જ્યારે મુસાફરીની વાત આવે છે, ત્યારે આપણા મનમાં પ્રથમ વસ્તુ આવે છે કે કેવી રીતે પેકિંગ કરવું? બેગમાં શું રાખવું? આવા અનેક વિચારો આપણું મગજ બગાડી નાંખે છે. કેટલાક લોકો પોતાની બેગમાં એટલી બધી વસ્તુઓ રાખે છે કે બાદમાં તેમને એરપોર્ટ પર વધારાના સામાનના ચાર્જ ચૂકવવા પડે છે અને કેટલીકવાર આપણે ચપ્પલ, ફોન ચાર્જર વગેરે જેવી જરૂરી વસ્તુઓ ભૂલી જઈએ છીએ. જો તમે પણ આવી જ રીતે તમારું રફ પેકિંગ કરો છો, તો આજથી તમારે આવું પેકિંગ કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે અમે કેટલાક ટ્રાવેલ હેક્સ લઈને આવ્યા છીએ જે તમને પેકિંગમાં મદદ કરશે.
પેકિંગ લિસ્ટ બનાવો -
જે લોકો પેકિંગ લિસ્ટ જેવા કોન્સેપ્ટથી અજાણ છે, તેમને ભગવાને ખરેખર સમય લઇને ઘડ્યા છે. જે લોકો પેકિંગ લિસ્ટ વિશે નથી જાણતા તેમને જણાવી દઇએ કે પેકિંગ લિસ્ટ પણ કોઇ અન્ય લિસ્ટની જેમ જ છે જેમાં તમે તે બધી વસ્તુઓને લખો છો જે તમે તમારી સાથે ટ્રિપમાં લઈ જવા માગો છો. પછી તે તમારા ચપ્પલ હોય કે તમારું ફોન ચાર્જર. તમારે આ લિસ્ટમાં બધું લખવાનું છે. તમે પેકિંગ શરૂ કરો તે પહેલાં લિસ્ટ બનાવવાના બે ફાયદા છે. પહેલો ફાયદો એ છે કે તમે લિસ્ટમાં બધી જ વસ્તુઓ લખી દીધી હોવાથી કોઈ પણ મહત્વની વાત ભૂલી જવાની શક્યતાઓ ઘણી ઓછી છે. બીજો ફાયદો એ છે કે તમારા માટે યાત્રામાં વસ્તુઓ શોધવાનું સરળ બની જાય છે. તમને પહેલેથી ખબર હોય છે કે તમે તમારી સાથે કઇ ચીજો લાવ્યા છો.
તમારા ગેજેટ્સને રાખો સુરક્ષિત
ગેજેટ્સ એ તમારા સામાનનો સૌથી નાજુક અને ખર્ચાળ ભાગ છે. એ વાતનું સૌથી વધુ ધ્યાનમાં રાખો કે તમારે તેમને ઝિપ લોક બેગમાં રાખવાના છે. તે પ્લાસ્ટિક બેગ તમારા ગેજેટ્સને ડ્રાઇ રાખશે અને તેને કોઈપણ રીતે નુકસાન થશે નહીં. પ્લાસ્ટિકની થેલીની આસપાસ કાપડ રાખી શકો છો અથવા ફોમ કે બબલ્સ નાંખી શકો છો. આ સિવાય સેલ ફોન ચાર્જર, હેડફોન અને ડેટા કેબલને જૂના સનગ્લાસ કેસમાં પણ સ્ટોર કરી શકાય છે.
ઘણા બધા ગેજેટ્સ લઈ જવાનો કોઈ અર્થ નથી. જો તમારી પાસે કામ હોય, તો તમારા ફોન અને લેપટોપ અથવા ટેબ્લેટ જેવી જ જરૂરી વસ્તુઓ સાથે રાખવાનો પ્રયાસ કરો. જો તમે ફોટોગ્રાફર નથી અથવા ફોટોગ્રાફીના શોખીન નથી, તો કૃપા કરીને ભારે DSLR કેમેરા સાથે ન રાખો.
દાગીના કેવી રીતે પેક કરવા
જ્યારે તમે બહાર ફરવા જાઓ છો, ત્યારે તમે કયા દિવસે શું પહેરશો તે વિચારીને પેકિંગ કરો છો, પછી તમે તમારા કપડાં સાથે મેચ ખાતા ઘરેણાં પણ તે જ રીતે પેક કરો છો. માર્કેટમાં મંડેથી સંડે સુધીના પેકિંગ બોક્સ ઉપલબ્ધ છે. આ પ્રકારના પેકિંગમાં, તમારી જ્વેલરી તૂટતી નથી. અન્યથા પેક કર્યા પછી, જ્યારે તમે તમારી એક બુટ્ટી પહેરવા માંગો છો, ત્યારે તમને બીજી જોડી શોધવામાં સમય લાગે છે.
મોટી બુટ્ટી અને ભારે ગળાનો હાર ન રાખો કારણ કે તમને તેની જરૂર નથી પડવાની! ધારો કે છોકરીઓએ તમે બધાએ ઘણાં બધાં ઘરેણાં પેક કર્યાં છે પણ તેને એક પણ વાર પહેર્યા નથી. મુસાફરીમાં તમારે ખરેખર ભારે જ્વેલરી કે કોઈ મૂલ્યવાન ઘરેણાંની જરૂર નથી પડવાની. મુસાફરી કરતી વખતે તમારે ફક્ત તે જ વસ્તુઓ સાથે રાખવી જોઈએ જેની તમને ખરેખર જરૂર પડશે. 2-3 હળવા દાગીના સાથે રાખો અને કોઈપણ કિંમતી સામાન ન રાખતા.
મેકઅપ :
તમે તમારી મુસાફરીમાં ભાગ્યે જ 3eyeshadow પેલેટ, 4blush અને 2highlighter વગેરેનો ઉપયોગ કરતા હશો. તમારી આખી મેકઅપ કીટને બદલે માત્ર આવશ્યક મેકઅપ જ રાખવો વધુ યોગ્ય છે. તમારે ફક્ત બેઝિક આઈશેડો પેલેટ, BB અથવા CC ક્રીમ, બેઝિક બ્લશ અને હાઈલાઈટરની જરૂર પડશે.
તમારા પગરખાં (શૂઝ)ને સ્માર્ટ રીતે સ્ટોર કરો -
ફૂટવેર એ તમારા સામાનનો એ ભાગ છે જે તમારી અડધાથી વધુ જગ્યા રોકી લે છે. તમારા જૂતાને યોગ્ય રીતે રાખવા માટે, સૌપ્રથમ તેને શાવર કેપ અથવા અન્ય કોઈ કવરમાં લપેટી લો. બંને જૂતા એકસાથે ન રાખવા અને અલગ-અલગ રાખવાનો પ્રયાસ કરો. આમ કરવાથી, તમે વસ્તુ રાખવા માટે બે જૂતાની વચ્ચે બનેલી જગ્યાનો ઉપયોગ પણ કરી શકો છો. તમારા સામાનમાંથી નાની વસ્તુઓ પસંદ કરો. જેમ કે રૂમાલ, મોજાં કે બાંધણી. તમે આ વસ્તુઓને શૂઝની અંદર પણ મૂકી શકો છો. ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો એક કરતાં વધુ ફૂટવેર કેરી કરવાનું પસંદ કરે છે. જો તમે પણ તેવા જ છો, તો મુસાફરી કરતી વખતે સૌથી ભારે ફૂટવેર પહેરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી, તમે તમારી બેગમાં ઘણી જગ્યા બચાવશો.
ફોલ્ડ ન કરો, કપડાંને વાળેલા રાખો
નાજુક કપડાં કે જેને ફોલ્ડ કરવાથી તેમાં સરળતાથી કરચલી પડી જાય છે તો આવા કપડાને ઢાંકવા માટે ટીશ્યુ પેપરની બે પાતળી શીટ્સનો ઉપયોગ કરવો જોઈએ (ઉપર અને નીચે) અને પછી કપડાંને રોલ કરો. આમ કરવાથી તમારા કપડા ક્રિઝ-ફ્રી તો રહેશે જ સાથે સાથે જો તમે છેલ્લી ઘડીએ બીજું કંઈક ભરવા માંગતા હોવ તો બેગમાં જગ્યા પણ રહેશે. આ હેક લગ્નના કપડાં માટે અને લિનન અને રેશમના કપડા માટે અનુકૂળ છે.
એક ડક્ટ ટેપ પેક કરો -
શું તમે ક્યારેય એવી પરિસ્થિતિનો સામનો કર્યો છે કે જેમાં સેન્ડલ તૂટી ગયું હોય અથવા બેગનું હેન્ડલ તૂટી ગયું હોય? જો હા, તો તમે સારી રીતે જાણતા હશો કે આવી સ્થિતિ કેટલી શરમજનક અને પરેશાન કરનારી બની જાય છે. આવી સ્થિતિમાં, તમે ડક્ટ ટેપનો ઉપયોગ કરી શકો છો, આ મજબૂત ટ્રેપ તમારા તૂટેલા હેન્ડલ / પટ્ટાને થોડા સમય માટે કામચલાઉ બનાવી શકે છે. તમે પેનની આસપાસ થોડી ડક્ટ ટેપ લપેટીને તમારી બેગમાં રાખી શકો છો.
તમારા સામાનનું વજન જુઓ -
એકવાર તમે પેકિંગ પૂર્ણ કરી લો, પછી હંમેશા તમારી બેગનું વજન કરો, ખાસ કરીને જ્યારે ફ્લાઇટમાં મુસાફરી કરવાના હોવ ત્યારે. કારણ કે એરલાઇન્સ લિમિટેડ વજન અને આકાર સુધીનો સામાન જ લઇ જવાની અનુમતિ આપે છે. સામાનનું વજન ઓછું રાખવા માટે, તમે હળવા વજનની સૂટકેસ ખરીદી શકો છો. આવી લાઇટ બેગ સાથે ફરવું પણ ખૂબ જ સરળ રહેતું હોય છે.
3. પેકિંગ કરતી વખતે બધું વિભાજિત કરો
તમે ખરેખર તેને પેક કરવાનું શરૂ કરો તે પહેલાં, તમારી સૂટકેસને વ્યવસ્થિત વિભાગોમાં વહેંચો. બધા કપડા સાથે એક બોક્સમાં નાના કપડા અને બીજામાં મોટા કપડા પેક કરો. વસ્તુઓને એકબીજાની ઉપર સ્ટેક કરવાને બદલે ઊભી રીતે સ્ટેક કરો. તમે જેટલા વધુ કમ્પાર્ટમેન્ટલાઇઝેશનનો ઉપયોગ કરશો, તેનાથી મુસાફરી દરમિયાન વસ્તુઓને પેક કરવા અને શોધવાનું સરળ બનશે.
4. તમારે હંમેશા કમ્પ્રેશન પેકિંગ ક્યુબનો ઉપયોગ કરવો જોઈએ
કમ્પ્રેશન પેકિંગ ક્યુબ્સ કોઈપણ પ્રવાસી માટે યોગ્ય વસ્તુ છે કારણ કે તેઓ કપડાંમાંથી હવાને સંકુચિત કરે છે. આ ક્યુબ્સ વધુ મજબૂત હોય છે અને તે વિવિધ કદ અને આકારોમાં પણ આવે છે, જે સહેલાથી તમારી બેગમાં રાખી શકાય છે. ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે આ કમ્પ્રેશન ક્યુબ્સથી તમે વધુ સામાન પેક કરી શકો છો પણ તેનાથી તમારા સામાનનું વજન વધવું જોઇએ નહીં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો