પરંતુ એવું નથી કારણ કે સ્કુબા ડાઈવિંગમાં તમે ઈચ્છો તેટલું પાણીની અંદર જઈ શકો છો. સ્નોર્કલિંગમાં આવું નથી થતું. ખરેખર, ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે માત્ર સ્નોર્કલિંગ કરી શકો છો. અહીં સ્કુબા ડાઇવિંગ કરવામાં આવતું નથી. લોકો માને છે કે સ્કુબા ડાઇવિંગનો અર્થ ફક્ત સ્નોર્કલિંગ છે કારણ કે બંને વસ્તુઓ પાણીમાં થાય છે. પરંતુ આ બંને એકબીજાથી સંપૂર્ણપણે અલગ
છે.
સ્નોર્કલિંગ એટલે પાણીની સપાટી સુધી તરવું. આ એવા લોકો માટે છે જેઓ પાણીમાં ઊંડા જવાથી ડરતા હોય છે અથવા જેઓને પાણીમાં જવાનું તો પસંદ છે પરંતુ શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવા લોકોને સ્નોર્કલિંગ ગમે છે.
સ્નોર્કલિંગ માટે, વ્યક્તિને સ્નોર્કલ ટ્યુબ આપવામાં આવે છે, જે તેમને હવામાં શ્વાસ લેવામાં મદદ કરે છે. જેના કારણે લોકો પાણીની નીચે જાય છે પરંતુ સપાટી સુધી જ રહે છે. જેમ કે તમે ફોટોમાં જોઈ શકો છો. પાઈપ પાણીની ઉપર જેટલી દૂર સુધી રહેશે, તમે તેટલું જ તમે પાણીની અંદર જઈ શકો છો.
આ સાથે જ તરવૈયાને ડાઇવ માસ્ક અને એક વેટસૂટ પહેરાવવામાં આવે છે. આ માટે લાઈફ જેકેટ પણ આપવામાં આવે છે. આ એવા લોકો માટે છે જેને તરતા નથી આવડતું.
સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ વચ્ચે શું તફાવત છે?
સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ બંને વોટર સ્પોર્ટ્સ છે. આ બંને રમતોની એક્ટિવિટીમાં તફાવત છે. આ તફાવત બંને સાહસિક પ્રવૃત્તિઓના સાધનોમાં અને એડવેન્ચર એક્ટિવિટીને કરવાની રીતમાં પણ છે. આ બંને વોટર સ્પોર્ટ્સમાં ઊંડાણ પ્રમાણે તફાવત છે. સ્નોર્કલર્સ પાણીની સપાટી પર તરીને માછલીઓ અને પરવાળાના ખડકોને જુએ છે અને સ્નોર્કલનો ઉપયોગ કરીને શ્વાસ લે છે. સરેરાશ સ્નોર્કલર 3-4 મીટર સુધી તરી શકે છે. પરંતુ સ્કુબા ડાઇવર્સ ઊંડા જઈ શકે છે અને લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. જ્યારે સ્નોર્કલિંગમાં શ્વાસ લેવા માટે પાણીની ઉપર આવવું પડે છે. આ બંને પ્રવૃત્તિઓમાં માસ્ક, પાંખ અને સ્નોર્કલનો ઉપયોગ થાય છે. સ્કુબા ડાઇવર્સ સલામત ડાઇવિંગ સુનિશ્ચિત કરવા અને લાંબા સમય સુધી પાણીની અંદર રહેવા માટે સ્નોર્કેલર્સ કરતાં વધુ ગિયર પહેરે છે અને ડાઇવર્સને પાણીની અંદર શ્વાસ લેવા માટે એક ઓક્સિજન ટેન્ક લઇ જવાની જરૂર પડે છે. જ્યારે સ્નોર્કલિંગ સાધનો લઈ જવામાં સરળ હોય છે અને આમાં તમે હવામાં શ્વાસ લો છો.
તમે કહી શકો છો કે સ્કુબા ડાઇવિંગ કરતાં સ્નોર્કલિંગ કૌશલ્ય શીખવું સહેલું છે. આમાં 30 મિનિટથી પણ ઓછો સમય લાગી શકે છે. જો તમે ટ્રેન્ડ ન હોવ તો સ્કુબા ડાઇવિંગ ખતરનાક બની શકે છે, કારણ કે આમાં તમે દરિયાની ઉંડાણમાં જાઓ છો. આ બંને સ્પોર્ટ્સમાં માત્ર સાધનોમાં જ નહીં પરંતુ કૌશલ્યના સ્તરમાં પણ તફાવત હોય છે. આ સાથે, પાણીની અંદર કેટલા સમય સુધી રહેવું છે તેનો સમયગાળો પણ બંને રમતોમાં અલગ-અલગ હોય છે.
કેમ થઇ ચર્ચા સ્નોર્કલિંગની?
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપમાં સ્નોર્કલિંગની મજા માણી હતી. તેમણે પોતાના પ્રવાસની તસવીરો પણ શેર કરી હતી. વડાપ્રધાનની આ મુલાકાતથી લક્ષદ્વીપ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આમ તો વર્ષોથી દેશ અને દુનિયાના લોકો આ ટૂરિસ્ટ પ્લેસ પર પોતાનું વેકશન એન્જોય કરવા જાય છે પરંતુ પીએમ મોદીની મુલાકાતથી ઇન્ટરનેશનલ લેવલે પણ તેની વ્યાપક નોંધ લેવાઇ છે. પીએમ મોદીએ સાહસ પ્રેમી લોકોને આ જગ્યાને તેમની બકેટ લિસ્ટમાં ઉમેરવા માટે પણ કહ્યું છે. ટ્વિટર (હવે X) પરની તસવીરોમાં પીએમ મોદી બીચ પર ફરતા જોવા મળે છે. તેમણે X પર લખ્યું છે કે બીચ પર વહેલી સવારે ચાલવું એ આનંદની ક્ષણો હતી. પીએમ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તેઓ બીચ પર ખુરશી પર બેઠા છે. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતા અને ત્યાંના એકાંતની પ્રશંસા કરી હતી.
લક્ષદ્વીપ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ ટાપુ સમૂહ અરબી સમુદ્રમાં સ્થિત છે. લક્ષદ્વીપ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. જેનો અર્થ થાય છે એક લાખ ટાપુઓ. આ ટાપુ સમૂહમાં હાલમાં 36 ટાપુઓ છે. જો કે, આમાંથી માત્ર 10 ટાપુઓ પર જ વસવાટ છે. અહીં પહોંચવાનો સૌથી સરળ રસ્તો હવાઈ માર્ગ છે. લક્ષદ્વીપનું એરપોર્ટ અગાતી દ્વીપ પર આવેલું છે અને કોચી (કેરળ) થી અનેક સ્થાનિક એરલાઈન્સ સેવા આપે છે. મિનિકોય આઇલેન્ડ, કલ્પેની આઇલેન્ડ, કવારાતી ટાપુ, કદમત આઇલેન્ડ, બંગારામ આઇલેન્ડ અને થિન્નાકારા આઇલેન્ડ અહીંના કેટલાક પ્રખ્યાત પર્યટન સ્થળો છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો