ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ?

Tripoto
Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

આમારા સમયમાં તો ઘીની નદીઓ વહેતી...આવું ક્યારેક તમે ઘરના વડીના મુખે સાંભળ્યું હશે. પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતનું જ એક એવું ગામ છે જ્યાં વર્ષમાં એક વાર ઘીની નદીઓ વહે છે. ગુજરાત રાજ્યના પાટનગર ગાધીનગરથી ૧૩ કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામે દર વર્ષે નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમના દિવસે વરદાયીની માતાની નિશ્રામાં પલ્લીનો મેળો યોજાય છે.

દર વર્ષે પલ્લીમાં ૧૦ લાખ જેટલા ભાવિકો ઉમટી પડે છે. પલ્લી દરમિયાન શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા છે, જેમાં અંદાજે ૪ લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. દુનિયાભરમાં પ્રખ્યાત પલ્લીનાં વધતા જતા મહત્ત્વને લઈને દર વર્ષે ભાવિકોની સંખ્યા વધતી જાય છે.

Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો.

Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન માતાજીના દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાના શસ્ત્રો સંતાડી જુદા જુદા વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. ત્યારબાદ આસો સુદ નોમના દિવસે કૃષ્ણ, પાંડવો અને દ્રોપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી તેના ઉપર પાંચ કુંડની સ્થાપના કરી ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલિ યજ્ઞ કર્યો હતો.

Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

આ તો થઈ પૌરાણિક કથા, કળીયુગની કથા કંઈક અલગ છે. કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણના કરતા તેની સાથે વેર બંધાતા સિદ્ધરાજ જયસિંહે યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની પ્રતિજ્ઞા લઈ અન્નનો ત્યાગ કર્યો હતો. સેના લઈ તેમણે માળવા પર ચઢાઈ કરી, પરંતુ ભૂખથી રાજા પીડાવા લાગ્યા, એ અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર નજીક હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નિંદ્રાધિન થયા ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે, સવારે ઉઠી ગાયના છાણનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે. આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. આમ, પ્રતિજ્ઞા પૂર્ણ કરી રાજાએ યુદ્ધમાં યશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ આવી માતાજીની પૂજા કરી નવેસરથી મંદિર બનાવી માતાજીની મૂર્તિ બનાવડાવી, તેની પ્રતિષ્ઠા કરી. જે વડના ઝાડ નીચે હોઈ વડેચી તરીકે પણ ઓળખાયા.

આજે પણ અનેક શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી ઘીનો ભોગ ધરાવી માતાજી સમક્ષ માનતા-બાધા પૂર્ણ કરે છે. પલ્લી પૂર્ણ થયા બાદ પણ દિવસો સુધી ઘીનો ભોગ આવતો જ રહે છે.

Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

આ ઘી એટલા મોટા પ્રમાણમાં હોય છે કે, ગામમાં ઘીની નદીઓ વહેતી થાય છે. જો કે માતાજીને અર્પિત થયેલ ઘી રોડ પર વહેતું હોવા છતા તેમાં લોકો ચાલે છે પરંતુ આ ઘીનો ડાઘ કપડા પર પડતો નથી. સામાન્ય રીતે ઘીના ડાઘ કપડા પર પડી જાય છે. જો કે આ ઘીના ડાઘ ક્યારે પણ કપડા પર પડતા નથી. ઘણા લોકો કહે છે કે, આ માતાનો જ પ્રતાપ છે કે, આ ઘી તમારા કપડાને સ્પર્શતુ નથી એટલે કે કોઇ વ્યક્તિના કપડા પર પણ ઘી અડે અને તે ઘરે જાય તેવું નથી બનતું. આ ઘી પર માત્ર અને માત્ર સ્થાનિક લોકો અને કેટલાક ચોક્કસ સમાજનો જ અધિકાર હોય છે.

ગાંધીનગરની આસપાસ જોવાલાયક સ્થળો

અક્ષરધામ

Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

ગાંધીનગરમાં બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાનું અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ 1992માં કરવામાં આવ્યું હતું. સંકુલ ના કેન્દ્રમાં વિશાળ અક્ષરધામ મંદિર છે, જે 108 ફૂટ ઊંચું, 131 ફૂટ પહોળું અને 240 ફૂટ લાંબું છે અને તેમાં 97 શિલ્પ થી કંડરાયેલા થાંભલા છે, 17 ગુંબજ, 8 બાલ્કની, 220 પથ્થરના બીમ અને 264 શિલ્પવાળી કલાકૃતિઓ છે. વૈદિક સ્થાપત્ય સિદ્ધાંતો અનુસાર, મંદિરમાં ક્યાંય સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 20 ફૂટ લાંબા પથ્થરના બીમ, દરેકનું વજન પાંચ ટન છે, સમગ્ર મંદિરમાં લોડ-બેરિંગ સપોર્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. મંદિરના મધ્યમાં ભગવાન સ્વામિનારાયણની સાત ફૂટ ઊંચી મૂર્તિ છે. મૂર્તિ ત્રણ ફૂટના પગથિયાં પર રહે છે અને તેનું વજન 1.2 ટન છે. તેમની બાજુમાં આદર્શ ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષરમુક્ત ગોપળાનંદ સ્વામીની મૂર્તિઓ છે.

Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

મંદિરનો પહેલો માળ વિભૂતિ મંડપમ તરીકે ઓળખાય છે અને તેમાં ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક પાત્રનું વર્ણન કરતા કમળના આકારના પ્રદર્શનો છે, જ્યારે મંદિરના ભોંયરામાં, જેને પ્રસાદી મંડપમ કહેવામાં આવે છે, ભગવાન સ્વામિનારાયણના જીવનના વિવિધ પવિત્ર અવશેષોનું ઐતિહાસિક પ્રદર્શન છે. અક્ષરધામ પરિસરમા પાંચ પ્રદર્શન હોલ હિન્દુ ધર્મમાં વિવિધ વિષયો ને રજૂ કરતા ઓડિયો-વિઝ્યુઅલ પ્રોજેકશન છે. આ સિવાય રાત્રે અદભુત વોટર શો થાય છે. 45 મિનીટ નો આ શો વર્લ્ડ બેસ્ટ શો છે. સત્ચિતાનંદ વોટર શો નામ છે. ભારતીય જ્ઞાન થી ભરેલા ઉપનિષદ માંથી એક કઠોપનીષદ ના નચિકેતા ની કથા નું આવું અદભુત વર્ણન જોઇને તમે ગદગદ થઈ જશો.

વાસણિયા મહાદેવ

Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

ગાંધીનગર માણસા હાઇવે પર આવેલા વાસણીયા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. અને ભગવાન દરેક ભક્તની માનસિક ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આ વાસણીયા મહાદેવ મંદિરમાં શિવલિંગના દર્શન કરવાથી આપણા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. અને આ મંદિરમાં મહાદેવના શિવલિંગ ઉપરાંત અન્ય નવ શિવલિંગ છે. વાસણીયા મહાદેવને વૈજનાથ મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં પાર્વતી અને મહાદેવની મૂર્તિઓ એવી રીતે સ્થાપિત કરવામાં આવી છે કે સૂર્યનું પ્રથમ કિરણ મહાદેવના કપાળ પર પડે. આ મંદિરની સામે હનુમાનજીની વિશાળ મૂર્તિ આવેલી છે.

Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

ધોળેશ્વર મહાદેવ

ગાંધીનગર શહેરની પાસે આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિરનુ પૌરાણિક દષ્ટીએ અનેરુ મહત્વ છે. વર્ષ દરમિયાન અહીં સતત ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. શ્રાવણી આઠમે મેળો ભરાય છે. તેમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. સંતોની પરંપરા અહિયા અખંડ ચાલતી આવી છે. પધ્મ પુરાણના ઉત્તર ક્રિયાખંડમાં વર્ણવ્યુ છે કે ભગવાન ધોળેશ્વરનો ઇતિહાસ મહારાજા પૂના પેશ્વોનાં સમયનો છે. ધોળેશ્વર મંદિરને ગુજરાતના કાશી વિશ્વનાથની ઉપમા અપાઇ છે. જે વ્યક્તિ કાશીમાં વિશ્વનાથના દર્શન નથી કરી શકતો તેને કલયુગમાં ગંગા કશ્યપ પુત્રી સાભ્રમતીનુ સ્નાન અને ભગવાન ધોળેશ્વરના દર્શન કરી કાશીમાં ગંગા સ્નાન અને કાશી વિશ્વનાથના દર્શનનું ફળ મળે છે. પહેલાના સમયમાં ભગવાન ધોળેશ્વરનુ નામ ઇન્દ્રદેવ મહાદેવ હતુ.

Photo of ગાંધીનગરના આ ગામમાં રીતસર ઘીની નદીઓ વહે છે, શું છે કારણ? by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads