
કુદરતની કારીગરી અદ્ભુત છે. ઇશ્વર ઘણીવાર એવું કરે છે જે માન્યમાં નથી આવતું. મેઘાલયના જંગલોમાં અનોખી પ્રજાતિના ઇલેક્ટ્રિક મશરુમ થોડાક સમય પહેલા જોવા મળ્યા છે જે રાતમાં રોશની ફેલાવે છે. વૈજ્ઞાનિકોએ આને રોરિડોમાઇસેસ ફાઇલોસ્ટૈચિડિસ નામ આપ્યું છે. આને સૌ પ્રથમ મેઘાલયના ઇસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના મૉવલીનૉન્ગમાં એક જળધોધની પાસે જોવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ વેસ્ટ જેંતિયા હિલ્સના ક્રાંગ સુરીમાં પણ જોવા મળ્યા હતા.

હવે મેઘાલયના જંગલોમાં મળેલી મશરુમની પ્રજાતિ દુનિયાના 97 ચમકતા મશરુમોની યાદીમાં સામેલ થઇ ચુકી છે. આને ભારતીય અને ચીનના વૈજ્ઞાનિકોના એક સમૂહે શોધી છે જે આસામમાં મોનસુન પછી જંગલોમાં પ્રજાતિઓ પર શોધ કરી રહ્યા હતા. સ્થાનિક લોકોના મોંમાંથી ઇલેક્ટ્રિક મશરુમ અંગે સાંભળ્યા બાદ વૈજ્ઞાનિક મેઘાલય પહોંચ્યા.
રાતના અંધારામાં સાયન્ટિસ્ટ જ્યારે આ જંગલોમાં પહોંચ્યા તો તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા. આવા મશરુમ્સને બાયો-લ્યૂમિનિસેન્ટ મશરુમ કહેવાય છે. રાતના અંધારામાં તે આછા વાદલી-લીલા અને રિંગણના કલરમાં ચમકતા જોવા મળે છે. રાતે ચમકતા આ મશરુમ દિવસે તો બિલકુલ સાધારણ મશરુમ જેવા જ દેખાય છે.
વન્ય જીવ વિશેષજ્ઞ ગૌતમ બરુઆ કહે છે કે મશરુમની આ પ્રજાતિને રોરિડોમઆઇસેસ ફાઇલોસ્ટૈચિડિસ કહેવાય છે. જે રાતમાં સામાન્ય પ્રકાશ ફેંકે છે. રાતમાં એટલા માટે રોશની ફેંકે છે કારણ કે તેની પર રહેલા વિષાણુ કીડા દ્ધારા જંગલમાં અન્ય જગ્યાએ ફેલાઇ જાય અને આ મશરુમની સંખ્યામાં વધારે થાય છે. મેઘાલયમાં આ મશરુમ વાંસના જંગલોમાં મૂળિયાની પાસે ઉગે છે.
મેઘાલય ઉપરાંત આ મશરુમ કેરળ અને ગોવામાં પણ જોવા મળે છે. પ્રકાશ ફેંકતા આ મશરુમ પોતાની વસતી વધારવા માટે કીડા દ્ધારા જંગલોમાં ફેલાયે છે. આનાથી તે છોડની છાલ, જમીન, ભેજવાળા વાતાવરણમાં ઉછરે છે. આ એક ખાસ પ્રકારનું કવક હોય છે. અત્યાર સુધીમાં આવા પ્રકાશ ફેલવાતા મશરુમની 97 પ્રજાતિની ઓળખ થઇ છે.

આને જંગલમાં ઉગવા માટે પૂરતી સંખ્યામાં ભેજની જરુર હોય છે. સાથે જ 21 ડિગ્રી સેલ્સિયસથી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરુર પડે છે. મેઘાલય, કેરળ, ગોવામાં આની સંખ્યામાં ચોમાસામાં વધે છે. આને શોધવા માટે જંગલમાં રાતના સમયે ફરવું પડે છે.
વિજ્ઞાન શું કહે છે
ચાઇનીઝ એકેડમી ઓફ સાયંસીઝની માયકોલૉજિસ્ટ સામંથા કરુનાર્થના કહે છે કે કેટલાક જાનવર, છોડ, બેક્ટેરિયા અને મશરુમ એવા હોય છે જે પ્રકાશ ફેલાવે છે. સમાન્ય રીતે આ સમુદ્રમાં જોવા મળે છે. પરંતુ કેટલાક એવા પણ હોય છે જે જમીન પર મળે છે. આ જીવ પ્રકાશ ફેલાવશે તે તેમનામાં રહેલા કેમિકલ પર આધાર રાખે છે.
તાજેતરમાં મળેલા મશરુમમાં ખાસ પ્રકારના એન્જાઇમ લ્યુસીફેરેજ જોવામાં આવ્યા છે. જે ઓક્સિજન મળતા લીલો રંગ બનાવે છે. મશરુમમાં એકસ્ટ્રા એનર્જી હોવા પર તે બહાર લીલા પ્રકાશમાં નીકળે છે.
મશરુમની અલગ અલગ પ્રજાતિઓની શોધ કરવા માટે નોર્થ ઇસ્ટના ચાર રાજ્યોમાં આ પ્રોજેક્ટની શરુઆત થઇ. જેમાં મેઘાલય, આસામ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે. પ્રોજેક્ટની શરુઆત બાલીપુરા ફાઉન્ડેશનના કુન્મિંગ ઓફ બોટની અને ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સની સાથે મળીને તૈયાર કરી.
આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ફોટોગ્રાફર સ્ટીફન એક્સફોર્ડ કહે છે કે અને જ્યાં પણ મશરુમ અંગે જાણકારી એકત્ર કરવા જઇએ છીએ લોકો ચમકતા મશરુમ અંગે જરુર પુછે છે. મેઘાલયમાં અમે પણ આવુ જ કર્યું અને આ રીતે અમે ત્યાં પહોંચ્યા. ફોટોગ્રાફિર સ્ટીફન છેલ્લા 15 વર્ષથી મશરુમ પર કામ કરી રહ્યા છે.
સ્ટીફન કહે છે કે મશરુમની તપાસ અને જીનની સિક્વન્સિંગ કરવા પર ખબર પડી કે રૉરીડોમાઇસીઝ પરિવાર સાથે સંબંધ રાખે છે પરંતુ આ વાંસના ઝાડ પર ઉગે છે એટલા માટે તેનું નામ વાંસ સાથે જોડાયું છે. આ ઝાડ પર તે પહેલીવાર જોવામાં આવ્યા હતા.