ઋષિકેશનું નવું રેસ્ટોરન્ટ, જ્યાં લઇ શકો છો 1,600 ફૂટની ઉઁચાઇએ બેસીને ખાવાનું ખાવાની મજા

Tripoto
Photo of ઋષિકેશનું નવું રેસ્ટોરન્ટ, જ્યાં લઇ શકો છો 1,600 ફૂટની ઉઁચાઇએ બેસીને ખાવાનું ખાવાની મજા by Paurav Joshi

ઋષિકેશ એ હિમાલયની તળેટીમાં અને ગંગા નદીના કિનારે આવેલું ભારતનું એક સુંદર પહાડી નગર છે. 'ગઢવાલ હિમાલયના પ્રવેશદ્વાર' અને 'વિશ્વની યોગ રાજધાની' તરીકે ઓળખાય છે. તે યોગ નગરીના નામે ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં ફેમસ છે. ઋષિકેશ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પૌરાણિક કથાઓમાં આગવું સ્થાન ધરાવે છે. સાથે જ તે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ એક સંપૂર્ણ સ્થળ પણ છે. જોવાલાયક સ્થળો ઉપરાંત, આ સ્થળ વિવિધ સાહસિક રમતો અને પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. કદાચ એટલે જ ઋષિકેશ આજે ભારતના ટોચના પ્રવાસી સ્થળોમાંનું એક છે. ઋષિકેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે, બીજી પ્રવૃત્તિ ઉમેરવામાં આવી છે જ્યાં તમે ઋષિકેશના શાનદાર વ્યૂને જોઇ શકો છો અને ડિનરનો આનંદ માણી શકો છો અને તે પણ 1,600 ફીટની ઉંચાઇએથી..આને ઋષિકેશના નવા આકર્ષણ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે, જ્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.

Photo of ઋષિકેશનું નવું રેસ્ટોરન્ટ, જ્યાં લઇ શકો છો 1,600 ફૂટની ઉઁચાઇએ બેસીને ખાવાનું ખાવાની મજા by Paurav Joshi

Skymax લાઉન્જ

સ્કાયમેક્સ લાઉન્જ એ એક લાઉન્જ છે જે હિમાલયન રેન્જનું અદભૂત દૃશ્ય પ્રદાન કરે છે. તેનું મુખ્ય આકર્ષણ આકાશમાં જમવાનો રોમાંચ છે. જ્યાંથી તમે ઋષિકેશનું મનોહર દૃશ્ય જોઈ શકો છો અને તે જ સમયે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. અદભૂત દૃશ્ય અને સ્વાદિષ્ટ ભોજનના સંયોજને સ્કાયમેક્સ લાઉન્જને ઋષિકેશનું નવું આકર્ષણ બનાવ્યું છે જે ઘણા પ્રવાસીઓને તેની તરફ આકર્ષિત કરી રહ્યું છે. લીલાછમ સેટિંગમાં સ્થિત, સ્કાય મેક્સ લાઉન્જ મસૂરી - દેહરાદૂનમાં શ્રેષ્ઠ ફૂડ ઓફર કરે છે અને સાથે સાથે ખૂબ જ સુંદર નજારો પણ તમે અહીંથી જોઇ શકો છો. સ્કાયમેક્સ લાઉન્જમાં કુલ 24 મહેમાનોને ક્રેન દ્વારા જમીનથી લગભગ 100 ફૂટ ઉપર ઉંચા કરવામાં આવે છે જાણે કે તમે ફ્લાઇટમાં હોવ અને 1oo ફૂટ ઉપર ચઢ્યા પછી તમે અહીંના નજારાનો આનંદ માણી શકો છો અને આ સવારી એકદમ સલામત છે.

Skymax લાઉન્જ ભોજન

સ્કાયમેક્સ લાઉન્જનું ભોજન તેના નજારા જેટલું જ આકર્ષક છે. તમે અહીં મોકટેલ અને હોટ ચોકલેટનો પણ આનંદ માણી શકો છો. અહીં તમને વેજ અને નોન વેજ બંને પ્રકારના ફૂડ મળશે. અહીંના પનીર ટિક્કા અને કઢાઈ પનીર ખૂબ જ સ્વાદિષ્ટ છે જેને તમારે ટ્રાય કરવી જ જોઈએ. અહીંનું ભોજન નિષ્ણાત શેફ અને પ્રોફેશનલ સ્ટાફ દ્વારા પીરસવામાં આવે છે. અહીંનું ભોજન કરવું તમારા જીવનનો યાદગાર અનુભવ હશે. જ્યારે તમે ઝરણાં, લીલાછમ પહાડો અને મનોરમ ભોજનના અનુભવ અને શહેરનું વિહંગમ દૃશ્યને નિહાળો છો તો તમે તમારા જીવનનો બધો થાક થોડાક સમય માટે ભૂલી જાઓ છો.

Photo of ઋષિકેશનું નવું રેસ્ટોરન્ટ, જ્યાં લઇ શકો છો 1,600 ફૂટની ઉઁચાઇએ બેસીને ખાવાનું ખાવાની મજા by Paurav Joshi

સ્કાઇમેક્સ લાઉન્જને આ ચીજો માટે પણ કરી શકો છો બુક

દરેક વ્યક્તિનો જન્મદિવસ તેમના સૌથી ખાસ દિવસો પૈકીનો એક હોય છે, તેથી તેને શક્ય તેટલો સાચવીને રાખવો જોઇએ. જો કે આટલા બધા વિકલ્પો સાથે એક યોગ્ય સ્થાન શોધવું થોડું અઘરું પડી શકે છે. પરંતુ જો તમે એક અલગ અને મનોરંજક અનુભવ શોધી રહ્યા છો, તો તમારા ખાસ દિવસની ઉજવણી કરવા માટે સ્કાય લાઉન્જ બુક કરો. જન્મદિવસની ઉજવણી ઉપરાંત, તે કપલ્સ માટે એનિવર્સરિઝ, તમારા જીવનસાથી માટે ખાસ દિવસ અને અન્ય ઘણાં બધા માટે બુક કરી શકો છો. વિવિધ પ્રકારના ફૂડ વિકલ્પો સાથે Sky Max Lounge એ વર્ષગાંઠો અને જન્મદિવસો ઉજવવા માટે શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ છે.

Skymax લાઉન્જની કિંમત

સ્કાયમેક્સ લાઉન્જની કિંમત રૂ.3499 છે. જેમાં તમને રાઈડ, ફૂડ અને ઉડ્યન પણ મળશે. આ કિંમતમાં તમામ ટેક્સ સામેલ છે.

સરનામું: ડિવાઈન રિસોર્ટ નિયર ચર્ચ, લક્ષ્મણ ઝુલા રોડ, તપોવન , ઋષિકેશ , ઉત્તરાખંડ 249137

Photo of ઋષિકેશનું નવું રેસ્ટોરન્ટ, જ્યાં લઇ શકો છો 1,600 ફૂટની ઉઁચાઇએ બેસીને ખાવાનું ખાવાની મજા by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads