જેને એકલા ફરવાનું પસંદ છે, હનીમૂન મનાવવા જવું હોય અથવા તો મિત્રો કે પરિવાર સાથે સમય વિતાવવો હોય તો મનાલી સૌથી સુંદર સ્થળ છે. હા એક વાત એ પણ છે કે હિમાચલનું આ સામાન્ય સ્થળ પ્રવાસીઓથી ભરેલું હોય છે, તો જો તમે ઓછા પૈસા ખર્ચીને, વધારે ભીડથી બચવા માંગો છો તો અમારી પાસે એનો ઉપાય છે.
આ પ્રખ્યાત સ્થળથી માત્ર ૧૫ કિ.મી.દૂર પર્વત છે જે તમને ગુગલ મેપમાં પણ નહિ મળે. માટે મનાલીને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે અને જેને ખરેખર પહાડોથી પ્રેમ છે એવી વ્યક્તિની જેમ આવા છુપાયેલા ખજાનાની જાણકારી ભેગી કરવાનું શરુ કરો.
ફુટ્ટા સૌર ટ્રેકિંગ માટે કેમ જવું જોઈએ ?
ફુટ્ટા સૌર તમને બીજી જગ્યા કરતા અલગ જ લાગશે. ફુટ્ટા સૌર ને માઉન્ટેન ઓફ લેકસ કહે છે અને પ્રવાસીઓ માટે આ જગ્યા કોઈ સ્વર્ગથી કમ નથી. આ ટ્રેકને મોટેભાગે બીજા ટ્રેકથી અલગ જ માનવામાં આવે છે, અને આ ટ્રેક પર હિમાલયના પીર પંજાલ થઈને જવાય છે જે તમને એક સુંદર અનુભવ પ્રદાન કરે છે.
અહી રેહનારા લોકોનું કહેવું છે કે અહી પર્વતોની આસપાસ ૧૨ તળાવ છે અને દરેકની સુંદરતા જોઇને તમે સ્તબ્ધ થઇ જશો. અને આ બધા તળાવમાં સૌથી સુંદર છે ફુટ્ટા સૌર ,જેના નામથી પર્વતનું નામ પાડવામાં આવ્યું છે.એવું માનવામાં આવે છે કે, ઋષિ જમ્દાગ્ની અહી તપસ્યા કરતા હતા.ફુટ્ટા સૌર પર ટ્રેકિંગ કરતા કરતા તમે બરફના રસ્તા પર પહોચી જશો, રસ્તામાં તમને અનેક પ્રકારની ઔષધિઓ જોવા મળશે, સાથે સાથે લીલાછમ ખેતર જોવા મળશે અને તમે ત્યાના પર્વત જોઇને ચકિત થઇ જશો.
ફુટ્ટા સૌર ટ્રેક તમે કેટલા દિવસમાં પૂરું કરી શકશો ?
ફુટ્ટા સૌર ટ્રેકનો સુંદર અનુભવ તમે ૫ થી ૬ દિવસમાં લઇ શકશો . દરેક દિવસ માટે તમે આ પ્રમાણે પ્લાન બનાવી શકો છો.
દિવસ-૧
તમારા ઘરેથી નીકળીને મનાલી બસ પકડો અને મનાલીથી ૧૬ કિમી. દૂર પાટલીકુલ ઉતરી જવાનું. ત્યાં તમારી મુલાકાત તમારી સાથે ટ્રેકિંગ પર આવનારા લોકો સાથે થશે. ત્યાર પછી તમારા રહેવાની વ્યવસ્થા હરિપુર માં થશે. ત્યાર પછી કુલ્લુના સૌથી પ્રાચીન ગામ સૌય્લ પહોચશો જ્યાંથી તમારું ચઢાણ શરુ થશે. તમારી ચઢાઈ શરુ કરતા પેહલા તમે ત્યાના જમદાગ્ની ઋષિ અને કબીર મંદિરના દર્શન જરૂરથી કરજો, જેથી તમારામાં હકારાત્મકતા આવશે. સૌય્લ થી ૫ કલાકની ચઢાઈ પછી તમે તમારા પેહલા કેમ્પ સુધી પહોચી જશો અને પેહલી રાતનું રોકાણ ત્યાજ કરશો.
દિવસ-૨
બીજા દિવસે વેહલી સવારે ઉઠીને તમે સૂર્યોદયનો ખુબસુરત નજારો જોઈ શકશો અને તમારા મિત્રો સાથે નાસ્તો પણ કરી લો. હવે ત્યાંથી તમારે ઓકના જંગલ તરફ જવાનું છે , જ્યાં બીજો કેમ્પ મળશે અને તમારી બીજી રાત ત્યાં પસાર કરશો.
દિવસ-૩
ટ્રેકના ત્રીજા દિવસે તમે સનૌબર, રોડોડેડ્ર્ન અને જુનીપરના ગાઢ જંગલમાંથી પસાર થઈને તમારા ત્રીજા કેમ્પ સુધી પહોચશો. તમારા મિત્રો સાથે રાત્રી ભોજન કરીને જલ્દી સુઈ જાવ કેમકે બીજા દિવસની ચઢાઈ માટે તમારે જલ્દી ઊઠવાનું છે.
દિવસ-૪
બીજા દિવસની શરૂઆત તમે છુપાયેલા તળાવોની શોધથી કરશો, પહાડ પર તમે તમારા પોતાનો રસ્તો જાતે બનાવી શકશો. તમે કલાકો સુધી તળાવના શાંત પાણીનો અનુભવ કરી શકશો, ત્યાની કુદરતી સુંદરતાને તમે કલાકો સુધી નિહાળો શકો છો. આટલો સુંદર દિવસ વિતાવ્યા પછી તમે ત્રીજા કેમ્પ સુધી પહોચીને શાંતિથી સુઈ જાવ.
દિવસ-૫
પાંચમાં દિવસે તમે ત્રીજા કેમ્પથી પહેલા કેમ્પ સુધી પાછા આવી જાવ અને રાત અહી પસાર કરો.
દિવસ-૬
પેહલા કેમ્પથી હરિપુર સુધી પાછા આવીને તમે તમારા ઘર તરફ આવવવાની બસ પકડી શકો છો. અને જો એ દિવસે જો તમને હરીપુરથી બસ ના મળે તો હરિપુરમાં કોઈ ખર્ચ કર્યા વગર રાત વિતાવી શકો છો.
જો તમે પણ કોઈ અજાણી જગ્યાથી પસાર થતા ટ્રેકમાં જવાની ઈચ્છા રાખો છો તો આ ટ્રેક તમારું સપનું પૂરું કરી શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો