સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ.

Tripoto
Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

સ્કૂબાડાઈવિંગનો રોમાંચ માણો ભારતના આ સુંદરતમ સમુદ્રસ્થળો પર...

આપણા ભારતને લાંબા દરિયાકિનારાની સુંદરતાથી છલોછલ સમૃદ્ધ ભેટ મળી છે. અને જો ટુરિઝમ ચોઈસની વાત કરીએતો દરિયાઈ ખૂબસૂરતી અને એડવેન્ચર્સ હર કોઈના દિલને રોમાંચિત કરી દે છે. દરિયાના પ્રવાસશોખીનોને રમણીય બીચની સહેલ માણવા સિવાય અન્ય એડવેન્ચર્સની તલાશ રહેતી હોય છે.બનાના બોટ રાઈડિંગ, વિન્ડ સર્ફિંગ,સ્પીડ બોટ રાઈડિંગ,પેરાસેઈલિંગ વગેરે એક્ટીવિટીઝ તો કોમન થઈ ગઈ. પણ જો તમે કંઈક હટકે એડવેન્ચરની તલાશમાં છો તો તમારા માટે હવે ભારતમાં અવેલેબલ છે અનોખી એડવેન્ચરસ અન્ડરવોટર એક્ટીવિટી ,જે છે સ્કૂબા ડાઈવિંગ.દરિયા નીચેની જળસૃષ્ટિનો અદ્ભત નજારો તમારા માટે જીવનભરની યાદગીરી બની રહેશે,ગેરંટી કે સાથ. તો પહેરો તમારો વેટ સૂટ,ઓક્સિજન ટેંક્સ ફૂલ કરો અને પહોંચી જાવ ભારતની કેટલીક એડવેન્ચરસ અન્ડરવોટર ટ્રિપ પર.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

1. આંદામાન આઈલેન્ડ્સ

ભારતના દક્ષિણ-પૂર્વ છેડે બંગાળની ખાડીમાં આવેલ ટાપુસમૂહ આંદામાન નિકોબાર પોતાની સેલ્યુલર જેલ ઉપરાંત સમૃદ્ધ દરિયાઈ જીવસૃષ્ટિના નિરીક્ષણમાટેદેશવિદેશના દરિયાના સહેલાણીઓમાં મુખ્યઆકર્ષણનું કેન્દ્ર છે. છે.આંદામાનને ભારતમાં સ્કૂબા ડાઇવિંગ માટે શ્રેષ્ઠ સ્થળ કહેવામાં આવે છે.તેમાંય મુખ્ય શહેર પોર્ટ બ્લેરથી 50 કિમી દૂર આવેલો હેવલોક આઈલેન્ડ- સ્વરાજ દ્વીપ સ્કૂબા ડાઈવિંગ સ્પોટ તરીકે વિશેષ છે. ઉપરાંત, આંદામાનનું મુખ્ય મથક પોર્ટ બ્લેર તો ખરૂં જ.નીલ આઈલેન્ડ-શહીદ દ્વીપ, કરપ્શન રોક વગેરે જગ્યાઓ પણ સ્કૂબા માટે જાણીતા સ્પોટ છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

અહીં તમે સ્કૂબા ડાઈવિંગ કરીને દરિયાના પેટાળમાં અદ્ભુત પરવાળાના નૈસર્ગિક ખડકોની સાથે અન્ય દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનો રોમાંચક આનંદ ઉઠાવી શકો છો.અહીં તમે પોર્ટ બ્લેરથી હોડી દ્વારા પહોંચી શકો છો. સ્કૂબા ડાઈવિંગ માટે ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ કે તમારી પાસે અગાઉથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

સ્કૂબા માટેનો શ્રેષ્ઠ સમય:ઓક્ટોબરથી એપ્રિલ.

સ્કૂબા ડાઈવિંગની અંદાજિત કોસ્ટ: આશરે 4500-6000 રૂપિયા.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

2. લક્ષદ્વીપ આઈલેન્ડ્સ

ભારતના પશ્ચિમ છેડે અરબી સમુદ્રમાં આવેલ લક્ષદ્વીપ ટાપુને તમે અત્યાર સુધી તાપમાનના ન્યૂઝ તરીકે નકશામાં જ સાંભળ્યો અને જોયો હશે.તમને તેની સાગરસૃષ્ટિનો પણ પરિચય કરાવી દઈએ.અહીં કદમાત આઈલેન્ડ, જેનું જાણીતું નામ કાર્ડેમોમ આઈલેન્ડ છે તેના બીચની જેમ દરિયાની અંદરના રંગબેરંગી પરવાળાની બિછાત માટે પણ પ્રખ્યાત છે.દરિયાઈ કાચબા અહીં મોટા ભાગે જોવા મળે છે.પરવાળાની વચ્ચે વિવિધ પ્રકારની માછલીઓનું દ્રશ્ય નયનરમ્ય હોય છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

લક્ષદ્વીપનો બીજો ટાપુ બંગરમ તેની બધી બાજુ પરવાળાની ચાદરથી ઘેરાયેલો છે.અહીંના સ્વચ્છ દરિયા નીચેની પરવાળાની ચાદર અને તેની વચ્ચેનું જીવવૈવિધ્ય આંખોને ઠારી દે તેવું છે.મોટે ભાગે અહીં બારાકુડા માછલીઓ સવિશેષ જોવા મળે છે. અહીં તમે લક્ષદ્વીપના અગાત્તી આઈલેન્ડથી નૌકા દ્વારા પહોંચી શકો છો.

સ્કૂબા માટેનો શ્રેષ્ઠ સમય: ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો છે,જ્યારે સમુદ્ર શાંત હોય છે. તમારો પાસપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટ સાથે રાખવાનું ન ભૂલતા.

સ્કૂબા ડાઈવિંગની અંદાજિત કોસ્ટ: અંદાજે 4000-7000 રૂપિયા

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

3. ગોવા

દેશીવિદેશી ટુરિસ્ટ માટે ભારતનું સ્વર્ગ ક્યું એ પૂછશો તો એક જ જવાબ હશે : ગોવા. હકીકતમાં ગોવા બીચ, પાર્ટી અને ફેસ્ટીવિટીઝ માટે એવરગ્રીન પ્લેસ છે.તો, વોટર એડવેન્ચર એક્ટીવિટીઝની સાથે જ અન્ડરવોટર એક્ટીવિટી પણ અહીં ફેમસ છે.અહીંનો ગ્રાન્ડ આઈલેન્ડ રોમાંચશોખીનો માટે પોપ્યુલર સ્થળ છે.માર્માગાઓથી થોડા જ અંતરે આવેલો આ ટાપુ સ્કૂબા ડાઈવર્સ માટે સ્વર્ગ સમાન છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

અહીં Suzie’s Wreck, UmaGummaReef , SurgeCity, TurboTunnel, Davy Lockers Jones વગેરે સ્થળો સ્કૂબા ડાઈવર્સ અને ટ્રેઝર હંટિંગના શોખીનો માટે જાણીતા છે.અહીં માત્ર બોટ કે ફેરી દ્વારા પહોંચી શકાય છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

સ્કૂબા માટેનો શ્રેષ્ઠ સમય:નવેમ્બરથી માર્ચ દરમિયાન

સ્કૂબા ડાઈવિંગની અંદાજિત કોસ્ટ: આશરે 4000 રૂપિયા

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

4. પ્રિસ્ટાઈન આઈલેન્ડ,પુડુચ્ચેરી

ભારતના પૂર્વ છેડાનું એકમાત્ર સ્કૂબા સ્પોટ છે પુડુચ્ચેરી. આ સ્થળ શીખાઉ અને પ્રોફેશનલ સ્કૂબા ડાઈવર્સ માટે ભારતનું One of the best ગણાય છે. પરવાળાની કુદરતી બિછાત અને જેકફિશ, દરિયાઈ સાપ, માન્ટા રે માછલી જેવી દરિયાઈ જીવસૃષ્ટિની વિશાળ સંખ્યાથી અહીંનું પર્યાવરણ સમૃદ્ધ છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

પુડુચ્ચેરીનું કૂલ શાર્ક રીફ સ્થળ પરવાળાની વચ્ચે જોવા મળતી શાર્ક માછલીઓના વૈવિધ્ય પરથી ઓળખાય છે.અહીં સમુદ્રની ઉંડાઈ 5 થી 23 મીટર સુધી હોવાથી સ્કૂબા ડાઈવર્સ પાણીની અંદરનો સુંદર નજારો ભરપૂર રીતે લઈ શકે છે.પુડુચ્ચેરીનું ધ અરાવિંદ વોલ મુખ્ય ભૂમિથી 15 કિમી દૂર છે.અહીં તમે લાયનફિશ,બટરફ્લાય ફિશ અને દરિયાઈ સાપ જેવી જીવસૃષ્ટિનું નિરીક્ષણ કરી શકો છે.તમને અહીં હનીકોમ્બ મોરે ઈલ પણ જોવા મળી જશે.પુડુચ્ચેરીના અન્ય સ્થળો ટેમ્પલ રીફ, 4 કોર્નર્સ,રેવાઈન્સ અને ધ હોલ પણ સ્કૂબા માટે ફેમસ છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

સ્કૂબા માટેનો શ્રેષ્ઠ સમય:આખા વર્ષ દરમિયાન અહીં સ્કૂબા ડાઈવિંગ ચાલુ હોય છે,પણ ફેબ્રુઆરીથી એપ્રિલ અને સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન હાઉસફૂલ ગણવાનું!

સ્કૂબા ડાઈવિંગની અંદાજિત કોસ્ટ: અંદાજિત 6500-8000 રૂપિયા .

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

5. નેત્રાણી આઈલેન્ડ,કર્ણાટક

નેત્રાણી,કે જે પિજીયન આઈલેન્ડ તરીકે વધુ જાણીતો છે,કર્ણાટકની કોસ્ટલાઈનથી 19 કિમી દૂર આવેલો ટાપુ છે. દિલના આકારનો આ ટાપુ પરવાળા ઉપરાંત બટરફ્લાય ફિશ,પેરટ ફિશ,ટ્રિગર ફિશ,ઈલ,ઝિંગા ઉપરાંત વ્હેલ શાર્ક જેવી જીવ વિવિધતાઓ માટે જાણીતો છે.એક રિસર્ચ પ્રમાણે અહીં 89 પ્રકારની કોરલ ફિશ જોવા મળે છે.નેત્રાણી આઈલેન્ડનું સમુદ્રસ્તર 15થી 20 મીટરની ઊંડાઈ ધરાવે છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

સ્કૂબા માટેનો શ્રેષ્ઠ સમય: નેત્રાણી એડવેન્ચર્સ દ્વારા અહીં સ્કૂબા ડાઈવિંગનું સંચાલન કરવામાં આવે છે,જે જૂનથી સપ્ટેમ્બર માસની વચ્ચે પોપ્યુલર હોય છે.

સ્કૂબા ડાઈવિંગની અંદાજિત કોસ્ટ: નેત્રાણી એડવેન્ચર્સના સ્કૂબા પેકેજીસ 3000-4500 રૂપિયા સુધી તમને નિશ્ચિત સમયમર્યાદામાં સ્કૂબા ડાઈવિંગની સુવિધા આપે છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

6. તરકાર્લી,મહારાષ્ટ્ર

તરકાર્લી તેના સફેદ રેતાળ બીચ,કાચ જેવું ચોખ્ખું સમુદ્રનું પાણી અને આકર્ષક સુંદરતાના કારણે સમગ્ર કોંકણ રિજીયનમાં ક્વીન બીચ તરીકે જાણીતો બન્યો છે.જેથી અહીં વોટર સ્પોર્ટ્સ અને બીજી અન્ડરવોટર એક્ટીવિટીઝનો તમારે માટે ચોક્કસથી એક્સાઈટિંગ અનુભવ બની રહેશે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

સ્કૂબા માટેનો શ્રેષ્ઠ સમય: તરકાર્લીમાં સ્કૂબા ડાઈવ લગાવવા ઓક્ટોબરથી એપ્રિલ મહિનાનો સમય તમારા માટે બેસ્ટ ગણાય છે.

સ્કૂબા ડાઈવિંગની અંદાજિત કોસ્ટ: અહીં તમને ફક્ત 850 રૂપિયા જેટલા નજીવા દરે 30 ફીટ ઊંડાઈ સુધી સ્કૂબા ડાઈવ કરીને અહીંના કોરલ રીફ અને રંગબેરંગી મરીન જીવજગતનો પરિચય માણવા મળશે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

7. કોવલમ,કેરાલા

કોંકણ દરિયાઈ પટ્ટી પર કેરાલા સ્ટેટમાં આવેલો કોવલમ સ્કૂબા શોખીનો માટે વધુ એક ફેમસ પ્લેસ છે.બોન્ડ સફારી નામની પ્રાઈવેટ કંપની તમને અહીં અન્ડરવોટર સ્કૂટર દ્વારા કોવલમના દરિયાઈ જગતની સૈર કરાવે છે જે કોવલમના સ્કૂબા ડાઈવ એડવેન્ચરને યુનિક અંદાજમાં પેશ કરે છે.ઉપરાંત,સ્નોર્કેલિંગ,સોફા રાઈડ અને નોર્મલ સ્કૂબા ડાઈવ તો છે જ.અહીં સ્કૂબા ડાઈવિંગ માટે લાઈટહાઉસ બીચ,હાવા બીચનો વિસ્તાર સરસ લોકેશન છે.કોવલમ તમે હવાઈ માર્ગે ત્રિવેન્દ્રમ એરપોર્ટથી કે રેલમાર્ગે ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ રેલ્વે દ્વારા પહોંચી શકો છો.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

સ્કૂબા માટેનો શ્રેષ્ઠ સમય: સ્કૂબા ડાઈવિંગ માટે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિનાનો સમય બેસ્ટ છે.

સ્કૂબા ડાઈવિંગની અંદાજિત કોસ્ટ: અન્ડરવોટર જવા તમારે અંદાજે 4500 રૂપિયા જેટલી ગણતરી રાખવી.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

8. દ્વારકા, ગુજરાત

ગુજરાતની દ્વારકા આમ તો ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ તરીકે ધાર્મિક સ્થળ ગણાય છે.પરંતુ હવે ગુજરાતમાં પણ વિવિધ બીચ પર વોટરસ્પોર્ટ અને સ્કૂબા ડાઈવિંગ જેવી એડવેન્ચરસ પ્રવૃત્તિઓ વિકસતી જાય છે.દ્વારકા,શિવરાજપુર બીચ વગેરેતાજેતરના વર્ષોમાં જ વિવિધ વોટરસ્પોર્ટ એક્ટીવિટીઝ તથા સ્કૂબા ડાઈવિંગના સ્થળ તરીકે જાણીતા બન્યા છે.સ્વચ્છ દરિયાની અંદરની મરીન ઈકોસિસ્ટમ અને મરીન લાઈફ જેવી કે ડોલ્ફિન્સ , વ્હેલ શાર્ક અને દરિયાઈ કાચબા જેવી જીવસૃષ્ટિથી દ્વારકાનો દરિયો સમૃદ્ધ છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

સ્કૂબા માટેનો શ્રેષ્ઠ સમય: દ્વારકાનો દરિયો આમ તો ચોમાસા દરમિયાન તોફાની હોય છે,પણ ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો સમય દ્વારકાના દરિયામાં ડૂબકી મારવા માટે બેસ્ટ ગણાય છે.

સ્કૂબા ડાઈવિંગની અંદાજિત કોસ્ટ: અહીં તમારે સ્કૂબા ડાઈવિંગ માટે 4500 રૂપિયા જેટલું ખિસ્સું હળવું કરવું પડશે.ડાઈવઈન્ડિયા કંપની દ્વારા અહીં સ્કૂબા ડાઈવનું સંચાલન કરવામાં આવે છે.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

સ્કૂબા ડાઇવિંગ માટે જરુરી ટિપ્સ:

સ્કૂબા ડાઈવિંગ સૌથી રસપ્રદ,રોમાંચક અને મનોરંજક પ્રવૃત્તિઓમાં એક છે. ઊંડા દરિયાની નીચે થ્રિલિંગ એડવેન્ચર માટે યુવાપેઢીમાં મનગમતું આ સાહસ ક્યારેક જીવન માટે વધુપડતું જોખમી સાબિત થઈ શકે.અને તેથીતમારા માટે સ્કૂબા કરવા જતા પહેલાં ધ્યાનમાં રાખવા માટે કેટલીક ઉપયોગી ટીપ્સ તમને કામ લાગશે.

• દરિયાની અંદર જાનની સલામતી એ તમારી પ્રાયોરિટી હોવી જોઈએ અને ડાઈવિંગ કરતા પહેલા કોઈ પ્રોફેશનલ પાસેથી શીખવું વધુ સારું છે.

• છલાંગ લગાવતા પહેલા થોડા મહિનાઓ માટે પાણીની અંદર સ્વિમિંગ અને યોગનો અભ્યાસ કરો અને તેના વિશે કોન્ફિડન્સ રાખો.

• તમારી મેડિકલ તપાસ કરાવો અને ખાતરી કરો કે તમે સ્કુબા ડાઇવિંગ માટે ફિટ છો.

• પહેલી વાર દરિયામાં ડૂબકી લગાવવાના હો તો તમારા સ્કૂબા ટ્રેનરના માર્ગદર્શન સાથે જ જાઓ અને ટ્રેનર તમને જે સૂચન કરે તેનો અમલ કરો.

• જ્યારે તમે તમારી સ્કૂબા ડાઈવ સીટ તરફ જઈ રહ્યા હો ત્યારે યોગ્ય સાધનો ખરીદો અને તમારા ગિયરને તપાસો.તમારો વેટ સૂટ,ઓક્સિજન ટેન્ક્સ વગેરે ચકાસી લો. મદદ માટે તમારા ગાઈડને પૂછો.

Photo of સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચર માટે વિદેશ કેમ જવું...ભારતમાં જ કરો રોમાંચક સ્કૂબાડાઈવિંગનો અનુભવ. by Kinnari Shah

બસ તો હવે તમને ભારતમાં સ્કૂબાડાઈવિંગની તમામ જગ્યાઓ અને તેની નાનામાં નાની અપડેટ ખબર છે...તો કુદી પડો દરિયામાં ડુબકી લગાવવા માટે....આપકી સ્કૂબા સફર શુભ રહે...

તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી ઘુમીશું કોઈ નવા ડેસ્ટિનેશન પર અને ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads