![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363350_1656792291_img_20220612_wa0016.jpg)
છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે સુધારો થયો છે તેના કારણે ભારતના કોઇપણ ભાગમાં રોડ યાત્રા વધારે સમય બચાવનારી અને આરામદાયક થઇ ગઇ છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રોડ પર વિસ્તૃત સર્વેક્ષણ બાદ મેં મારી સાહસિક રોડ યાત્રા કરવા માટે આ સુંદર રાજ્ય પર જવાની યોજના બનાવી.
સ્ટેચ્યુ ઓફ યૂનિટી
પહેલો દિવસઃ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી માટે મુંબઇથી પ્રસ્થાન
છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યટકો માટે ગુજરાતમાં આવેલી લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની લોખંડની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાસ્સી લોકપ્રિય બની છે. નર્મદા નદીના કિનારે 182 મીટરની ઉંચી મૂર્તિ પર દરરોજ સાંજે લેઝર શો થાય છે. મૂર્તિની નીચે એક સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. જ્યારે સ્ટેચ્યુના ટોપ પર એક વ્યૂઇંગ પોઇન્ટ ગેલેરી છે જયાંથી તમે નર્મદા નદીના દર્શન કરી શકો છો.
સમય:
સ્ટેચ્યુ ઓફ યૂનિટી સંગ્રહાલય: મંગળવારથી રવિવાર સુધી સવારે 6 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી
લેઝર અને સાઉન્ડ શો : સોમવાર સિવાય સાંજે 7.30 વાગ્યાથી દરરોજ
અંતર: મુંબઇથી 550 કિ.મી., 11 કલાકની ડ્રાઇવ
એન્ટ્રી ટિકિટઃ
જનરલ (વ્યૂઇંગ ગેલેરી સિવાય): 150 રૂપિયા
એક્સપ્રેસ (બધા એક્સેસ સાથે): 1000 રૂપિયા
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363545_1656777392_img_20220614_wa0012.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363545_1656778514_screenshot_2022_06_05_09_21_04_96_6012fa4d4ddec268fc5c7112cbb265e7_01.jpg)
ભરુચ
દિવસ 2: સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી ભરુચ
આગલા દિવસે લેઝર શોમાં ભાગ લીધા બાદ, ભરુચ જતા પહેલાં અમે સ્ટેચ્યુ ઓફ યૂનિટીની ચારેબાજુ થોડીક વધુ જગ્યાઓ એક્સપ્લોર કરી. અમે રિવર રાફ્ટિંગ ગયા, જુદા જુદા પ્રકારના કેક્ટસ જોયા અને સુંદરતાને નિહાળ્યા બાદ અમે અમારા નેકસ્ટ ડેસ્ટિનેશન પર જતા રહ્યા.
બ્રિટિશ શાસન દરમિયાન બનેલી નર્મદા નદી પર બનેલા સૌથી લાંબા પુલ (ગોલ્ડન બ્રિજ) માટે પ્રસિદ્ધ ભરુચ પણ રાજ્યના તીર્થ સ્થળોમાંનું એક છે. નર્મદા નદીની પાછળ આવેલું એક આધ્યાત્મિક સ્થળ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર છે અને નર્મદા નદીને કિનારે આવેલું દશાશ્વમેઘ ઘાટ શહેરના બે મુખ્ય આકર્ષણ છે.
સમય:
1. નિલકંઠેશ્વર મંદિરઃ સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી, સાંજે 4 થી 7, આખો દિવસ
2. દશાશ્વમેઘ ઘાટ: 24 કલાક ખુલ્લો રહે છે, જો કે મુલાકાત કરવાનો સૌથી સારો સમય સાંજે 7 વાગ્યાનો છે કારણ કે તે સમયે એક ઉત્સવ યોજાય છે.
પ્રવેશ ટિકિટ: કોઇ ટિકિટની જરુર નથી
અંતર: સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી 2 કલાકની ડ્રાઇવ (92kms)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363604_1656791048_dashashwamedh_ghat.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363604_1656791077_the_nilkantheshwar_mahadev_temple.jpg)
જુનાગઢ
ત્રીજો દિવસ: ભરુચથી જુનાગઢ
નર્મદા નદીની ઠીક પેલેપાર જુનાગઢ છે. શહેરના નામ પરથી જ ખબર પડે છે કે તેની ચારેતરફ પહાડો હોવાની ખબર પડે છે.
જુનાગઢ શહેરના મધ્યમાં એક ઘણું જ પ્રસિદ્ધ અને કલાત્મક મકબરો પણ છે. જેને મહાબત મકબરો કહેવાય છે. જો કે અમારી યાત્રા દરમિયાન આ સ્થળ બંધ હતું તેથી અમે નિરાશ થયા. જો કે અમે જુનાગઢની સુરમ્ય વાસ્તુકળાનો આનંદ લીધો.
સમય : સવારે 10 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી
પ્રવેશ ટિકિટઃ કોઇ ટિકિટની જરુર નથી
અંતર: ભરુચથી 500kms (8.5hrs)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363678_1656791111_img_20220606_wa0012.jpg)
ગિરનાર હિલ્સ
દિવસ-4 ગિરનાર પર્વત
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે ગિરનાર જેની ટોચે ચડવા માટે તમારે 10 હજાર પગથિયા ચડીને જવું પડે છે. અમે રોપવેમાં 5 હજાર પગથિયા સુધી ઉપર ગયા. ત્યાંથી ઉપર જવાનું ટાળ્યું કારણ કે બાકી 6 હજાર પગથિયા ચડવા પડે છે. અંબાજી મંદિર સુધી રોપ વેની વ્યવસ્થા છે. આગળ નથી.
આ ટ્રેકને શરુ કરવાનો સૌથી સારો સમય સવારે લગભગ 7 કે 8 વાગ્યાનો છે. અને બપોરના ભોજનના સમય સુધી પાછા આવી શકો છો.
સમય (રોપવે) : સવારે 8.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી
એન્ટ્રી ટિકિટ (રોપવે): 700 રુપિયા
અંતર: 32kms (1hr ડ્રાઇવ)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363729_1656791148_img_20220614_wa0014.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363729_1656791188_img_20220614_wa0021.jpg)
સોમનાથ
દિવસ 5: જુનાગઢથી સોમનાથ મંદિર
અરબી સમુદ્રના કિનારે દેશના મુખ્ય જ્યોતિર્લિંગોમાંનું એક આ મંદિર હિંદુઓ માટે ઘણું ધાર્મિક મહત્વ ધરાવે છે. કારણ કે દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું પહેલું જ્યોતિર્લિંગ હતું જે 9મી શતાબ્દીમાં કે તેની આસપાસ બન્યું હતું.
આ સ્થાન પર પશ્ચિમી કિનારે એક સુંદર અને મંત્રમુગ્ધ કરી દેનારો સનસેટ જોવા મળે છે. અહીં મુંબઇના મરિન ડ્રાઇવ જેવો વ્યૂ પોઇન્ટ તમને જોવા મળશે.
દર્શન કરવા માટે 15થી 20 મિનિટનો સમય લાગશે. જો કે પીક સીઝનમાં થોડોક વધારે સમય લાગી શકે છે.
સમય : સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી
પ્રવેશ ટિકિટ: કોઇ ટિકિટની જરુર નથી
અંતર: 95kms (2hr ડ્રાઇવ)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363789_1656791339_img_20220614_wa0018.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363789_1656791399_img_20220614_wa0023.jpg)
પોરબંદર
છઠ્ઠો દિવસ : સોમનાથથી પોરબંદર
પશ્ચિમ કિનારેથી ઉત્તરી ક્ષેત્ર તરફ આગળ વધતા તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પહોંચી જશો.
અંતર: 2.5hr ડ્રાઇવ (130kms)
પોરબંદરમાં બે મુખ્ય પર્યટન સ્થળ છે
1. કિર્તિ મંદિર
શાંતિ મંદિર તરીકે ઓળખાતી આ જગ્યાનું ઉદ્ઘાટન સૌપ્રથમ સરદાર વલ્લભભાઇ પટેલે કર્યું હતું જે મહાત્મા ગાંધીના 79 વર્ષો સુધીના જીવન પ્રસંગને દર્શાવે છે.
સમય: સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી
પ્રવેશ ટિકિટ : નિઃશુલ્ક
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363862_1656791524_img_20220609_wa0018.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363862_1656791567_img_20220614_wa0019.jpg)
2. કૃષ્ણ- સુદામા મંદિર
જો આપણે મહાભારત કે કોઇપણ પૌરાણિક કથાઓ વાંચી હશે તો આપણે ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા અંગે અવશ્ય સાંભળ્યું હશે. તેમની આ દોસ્તીને સન્માન આપવા માટે શહેરમાં એક મંદિર બનાવાયું છે. જેમાં એક ભુલભુલૈયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. માન્યતા એવી છે કે જો કોઇ આ ભુલ ભુલૈયાને પાર કરે છે તો તે વ્યક્તિને તેના ભુતકાળના તમામ પાપોથી છુટકારો મળી જાય છે.
સમય : સવારે 6.30થી રાતે 8.30 વાગ્યા સુધી
પ્રવેશ ટિકિટઃ નિઃશુલ્ક
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363936_1656791618_img_20220609_wa0031.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363936_1656791619_img_20220702_wa0016.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363936_1656791619_img_20220702_wa0017.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363936_1656791944_img_20220609_wa0032.jpg)
દ્વારકા
સાતમો દિવસઃ પોરબંદરથી દ્વારકા
કચ્છના અખાતને અડીને ગોમતી નદીની જમણી બાજુએ પશ્ચિમી કિનારા પર સ્થિત આ શહેરનુ મહાભારત મહાકાવ્ય કથામાં ભગવાન કૃષ્ણની નગરી તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. એવુ કહેવાય છે કે મથુરામાં પોતાના મામા કંસને હરાવીને અને તેમનો વધ કર્યા બાદ ભગવાન કૃષ્ણ દ્વારકામાં વસી ગયા હતા.
ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકાધીશ મંદિર 8 થી 9 માળની ઉંચાઇવાળુ એક ભવ્ય મંદિર છે.
જ્યારે પણ આપણે દ્વારકા અંગે સાંભળ્યું છે ત્યારે હંમેશા આ શહેર દરિયામાં ડુબી ગયું હોવાનું જ ચર્ચાય છે. તેનો કેટલોક હિસ્સો પાણીની ઉપર તો કેટલોક પાણીની નીચે હોવાની માન્યતા છે. આ જગ્યાને બેટ દ્વારકા નામે ઓળખવામાં આવે છે. જ્યાં જવા માટે બોટ દ્વારા જવું પડે છે.
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363991_1656792120_img_20220609_wa0013.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674363991_1656792455_img_20220702_wa0013.jpg)
ગાંધીનગર
આંઠમો દિવસઃ દ્વારકાથી ગાંધીનગર
1. અડાલજની વાવ
જો તમે ભારતના વાસ્તુશિલ્પની ઉંડાણપૂર્વક જાણકારી મેળવવા માંગતા હોવ તો કોઇ વાવ પર જાઓ જેનો રાણીઓ દ્વારા પાણી લાવવા અને સ્નાન કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
આવી જ એક પગથિયાવાળી વાવ પાટનગર ગાંધીનગરની નજીક છે જેનું નામ છે અડાલજની વાવ. આ વાવને રુદાબાઇ વાવના નામે પણ ઓળખવામાં આવે છે. આ વાવ જમીનની અંદર 6 થી 7 માળ જેટલી ઉંડી છે.
સમયઃ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી
એન્ટ્રી ટિકિટઃ રુ.25
અંતરઃ 8 કલાકનું ડ્રાઇવિંગ (500kms)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674364071_1656792151_img_20220614_wa0022.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674364071_1656792151_img_20220614_wa0020.jpg)
2. અક્ષરધામ મંદિર
19મી સદીમાં યોગીજી મહારાજથી પ્રેરિત અક્ષરધામ મંદિર એક વિશાળ પરિસરમાં પથરાયેલું છે.
સૂર્યાસ્ત પછી અહીં મૃત્યુના દેવતા યમરાજની કહાનીને દર્શાવતો લાઇટ એન્ડ વોટર શો બતાવવામાં આવે છે.
સમય : સવારે 11 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી
એન્ટ્રી ટિકિટ : 60 રુપિયા
અંતર: અડાલજની વાવથી 14 કિ.મી.
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674364102_1656792220_akshardham.jpg)
અમદાવાદ
3. સાબરમતી રિવર ફ્રન્ટ, અમદાવાદ
કોમર્શિયલ કેપિટલ ગાંધીનગર અને ટૂરિજમ કેપિટલ અમદાવાદની વચ્ચે એક કલાકનું અંતર કાપીને અમે સાબરમતી નદી પર બનેલા રિવરફ્રન્ટ પહોંચ્યા. અહીં પાળી પર બેસીને સાંજનો સૂર્યાસ્ત જોવાની મજા અનોખી છે. તમે અહીં બનેલા રેસ્ટોરન્ટમાં અને રોડ પરના નાસ્તાની લારીઓમાં ભોજનનો કે નાસ્તાનો આનંદ માણી શકો છો.
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674364144_1656792247_img_20220702_wa0008.jpg)
વડોદરા
દિવસ 8: અમદાવાદથી વડોદરા
આગલા દિવસની થકાવટ બાદ અમે અમદાવાદના અમારા અંતિમ સ્થળ સાબરમતી આશ્રમ તરફ પ્રસ્થાન કરવાની યોજના બનાવી.
ગાંધીજીએ આ આશ્રમની સ્થાપના કરી હતી. આ એ જગ્યા છે જ્યાંથી 1930ના દશકની શરુઆતમાં ગાંધીજીએ દાંડી માર્ચ શરુ કરી હતી. એટલે આ જગ્યા ભારતના સ્વતંત્રતા ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે.
એક યાદગાર યાત્રા બાદ અમે વડોદરા તરફ આગળ વધ્યા.
લક્ષ્મી વિલાસ પેલેસ
મહેલનું પરિસર કરણ જોહરની કોઇ ફિલ્મ જેવું લાગે છે જ્યાં શાહરુખ ખાન કભી ખુશી કભી ગમની વાઇબ્સ આપનારા હેલિકોપ્ટરમાંથી ઉતરશે.
500 એકર ભૂમિ પર ફેલાયેલો આ મહેલ જ્યારે બરોડામાં મરાઠા શાસન હતું ત્યારે એક શાહી મરાઠા ગાયકવાડી પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. હજુ પણ વડોદરા શહેરમાં મરાઠીઓનો પ્રભાવ ઘણો વધારે છે.
સમય : સવારે 9.30 - સાંજે 5 વાગ્યા સુધી (સોમવારે બંધ)
એન્ટ્રી ટિકિટ : 225 રુપિયા
અંતર: 2 કલાકની ડ્રાઇવ (110kms)
દિવસ 9: વડોદરાથી મહેશ્વર
મહેશ્વર
મધ્ય પ્રદેશના આ ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેર સુધી પહોંચવા માટે અમે બોર્ડર ક્રોસ કરી.
મલ્હાર રાવ હોલ્કર તૃતીયના શાસનકાળમાં ઇન્દોર રાજધાની બનતા પહેલા મહેશ્વર માલવાની રાજધાની હતી.
આ શહેરમાં બે મહત્વના શહેરો અહલ્યા કિલ્લો અને નર્મદા ઘાટ છે.
સમયઃ
અહિલ્યા કિલ્લો: સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી (સોમવારે બંધ)
નર્મદા ઘાટ (આરતી): લગભગ સાંજે 7 વાગે (સૂર્યાસ્ત બાદ)
એન્ટ્રી ટિકિટ : 20 રુપિયા
અંતર: 400kms (6 કલાક)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674364283_1656792352_img_20220614_wa0005.jpg)
![Photo of ગુજરાતના ઓફબીટ સ્થળો પર 10 દિવસ માટે રોડ ટ્રિપિંગ, કેવો રહ્યો મારો અનુભવ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1674364283_1656792353_img_20220614_wa0010.jpg)
દિવસ 10: મહેશ્વરથી મુંબઇ
મુંબઇ
10 દિવસની શક્તિથી ભરપૂર યાત્રા બાદ અમે પેવેલિયન તરફ પાછા ફરીને પોતાની જાતને ફરી દૈનિક જીવનમાં પાછા ફરવા માટે તૈયાર કરીએ છીએ.
અંતર: 5ookms (9hr ડ્રાઇવ)
આ યાત્રાએ મને આપણા દેશના ઐતિહાસિક, આધ્યાત્મિક અને પૌરાણિક મૂ્લ્યોનું ભાન કરાવ્યું. આ પ્રવાસથી દેશની નદીઓનો પણ મને પરિચય થયો.
હું મારો રસ્તો જોઉં છું પરંતુ તે ક્યાં જાય છે તેની મને ખબર નથી. જે મને યાત્રા કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે તે રસ્તો ક્યાં જઇ રહ્યો છે તે વિશે મને ખબર નથી. - રોસેલા ડી કાસ્ત્રો
આ વાક્ય મને આખા ભારતમાં બીજી એક રોડ ટ્રિપ પર જવા માટે પ્રેરિત કરે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો