મહાભારત કાળમાં એકવાર દ્રોપદીને વનવાસ દરમિયાન તરસ લાગી ત્યારે ભીમે જમીન પર ગદા મારી અને પાણી કાઢ્યું હતું. આ જગ્યાને આજે ભીમતાલ કહેવાય છે.
ભીમતાલ લેક
આજે આ જગ્યા એકદમ શાંત છે. શાંતિની પળ વિતાવવા માટે આસપાસ અનેક રિસોર્ટ આવેલા છે.
વી રિસોર્ટ્સ મોનોલિથ હોટલ
ભીમતાલ લેકની બરોબાર સામે આવેલી છે વી રિસોર્ટ્સ મોનોલિથ હોટલ. કાઠગોદામ-ભોવલી રોડ પર સ્થિત આ હોટલ ઇંગ્લેડના કોઇ કૉટેજ જેવી લાગે છે. પથ્થરથી બનેલા આ રિસોર્ટની આસપાસ ઘણી લીલોતરી છે. મોટા મોટા દરવાજા અને તે જ સ્ટાઇલની ડિઝાઇનવાળુ ઇન્ટિરીયર. આંખોને ગમે તેવું છે.
કોના માટે છે આ જગ્યા
શાંતિથી આરામ કરવા માંગતા લોકો અને એક સાંજ આ રિસોર્ટમાં રહીને પ્રકૃતિને માણવાની અપેક્ષા રાખતા ટ્રાવેલર્સ માટે છે આ જગ્યા.
હોટલ કેવી છે
પ્રાકૃતિક રીતે શાંત જગ્યા પર બનેલી આ હોટલમાં દિવાલ કોઇ વૃક્ષ જેવી છે. સરોવરની સામે જ આવેલી આ હોટલથી આખુ શહેર જોઇ શકાય છે. પહાડોની સુંદરતા પણ તમે જોઇ શકો છો.
ચાર પ્રકારના રૂમ મળશે
1. લકઝરી શ્યૂટ
આ રૂમમાં તમને વુડન ફ્લોરિંગ, શાનદાર બેડિંગ અને આકર્ષક સરોવરના દ્રશ્યો જોવા મળશે. સાથે જ એક મોટો પ્રાઇવેટ ટેરેસ પણ છે જ્યાં શિયાળામાં તડકો પણ આવે છે અને ગરમીની રાતોમાં તારા ટમટમે છે.
2. ફેમિલી શ્યૂટ
પરિવારની સાથે રજાઓ પસાર કરવા, બાળકોની સાથે સમય પસાર કરવા માટે પરફેક્ટ છે. એક શ્યૂટમાં બે રૂમ હોય છે જેની મોટી બારીમાંથી સૂર્યના કિરણો જગમગે છે.
3. અલગ સ્પેશ્યલ કોટોજ
જેને બહાર બેસીને મોજમસ્તી કરવી છે તેમના માટે આ રૂમ પરફેક્ટ છે. પથ્થરના ફ્લોરિંગની સાથે રૂમમાં કાઉચ અને આરામદાયક બેડિંગ છે.
4. લકઝરી કૉટેજ
એક ગલી સ્ટાઇલમાં બનેલુ આ કૉટેજ બે લોકો માટે બન્યુ છે જેમાં બહાર બેસવા માટે અલગથી એક જગ્યા છે. લાકડાના ફ્લોરિંગવાળી આ જગ્યાએ શિયાળાની સાંજ મોટાભાગે લાંબી થઇ જાય છે.
સ્વાદ
આ રિસોર્ટમાં બે રેસ્ટોરન્ટ છે. એકનું નામ રસિયા જે દેશી, ચાઇનીઝ ખાનારા માટે છે, તો બીજુ રેસ્ટોરન્ટ બાર્બેક્યૂ અને કોફી શૉપ છે. દેસી મસાલાથી બનેલુ ખાવાનું તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવાય છે. આ રેસ્ટોરન્ટમાંથી પણ પહાડ, સરોવરને જોઇ શકાય છે.
કિંમત
ચાર પ્રકારના રૂમની ચાર અલગ અલગ કિંમત છે. નાસ્તાનું બિલ પણ તેમાં આવી જાય છે. સાથે જ દરેક રૂમમાં ચા-કોફી મેકર, અન્ય મસાલા અને એક નાનકડો બાર પણ છે.
લકઝરી શ્યૂટ- બે લોકો માટે એક દિવસનું ભાડું ₹4,628
ફેમિલી શ્યૂટ- બે લોકો માટે એક દિવસનું ભાડું ₹11,050
અલગ સ્પેશ્યલ કૉટેજ- બે લોકો માટે એક દિવસનું ભાડું ₹5,356
લકઝરી કૉટેજ- બે લોકો માટે એક દિવસનું ભાડું ₹7,150
જવાનો યોગ્ય સમય
કોઇ પણ સીઝનમાં જઇ શકાય છે. ઉનાળામાં પરિવારની સાથે, શિયાળામાં શાંતિનો આનંદ લેવા જઇ શકાય છે.
કંઇક અલગ કરવા માટે
1. લાયબ્રેરી જુઓ કે પછી ઘાસના બગીચાની મુલાકાત કરો
અહીં લાયબ્રેરી છે, બગીચામાં બેસીને પુસ્તક વાંચો. હરો-ફરો. ઠંડી હવાઓ, પાંદડાઓ માહોલને રંગીન બનાવી દેશે.
2. સ્વિમિંગ પૂલમાં તરો
ગરમીમાં આવ્યા હોવ તો સ્વિમિંગ પુલમાં સ્નાન કરી શકો છો. વૃક્ષોથી ઘેરાયેલી છે આ જગ્યા.
3. બાળકો માટે પૂલ, પ્લેગ્રાઉન્ડ; પરિવારની સાથે સમય પસાર કરવા માટે સારી જગ્યા
બાળકોને રમવા માટે પ્લેગ્રાઉન્ડ છે. તેમની સાથે ક્વોલિટી સમય પસાર કરી શકાય છે. જેમણે ક્યારેય પાણીમાં છલાંગ નથી લગાવી તે અહીં આવી શકે છે.
4. નીકળો બહાર પહાડોથી, જંગ લડો મેદાનોમાં
ટ્રેકિંગ, હાઇકિંગ, નેચરલ વૉકિંગ, પક્ષી દર્શન અને સાઇકલિંગ માટે ઘણી સારી જગ્યા છે આ રિસોર્ટ.
હોટલની નજીકમાં
ભીમતાલ લેકમાં બોટિંગ કરો. મોલ રોડ પર શોપિંગ કરવા નીકળી શકો છો, જ્યાં ગરમ કપડા અને લાકડાની ચીજો મળશે. ભીમતાલમાં ફરવામાં એક દિવસ નીકળી જશે. પહાડોની સામે ઉભા રહીને ચા પીવાની મજા આવશે.
કેવી રીતે પહોંચશો ભીમતાલ
બસ સ્ટેશનથી રિસોર્ટ 2 કિ.મી.ના અંતરે છે. કાઠગોદામથી લગભગ 22 કિ.મી. દૂર છે.
એરપોર્ટ- ભીમતાલથી નજીકનું એરપોર્ટ પંત નગર જે 58 કિ.મી. દૂર છે. ત્યાંથી રિસોર્ટ માટે કેબ મળે છે. રિસોર્ટ પણ આ વ્યવસ્થા કરી આપે છે. દિલ્હીથી ફ્લાઇટનું ભાડું ₹4,500 સુધી છે.
રેલવે માર્ગ- કાઠગોદામ રેલવે સ્ટેશન અહીંથી 22 કિ.મી. દૂર છે. ત્યાંથી કેબ કે ટેક્સી રિસોર્ટ માટે સરળતાથી મળી જશે. દિલ્હીથી કાઠગોદામનું સ્લીપર ભાડું ₹205 અને 3 એસી ભાડું ₹505 છે.
રોડ માર્ગ- દિલ્હીથી આઇએસબીટીથી ભીમતાલ માટે બસ જાય છે જેનું ભાડું ₹1000 સુધી હશે અને પહોંચવામાં અંદાજે 8 કલાક થશે.
જો ઓછા સમયમાં ઝડપથી પહોંચવું હોય તો ટ્રેન સારી રહેશે. જો કોઇ એવી જગ્યાએ ફરવાનો પ્લાન બનાવો છો જ્યાં લોકોની સંખ્યા ઓછી હોય તો આ જગ્યા સારી છે.