ભારતમાં કેટલાક પ્રાચીન સ્થળો વિશે ઘણાં ઓછા લોકોને ખબર છે. આમાનું એક સ્થળ છે સીતામઢી. હું બિહારની નેપાળ બોર્ડરે ગયો તો ત્યારે આખા દેશમાં રામ જન્મભૂમિની ચર્ચા ખુબ થતી હતી. પરંતુ લોકોની ચર્ચામાં એક સજ્જને બળાપો ઠાલવ્યો કે લોકો રામની વાત તો કરે છે પરંતુ સીતાના જન્મસ્થળની કોઇને ખબર નથી. ત્યારે મને ખબર પડી કે બિહારના સીતામઢી જિલ્લાનું પુનૌરાધામ માતા સીતાનું પ્રાક્ટ્યસ્થળ છે.
પુનૌરા
વાસ્તવમાં સીતા જન્મભૂનું આધ્યાત્મિક અને પૌરાણિક રીતે ઘણું મહત્વ છે. સીતામઢી જિલ્લા મુખ્યમથકથી 5 કિ.મી. દૂર જમીનની અંદર માતા સીતા પ્રગટ થયાં હતા. આ જગ્યા હાલ બિહાર ટુરિઝમની રામાયણનું મહત્વનું કેન્દ્ર છે. અહીં આસપાસ ઘણી એવી જગ્યા આવેલી છે જેનો રામાયણમાં ઉલ્લેખ જોવા મળે છે. માતા સીતાનું જન્મસ્થળ હોવાથી મિથિલા ભગવાન શ્રીરામની સાસરી અને લવ-કુશના નાનાનું ઘર છે. આવો પુનૌરાધામ અંગે કેટલીક ખાસ વાતો જાણી લઇએ.
સીતાના જન્મની કહાની
ત્રેતા યુગમાં મિથિલા નરેશ રાજા જનકની સામે વિકટ સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ. વરસાદના અભાવમાં પ્રજા ત્રાહિમામ કરી રહી હતી. ગુરુના આદેશથી ઇન્દ્રદેવને ખુશ કરવા માટે જનક ખેતરમાં ઉતર્યા. આ સમયે ધરતીની અંદરથી એક કન્યાનો જન્મ થયો જેનું નામ સીતા રાખવામાં આવ્યું. હકીકતમાં ખેતર ખેડવા સમયે ધરતી પર જે રેખા બને તેને સ્થાનિક ભાષામાં સીત કહે છે અને સીતથી જન્મેલી કન્યાને સીતા કહેવાઇ. ત્યારબાદ ઇન્દ્રદેવ પ્રસન્ન થયા અને ખુબ વરસાદ થવા લાગ્યો. આ જ વરસાદથી બાળકીને બચાવવા માટે ત્યાં ઉતાવળે એક શેડ બનાવાયો જેને મડઇ કહેવાય છે. ત્યારથી આ જગ્યા સીતામડઇ, સીતામહી અને બાદમાં સીતામઢી તરીક ઓળખવા લાગી.
આ એવો સમય હતો જ્યારે તે વિસ્તારમાં જંગલ જ જંગલ હતા.મડ્ઇની પાસે પુનૌરા ગામમાં પુંડરિક ઋષિ નિવાસ કરતા હતા. જેથી પુનૌરાધામને સીતા જન્મસ્થળ તરીકે પ્રસિદ્ધિ મળી છે. જો કે સીતા ધરતીમાંથી નીકળેલી દિવ્ય કન્યા હતી અને તેની પર રાજાનો હક જ હોવાથી, જનકે તેને પોતાની પુત્રી તરીકે સ્વીકાર કરીને પાટનગર જનકપુર લઇ ગયા. એવું માનવામાં આવે છે કે નેપાળનું જનકપુર જે બોર્ડરની પાસે છે, રામાયણ કાળમાં મિથિલાની રાજધાની હતી.
સીતામઢીમાં અહીં ફરો
સીતામઢી
શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાની જેમ જ પુનૌરાધામ તીર્થયાત્રામાં લોકપ્રિય થઇ રહી છે. સીતામઢી રેલવે સ્ટેશનથી પશ્ચિમમાં સ્થિત આ સ્થાનનો આજથી લગભગ 2 વર્ષ પહેલા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યાં તે સમયે એક મૂર્તિ મળી, જેને ઉર્વિજા કુંડ કહેવાય છે. લોકોનું માનીએ તો મુખ્ય મંદિર આજે પણ આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. કહેવાય છે કે જે જગ્યાએ રાજા જનકે હળ ખેડવાનું શરૂ કર્યું હતું, ત્યાં તેમણે શિવની પૂજા કરી હતી, ત્યાં એક શિવમંદિર છે જેને હળેશ્વર મંદિર કહેવામાં આવે છે.
શહેરથી 8 કિ.મી. ઉત્તર-પૂર્વમાં એક જુનું પાકડનું ઝાડ છે. માન્યતા એવી છે કે અહીં સ્વયંવર બાદ શ્રીરામ જ્યારે માતા સીતાને અયોધ્યા લઇ જઇ રહ્યા હતા તો તેઓ પાલકથી ઉતરીને અહીં થોડો સમય વિતાવ્યો હતો. આ સ્થાન પંથ પાકડ તરીકે પ્રસિદ્ધ છે. તો શહેરથી ઉત્તર-પશ્ચિમની દિશામાં 7 કિ.મી. દૂર બગહી મઠ નામનું યજ્ઞ સ્થાન છે. 108 રૂમવાળુ આ સ્થાન પૂજાપાઠ અને યજ્ઞ આયોજનો માટે ઓળખાય છે.
પ્રાચીન મિથિલાની રાજધાની જનકપુર ફરો
જનકપુર
સીતામઢીથી લગભગ 35 કિ.મી. દૂર નેપાળના જનકપુર જઇ શકાય છે જે પ્રાચીન મિથિલા રાજધાની હોવાની સાથે જ જાનકી મંદિર માટે જાણીતું છે. તમે કોઇ રોકટોક વગર બૉર્ડર ક્રોસ કરી શકો છો. મહત્વપૂર્ણ છે કે ભારત-નેપાળની વચ્ચે ઓપન બોર્ડર છે. એટલે કોઇપણ વ્યક્તિ વીઝા વગર નેપાળમાં અને ત્યાંથી ભારતમાં પ્રવેશ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે જનકપુરમાં સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પણ ત્યાં રામ-સીતા વિવાહ સ્થળ, મંદિર વગેરે અનેક દર્શનીય સ્થળો આવેલા છે.
હાલમાં જ અયોધ્યાથી રામજીની જાન જનકપુર પહોંચી હતી અને વિવાહ-પંચમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક સંસ્થાઓ આવા આયોજન કરે છે અને બન્ને દેશની સંસ્કૃતિમાં તેનું મોટું યોગદાન છે. એટલું જ નહીં કેટલાક મહિના પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પધારી ચૂક્યા છે.
કેવી રીતે પહોંચશો
હવાઇ માર્ગે
જો હવાઇ માર્ગે સીતામઢી આવવાનો પ્લાન છે તો તમારા માટે જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, પટના સારો વિકલ્પ રહેશે જે 139 કિ.મી. દૂર છે. અહીંથી બસ કે અન્ય વાહનથી તમે સીતામઢી પહોંચી શકો છો.
રેલવે દ્વારા
સીતામઢીમાં રેલવે સ્ટેશન આવેલું છે જે પૂર્વી મધ્ય રેલવે રક્સોલ-દરભંગા રેલવે માર્ગ પર આવેલું છે. અહીં સુધી સીમિત ટ્રેનો જ છે. તમે રક્સોલ, દરભંગા કે પછી મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન માટે ટ્રેન શોધો. તમે ઇચ્છો તો પટના રેલવે પહોંચીને ત્યાંથી બસ કે અન્ય વાહનથી સીતામઢી પહોંચી શકો છો.
રોડ દ્વારા
જો તમે રોડ માર્ગે પવિત્ર શહેર સીતામઢી જવાનો પ્લાન બનાવો છો તો યાત્રા રોમાંચક થવાની છે. શહેર રોડ માર્ગે સારીરીતે કનેક્ટેડ છે. અને બિહારના મુખ્ય શહેરોથી તમે સરળતાથી અહીં પહોંચી શકો છો.
મિથિલાના આ પ્રાચીન ભાગની યાત્રામાં તમને બિહારની એક અલગ જ છબિ જોવા મળે છે. અહીંની ભાષા-સંસ્કૃતિ અને બોર્ડર ક્ષેત્રનો શાંતિપૂર્ણ વિસ્તાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. જો તમે છુપાયેલી જગ્યાની યાત્રા કરવાના શોખીન છો તો પુનોરાધામની યાત્રા જરૂર કરો. તમે ભારત-નેપાળ બન્ને દેશોના બોર્ડર વિસ્તારમાં વસતા લોકોની જીવનશૈલીને નજીકથી જોઇ શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો