
પિઝાની શોધ તો ઇટાલીમાં થઇ પરંતુ ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને અમદાવાદીઓ પિઝાના દિવાના છે. અમદાવાદમાં પિઝામાં જ્યારથી અનલિમિટેડ પિઝાનો ટ્રેન્ડ શરુ થયો ત્યારથી તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા છે. અમદાવાદમાં અનલિમિટેડ પિઝાની શરુઆત યુએસ પિઝાથી થઇ અને હવે તો અનલિમિટેડ પિઝાના અનેક આઉટલેટ અમદાવાદમાં શરુ થઇ ગયા છે. સિંગલ પિઝા કરતાં અનલિમિટેડ પિઝામાં ફાયદો એ છે કે તમને એક સાથે ત્રણ જાતના પિઝાનો સ્વાદ માણવા મળે છે. ઉપરાંત, વિવિધ સલાડ, સૂપ, આઇસ્ક્રીમ, કોલ્ડ ડ્રીંકસ તો ખરુ જ. તો જો તમારે પણ અમદાવાદમાં અનલિમિટેડનો ટેસ્ટ કરવો છે તો આ રહ્યાં પિઝા આઉટલેટ્સ
US PIZZA

ક્યાં છેઃ
શિવરંજની ક્રોસ રોડ, એચપીસીએલ પેટ્રોલ પંપની ઉપર, સેટેલાઇટ
ભાવ (રુ.)
અનલિમેટેડ લંચ 199
અનલિમિટેડ ડીનર 249
બાળકો માટે લંચનો ભાવ 149 રુપિયા છે જ્યારે ડીનર રૂ.169માં પડે છે. બાળકોની ઉંમર 3 વર્ષથી ઉપર અને 9 વર્ષની નીચે હોવી જોઇએ.
અનલિમિટેડમાં શું મળે
8 જાતના સ્ટાર્ટર (ઇટાલિયન, મેક્સિકન, ચાઇનીઝ), 3 જાતના પિઝા, ગાર્લિક બ્રેડ, 16 જાતના સલાડ, 2 જાતના સૂપ અને બ્રાઉની વિથ આઇસ્ક્રીમ
Buddy’s Pizza

ક્યાં છે
105, થર્ડ આઇ 2, પ્રથમ માળ, પરિમલ ગાર્ડન નજીક, પંચવટી ક્રોસ રોડ, સી.જી. રોડ નજીક
ભાવ (રુ.)
અનલિમેટેડ લંચ 200
અનલિમિટેડ ડીનર 230
બાળકો માટે લંચનો ભાવ 160 રુપિયા છે જ્યારે ડીનર રૂ.190માં પડે છે. બાળકોની ઉંમર 4 વર્ષથી ઉપર અને 10 વર્ષની નીચે હોવી જોઇએ.
અનલિમિટેડમાં શું મળે
બે જાતના સૂપ, 22 જાતના ફ્લેવર્ડ સલાડ, 8 જાતના હોટ સ્ટાર્ટર (ઇટાલિયન, મેક્સિકન, ઇન્ડિયન), 1 જાતની સુપ્રીમ ગાર્લિક બ્રેડ, 1 ચીઝી સેન્ડવીચ માર્ગરિટા, 2 જાતના એક્ઝોટિક પિઝા, 1 જાતના ડબલ લેયર પિઝા, 1 જાતના પફ પિઝા (ફક્ત સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર (સિંગલ સર્વ), 1 ડબલ ટ્રબલ સેન્ડવિચ (શુક્ર, શનિ, રવિ (સિંગલ સર્વ), કોલ્ડ ડ્રીંક, માઉથ વોટરિંગ ડેઝર્ટ
William John’s Pizza

ક્યાં છે
અર્થ કોમ્પ્લેક્સ, સીમા હોલ નજીક, સેટેલાઇટ
ભાવ (રુ.)
અનલિમેટેડ લંચ 199
અનલિમિટેડ ડીનર 229
બાળકો માટે લંચનો ભાવ 149 રુપિયા છે જ્યારે ડીનર રૂ.169માં પડે છે.
અનલિમિટેડમાં શું મળે
2 પ્રકારના સૂપ, 20 પ્રકારના કોલ્ડ સલાડ, 8 પ્રકારના હોટ સ્ટાર્ટર્સ, અનલિમિટેડ ફ્રેન્ચ ફ્રાઇસ, પ્રીમિયમ ચીઝ ગાર્લિક બ્રેડ, થીન ક્રસ્ટ પિઝા, માર્ગરિટા પિઝા, ચીઝ બ્લાસ્ટ પીઝા, કોલ્ડ ડ્રિંક (સિંગલ સર્વ), બ્રાઉની વિથ આઇસ્ક્રીમ (સિંગલ સર્વ)
Sam’s Pizza

ક્યાં છે
વ્રજ એવન્યૂ, સેન્ટ ઝેવિયર્સ લેડિઝ હોસ્ટેલ, નવરંગપુરા
ભાવ (રુ.)
સોમથી શુક્ર
અનલિમેટેડ લંચ રુ.275
અનલિમિટેડ ડીનર રુ.300
શનિ, રવિ અને જાહેર રજાઓ
અનલિમેટેડ લંચ રુ.300
અનલિમિટેડ ડીનર રુ.325
7 વર્ષથી નીચેના બાળકો માટે લંચનો ભાવ રૂ.169 છે.
અનલિમિટેડમાં શું મળે
2 જાતના સૂપ, 21 પ્રકારના સલાડ
અવશ્ય વાંચો: અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ
બ્રેડ્સ- કેપ્સીકમ, ટોમેટો, ચિલી એન્ડ ચીઝ (સોમવાર, બુધવાર), સ્વીટ કોર્ન, ચિલી એન્ડ ચીઝ (રવિવાર, મંગળવાર અને શુક્રવાર), ઓનીઅન, ચિલી એન્ડ ચીઝ (ગુરુવાર, શનિવાર)
પિઝા- સોમવાર અને બુધવાર
માર્ગરિટા, અમેરિકન હીટ, રેડ ઇન્ડિયન
પિઝા-રવિવાર, મંગળવાર અને શુક્રવાર
માર્ગરિટા, પનીર ટિક્કા, સ્પેનિશ પેશન
પિઝા-ગુરુવાર અને રવિવાર
માર્ગરિટા, હોટ એન્ડ સ્પાઇસી, પાર્ટી લવર્સ
Pizza Hub

ક્યાં છે
A 106, સફલ પેગાસસ, વીનસ એટલાન્ટિસની સામે, પ્રહલાદ નગર
ભાવ (રુ.)
ક્લાસિક મેનુ
અનલિમેટેડ લંચ 199
અનલિમિટેડ ડીનર 229
3 થી 8 વર્ષના બાળકો માટે લંચ રૂ.149 અને ડીનર રુ. 159માં પડશે.
પ્રીમિયમ મેનુ
અનલિમેટેડ લંચ 265
અનલિમિટેડ ડીનર 299
3 થી 8 વર્ષના બાળકો માટે લંચ રૂ.199 અને ડીનર રુ. 229માં પડશે.
ક્લાસિક અનલિમિટેડ મેનુમાં શું મળે
2 જાતના સૂપ, સુપ્રીમ ગાર્લિક બ્રેડ, 6 જાતના હોટ સ્ટાર્ટર, 24 જાતના કોલ્ડ સલાડ, સ્પે.પફ પિઝા, 2 જાતના એક્ઝોટિક પિઝા, 1 જાતના ડબલ લેયર પિઝા, કોલ્ડ ડ્રીંક 200 એમએલ (સિંગલ સર્વ), નાઇટ્રોજન કુકીઝ (સિંગલ સર્વ), બ્રાઉની વિથ આઇસ્ક્રીમ
પ્રીમિયમ અનલિમિટેડ મેનુમાં શું મળે
2 જાતના સૂપ, સુપ્રીમ ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઇસ અનલિમિટેડ, 6 જાતના હોટ સ્ટાર્ટર, 24 જાતના કોલ્ડ સલાડ, સ્પે.પફ પિઝા, 2 જાતના એક્ઝોટિક પિઝા, 1 જાતના ડબલ લેયર પિઝા, કોલ્ડ ડ્રીંક (અનલિમિટેડ), નાઇટ્રોજન કુકીઝ (અનલિમિટેડ), બ્રાઉની વિથ આઇસ્ક્રીમ
Pizza Tune

ક્યાં છે
209-210, નીલકંઠ પેલેસ, 100 ફૂટ રોડ, સીમા હોલ નજીક, સેટેલાઇટ
ભાવ (રુ.)
અનલિમેટેડ લંચ 165
અનલિમિટેડ ડીનર 190
બાળકો માટે 139 (8 વર્ષથી નીચે)
અનલિમિટેડમાં શું મળે
સલાડ, હોટ સ્ટાર્ટર, સ્ટફ્ડ પાનીની (1 જાતની), ચીઝ ગાર્લિક બ્રેડ (2 ફ્લેવર), સોફ્ટ પિઝા (માર્ગરિટા, તંદૂરી), થીન ક્રસ્ટ પિઝા (અમેરિકન સ્પેશ્યલ), પફ પિઝા, કોલ્ડ ડ્રીંક (અનલિમિટેડ), બ્રાઉની વિથ આઇસ્ક્રીમ (સિંગલ)
Wooddy Jhones Pizza

ક્યાં છે
પ્રથમ માળ, તુલસી કોમ્પ્લેક્સ, રામબાગ રોડ, મણીનગર
ભાવ (રુ.)
એડલ્ટ
અનલિમેટેડ લંચ 209
અનલિમિટેડ ડીનર 229
બાળકો ( 3 થી 9 વર્ષ)
અનલિમેટેડ લંચ 150
અનલિમિટેડ ડીનર 160
અનલિમિટેડમાં શું મળે
8 પ્રકારના હોટ સ્ટાર્ટર્સ, 2 જાતના સૂપ, 22 જાતના પ્રીમિયમ સલાડ, પ્રીમિયમ ચીઝ ગાર્લિક બ્રેડ, 4 જાતના પિઝા જેમાં માર્ગરિટા, ડબલ લેયર, થિન ક્રસ્ટ, ચીઝ બર્સ્ટ પિઝાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક અને બ્રાઉની વિથ આઇસ્ક્રીમનો સમાવેશ થાય છે.
Real Paprika

ક્યાં છે
સમર્પણ આર્કેડ, બોપલ
ભાવ (રુ.)
એડલ્ટ
અનલિમેટેડ લંચ 179
અનલિમિટેડ ડીનર 229
અનલિમિટેડ સલાડ 159
બાળકો (8 વર્ષથી નીચે)
અનલિમેટેડ લંચ 159
અનલિમિટેડ ડીનર 159
અનલિમિટેડમાં શું મળે
કોલ્ડ સલાડ, હોટ આઇટમ જેમાં છોલે સાથે બ્રેડ કુલચા, વેજ. મંચુરિયન, વેજ.હક્કા નૂડલ્સ અથવા વેજ મેગી, વેજ ફ્રાઇડ રાઇસ કે મેક્સિકન રાઇસ, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇસ, વેજ.એઉ ગ્રાટીન
સ્ટાર્ટરમાં ગ્રીન હાઉસ પનીની, મેંગો જલપેનો પાનીની, ચીઝ ગાર્લિક બ્રેડ, દેસી બ્રુશેટ્ટા
પિઝામાં માર્ગરિટા, આરપી સ્પેશ્યિલ, થિન ક્રસ્ટ અને પફ પિઝાનો સમાવેશ થાય છે.
કોલ્ડ ડ્રિંક (અનલિમિટેડ), ડેઝર્ટમાં બ્રાઉની વિથ આઇસ્ક્રીમ મળે છે.
નોંધઃ કોરોના ચાલતો હોવાથી કોઇપણ રેસ્ટોરન્ટમાં ફોન કરીને જ જવું. અહીં દર્શાવેલા ભાવમાં ફરક હોઇ શકે છે. ડેઝર્ટ સિંગલ સર્વ હોય છે. કોલ્ડ ડ્રીંક દરેક જગ્યાએ અનલિમિટેડ નથી હોતું.