મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે જાણીતા શ્રીમદ રાજચંદ્રની દુનિયાની સૌથી ઉંચી 34 ફૂટ ઉંચી પ્રતિમા, વલસાડના ધરમપુરમાં છે. જેને એક વર્ષ પૂર્ણ થતા શ્રીમદ રાજચંદ્રની પ્રતિમા પર ૩ ક્રેનની મદદથી મહામસ્તકાભિષેક કરાયો હતો અને ધરમપુર તીર્થમાં પ્રથમ વર્ષગાંઠે જિન મંદિરે ધર્મોલ્લાસથી ઉત્સવ ઊજવાયો હતો.
સંસ્થાપક ગુરુદેવ રાકેશજીની નિશ્રામાં શ્રી ધરમપુર તીર્થની એક વર્ષની પૂર્ણાહુતિનો પ્રસંગ ૨૮ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન ઊજવાયો હતો. શ્રીમદ રાજચંદ્રજીની ૩૪ ફુટ ઊંચી વિરાટ પ્રતિમા પર ગુરુદેવ રાકેશજી સહિતના મહાનુભાવોએ પાંચ પવિત્ર દ્રવ્યોથી મહામસ્તકાભિષેક કર્યો હતો. એ માટે ત્રણ ક્રેનની મદદ લેવાઈ હતી. દરેક અભિષેક સાથે શ્રીમદ રાજચંદ્રના ગુણોનું નૃત્યો અને ભક્તિ દ્વારા મહિમાગાન કરવામાં આવ્યું હતું. એ પછી વિવિધ રંગનાં પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો હતો અને વિશાળ હાર પહેરાવવામાં આવ્યો હતો. જિનમંદિરની ધજા બદલવાનો પ્રસંગ ઉત્સાહપૂર્વક યોજાયો હતો. એ પહેલાં ધજા લઈને શોભાયાત્રા યોજાઈ હતી.
અહીં પદ્મનાભ ભગવાન, સીમંધર સ્વામી, શંખેશ્વર પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનની દિવ્ય મૂર્તિઓ સ્થાપિત છે. શ્રીમદ રાજચંદ્ર મિશનના સ્થાપક ગુરુદેવ રાકેજ મહારાજ છે. જેઓનું મુળ નામ રાકેશ ઝવેરી છે. તેમણે વર્ષ ૧૯૯૪ માં શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રની સ્થાપના કરી હતી. જે પાછળથી શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર નામે પ્રખ્યાત બન્યું હતું. ૧૩ મે ૧૯૯૩ ના દિવસથી આશ્રમનું બાંધકામ શરૂ કરાયું હતું કે જે ૨૨૩ એકરની અંદર ફેલાયેલું છે. હાલ તેઓ મહિનામાં એક વાર શ્રીમદ રાજચંદ્ર વચનામૃત અંગે આધ્યાત્મિક પ્રવચન આપે છે.
૧૯૯૪ માં શરૂ કરાયેલા સાધના કેન્દ્રથી માંડી હાલ સુધીમાં મિશન દ્વારા ધરમપુર ખાતે સાયન્સ કોલેજ, શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠની સ્થાપના સુધી પહોચ્યો છે. વર્ષ 2021માં શ્રીમદ રાજચંદ્રની ૩૪ ફૂટ ઊંચી પ્રતિમાનું આશ્રમ ખાતે અનાવરણ કરાયું હતું. અહીં ગુરુ મંદિર, જિન મંદિર છે. રહેવા માટે ધર્મશાળાની પણ સુવિધા છે. ઉપરાંત અહીં એમ્પિથિએટર, સત્સંગ હોલ, મેડિટેશન હોલ, ગાર્ડન, ડાઇનિંગ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વગેરેની પણ સુવિધા છે.
શ્રીનાથજીમાં વિશ્વની સૌથી ઉંચી મહાદેવની પ્રતિમા
વિશ્વાસ સ્વરુપમ એટલે કે સ્ટેચ્યુ ઓફ બિલિફ શ્રીનાથજીના ગણેશ ટેકરીમાં આવેલું છે. અહીં 351 ફૂટની વિશ્વની સૌથી ઉંચી ભગવાન શંકરની મૂર્તિ છે. વિશ્વાસ સ્વરૂપમ પ્રતિમાને બનાવવાની શરૂઆત 2012 માં તેના શિલાન્યાસ સાથે થઈ હતી. કોવિડ સમય દરમિયાન કામગીરીમાં અવરોધને બાદ કરતાં આ મૂર્તિ બનતા 10 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 50 હજારથી વધુ લોકોએ આ પ્રતિમા બનાવી હતી. જે જગ્યામાં એ બાંધવામાં આવી છે એનું નામ પદમ ઉપવન છે. આ એટલી સુંદર જગ્યા છે જ્યાં સવારથી સાંજનો સમય ક્યાં પસાર થઈ જશે તેનું ભાન જ નહિ રહે.
દેવો કે દેવ મહાદેવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય એટલે ભવ્યાતિભવ્ય જ હોવાની! આ પ્રતિમા એટલી વિશાળ છે કે તેને સંપૂર્ણ રીતે જોવામાં ઓછામાં ઓછા 4 કલાકનો સમય લાગશે. આ પ્રતિમા રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં બનાવવામાં આવી છે. જ્યારે તમે નાથદ્વારાથી ગણેશ ટેકરી જશો ત્યારે એ 2 કિલોમીટર પહેલાં જ તમને પ્રતિમા જોઈ શકશો. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે.
શું છે ટિકિટના દર
અહીં એન્ટ્રી ટિકિટ 200 રૂપિયા છે. પાર્કિંગના 50 રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત વ્યૂઇંગ ગેલેરીના 200 રૂપિયા છે. એટલે જો તમે વ્યૂઇંગ ગેલેરી જોવા માંગતા હોવ તો કુલ ખર્ચ 400 રૂપિયા થાય. અહીં બાળકો માટે ગાર્ડન છે. તો એડવેન્ચર પાર્ક પણ છે. ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક પણ છે. જેમાં ઝીપ લાઇન, રોપ કોર્સ, રોક ક્લાઇમ્બિંગ, રોકેટ ઇજેક્ટર, ડ્રોપ ટાવર, સ્વિંગ ચેર, બુલ રાઇડ, બમ્પર કાર, કિડ્સ એમ્યુઝમેન્ટ રાઇડ્સ પણ છે. અત્યારે કોમ્બો ઓફર ચાલી રહી છે જેમાં વ્યક્તિ દિઠ 599 રૂપિયામાં આ બધી એક્ટિવિટીઝ કરી શકાય છે. એક ઓફર હેઠળ તમે જલાભિષેક, આઇલૂઝન, એઆર ઝૂ 1700 રૂપિયામાં કરી શકો છો.
ક્યાં છે આ જગ્યા
જો તમે એકલિંગજીથી શ્રીનાથજી જતા હોવ તો શ્રીનાથજી આવતા જ ડાબી તરફ વળો એટલે પહેલા આ જગ્યા આવી જશે. આગળ વધશો એટલે શ્રીનાથજી મંદિર જવાનું પાર્કિંગ આવશે. તમારુ પર્સનલ વાહન પાર્ક કરીને રીક્ષામાં કે પગપાળા તમારે શ્રીનાથજી મંદિર જવાનું રહેશે. પ્રતિમાની અંદર અલગ-અલગ ઊંચાઈ પર જવા માટે 4 લિફ્ટ છે. અહીં ફરવા આવતા લોકોને 20 ફૂટની ઊંચાઈથી 351 ફૂટ સુધીની મુસાફરી કરાવવામાં આવશે. આ ઊંચાઈથી નાથદ્વારાનો અત્યંત આહલાદક નજારો જોવા મળશે.
નજીકમાં ફરવાલાયક સ્થળો
વલસાડમાં તીથલનો દરિયો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર હંમેશથી રહ્યો છે. તમે જો ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આવો તો તમે નજીકમાં 30 કિલોમીટર દૂર વલસાડના તીથલ દરિયાકિનારે લટાર મારી શકો છો. આ ઉપરાંત, ધરમપૂરથી 52 કિલોમીટર દૂર દમણનો દરિયાકિનારો આવેલો છે. તમે સૂરતની મુલાકાત પણ લઇ શકો છો. સૂરતનું જમવાનું વખણાય છે. સૂરત અહીંથી 100 કિલોમીટર દૂર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો