શરૂઆતથી,
અમે 11 30 એ ગુડગાંવથી નીકળ્યા.
હાઇવે પર હજુ 30-40 મિનટ્સ જ થયા હશે અને અમને આ મજાનો માણસ એની ગાયો સાથે મળ્યો. ખૂબ જ સરળ માણસ હતો એ. એણે અમને ફોટો માટે પોઝ પણ આપ્યો. અને એની એક ગાયે તો મને પછાડી પણ દીધેલો!
લગભગ દોઢેક કલાકના ડ્રાઇવિંગ પછી અમે નીમરાણાની નજીક પહોંચી ગયા હતા. અમને રસ્તાની બંને બાજુએ પર્વતો દેખાઈ રહ્યા હતા. ચિપ્સ લઈને અમે ઝડપથી ત્યાં પહોંચવા ચાલ્યા.
હાઇવે પરથી ઉતારીને નીમરાણાના રસ્તે પહોંચતા જ અમને નીમરાણા આ તરફની આવી નિશાનીઓ મળી ગઈ હતી. 99% સમયે ગૂગલ મેપ્સ સાચી જ દિશા બતાવે છે પણ ક્યારેક ને ક્યારેક તો ફસાવી જ દે છે અને એ પણ મુસાફરીના અંત સમયે તો ખાસ.
ઘણી મહેનતે ગાડી ચલાવીને અંતે અમને આ બોર્ડ મળ્યું!
અને આગળ વધતાં જ, ભવ્ય નીમરાણા!
પાર્કિંગ કરીને અમે એક અતિ વિશાળ દરવાજામાંથી હોટેલની અંદર પ્રવેશ્યા.
અમારા રૂમનું નામ હતું, “મલબાર મહલ”
અમને અમારી પર્સનલ રાજસ્થાની રોયલ ખુરશી પણ મળી!
અમારો રૂમ ખૂબ જ સુંદર અને ભવ્ય હતો અને એક લાંબા પેસેજમાંથી બાથરૂમમાં જઈ શકાતું હતું.
આ અમારો બાથરૂમ હતો અને જમણી બાજુની બારીમાંથી ખૂબ જ સુંદર ઉજાસ પૂરા રૂમને એકદમ સરસ દેખાવ આપતો હતો.
સરળ ભાષામાં કહી તો અમારો રૂમ ફેન્સી હતો. ફૅન્સી રૂમમાં શું શું હોય?
એક સ્ટડિ ટેબલ જેના પર એક આરસનો હાથી મૂકેલો હતો.
બારીમાંથી આખા શહેરનો ખૂબ જ સુંદર વ્યૂ આવતો હતો અને નાનકડા ઘર જોઈ શકાતા હતા.
રૂમમાંથી નીકળતા જ અમને સમજાઈ ગયું કે અમે આટલા વખાણ કેમ સાંભળેલા નીમરાણાના! કેવો ઉત્તમ નજારો.
અમારી રૂમ નીચે જ સિટિંગ એરિયા હતો અને નજીકમાં એક બાર પણ હતું.
સૌથી રસપ્રદ હતું આ “loo with a view”
અને એ ખરેખર ટોઇલેટ જ હતું!
આ વ્યૂ સાથે!
અને આ હું છું જે ફોટો લઈ રહ્યું છે, ચિંતા ના કરશો! I am not using લૂ!
અમે લંચ તો મિસ કર્યું હતું પણ સદનસીબે હવા મહલમાં નાસ્તો મળે છે. ચીલી પોટેટો!
ચીઝ પીઝા
અને રોલ.
નીમરાણાની દરેક બારીમાંથી સરસ નજારો જોવા મળે છે, ખાતી વખતે, સૂતી વખતે, ગમે ત્યારે!
અહીનો ઇતિહાસ તમે અનુભવી શકો છો.
નાસ્તા પછી અમે ચાલવા નીકળ્યા અને જેટલી જગ્યાઓએ ગયા ત્યાં ત્યાં અમને પેસેજ અને અગાસીઓ જોવા મળી,
નીમરાણામાં ઘણી જ બેસવાની જગ્યાઓ છે અને એ પણ ખાસ વ્યૂ સાથેની!
અને ટેરેસ ઉપરાંત જમીન પર એ લોકો ઘાસ ઉગાડે છે એટલે ચાલવાની પણ મજા આવે.
સ્વિમિંગ પૂલ પાસેની આરામદાયક ખુરશી પર તમે ટુંકી ઊંઘ પણ કરી શકો છો અને સ્વિમિંગ મત પણ સમય ફાળવી શકો છો.
અહિયાં 2 પૂલ છે, એક મોટાઓ માટે અને એક બાળકો માટે.
સ્પા માટે સમય તો નહોતો અમારી પાસે એટલે અમે માત્ર શોલ્ડર મસાજ કરાવ્યું.
સંધ્યા સમયે તો નીમરાણા ફોર્ટ વધુ રંગીન અને જબરજસ્ત લાગે છે.
અને સાંજના સમયે કાઈક સ્થાનીય સંગીતની પ્રવૃતિ પણ હોય છે.
અમે ડિનર પહેલા ડરાવના નાના રસ્તાઓ પણ જોયા.
અને આટલી વાર સુધી ફર્યા પછી અમને સારું ફળ મળ્યું આ અદ્ધભૂત દ્રશ્યના સ્વરૂપમાં!
આવા દરવાજાઓ જોઈને અમને લાગ્યું કે આ ભૂતિયા તો નથી ને!
હોમ મેડ આઇસ ક્રીમ અને બ્રેકફાસ્ટમાં કેક જોરદાર સ્વાદિષ્ટ હતા.
અને અર્લિ મોર્નિંગ ઢોસા તો ખરા જ!
અને એગ!
બ્રેકફાસ્ટ કરીને અમે ઝિપ લાઇન પહોંચ્યા.
બ્લૂ ટી-શર્ટ વાળા ભાઈ અમારા ગાઇડ હતા.
અને આ હું!
અમુક સમય સુધી ટ્રેનિંગ લીધા પછી અમે ઝિપ લાઇન શરુ કરી.
કઈ રીતે શરીર રાખવું અને કઈ રીતે બ્રેક લગાવવી એ અમને સમજાવવામાં આવ્યું હતું.
અને ત્યાંથી આ કિલ્લાને જોઈને મને ફરીથી આવવાની ઈચ્છા થઈ ગઈ!
મને આશ્ચર્ય હતું કે દિલ્લીથી આટલા નજીક આવી કોઈ જગ્યા છે!
અને આ પ્રવૃતિ કરીને અમારે હોટેલથી ચેક આઉટ કરવાનું હતું.
હું એટલું જ કહીશ કે નીમરાણા ફોર્ટ અદ્ધભૂત જગ્યા છે. જો તમને રોમાન્સ માટે ન પણ જવું હોય તો પણ તમે પરિવાર અને બાળકો સાથે જઈ શકો છો. દિલ્લીથી 2 કલાકના અંતરે આનાથી સારી જગ્યા મારા ધ્યાનમાં તો નથી જ! અને તમારી પાસે જો 1 2 દિવસો જ હોય તો તો ચોકકસ મુલાકાત લો.
.