બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ

Tripoto
Photo of બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ by Paurav Joshi

દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન માં શક્તિના શક્તિપીઠમાં માં નું હૃદય વસે છે. જેના કારણે દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાના દર્શન કરવાનંં વિશેષ મહત્વ છે. લોકો પગપાળા આવી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. પરંતુ આ વર્ષે મેળો ભરાવાનો છે. અંબાજી ભાદરવી મહામેળાની ગણના ગુજરાતમાં જ નહિ પરંતુ પશ્વિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં થાય છે. મેળા પ્રસંગે અંબાજી જતા તમામ રસ્તાઓ માઇભક્તોથી ભરચક બની જાય છે.

Photo of બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ by Paurav Joshi

6 માસ અગાઉ જ વહીવટી તંત્ર મેળાની શરૂ કરે છે તૈયારી

મહત્વનું છે કે અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળા પહેલાં બેથી 6 માસ અગાઉ જ વહીવટી તંત્ર મેળાની તૈયારીઓમાં લાગી જતું હતું હોય છે. આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને યોજાશે કે નહીં તેને લઈ ભક્તોમાં અસમંજસતા, કોરોના મહામારીને પગલે ગત 2 વર્ષથી ભાદરવી પૂનમનો મેળો યોજાયો ન હતો. પરંતુ આ વખતે મેળાનું આયોજન થતાં માઇભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મેળામાં ભાગ લેવા અનેક પગપાળા યાત્રાસંઘો અંબાજી પહોંચી ગયા છે.

Photo of બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ by Paurav Joshi

170 વર્ષ જુનો ઇતિહાસ

એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ 170 વર્ષ જૂનો છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસીંગજીને 55 વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હતી. જેથી રાજમાતાએ એક દિવસે રામસીંગ રાયકાજી નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી કે આ ખોટ પૂરવા શું ઉપાય છે. ત્યારે તેમને ખબર પડી કે, તેમની કૂળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. જે બાદ માતાની માનતા રાખતા ભીમસિંગ બાપુને ત્યાં દિકરાનો જન્મ થયો હતો. ઘણા વર્ષે માતાની કૃપાથી પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી આવવા સૌને આમંત્રણ આપ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો 1841ની ભાદરવા સુદ 10ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા. આમ પ્રથમવાર ભીમસીંગ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણો તેમજ હવે 5 વર્ષ સુધી પગપાળા અંબાજી જવાની માનતા લઈ પગપાળા સંઘની સ્થાપના કરી. 1841માં શરૂ થયેલી આ રિવાજને આજે પણ જાળવી રખાયો છે. હાલ નાના મોટા 1700થી વધુ સંઘો દર વર્ષે લાખો ભાવિકો સાથે ભાદરવી પૂનમે અંબાજી પહોંચી માં અંબાના આશીર્વાદ મેળવે છે.

Photo of બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ by Paurav Joshi

કેમ યોજાય છે ભાદરવી પૂનમનો મહામેળો

ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ છે કે નવરાત્રિ નિમિત્તે માં અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. જે ઉપરાંત અને પગપાળા લોકો ગરબો લઈ મા ના દ્વાર સુધી આવે છે.

માં અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પરત કરવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી માં અંબાના આશીર્વાદ લઇ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે.

Photo of બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ by Paurav Joshi

લાલ દંડા સંઘનો ઇતિહાસ

લાલ દંડા સંઘ ની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા અંબાની બાધા રાખવામાં આવી હતી કે જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ માં અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ આંબાના સાનિધ્યમાં આવશે. જેને પગલે વર્ષો અમદાવાદથી પાંચ બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા.

Photo of બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ by Paurav Joshi

દાંતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવાર ના જુના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે.

Photo of બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ by Paurav Joshi

માં ને નવરાત્રી નિમિત્તે આમંત્રણ આપવા આજે પણ લાખો ભક્તો પગપાળા આવે છે અંબાજી આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં ૩૦ લાખથી વધુ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માં અંબાને આમંત્રણ આપે છે.

Photo of બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ by Paurav Joshi

આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે તેમા આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Photo of બે વર્ષ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, જાણો શું છે મહત્વ by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads