ફરવાનું પ્લાંનિંગ કરી રહેલા લોકો માટે IRCTC ભારત દર્શન ટુર પેકેજ લાવી રહ્યું છે. 29 ઓગસ્ટથી ભારત દર્શન સ્પેશિઅલ ટુરિસ્ટ ટ્રેન જેમાં તમને ભારત દર્શન ટુર કરવા મળશે અને એ પણ માત્ર 11340 રૂપિયામાં! આ ટ્રેન શિવમંદિર સાથે સાથે દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જશે!
ક્યારથી શરુ?
આ ટ્રેન હૈદરાબાદ - અમદાવાદ - નિષ્કલંક મહાદેવ - અમૃતસર - જયપુર - સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બધી જગ્યાઓને કવર કરશે. સમય - 29 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર
યાત્રમાં સમાવિષ્ટ સુવિધાઓ:
1 સ્લીપર ક્લાસ ટ્રેન
2 રાત્રિરોકાણની વ્યવસ્થા
3 મલ્ટીશેરિંગ બેઝીઝ પર ધર્મશાળા
4 ચા, કોફી, નાશ્તો, લંચ ડિનર અને એક લીટર પાણીની બોટલ
5 નોન એસી રોડ ટ્રાન્સપોર્ટ બસ
6 ટ્રેનમાં એસ્કોર્ટ અને સિક્યોરિટી
7 ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
8 સૅનેટાઇઝેશન કીટ
વધારાનો ખર્ચ:
પર્સનલ કેર, લોન્ડરી, મેડિસિન, કોઈ જગ્યાની એન્ટ્રી ફી, ગાઈડ, બોટિંગ વગેરેની ફી, આ બધી વસ્તુઓ માટે તમારે અલગથી ખર્ચ કરવાનો રહેશે.
બુકીંગ કેવી રીતે કરવું?
IRCTC વેબસાઈટ અથવા ક્ષેત્રીય કાર્યાલયોમાંથી આરામથી બુકીંગ કરી શકાય છે.
બોર્ડિંગ પોઈન્ટ્સ
મદુરાઈ, ડીન્ડીગુલ, કારુર, ઇરોડ, સેલમ, જોલારપટ્ટાઇ, કાતપાડી, ચેન્નાઇ સેન્ટ્રલ, નેલ્લોર, વિજયવાડા
ડીબોર્ડિંગ પોઈન્ટ્સ
વિજયવાડા, નેલ્લોર, પેરામ્બુર, કાતપાડી, કારુર, ઇરોડ, સેલમ, જોલારપટ્ટાઇ, મદુરાઈ, ડીન્ડીગુલ
.