આપણા દેશમાં ઘણા એવા મંદિર છે જ્યાં આજે પણ ઘણી વિચિત્ર પરંપરાઓ નિભાવવામાં આવે છે. કહેવાય છે કે લગ્ન બાદ શુભ કાર્ય પતિ-પત્નીએ એકસાથે જ કરવું જોઇએ. જો આમ નથી કરતા તો તેને શુભ ફળ પ્રાપ્ત થતું નથી. એટલું જ નહીં એમ પણ કહેવાય છે કે શક્ય હોય તો મંદિર પણ પતિ-પત્નીએ એકસાથે જવું જોઇએ. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એક એવું મંદિર પણ છે જ્યાં પતિ-પત્નીને એકસાથે જવાની મંજૂરી નથી. અહીં એક સાથે પતિ-પત્નીએ પૂજા અર્ચના કરવી, દર્શન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે આમ કેમ, તો અમે આપને આ અંગે વિસ્તૃત રીતે સમજાવીશું.
આ મંદિર હિમાચલ પ્રદેશના સુંદર હિલ સ્ટેશન શિમલાના રામપુરમાં આવેલું છે. આ મંદિર શ્રાઇ કોટિ માતા મંદિરના નામે ઓળખાય છે. જ્યાં માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે જો કોઇ દંપત્તિ મંદિરમાં જઇને પ્રતિમાના દર્શન કરે છે તો તેને તેની સજા ભોગવવી પડે છે.
આ નામથી લોકપ્રિય છે મંદિર-
આ મંદિર હિમાચલ પ્રદેશના સુંદર હિલ સ્ટેશન શિમલામાં રામપુર નામની જગ્યા પર આવેલું છે. આ મંદિર શ્રાઇ કોટિ માતા મંદિરના નામે જાણીતું છે, જ્યાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં પતિ અને પત્નીના એકસાથે દુર્ગાની મૂર્તિના દર્શન કરવા અને પૂજા કરવા પર પ્રતિબંધ છે. આ મંદિરમાં તમે જઇ તો શકો છો પરંતુ એક-એક કરીને અંદર જઇને દર્શન કરી શકાય છે.
એક સાથે જવા પર થાય છે સજા
અહીં જનારી જોડીઓ અલગ-અલગ જઇને મૂર્તિના દર્શન કરે છે. માન્યતા એવી છે કે જો કોઇ ભૂલથી કપલ એકસાથે અંદર જતા રહે તો તેને આ વાતની સજા આપવામાં આવે છે. આમ તો આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે અંગે કહેવું થોડુક મુશ્કેલ છે. તમે આ મંદિરને જોઇને આસ્થા પણ કહી શકો છો અને અંધવિશ્વાસનું નામ પણ આપી શકો છો.
પૌરાણિક માન્યતા અનુસાર કેમ નથી અહીં પૂજા
મંદિરમાં પતિ-પત્નીના એકસાથે પૂજા ન કરવા અંગે એક જાણીતી કહાની છે. માનવામાં આવે છે કે ભગવાન શિવ પોતાના બે પુત્રો ગણેશ અને કાર્તિકેયને બ્રહ્માંડનું ચક્કર લગાવવા માટે કહ્યું હતું. કાર્તિકેય તો પોતાના વાહન પર બેસીને ચક્કર લગાવવા માટે જતા રહ્યાં પરંતુ ગણેશે માતા-પિતાની ચારેબાજુ ચક્કર લગાવવાનું શરૂ કર્યું અને આ રીતે તેમણે પોતાને વિજેતા જાહેર કરી દીધા. ગણેશને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે આમ કેમ કર્યું તો તેમણે જવાબ આપ્યો કે માતા-પિતાના ચરણોમાં જ બ્રહ્માંડ છે, જેના કારણે તેમણે આની પરિક્રમા કરી.
કાર્તિકેયે લીધો હતો ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય
જ્યારે કાર્તિકેય બ્રહ્માંડનું ચક્કર લગાવીને આવ્યા ત્યાં સુધીમાં તો ગણેશના લગ્ન થઇ ગયા હતા. આ જોયા બાદ તે ગુસ્સે ભરાયા અને તેમણે ક્યારેય લગ્ન ન કરવાના સંકલ્પ લીધા. તેમના લગ્ન ન કરવાથી પાર્વતી ઘણાં જ નારાજ થયા. તેમણે કહ્યું જે પણ પતિ-પત્ની તેમના દર્શન કરવા એકસાથે જશે તે પછી ક્યારેય ખુશ નહીં રહી શકે. જેના કારણે આજે પણ અહીં વ્યક્તિ પતિ-પત્ની એક સાથે પૂજા નથી કરી શકતા.
સિમલામાં બીજું શું છે જોવાલાયક
જાખુ મંદિર
શિમલાના જાખુમાં આવેલું હનુમાન મંદિર એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે તેના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. માન્યતા છે કે રામ-રાવણ યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે સંજીવની બૂટી લેવા માટે હિમાલય તરફ આકાશ માર્ગે જતા હનુમાનજીની નજર અહીં તપસ્યા કરી રહેલા યક્ષ ઋષિ પર પડી. પછીથી આ જગ્યાનું નામ યક્ષ ઋષિના નામે જ યક્ષથી યાક, યાકથી યાકૂ અને યાકૂથી જાખુ સુધી બદલાતુ ગયું. હનુમાનજી વિશ્રામ કરવા અને સંજીવની બૂટીનો પરિચય પ્રાપ્ત કરવા માટે જાખુ પર્વતના જે સ્થાન પર ઉતર્યા, ત્યાં આજે પણ પદ ચિહ્નોથી સંગેમરમર બનાવીને રાખવામાં આવ્યું છે.
અહીં આવનારા ભક્તોનું કહેવું છે કે તેમને આ જગ્યાએ પરમ શાંતિનો અનુભવ થાય છે અને તેમની સર્વમનોકામના પૂર્ણ થાય છે. જાખુ મંદિરના પ્રાંગણમાં જ હવે હનુમાનજીની 108 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેને તમે શિમલાની કોઇ પણ જગ્યાએથી જોઇ શકો છો.
રાષ્ટ્રપતિ હાઉસ
અંગ્રેજોના સમયનું વિઝરેગલ લોજ આ બાંધકામ શિમલાની સૌથી પ્રાચીન જગ્યાઓમાંનું એક છે. વિક્ટોરિયન કાળમાં બનેલી આ ઇમારત એક ઐતિહાસિક જગ્યા છે જેની મુલાકાત માટે બપોરનો સમય શ્રેષ્ઠ છે. તે સમયે શિમલા ભારતની ઉનાળુ રાજધાની હતું. આજે તે મુલાકાતીઓ માટે દરરોજ (સોમવાર સિવાય) સવારે 9 થી સાંજે 5 સુધી ખુલ્લુ રહે છે. તેની એન્ટ્રી ફી ભારતીયો માટે 40 રૂ અને વિદેશીઓ માટે 85 રૂ છે.
ધ રિજ રોડ
આ શિમલાનો એ વિસ્તાર છે, જ્યાંથી પહાડોની સુંદરતાનો અદ્ભૂત નજારો જોવા મળે છે. આ રોડ માલ રોડ અને લક્કર બજારને જોડે છે. અહીં તમે આરામથી બેસી શકો છો અને તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરીને કુદરતની મજા માણી શકો છો.
કુફરી
શિમલામાં આવેલું કુફરી પ્રવાસીઓ માટે ઘણું લોકપ્રિય છે. કપલ્સ માટે આ જગ્યા કોઈ સ્વર્ગ જેવી છે. અહીં બરફથી ઢંકાયેલા પર્વતો પર તમારું મન મોહી જશે. શિયાળા દરમિયાન કુફરી વધારે આકર્ષક બની જાય છે અને અહીં પ્રવાસીઓની સંખ્યા પણ વધી જાય છે.
અન્નાડેલ
આ શિમલાનું સૌથી પ્રખ્યાત પ્લેગ્રાઉન્ડ અને રેસ કોર્સ છે અને સૌથી ખાસ વાત છે તેની આસપાસનું વાતાવરણ અને કુદરતી દ્રશ્યો. આ જગ્યા ચારે તરફ પર્વતોથી ઘેરાયેલી છે. અહીં દેવદાર અને શાહબલૂતના ઝાડ એક અલગ જ નજારો રજૂ કરે છે.
ચેડવિક ફોલ્સ
કપલ્સ અને લવ બર્ડ્સ માટે આ ચેડવિક ફોલ પર પહોંચ્યા પછી આ જગ્યા છોડવાનું મન નહીં થાય. અહીં આવીને તમને રોમાંચનો અહેસાસ થશે. આ વાતને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો