દુકાળ ચાલી રહ્યો હતો એ વખતે. સત્તત ત્રણ વર્ષથી વરસાદ નહોતો પડ્યો. ગામે ગામ લોકો ભુખથી જજુમી રહ્યા હતા. અનાજ ખુટવા પર હતુ અને કરવા માટે કાઇ કામ પણ ન હતુ. જોધપુરના રાજા ઉમૈદ સિંહને ત્યારે વિનંતી કરી કે રાજ્યને આપવા માટે કર પણ નથી અને કરવા માટે કાઈ કામ પણ નથી. રાજા ઉમૈદ સિંહે તે સમયે પ્રજાને કામ આપવાના ઉદ્દેશ્યથી જે મહેલનુ નિર્માણ કરાવ્યુ તે આજે ભારતની સૌથી આલિશાન હોટેલ છે. નામ છે ઉમૈદ ભવન પેલેસ. તો ચાલો જાણીયે આ આલિશાન ભવન વિશે.
કેવી રીતે નિર્માણ થયુ ઉમૈદ ભવન પેલેસ
જોધપુરની ચિત્તર પહાડીઓ પર બનેલા આ પેલેસની આસ-પાસ ક્યાય પાણીની સુવિધા નહોતી. ધારદાર ખડકો અને રેતીના ટેકરાઓ વચ્ચે એક રેલ્વે લાઈનનુ નિર્માણ કરવામા આવ્યુ કે જે આ ભવનની જીવાદોરી બની.
347 ઓરડાઓ ધરાવતા આ મહેલને બનાવવા માટે તે સમયે લગભગ 1.2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે આ મહેલને જોઈને લાગે કે આટલો બધો ખર્ચ વ્યર્થ નથી ગયો, ઊલ્ટાનો આટલા રુપિયાનો આનાથી વધુ સારી રીતે ઉપયોગ ન થઈ શક્યો હોત.
મહેલની કુલ જમીન 26 એકર છે, જેમાંથી લગભગ 15 એકરમા તો માત્ર બગીચાઓ જ છે. પ્રાઈવેટ મીટિંગ હોલ, જનતાને મળવા માટે દરબાર હોલ, બેન્ક્વેટ હોલ, પ્રાઈવેટ ડાઇનિંગ હોલ, લાઈબ્રેરી, ઇન્ડોર સ્વિમિંગ પૂલ અને સ્પા, બિલિયર્ડ્સ રૂમ, ચાર ટેનિસ કોર્ટ અને બીજુ ઘણું બધું છે આ સ્વર્ગમા.
આ મહેલની ભવ્યતાનો અંદાજ એ જ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વના સૌથી પ્રખ્યાત લગ્નોમાંના એક પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન અહીં થયા હતા.
રૂમ અને સ્યુટ્સ
રૂમ
20મી સદીની કલા - ડેકો સ્ટાઈલ - અહીંના 64 લક્ઝરી રૂમને શણગારે છે. અહીંથી તમે સામેના બગીચાઓનો નજારો માણી શકો છો. બાથરૂમમાં ખાસ મકરાના માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બની શકે કે વાસ્તુનો આ રંગ દુનિયા માટે જૂનો થઈ ગયો હોય, પરંતુ તેની સુંદરતા આ મહેલમા આવી જોવા જેવી છે.
મેહરાનગઢ કિલ્લા પરથી કંઈક આવો દેખાય છે ઉમેદ ભવન પેલેસન!
આ ઓરડાઓ ઉપરાંત પાંચ અલગ-અલગ પ્રકારના સ્યુટ પણ છે.
1. ઐતિહાસિક સ્યુટ
આ ઓરડાઓમાં થોડા સમય સુધી તો માત્ર શાહી પરિવારના મહેમાનો માટે જ રહેવાની વ્યવસ્થા આવી હતી. અહી તમને દુનિયાની શ્રેષ્ઠ લક્ઝરિયસ સુવિધા મળે છે, જેમા પુર્વની સુગંધ પણ છે અને પશ્ચિમની ઝાંખી પણ છે.
2. રોયલ સ્વીટ
બારાદરી લૉનના સુંદર દ્રશ્યો અને સામે ઉભેલો જાજરમાન મેહરાનગઢ કિલ્લો! અહીંની સવાર કંઈક આવી હોય છે.
3. ગ્રાન્ડ રોયલ સ્યુટ
અહીંનો અંદાજ તો શાહી અંદાજની દરેક હદ વટાવી ચુક્યો છે. અહીંના સ્યુટ્સનું કદ અગાઉના રૂમ કરતાં થોડું મોટું છે. એક મોટો લિવિંગ રૂમ અને મોટો બેડરૂમ, બધું જ તમારા માટે શણગારેલું છે.
4. મહારાજા સ્યુટ
4,200 ચોરસ ફૂટના આ સ્યુટને મહારાજાના ભવ્ય સ્વાગત માટે શણગારવામાં આવ્યા છે. તમારે તેની મજા અચુક લેવી જોઈએ. મહારાજા સ્યુટમાં આવીને એક અલગ જ પ્રકારની સાદગી અને ભવ્યતા મહેસુસ થાય છે.
5. મહારાણી સ્યુટ
એક સમયે આ સ્યુટ રાણીઓ માટે બનાવવામાં આવતો હતો, આજે તે આખા ભવનનો સૌથી લક્ઝરિયસ સ્યુટ છે. અહીંથી તમને મેહરાનગઢ કિલ્લાનો શ્રેષ્ઠ નજારો મળે છે. રાણીઓ માટે ખાસ તૈયાર કરાયેલા આ સ્યુટમાં તેમની નાનામા નાની સુવિધાની કાળજી લેવામાં આવી છે.
રેસ્ટોરંટ અને બાર
પેલેસમાં રાજસ્થાની થાળીનો સ્વાદ અવશ્ય લેજો. રાજસ્થાનની રાજશાહી થાળીની બેઠક રિસાલામા થાય છે. એક સમયે રાજવી પરિવાર અહીં ભોજનની મજા માણતા હતા. આ સિવાય તમારા માટે કોન્ટિનેંટલ અને ફ્યુઝન ઈન્ડિયન ફૂડનુ સ્પેશિયલ લિસ્ટ છે.
રિસાલા ઉપરાંત, પિલર કાફેમાં કે જ્યાંથી મેહરાનગઢ કિલ્લો સામે જ દેખાય છે, ત્યા તમે રાજસ્થાની વાનગીઓ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ અજમાવી શકો છો.
રિસાલા અને પિલર કાફે ઉપરાંત અહિ ટ્રોફી બાર પણ છે. જ્યારે રાજા યુદ્ધ કે શિકાર જીતીને પોતાના મહેલમાં પાછા ફરતા ત્યારે અહીં તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી.
ફરવા માટે નજીકના સ્થળો
તમે આ લિંક્સની મુલાકાત લઈ જોધપુરના જોવાલાયક સ્થળો વિશે જાણી શકો છો.
https://www.tripoto.com/jodhpur
કેવી રીતે પહોંચવું
તમે ત્રણ માર્ગો દ્વારા જોધપુર પહોંચી શકો છો.
1. હવાઈ માર્ગ: દિલ્હીથી જોધપુરની ફ્લાઈટ માત્ર દોઢ કલાકમા તમને જોધપુર પહોંચાડી દેશે. ફ્લાઈટ ટિકીટ્સ લગભગ રૂ.2500 આસપાસ થશે.
2. રેલ માર્ગ: તમને દિલ્હીથી જોધપુર જવા માટે ટ્રેન પણ મળી રહેશે. જોધપુર પહોંચવા લગભગ 12 કલાકનો સમય લાગશે અને ટિકીટ્સ રૂ.500 આસપાસ થશે.
3. રોડ દ્વારા: દિલ્હીથી જોધપુર સુધી બસ પણ ચાલે છે. કુલ 13 કલાકનો સમય લાગશે અને ભાડુ લગભગ 650 રુપિયા જેટલુ થશે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.