ફિલ્મ જોવાની મજા જ કંઇક અલગ હોય છે, કોઇને થ્રિલર મૂવી જોઇને મજા આવે છે તો કોઇ કૉમેડી મૂવી જોઇને હસી હસીને બેવડો વળી જાય છે. પરંતુ તમે મોટાભાગે આવી ફિલ્મોને સિનેમા હોલમાં બેસીને જોઇ હશે..પરંતુ શું તમે એવું વિચાર્યું છે કે તમે ઘરની જેમ આરામથી બેસીને ફ્રીલી મૂવી જોઇ શકો. તમે ગાડીમાં બેસીને, બાથટબમાં બેસીને, જમીન પર ગાદલા પાથરીને મૂવીની મજા લઇ શકો છો. આ બધુ જ તમે દિલ્હીની નજીક ગુડગાંવના સનસેટ સિનેમા ક્લબ SCCમાં કરી શકો છો. આ ક્લબ આકરી ગરમીથી લોકોને રાહત આપવા માટે બાથટબ સિનેમાનો એક નવો જ કન્સેપ્ટ લઇને આવ્યું છે.
એસીસી બેકયાર્ડ
સનસેટ સિનેમા ક્લબે દિલ્હી એનસીઆરમાં પોતાનું પહેલું આઉટડોર સિનેમા શરુ કર્યું હતું. આ જગ્યા જોવામાં સુંદર લાગે છે. અહીં દરેક વ્યક્તિને ફિલ્મ જોવાનો મૂડ બની જાય છે. અહીંની મોટી સ્ક્રીન, થિયેટરમાં બેસવાનો અનુભવ કરાવે છે. તમારા માટે આરામથી બેસવા અને પોતાના દોસ્તો કે પરિવારવાળાની સાથે મૂવીની મજા લેવા માટે ગાદલાં કે બીન બેગની પણ સુવિધા છે.
એસીસી બાથટબ સિનેમા
સનસેટ સિનેમા ક્લબ લોકોને શ્રેષ્ઠ અનુભવ કરાવવા માટે એક એકથી નવી ચીજોની સાથે લોકોને મૂવી બતાવે છે. અહીંના બાથરૂમ સિનેમામાં તમે પ્રાઇવેટ મિની પૂલમાં બેસીને ફિલ્મ જોઇ શકો છો. સાથે જ તમને અહીં આઇસ ડ્રિંક્સની પણ મજા આપવામાં આવશે. આવો અનુભવ તમે ગરમીઓ દરમિયાન લઇ શકો છો.
તમારા પાર્ટનરની સાથે હશે આ પરફેક્ટ મૂવી ડેટ
સનસેટ સિનેમા ક્લબ તમારી કારની સુરક્ષાથી લઇને દરેક વીકેન્ડ પર મોટા પરદે તમારી મનપસંદ ફિલ્મોનું આયોજન કરે છે. એસસીસી એક સંપૂર્ણ રીતે સુરક્ષિત અનુભવ છે જ્યાં ઓડિયો સીધા તમારા વાહન પર સ્ટ્રીમ કરવામાં આવે છે અને તમને તમારી કારના રેડિયોને ટ્યૂન કરવાનું હોય છે. આ તમારા પાર્ટનરની સાથે એકદમ પરફેક્ટ મૂવી ડેટ છે.
બાથટબ સિનેમાની બુકિંગની કિંમત
આ ખાનગી બાથટબમાં બુકિંગની કિંમત ₹3000 છે. જ્યાં તમે ખાનગી બાથટબમાં પલળતા અને તેના મેનૂથી સ્વાદિષ્ટ સ્નેક્સ અને ડ્રિંક્સનો આનંદ લેતા મોટા પરદે પોતાની પસંદગીની ફિલ્મોનો આનંદ માણી શકો છો. આ SCC દ્વારા રજૂ કરવામાં આવેલો એક અલગ જ અનુભવ છે.
સરનામુઃ અર્બન અખાડા, સીઆરપીએફ રોડ, ગોલ્ફ કોર્સ એક્સટેન્શન રોડ, હેરિટેજ સ્કૂલની બાજુમાં, સેક્ટર 62, ગુરુગ્રામ, હરિયાણા 122005
સમયઃ જો તમે આ અદ્ભુત અનુભવ માટે જઇ રહ્યાં છો તો કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવાનું ભૂલતાં નહીં. તમારી સાથે એક વેલિડ આઇડી પ્રુફ, સ્વિમશૂટ અને તકિયો લઇને જાઓ. ફિલ્મ રાતે 8 વાગ્યાથી શરૂ થાય છે, ખરેખર તમે આ અનુભવને મિસ નહીં કરવા માંગો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો