ખિર્સુ : એક છુપાયેલું ગામ; જ્યાંથી દેખાય છે હિમાલય નુ ઘર!

Tripoto
Photo of ખિર્સુ : એક છુપાયેલું ગામ; જ્યાંથી દેખાય છે હિમાલય નુ ઘર! 1/2 by Romance_with_India

જ્યારે ભારતના પહાડોમાં જવાની વાત આવે છે, ત્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ધ્યાનમાં આવે છે. જે લોકો ઘુમ્મક્કડ છે તેઓ હિમાચલને વધુ સુંદર કહે છે. ઉત્તરાખંડને ફક્ત ધર્મ અને આસ્થા માટે જ જોવામા આવે છે. પરંતુ ઉત્તરાખંડમાં એક હિલ સ્ટેશન છે જે સુંદરતાની દ્રષ્ટિએ હિમાચલની બરાબર છે. જ્યાં તમે બરફથી ઢંકાયેલા પહાડો, જંગલો અને સફરજનના બગીચા જોશો. આ બધું પૌડી ગઢવાલના નાના ગામ ખિર્સુમાં જોવા મળે છે.

Photo of ખિર્સુ : એક છુપાયેલું ગામ; જ્યાંથી દેખાય છે હિમાલય નુ ઘર! 2/2 by Romance_with_India

ખિર્સુ ઉત્તરાખંડનું એક હિલ સ્ટેશન છે જેને ખુબ ઓછુ એક્સપ્લોર કરવામાં આવ્યુ છે. ધીરે ધીરે હવે આ જગ્યા પ્રખ્યાત થઈ રહી છે અને લોકોને અહીં વેકેશનમાં આવવાનું ગમે છે. ખિર્સુ સમુદ્ર સપાટીથી 1700 મીટરની ઊંચાઇએ સ્થિત છે. આ સુંદર હિલ સ્ટેશન પર વિકેન્ડની ઉજવણી કરી શકાય તેમ છે.

પગપાળા ફરો આખું ગામ

શહેરોમાં, આપણે કાર દ્વારા જવાની ટેવ પાડીએ છીએ અને આંખો મોબાઇલમાંથી ઊંચી નથી થતી. આ બંને વસ્તુઓને દૂર કરીને, આ સુંદર ગામને પગપાળા જોવું જોઈએ. આ ગામ ઓક, દેવદાર, પાઈન અને બુરાન્સના ઝાડથી ભરેલા જંગલની વચ્ચે આવેલું છે. અહીંની વાદીઓ તમને શાંતિ આપશે, આ સ્થાન પ્રકૃતિનો અહેસાસ કરાવે છે. અહીં ચાલીને તમે અહીંનું જંગલ જોઈ શકો છો. ખિર્સુથી ચૌબટ્ટા સુધી, જંગલની વચ્ચેનો બે કિ.મી.નો માર્ગ આ સ્થાનનો સૌથી સુંદર માર્ગ છે. તમને અંદરથી જંગલ જોવાનો અનુભવ મળશે. અહીં જંગલમાં જંગલી પ્રાણીઓ પણ છે, પરંતુ તે એકદમ અંદર છે.

કલાકો સુધી બાંજ અને બુરાંશના આ જંગલોમાં ભટકવું તમને ખુશ કરશે. અહીંનાં જંગલો ઔષધિઓ અને પક્ષીઓથી ભરેલા છે. જ્યારે પક્ષીઓનો કલરવ કાનમાં સંભળાય છે, ત્યારે એક મીઠી મેલોડી જેવુ લાગે છે. ચાલતાં ચાલતાં સાંજે અહીં સૂર્યાસ્ત જુઓ. સૂર્ય પહાડ ઉપરથી એવી જ રીતે નીચે જાય છે જેવી રીતે આપણે છત ઉપરથી નીચે જઇએ છીએ. તમે જીવનભર સૂર્યની લાલાશના આ દ્રશ્યને યાદ કરશો.

હિમાલય ના શિખરો

અહીં ખિર્સુમા સૌથી શ્રેષ્ઠ છે અહીના સુંદર નજારાઓ. તે બધામાં શ્રેષ્ઠ ઘણા શિખરોનું દૃશ્ય છે. બરફથી ઢંકાયેલા 300 થી વધુ શિખરો જોવા ખરેખર સુંદર છે. ત્યાં એવા ખાસ્સા શિખરો છે જેને તમે જોઈને પણ ઓળખી શકતા નથી. ત્રિશૂલ, નંદા દેવી, નંદકોટ અને પાંચુલી શિખરનું દ્રશ્ય ફક્ત ખિર્સૂ મા જ જોવા મળે છે. તમે માનશો નહીં કે તમે તે આંખ સામે તે શિખરો જોઈ રહ્યા છો, જેના વિશે તમે ફક્ત સાંભળ્યું હતું. આ બધા દૃશ્યો તમારી ઇચ્છાને સાચી બનાવે છે. આ દૃશ્યો જોવા માટે બે વ્યુહ પોઇન્ટ છે. એક, ફારકુન્ડા પોઇન્ટ અને બીજું ચૌખમ્ભા વ્યૂ પોઇન્ટ.

એડવેન્ચર પણ થઈ શકે છે

એમ તો આ સ્થાન તમામ પ્રકારના લોકો માટે છે. જેઓ વિકેન્ડ ની શોધમાં છે,રોડ ટ્રિપ પર જવા માગતા હોય, અને જેઓ એડવેન્ચર શોધે છે. તમે અહીં એડવેન્ચર માટે કેમ્પિંગ કરી શકો છો અને ટ્રેકિંગ પણ અહીંથી જ શરૂ થાય છે. અહીં ટ્રેકિંગ માટે ફરકુન્ડા પીકની મુલાકાત લઈ શકાય છે. આ સિવાય, પરિવાર માટે ઘણા ઉદ્યાનો છે, જ્યાં તમે તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. તમે અહીં ખિર્સુમાં પક્ષીઓની ઘણી પ્રજાતિઓ જોઈ શકો છો. આ સ્થાન તેના કુદરતી સૌંદર્ય અને પક્ષી-નિરીક્ષણ માટે પ્રખ્યાત છે.

અહીં બીજું પણ ઘણું બધું છે

આ પર્યટક સ્થળો ઉપરાંત અહીં જોવા માટે કેટલાક ધાર્મિક સ્થળો છે. ખિર્સુનું સૌથી પ્રાચીન મંદિર ઘિદિયાલ દેવીનું મંદિર છે. આ સિવાય, ખિર્સુ નજીક ઘણા મંદિરો છે, જે જોવા જોઈએ. કાંડોલિયા મંદિર, ખિર્સુથી થોડા અંતરે સ્થિત છે. આ મંદિર ભગવાન શિવનું મંદિર છે. લોકો આ મંદિરની મુલાકાત માટે દૂર-દૂરથી આવે છે. આ સિવાય અહીં ધારા દેવી મંદિર, બિંસર અને પૌરી ચોક્કસ જુઓ.

ક્યારે જવુ જોઈએ?

હિમાલયના સુંદર શિખરો માટે, ગામમા પગપાળા જવા અને તે બગીચાઓની મુલાકાત લેવા માટે ખિર્સુ એક ઉત્તમ સ્થળ છે. ખિર્સુને જોવા માટે એપ્રિલથી ઓક્ટોબર શ્રેષ્ઠ સમય છે. તે સમયે, આકાશ સ્પષ્ટ રહે છે અને સુંદર દૃશ્યો જોવા મળે છે. વરસાદની રુતુમાં જવાનું ખૂબ જોખમી છે અને શિયાળામાં આ સ્થાન બરફથી ભરાઈ જાય છે. જો તમે હિમવર્ષા જોવા અને અનુભવવા માંગતા હો, તો તમારે નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે જવું જોઈએ.

ક્યા રેવાનુ?

અહીં રોકાવા માટે ઘણી ઓછી હોટલો છે. એવી ઘણી હોટલો છે જે ₹ 800- ₹ 1000 થી શરૂ થાય છે. આ સિવાય, કુમાઉ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન રહેવા માટે યોગ્ય સ્થળ છે. તમે વન વિભાગના ગેસ્ટ હાઉસમાં રહી શકો છો. આ ગેસ્ટ હાઉસ બ્રિટીશ યુગનો છે, જે 1913 માં બંધાયો હતો. આ ગેસ્ટ હાઉસની ડિઝાઇન તે સમય જેવી જ લાગે છે. આ ગેસ્ટ હાઉસમાં તમે ₹ 1000 મા રહી શકો છો.

કેવી રીતે પહોંચવું?

ખિર્સુનું નજીકનું રેલ્વે સ્ટેશન કોટદ્વાર છે. કોટદ્વારથી ખિર્સુનું અંતર 114 કિ.મી. છે. કોટદ્વારથી, તમે આવીને ટેક્સી બુક કરાવી શકો છો. અહીં તમે ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં પણ આવી શકો છો. સૌથી નજીકનું એરપોર્ટ જોલીગ્રાન્ટ, દેહરાદૂન છે. દહેરાદૂનથી ખિર્સુ નુ અંતર 145 કિ.મી. છે. જ્યાંથી તમે ટેક્સી અને બસ દ્વારા પૌરી જઇ શકો છો. પૌરીથી, તમે ટેક્સી દ્વારા જઈ શકો છો, જેનું ભાડું ₹ 50 છે.

વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI લખો અથવા અહીં ક્લિક કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads