સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા

Tripoto
Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

દેશના ઉત્તરીય ક્ષેત્રમાં સ્થિત જમ્મુ અને કાશ્મીરનો પોતાનો એક સમૃદ્ધ ઇતિહાસ છે. ભારતનો સિરમોર કહેવાતો આ પ્રદેશ તેની બર્ફીલા પર્વતીય શિખરો અને આકર્ષક મંદિરોની આખી શ્રેણી સાથે આકર્ષક ખીણો માટે પણ પ્રખ્યાત છે. જમ્મુ અને કાશ્મીરના તમામ મંદિરોનો સમૃદ્ધ ઇતિહાસ છે અને આ ભવ્ય મંદિરોની ઘંટડીઓમાંથી નીકળતી આધ્યાત્મિક સુંદરતા દર વર્ષે મુલાકાતીઓને આકર્ષે છે. આ મંદિરો તે યુગના શ્રેષ્ઠ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ મંદિરોના નિર્માણ પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે, જે તેમને પોતાનામાં વિશેષ બનાવે છે.

રણબીરેશ્વર મંદિર-

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

જમ્મુના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક રણબીરેશ્વર મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થાય છે. આ સ્થળનું શાંત વાતાવરણ અને સુંદરતા ખરેખર ભક્તિની અનોખી લાગણી જગાડે છે. આ મંદિરનું નિર્માણ શિવભક્ત રાજા રણબીર સિંહે કરાવ્યું હતું, જેની પાછળ અનેક કથાઓ છુપાયેલી છે. રણબીરેશ્વર મંદિર જમ્મુ અને કાશ્મીર સિવિલ સચિવાલયની સામે આવેલું છે. મંદિરમાં 12 સ્ફટિક 'લિંગમ' હાજર છે જે 12 થી 18 ઇંચની ઊંચાઈએ બનેલા છે. આ મંદિર શાલીમાર રોડ પર આવેલું છે જે પ્રવાસીઓ માટે સવારે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

રઘુનાથ મંદિર-

રઘુનાથ મંદિર 1857 માં મહારાજા રણવીર સિંહ અને તેમના પિતા મહારાજા ગુલાબ સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં 7 ઐતિહાસિક ધાર્મિક સ્થળો છે. મંદિરના અંદરના ભાગો સોનાથી જડેલા છે જે તેજનું સ્વરૂપ છે. મંદિરમાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ બિરાજમાન છે. આ મંદિરમાં હિન્દુ ધર્મના 33 કરોડ દેવી-દેવતાઓના લિંગ પણ બનેલા છે, જે મંદિરોમાં એક ઈતિહાસ છે. અહીં ભક્તોને ખૂબ જ આનંદની લાગણી થાય છે.

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

આ મંદિરમાં બહારથી જોઈ શકાય તેવા પાંચ કળશ છે જે લંબાઈમાં ફેલાયેલા છે. ગર્ભગૃહમાં રામ સીતા લક્ષ્મણની વિશાળ મૂર્તિઓ છે. આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં અલગ-અલગ રૂમમાં રામાયણ મહાભારત કાળના અનેક પાત્રોની મૂર્તિઓ છે. ગર્ભગૃહની આસપાસ વિશાળ ખંડો બાંધવામાં આવ્યા છે જેમાં આ મૂર્તિઓ રાખવામાં આવી છે.

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

આ સિવાય ચારેય ધામ એક રૂમમાં જોઈ શકાય છે. મધ્યમાં એવી વ્યવસ્થા છે કે દરેક ધામ - રામેશ્વરમ, દ્વારકાધીશ, બદ્રીનાથ, કેદારનાથનાં દર્શન કરી શકાય છે. એક રૂમની મધ્યમાં ભગવાન સત્યનારાયણના દર્શન કરી શકાય છે. આ રૂમની મધ્યમાં કોતરવામાં આવેલો સૂર્ય ખૂબ જ સુંદર છે. દર મહિને ચૈત્ર, વૈશાખ વગેરે માટે એ મહિનાના મુખ્ય દેવતાની મૂર્તિ મૂકવામાં આવેલી છે.

અમરનાથ મંદિર (પહલગામ) -

ઢોળાવ અને ઉંચી ટેકરીઓથી ઘેરાયેલું અમરનાથ મંદિર સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય તીર્થસ્થાનોમાં ગણાય છે. દર વર્ષે લાખો લોકો અહીં શિવના આશીર્વાદ લેવા આવે છે. આ કાશ્મીરનું સૌથી જૂનું મંદિર છે જેનું નિર્માણ 5મી સદીમાં થયું હતું. આ મંદિર એક સાંકડી ખીણમાં આવેલું છે, જે દરિયાની સપાટીથી 3888 મીટરની ઉંચાઈ પર છે. હિંદુ ધર્મના મુખ્ય મંદિરોમાંનું એક, આ મંદિર બરફની કુદરતી રચનામાંથી તૈયાર કરવામાં આવ્યું છે, જે જુલાઈથી ઓગસ્ટ મહિનામાં જોઈ શકાય છે. જોકે, અહીં પહોંચવા માટે હેલ્થ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. તે શ્રીનગરના પૂર્વ વિસ્તારમાં આવેલું છે જ્યાં સવારે 4 થી 11 વાગ્યા સુધી દર્શન કરી શકાય છે. સૌથી નજીકનું બસ સ્ટેન્ડ પહેલગામ છે જ્યાં તમે રસ્તા દ્વારા સરળતાથી પહોંચી શકો છો.

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

અમરનાથ ગુફાનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે. અહીં બરફના પાણીના ટીપા સતત ટપકતા રહે છે, જેથી દર વર્ષે 10-12 ફૂટ ઊંચું શિવલિંગ બને છે. અમરનાથ શિવલિંગની ઊંચાઇ ચંદ્રના વધ-ઘટ સાથે વધતી-ઘટતી રહે છે. પૂનમના દિવસે શિવલિંગ પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે, જ્યારે અમાસના દિવસે શિવલિંગનો આકાર થોડો નાનો થઇ જાય છે.

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

અમરનાથ ગુફાની શોધ સૌથી પહેલાં કોણે કરી હતી, તે સંબંધમાં કોઇ સ્પષ્ટ જાણકારી મળી રહી નથી. એક માન્યતા પ્રમાણે, અનેક વર્ષો પહેલાં આ ક્ષેત્રમાં એક ચરવૈયાને (ઢોર ચરાવનારો) કોઇ સંત જોવા મળ્યાં હતાં. સંતે ચરવૈયાને કોલસાથી ભરેલી એક પોટલી આપી હતી. જ્યારે ચરવૈયો તેના ઘરે પહોંચ્યો ત્યારે પોટલીની અંદરનો કોલસો સોનું બની ગયો હતો. આ ચમત્કાર જોઇને ચરવૈયો આશ્ચર્યચકિત થઇ ગયો અને સંતને શોધવા માટે ફરી તે સ્થાને પહોંચી ગયો. સંતને શોધતા-શોધતા તે ચરવૈયાને અમરનાથ ગુફા જોવા મળી હતી. જ્યારે ત્યાં રહેતાં લોકોએ આ ચમત્કાર વિશે સાંભળ્યું ત્યારે અમરનાથ ગુફાને દૈવીય સ્થાન માનવા લાગ્યાં અને અહીં પૂજા શરૂ કરી દીધી.

વૈષ્ણો દેવી મંદિર -

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

વૈષ્ણો દેવી મંદિર તિરુપતિ મંદિર પછી દેશનું બીજું સૌથી વધુ મુલાકાત લેવાયેલું મંદિર છે. આ મંદિર માતા રતિ અથવા વૈષ્ણવીને સમર્પિત છે. મંદિર સુધી પહોંચવા માટે તીર્થયાત્રીઓને 5200 ફૂટની ઉંચાઈ સુધી ચાલવું પડે છે. મંદિરની મુલાકાત દરમિયાન ત્રિકુટા ટેકરી પાસે યાત્રી શિબિર છે. આ મંદિર હિમાલયની એક ગુફામાં સ્થાપિત છે જ્યાં પહોંચવાનું એકમાત્ર સાધન હેલિકોપ્ટર છે. યાત્રાળુઓ ચાલવા ઉપરાંત ઘોડેસવારીનો સહારો લઈ શકે છે. મહત્વનું છે કે અહીં પહોંચવા માટે તમારે પહેલા જમ્મુ કટરા પહોંચવું પડશે. આ મંદિર દર્શનાર્થીઓ માટે સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને ફરીથી સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

શંકરાચાર્ય મંદિર-

કાશ્મીરમાં સ્થિત શંકરાચાર્ય મંદિર રાજ્યનું સૌથી પ્રાચીન અને લોકપ્રિય મંદિરોમાંનું એક છે. આ મંદિર શ્રીનગર શહેરમાં દાલ લેકની પાસે શંકરાચાર્ય પર્વત પર આવેલું છે. ભગવાન જ્યેષ્ઠેશ્વર એટલે કે ભગવાન શિવને સમર્પિત આ મંદિર કાશ્મીરના રાજા ગોપાદત્ય દ્વારા ઇસ.પૂર્વે 371માં બનાવવામાં આવ્યું હતું. તેને જયેષ્ઠેશ્વર મંદિર અને 'પાસ-પર્વત' પણ કહેવામાં આવે છે.

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

એવું માનવામાં આવે છે કે મહાન ફિલસૂફ અને ધર્મશાસ્ત્રી આદિ શંકરાચાર્ય કાશ્મીરની મુલાકાત દરમિયાન શ્રીનગરના દક્ષિણપૂર્વમાં ગોપાદ્રી પર્વતની ટોચ પર રહેતા હતા. ત્યારથી ગોપાદ્રી પર્વતનું નામ બદલીને શંકરાચાર્ય પર્વત કરવામાં આવ્યું. આદિ શંકરાચાર્યે પણ થોડો સમય ગોપાદરી મંદિરમાં વિતાવ્યો હતો, ત્યારપછી મંદિરનું નામ શંકરાચાર્યના નામ પર રાખવામાં આવ્યું હતું. આજે પણ મંદિરમાં તેમનું ધ્યાન સ્થાન છે. ડોગરા શાસક મહારાજા ગુલાબ સિંહે શંકરાચાર્ય મંદિરમાં આવતા ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં પથ્થરની સીડીઓ બનાવી હતી. આ મંદિરનું 1925માં વીજળીકરણ કરવામાં આવ્યું હતું.

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

હિન્દુઓ માટે એક ધાર્મિક સ્થળ હોવા ઉપરાંત, આ મંદિર પુરાતત્વીય મહત્વ પણ ધરાવે છે. એક પ્રાચીન મંદિર હોવા ઉપરાંત, આ મંદિર તેની વાસ્તુકલા માટે પણ પ્રખ્યાત છે. ઉંચાઈ પર હોવાને કારણે મંદિરમાંથી શ્રીનગર અને દાલ સરોવરનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે.

Photo of સ્વર્ગ જેવી જગ્યાએ છે જમ્મૂ-કાશ્મીરના આ 5 મંદિર, લાખો શ્રદ્ધાળુઓ કરે છે દર્શન, તમે પણ જાઓ ફરવા by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads